કોરોના નો ભય સમગ્ર ગુજરાતમાં ફેલાઈ ગયો છે અને સ્વયંભૂ કરફ્યુ જેઓ માહોલ છે , જાહેર સ્થળો , મોલ , સિનેમા ગૃહો, મોટા ભાગની ઓફિસો પણ બંધ થઈ ગઈ છે અને કર્મચારીઓ ઘર બેઠાજ વર્ક કરીરહ્યાં છે. સરકારે કોરોનાને કારણે ઉદભવેલી પ્રવર્તમાન પરિસ્થિતિમાં ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ અને તેના પરિસરને 25 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
રાજ્ય સરકારે રવિવારેગુજરાતમાં શાળા કોલેજ,મલ્ટીપ્લેક્સ, સહિત મોટા ભાગ ના જાહેર સ્થળો પર નાગરિકો માટે 29 માર્ચ સુધી પહેલે થીજ પ્રતિબંધ મૂકી દીધો છે.
સ્ટેટ્યૂ ઓફ યુનિટી અને તેની આજુબાજુના પ્રવાસન સ્થળોને પણ આગામી 25 તારીખ સુધી બંધ કરવાનો નિર્ણય તંત્ર દ્વારા લેવાયો છે. આ ઉપરાંત તંત્રએ SOU ખાતેના સરદાર પટેલ ઝૂઓલોજી પાર્ક સફારી પાર્કને પણ આગામી 29 તારીખ સુધી બંધ કરવાનો નિર્ણય લીધો છે. વધુમાં નર્મદા જિલ્લા તંત્ર દ્વારા શાળા કોલેજો ,સ્વિમિંગ પૂલ , લાયબ્રેરી સહીત સૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવામાં આવી છે અને ધાર્મિક સ્થળો એ પણ કથા કે બીજા આયોજનો નહિ કરવા રિકવેસ્ટ કરાઈ છે. તા.24 તારીખથી શરુ થતી નર્મદા પરિક્રમા અંગે પણ કદાચ ફેરફર થવાની શકયતા છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી આજથી બંધ છે પરંતુ મંગળવાર સુધી તો ખુલ્લું જેમાં અગાઉથી ટિકિટ લીધી હોય એવા પ્રવાસીઓ અને માત્ર પ્રદર્શન જોવાની ટિકિટ આપવામાં આવતી ઓનલાઇન ટિકિટ બુકિંગ 31 માર્ચ સુધી બંધ કરી દેવમાં આવી છે. પ્રવાસીઓ માટે જે સ્ટેચ્યુની વ્યૂવિંગ ગેલેરી જે સ્ટેચ્યુની 135 મીટર ઉંચાઈ પર જવા માટે લિફ્ટમાં 20 પ્રવાસીઓ એકસાથે જતા હતા પરંતુ હાલ જે એડવાન્સ બુકિંગ લઈને આવતા માત્ર 5 વ્યક્તિ ઉપર નીચે લાવવા માં આવતા હતા આજથી એ પણ બંધ કરી દેવાયું હવે બુકિંગ ની ટિકિટ ફી પરત કરશે આમ ગુજરાત માં કોરોના અંગે સંખ્યાબંધ પગલાં લેવામાં આવતા કોરોના વાયરસ ને કાબુ માં લેવામાં સરળતા રહી છે.
