મળતી માહિતી મુજબ જુના ભરૂચ ના ચકલા વિસ્તાર માં આવેલ લક્ષ્મી કુંજ માં રહેતી ૨૨ વર્ષીય યુવાન યુવતી ભૂમિકા બેન રાકેશ ભાઈ રાણા એ પોતાના મકાન માં અગમ્ય કારણોસર એકલતા નો લાભ લઇ પંખા સાથે ઓઢણી બાંધી ગળે ફાસો ખાઈ જતા યુવતી ને તાત્કાલીક સારવાર અર્થે ૧૦૮ મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવા માં આવતા યુવતી હાજર તબીબો એ મરણ જાહેર કરી હતી.
હાલ સમગ્ર બનાવ અંગે ભરૂચ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી બનાવ અંગે ની વધુ તપાસ હાથ ધરી હતી .