આજ રોજ ભરૂચ જીલ્લા ના દહેજ ખાતે ના ગ્રામ પંચાયત ના સરપંચ અને આગેવાનો એ જીલ્લા સમહર્તા ને આવેદન આપી રજુઆત કરી હતી કે જી આઈ ડી સી દ્વારા દહેજ ગામ ના રહેણાક વિસ્તાર ની વચ્ચે રૂચી કેમીકલ નામ ની કંપની ને જગ્યા ફાળવી છે ….
જો આ કંપની ને રહેણાક વિસ્તાર વચ્ચે જગ્યા ફાળવવા માં આવશે તો દહેજ ના ગ્રામ જનો દ્વારા ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરશે અને ઉપવાસ ઉપર પણ ઉતરવાની તૈયારી બટાડી હતી…..
ઉલ્લેખનીય છે કે આવેદન પત્ર માં જણાવ્યા મુજબ અગાઉ પણ આ જગ્યા જી એ સી એલ ને ફાળવવા માં આવી હતી પરન્તુ કંપની ના એમ ડી એ રૂબરૂ મુલાકાત લેતા આ પ્લોટ રેસીડેન્ટ તથા શેક્ષણિક સંકુલ આવેલ હોય તાત્કાલિક રદ કરવા માં આવ્યો હતો ….

તાજેતરમાજ અંભેટા ગામે સ્ટર્લિંગ કંપની માં આગ લાગવાથી આખા ગામ ને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી અને એવું ભવિષ્યઃ માં ના બને તે હેતુસર આજ રોજ જીલ્લા સમહર્તા ને દહેજ ના સરપંચ ની આગેવાની માં આવેદન આપવા માં આવતા ઉદ્યોગકારો માટે કદાચ અસુંભ સમાચારો ની શરૂઆત થઇ ચુકી હોય તેમ લાગી રહ્યું છે……