ભરૂચ જીલ્લા ના દહેજ ખાતે ના અંભેટા ગામ નજીક આવેલ સ્ટર્લિંગ કંપની તારીખ ૩૧ મી જાન્યુઆરી ની વહેલી સવાર થી જીલ્લા માં અને રાજ્ય થી લઇ નેશનલ લેવલ સુધી એકા એક ચર્ચા માં આવી હતી અને ચર્ચા નું કારણ હતું મસ્ત મોટી આગ ની જ્વાળા ઓ સતત બે દિવસઃ ના સમય ગાળા સુધી પણ આગ ઓળવાઈ ન હતી …
જેના કારણે આજુ બાજુ ના ગામો ના કેટલાય લોકો ને હિજરત કરવી પડી હતી…
આજ રોજ સમગ્ર મામલે ખેડૂત હિતરક્ષક દળ દ્વારા જીલ્લા સમહર્તા ને આવેદન આપી રજુઆત કરવા માં આવી અને આક્ષેપો કરવા માં આવતા ભારે ચર્ચા એ જોળ પકડ્યું હતું …
ખેડૂત હિતરક્ષક દળ દ્વારા આવેદન માં આક્ષેપો કરવા માં આવ્યા છે કે સ્ટર્લિંગ ઓકઝીલરી કંપની દ્વારા જી આઈ ડી સી પાસે થી આશરે ૫૦ એકર ની જમીન નો પ્લોટ મેળવવા માં આવ્યો છે જેમાં કંપની નો પ્લાન્ટ શીફ્ટ કરવાની યોજના હતી ..અને વીમા નો લાભ લઈ નવો પ્લાન્ટ શીફ્ટ કરવા ના આશય થી ઈરાદાપૂર્વક આગ લગાડી હોય તેવા આક્ષેપો કંપની ના વહીવટ કરતા ઓ સામે ખેડૂત હિતરક્ષક દળ દ્વારા કરવા માં આવ્યા હતા …
સાથે સાથે સમગ્ર ઔધોગિક વિસ્તાર ના જીવન સુરક્ષા માટે કેટલીક માંગણી ઓ પણ જીલ્લા સમહર્તા ને આવેદન આપી કરી હતી જેમાં જી પી સી બી ની ભૂમિકા સામે પણ સવાલો ઉભા કરવા માં આવ્યા હતા …અને જી પી સી બી નો વહીવટ પારદર્શક બનાવવા ની માંગ કરવા માં આવતા આવતા ભારે ચકચાર મચી હતી….
જો ખેડૂત હિતરક્ષક દળ ના આવેદન માં કરવા માં આવેલા આક્ષેપો થોડા પણ તપાસ મા સાચા પુરવાર થાય તો કદાચ ઉપર થી લઈ નીચે સુધી ના અધિકારીઓ ઉપર કાર્યવાહી ની શક્યતાઓ પણ નકારી શકાય નહીં અને સમગ્ર ઘટના માં આગ લગાડવાનો અને વીમો પકવવા સાથે સાથે લોકો ના જીવ સાથે રમત રમવા જેવો આખો પિક્ચર કોણે બનાવ્યો હતો તે સામે આવશે કે નહીં તે પ્રકાર ની ચર્ચાઓ પણ આજ કાલ આ આવેદન ની રજુઆત બાદ જીલ્લા માં ટોક ઓફ ધી ટાઉન બને તો નવાઈ નહીં….