ભરૂચના નેત્રંગ તાલુકાના કંબોડિયા ગામમાં એક તબેલામાં લાગેલી ભયાનક આગ માં 16 ગાય-વાછરડા અને 1 ઘોડીનું મોત થઇ ગયા હતા
જ્યારે 12 જેટલા ગાય-વાછરડા ગંભીર રીતે દાઝી ગયા હતા. જોકે ફાયર સ્ટેશન નેત્રંગથી 35 કિલોમીટર દૂર ઝઘડિયામાં ફાયર સ્ટેશન હોવાથી આ પશુઓને બચાવી શકાયા નહોતા.
આગ લાગતા જ પશુપાલકોએ તાત્કાલિક પાણી મારો ચલાવીને 12 જેટલા પશુઓને બચાવી લીધા હતા. જોકે 20 મિનિટમાં તબેલો બળીને ખાખ થઇ ગયો હતો. આ ઘટના ને લઈ ભારે અરેરાટી ફેલાઇ જવા પામી છે
આગ નું કારણ જાણી શકાયું ન હતું.
તબેલા ફરતે નેટ અને વાસ બાંધેલા હતા અને અંદર ઘાસ સ્ટોર કરેલું હતું. જેથી ઘાસમાં આગ લાગી ગઇ હોવાનું અનુમાન છે. જો કે તપાસ બાદ જ આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ જાણી શકાશે. રામભાઇ રખોલીયાએ જણાવ્યું કે, તેઓ જમતા હતા અને આગ લાગતા અમે બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો પણ 17 પશુઓ બચાવી શક્યા નહોતા.
