વડોદરા: કહેવાય છે કે જ્યારે માણસ ના જીવન માં અફતો શરૂ થાય છે ત્યારે કરુણતા જોઈ અજાણ્યા ની આખો પણ ભરાઈ આવે છે દિલ દ્રવી ઉઠે છે એક માસૂમ ની જિંદગી હજુ તો આ મતલબી દુનિયા માં કઈ સમજે તે પહેલાં પોતાનો માળો ગુમાવી ચુકી છે વાત છે એક નાનકડી ફૂલ જેવી બાળા ની કે જેણે નાનપણ માં જ માતાપિતા નો સહારો ગુમાવી અનાથ બની છે જેના કલ્પાંત જોઈ હોસ્પિટલ ની દીવાલો પણ રડી ઉઠી હતી ભરૂચના ધોળીકુઇ બજારની વિધવા મહિલાને ટીબીની બીમારીને લઇને ભરૂચની સિવિલ હોસ્પિટલમાં લવાઇ હતી. તેનું ટુંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. હોસ્પિટલમાં માતાના મૃતદેહ સાથે એકલી પડી ગયેલી ત્રણ વર્ષની પુત્રીએ માતાના નિર્જીવ દેહને ઉઠાડવાના પ્રયાસ કરવાના દ્રશ્યોએ ત્યાં હાજર લોકોના હ્રદય કંપાવી દેતાં આંખો ભિંજાઇ હતી. જોકે, બાદમાં મૃતક મહિલાના જેઠે આવીને બાળકી ને શાંત પાડી હતી.
અંક્લેશ્વરના જૂના છાપરા ગામની મનીષા વસાવાના ભરૂચના ધોળીકૂઇ વિસ્તારમાં રહેતાં અમૃત વસાવા સાથે પ્રેમલગ્ન થયાં હતાં. દાંપત્ય જીવનમાં તેમને પુત્રીરત્ન પ્રાપ્ત થઇ હતી જેનું નામ પ્રિન્સી રાખ્યું હતું દીકરી ત્રણ વર્ષની થઇ ચુકી હતી, જોકે અમૃત વસાવાનું અકાળે મૃત્યુ થતા પતિના દેહાંત બાદ મનીષાને તેની પુત્રી પ્રિન્સીનો એકમાત્ર સહારો હતી. દરમિયાનમાં તેને પણ ટીબીની બિમારી ઘર કરી જતા બે દિવસ પહેલાં જ કોઈ એ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં બીમાર મનીષા ને દાખલ કરીહતી. જ્યાં મનિષા પાસે માત્ર તેની વર્ષની પુત્રી માનસી સાથે હતી અને માં પણ પોતાની પુત્રી ને એકલી મૂકી ફાની દુનિયા છોડી દેતા પિતાને ગુમાવ્યા બાદ હવે માતાનો આશ્રરો પણ ગુમાવનાર પ્રિન્સી એ કારમું કલ્પાંત કરી મૂક્યું હતું અને પોતાની મૃત માતાને ઉઠાડવાનો વારંવાર પ્રયાસ કરતી હોવાના દ્રશ્યો જોઈ ત્યાં હાજર લોકોના હ્રદય દ્રવી ઉઠ્યાં હતાં
ભરૂચ સિવિલ હોસ્પિટલમાં બનેલી આ ઘટનાની જાણ હોસ્પિટલમાં જ સેવાકીય પ્રવૃત્તી કરતા ધર્મેશભાઇ સોલંકીને થતાં તુરંત જ તેઓ સ્થળ પર પહોંચી ગયા હતા. ધર્મેશભાઇ મૃત્યુ પામેલી માતા પાસે બેસીને રડતા-રડતા માતાને ઉઠાડી રહેલી માસૂમ દીકરીનું કલ્પાંત જોઇને તેઓ પણ એક તબક્કે સ્તબ્ધ થઇ ગયા હતા. ધર્મેશભાઇ સોલંકી ભીખ માંગીને પેટીયું રડનાર મહિલા અને તેની માસુમ બાળકી પ્રિન્સીના વારસદાર બન્યા હતા. જેઓ એ મહિલાની અંતિમવિધી પૂરી કરી માનવતા મહેકાવી હતી.
મહિલાના પતિનું આઠ મહિના પહેલા મોત થયું હતું અને આજેમાતાએ પણ અંતિમ શ્વાસ લેતા બાળા એ નાનપણ માં જ માતા પિતા ની છત્રછાયા ગુમાવતા અને પરિવારજનો સ્વીકારવા તૈયાર ન હોવાથી બાળકી અનાથ બની ગઇ છે.
જીવન ની કરુણ વાસ્તવિકતા ના દર્શન કરાવતી આ ઘટના કોઈ ફિલ્મ સ્ટોરી થી કમ નથી, આ ઘટના એ સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર જગાવી છે.
