તાજેતર માં જ બારડોલી માં આવેલી મદરેસા માં દાદા ની ઉંમરના મૌલવી એ કુમળી વય ની બે નાદાન બાળાઓ ની ઈજ્જત લૂંટી હોવાના બનાવ બાદ ભરૂચ ના આમોદ માં વધુ એક દાદા ની ઉંમર ના મૌલવી એ 13 વર્ષ ની બાળા ને પોતાની હવસ નો શિકાર બનાવી હોવાની વાત સામે આવી છે.
ભરૂચ ના આમોદ ખાતે ચાર-રસ્તા નજીક બચ્ચો કા ઘર નામની મદરેસા આવેલી છે. મદરેસામાં 68 વર્ષીય મૌલવી અબ્દુલ્લા બોરા બાળકોને ધાર્મિક શિક્ષણ આપવાનું કામ કરે છે. મૌલવીએ ત્યાં અભ્યાસ કરતી 13 વર્ષીય બાળકી ને તારી મમ્મીનો કોલ આવ્યો છે તેમ જણાવી દુકાનમાં બોલાવી અવાર -નવાર તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. બનાવ બાદ ડરી ગયેલી બાળા એ મદરેસામાં નહિં રહેવા માતા -પિતાને કહેતાં તેઓ તેને ઘરે લઈ ગયા હતા. આ મામલે બાળકી ની માતાએ તેને પૂછતાં તેણે મદરેસાના મૌલવી અબ્દુલ્લા બોરા દ્વારા અવાર-નવાર તેને ફોનના બહાને બોલાવીને દુષ્કર્મ આચરતો હોવાનું ચિઠ્ઠીમાં લખીને જણાવતા તેની માતાના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. સગીરાના માતા-પિતાએ આમોદ પોલીસ મથકે ફરિયાદ નોંધવતાં પોલીસે ઘરડા મૌલાનાની ધરપકડ કરી તેને જેલ માં ધકેલી દીધો હતો.
