છેલ્લા કેટલાય સમય થી ભરૂચ માં સરદાર બ્રિજ ટ્રાફિક થી પીડા પામનાર અવાર નવાર ચર્ચા માં આવતું હતું ..જેના કારણે ભરૂચ ની છબી પણ ટ્રાફિક જામ ના સેત્ર રીલ લાઈફ સુધી ચર્ચા માં આવતી હતી
હાલ દેશ નું સૌથી લાબું કેબલ બ્રિજ નિર્માણ પામનાર છે જે એક ગુજરાત માટે ગર્વ ની વાત કહી શકાય પરંતુ બ્રિજ નિર્માણ પામે પહેલાતો વિવાદ ઉભો થયો છે …એક બાજુ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બ્રિજ ના નિર્માણ માટે જશ લેવા અંગે નો જંગ ચાલી રહ્યો છે તો બીજી તરફ નામકરણ માટે પણ હવે લોકો મેદાન માં આવી રહ્યા છે …..
આજ રોજ આદિવાસી કલ્યાણ હિતવર્ધક ચેરીટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા જીલ્લા સમહર્તા ને આવેદન આપી રજુઆત કરવામાં આવી હતી કે ઝાડેશ્વર ખાતે નર્મદા નદી ઉપર નિર્માણ પામનાર કેબલ બ્રિજ નું નામ બાબા સાહેબ આંબેડકર બ્રિજ આપવા માંગ કરવા માં આવી હતી….
અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ નામ કારણ અંગે બાબા સાહેબ આંબેડકર બ્રિજ સમિતિ એ પણ આજ પ્રકાર ની માંગ ઉચ્ચારી હતી અને જો માંગ નહીં સ્વીકારવા માં આવે તો આશ્ચર્યજનક કાર્યક્રમ બ્રિજ ના ઉદ્દઘાટન સમારંભ પહેલા આપવા ની ચીમકી ઉચ્ચારી હતી ….