મળતી માહિતી મુજબ ભરૂચ તાલુકા ના ચાવજ અને કાસદ ગામ વચ્ચે ની નહેર માંથી આજ રોજ સવારે ૧૧ વાગ્યા ની આસપાસ એક યુવાન ની લાશ નહેર માં દેખાઈ આવતા નહેર ઉપર ના નાણા ઉપર લોકો ના ટોળા જામ્યા હતા …..
બાદ માં સમગ્ર ઘટના અંગે ની જાણ ભરૂચ નગર પાલિકા ના ફાયર વિભાગ અને તાલુકા પોલીસ ને કરાતા પોલીસ અને ફાયર સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ નહેર માંથી અર્ધ નગ્ન હાલત માં લાશ ને બહાર કાઢી હતી….
લાશ બહાર કાઢતા જાણવા મળ્યું હતું કે આ યુવાન નું નામ હર્ષકુમાર માનસંગ પરમાર ઉ ૨૬ મૂળ કાવીઠા કરજણ અને હાલ ભરૂચ ના નંદેલાવ ગામ નજીક હરીદર્શન સોસાયટી નો હોવાનું જાણવા મળ્યું હતું અને છેલ્લા બે દિવસઃ થી આ યુવાન ગુમ હતો તે અંગે જાણવા મળ્યું હતું ..ઘટના સ્થળ ઉપર ઉપસ્થિત યુવાન ના પરિવાર જનો એ યુવાન ની હત્યા થઇ હોવાની આશંકા વ્યક્ત કરી હતી …
હાલ સમગ્ર મામલે ભરૂચ તાલુકા પોલીસે ઘટના સ્થળે દોડી જઈ મૃતક ના પી એમ અર્થે ની કામગીરી હાથ ધરી સમગ્ર ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી હતી…