BANK: બેંક ઓફ બરોડા દ્વારા નવી FD Bob360 લોન્ચ કરવામાં આવી છે. આ ટૂંકા ગાળાની એફડી છે. આમાં પહેલા કરતા વધુ વ્યાજ આપવામાં આવી રહ્યું છે.
બેંક ઓફ બરોડા એફડી દરો: જાહેર ક્ષેત્રની બેંક ઓફ બરોડા દ્વારા ટૂંકા ગાળાની એફડી શરૂ કરવામાં આવી છે. આ FDમાં 2 કરોડ રૂપિયાથી ઓછા રોકાણને સ્વીકારવામાં આવશે. આ બેંકની સૌથી વધુ વ્યાજ આપતી FDsમાંથી એક છે. જાણકારી અનુસાર, આ નવી FDમાં રોકાણ 15 જાન્યુઆરી, 2024થી કરી શકાય છે.
બેંક ઓફ બરોડા દ્વારા આ FDને Bob360 નામ આપવામાં આવ્યું છે. આ 360 દિવસના સમયગાળા માટે FD હશે. જેમાં સામાન્ય રોકાણકારોને 7.10 ટકા અને વરિષ્ઠ રોકાણકારોને 7.60 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે.
કોણ રોકાણ કરી શકે છે
બેંક ઓફ બરોડાનો કોઈપણ ગ્રાહક Bob360 FDમાં રોકાણ કરી શકે છે. આમાં રોકાણ ઓછામાં ઓછા 1,000 રૂપિયાથી શરૂ કરી શકાય છે. આ પછી તમે રૂ. 1 ના ગુણાંકમાં રૂ. 2 કરોડથી ઓછી રકમનું રોકાણ કરી શકો છો. આમાં ઓટો રિન્યુઅલ અને નોમિનેશનની સુવિધા પણ આપવામાં આવી છે.
બેંક ઓફ બરોડા FD RATE
બેંક ઓફ બરોડા સામાન્ય નાગરિકોને 7 દિવસથી 10 વર્ષની FD પર 4.45 ટકાથી 7.25 ટકા વ્યાજ ઓફર કરી રહી છે. તમને જણાવી દઈએ કે, બેંક દ્વારા તાજેતરમાં 29 ડિસેમ્બરે વ્યાજ દરોમાં વધારો કરવામાં આવ્યો છે.
7 દિવસથી 14 દિવસ સુધી 4.25 ટકા
15 દિવસથી 45 દિવસ સુધી 4.5 ટકા
46 દિવસથી 90 દિવસ સુધી 5.5 ટકા
91 દિવસથી 180 દિવસ સુધી 5.6 ટકા
181 દિવસથી 210 દિવસ સુધી 5.75 ટકા
211 દિવસથી 270 દિવસ સુધી 6.15 ટકા
271 દિવસથી એક વર્ષ કરતાં ઓછા સુધી 6.25 ટકા
360 દિવસ 7.1 ટકા
399 દિવસ 7.15 ટકા
1 વર્ષથી 2 વર્ષ સુધી – 6.85 ટકા
2 વર્ષથી એક દિવસથી 3 વર્ષ સુધી -7.25 ટકા
3 વર્ષથી એક દિવસથી 10 વર્ષ સુધી – 6.5 ટકા