Tesla ભારતમાં વેચશે સસ્તી ઇલેક્ટ્રિક કારો, નોકરી માટે વેકેન્સી શરૂ
Tesla: ટેસ્લા આ વર્ષે એપ્રિલથી ભારતમાં તેના બર્લિન પ્લાન્ટમાંથી આયાત કરાયેલા વાહનોનું વેચાણ કરવાની યોજના ધરાવે છે. માહિતી અનુસાર, કંપની 25,000 યુએસ ડોલર (લગભગ 21 લાખ રૂપિયા) ની કિંમતની સસ્તી ઇલેક્ટ્રિક કાર રજૂ કરવાની યોજના બનાવી રહી છે. આ ઉપરાંત, ટેસ્લા પ્રથમ તબક્કામાં ભારતમાં તેનું વેચાણ શરૂ કરી શકે છે.
ભારતમાં વેચાણ માટે EV નિર્માતાએ મુંબઈમાં BKC અને દિલ્હીમાં Aerocity ને શોર્ટલિસ્ટ કર્યા છે. અગાઉ, રોઇટર્સે દાવો કર્યો હતો કે ટેસ્લાએ નવી દિલ્હી અને મુંબઈમાં બે શોરૂમ ખોલવા માટે સ્થાનો પસંદ કર્યા છે. ટેસ્લાએ મુંબઈ એરપોર્ટ નજીક બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ અને દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક એરોસિટી વિસ્તારમાં શોરૂમ માટે જગ્યા સુરક્ષિત કરી છે.
તે ઉપરાંત, તાજેતરમાં કંપનીએ ભારતમાં 13 મિડ-લેવલ રોલ માટે નોકરીની જાહેરાતો પણ પોસ્ટ કરી હતી, જેમાં સ્ટોર અને કસ્ટમર રિલેશન મેનેજર સહિતનો સમાવેશ થાય છે. ટેસ્લાએ મુંબઈ ઉપનગર વિસ્તારમાં બિઝનેસ ઓપરેશન એનાલિસ્ટ અને કસ્ટમર સપોર્ટ સ્પેશિયલિસ્ટ જેવા પદો માટે પણ ભરતી પ્રક્રિયા શરૂ કરી છે. કંપનીની વેબસાઇટ પર પોસ્ટ કરવામાં આવેલી નોકરીની જાહેરાતો અનુસાર, આ ખાલી પદો મુંબઈ ઉપનગર માટે છે.
આ ખાલી જગ્યાઓમાં સર્વિસ એડવાઇઝર, પાર્ટ્સ એડવાઇઝર, સર્વિસ ટેકનિશિયન, સર્વિસ મેનેજર, સેલ્સ અને કસ્ટમર સપોર્ટ, સ્ટોર મેનેજર, બિઝનેસ ઓપરેશન એનાલિસ્ટ, કસ્ટમર સપોર્ટ સુપરવાઇઝર, કસ્ટમર સપોર્ટ સ્પેશિયાલિસ્ટ, ડિલિવરી ઓપરેશન સ્પેશિયાલિસ્ટ, ઓર્ડર ઓપરેશન સ્પેશિયાલિસ્ટ, ઇનસાઇડ સેલ્સ એડવાઇઝર અને કન્ઝ્યુમર એંગેજમેન્ટ મેનેજર જેવા પદોનો સમાવેશ થાય છે.