જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ ના સ્ટેશન રોડ ઉપર આવેલ પેટ્રોલ પંપ ના વેપારી ભગુ ભાઈ પટેલ ના પુત્ર આશરે ૪૦ વર્ષીય ઉમર ધરાવતા ભાવેશ પટેલ નો મૂર્તદેહ આજ રોજ ભરૂચ રેલ્વે બ્રિજ માંથી મળી આવતા ભારે ચકચાર મચી હતી….
હાલ સમગ્ર ઘટના અંગે શહેર માં ભારે ચર્ચા એ જોર પકડ્યું છે ..ભાવેશ ગત રાત્રીના સમય થી ગુમ હતો અને આજ રોજ રેલ્વે ટ્રેક ઉપર થી લાશ મળતા આત્મ હત્યા કે અકસ્માત મોત અંગે ભારે ચર્ચા એ જોર પકડ્યું હતું અને બે સંતાનો ના વેપારી ના પુત્ર ના મોત બાદ અનેક સવાલો ઉભા થયા હતા …પ્રથમ સવાલ કે વેપારી નો પુત્ર રેલ્વે ટ્રેક ઉપર શું કરતો હતો. ..હાલ તો સમગ્ર મામલો ચર્ચા નું કેદ્ર બન્યો છે ..
હાલ સમગ્ર મામલે રેલ્વે પોલીસે અકસ્માત મોત અંગે નો ગુનો નોંધી આગળ ની વધુ તપાસ હાથ ધરી હતી અને મોત અંગે નું કારણ જાણવા અંગે ના પ્રયત્નો હાથ ધરાયા હતા …..