વડોદરા: ભરૂચના નવનિયુક્ત અને દેશ ભરમાં પ્રચલિત એવા કેબલ બ્રીજનું તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. જે કેબલ બ્રીજને યુપીએ સરાકરે લીલી ઝંડી આપી અને ભાજપ સત્તામાં બેસી ત્યારે તેનું કામ પુર્ણ થયું, તેવા ઇપીસી પ્રોજેક્ટ હેઠળ મંજૂર થયેલા કેબલ બ્રીજ ઉપર ટોલ બુથની કામગીરી શરુ થતાની સાથે જ સોનીયા ગાંધીના સલહાકાર અને રાજ્ય સભાના સાંસદ અહમદ પટેલે માર્ગ અને પિરવાહન મંત્રી નીતિન ગડકરીને ટ્વીટ કરી કહ્યું “કેબલ બ્રીજ વાહન ચાલકો ટોલટક્સનો ખર્ચવો ન પડે તે માટે બ્રીજનું નિર્માણ ઇપીસી પ્રોજેક્ટ હેઠળ કરાયું છે તો પછી ટોલ બુથ બાંધવાની શું જરૂર પડી” ? તાજેતરમાં જ ભરૂચ સ્થિત નર્મદા નદી ઉપર કેબલ બ્રીજનુ કામ સંપુર્ણ પણે પુર્ણ થતા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લાકાર્પણ કરવામાં આવ્યું હતુ. તે સમયે ભાજપ સરાકરે કેબલ બ્રીજ પોતના શાસન કાળમાં તૈયાર થયો હોય તેવું ભાષણમાં જણાવ્યું હતુ. જ્યારે હકિકત તો એ છે કે ભરૂતના રાજ્ય સભાના સાંસદ અમહદ પટેલ દ્વારા કોંગ્રેસ એટલે કે યુ.પી.એ સરકારમાં રૂ. 379 કરોડના ખર્ચે કેબલ બ્રીજનો કોન્ટ્રાક્ટ એલએન્ડટી કંપનીને સોંપાયો હતો. હાલના રાષ્ટ્રપતિ અને યુપીએ સરકારના શાસન સમયના નાણા મંત્રી પ્રણવ મુખરજીએ મંજુર કર્યો હતો. જોકે યુપીએ સરકારે સાંસદ અહમદ પટેલની રજૂઆતને ધ્યાનમાં રાખી કેબલ બ્રીજ E.P.C (એન્જીન્યરીંગ પ્રોક્યુરમેન્ટ એન્ડ કન્સટ્રકશન)ના ધોરણે મંજૂર કરાતા વાહન ચાલકો અને કોઇપણ પ્રકારના ટોલટેક્સ ના સુપૂર્ણ ખર્ચ ભારત સરકારમાંથી મંજૂર કરાવ્યો હતો. છતાં દિલ્હીમાં બેસેલી ભાજપ સરકાર દ્વારા ટોલટેક્સના બૂથનું કામ આગળ વધારી રહી છે, જેથી રાજ્ય સભાના સાંસદ અહમદ પટેલના ધ્યાને આ વાત આવતાની સાથે તેઓ આજે સોશીયલ મીડિયાના માધ્યમથી માર્ગ અને પરિવાહન મંત્રી નીતિન ગડકરીને ટ્વીટ કરી આ અંગે જવાબ માંગ્યો છે. જ્યારે જીલ્લા ભરૂચ કોંગ્રસના પ્રવકતા નાઝુ કડવાલાએ પણ કેબલ બ્રીજ પર બંધાતા ટોલટેક્સ અંગે નારાજગી વ્યક્ત કરી છે.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.