ભારત સરકાર તથા ગુજરાત સરકાર સંચાલિત રાષ્ટ્રીય સેવા યોજનાના ઉપક્રમે પર્યાવરણ સુધારણા તથા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ભરૂચ સ્ટેશન રોડ પર આવેલ ભરૂચ ગેસ સર્વિસ દ્રારા આજ રોજ સફાઈનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
ભરૂચ સ્ટેશન રોડ પર આવેલ ભરૂચ ગેસ સર્વિસ દ્રારા આજ રોજ સફાઈનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ભારત સરકાર તથા ગુજરાત સરકાર સંચાલિત રાષ્ટ્રીય સેવા યોજનાના ઉપક્રમે પર્યાવરણ સુધારણા તથા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત આ અભિયાનમાં મહિલા સહકાર ભારતી ના પ્રમુખ અને જીલ્લા પંચાયત ના સદસ્ય કુમારી ચંદ્રકાંતા પરમાર, આઈ.ઓ. સી.લી. ના ચીફ એરિયા મેનેજર શિવકુમાર જૈન,પી.એ. લખાતરીઆ અને ભરૂચ ગેસ સર્વિસના ઇસ્માઈલ પટેલ તથા સ્ટાફ ના લોકોએ ભેગા થઈ સફાઈ નો કાર્યક્રમ હાથ ધર્યો હતો.