Range Rover Evoque Autobiography: લક્ઝરી SUV હવે વધુ ટેકનોલોજીકલ
Range Rover Evoque Autobiography: લેન્ડ રોવર જગુઆરે પોતાની નવી Range Rover Evoque Autobiography ભારતીય બજારમાં લોન્ચ કરી છે. તેમાં અનેક નવા અપડેટ્સ અને ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે. તેની સૌથી મોટી ખાસિયત એ છે કે, તેમાં હાઇબ્રિડ ટેક્નોલોજીનો સમાવેશ કરાયો છે, જે તેને વધુ વિશિષ્ટ બનાવે છે. ચાલો જાણીએ કે આ શાનદાર SUVમાં કઈ નવી અને ખાસ વસ્તુઓ જોવા મળશે.
ધમાકેદાર ડિઝાઇન અને પ્રીમિયમ ફીચર્સ
નવી ઇવોક ઓટોબાયોગ્રાફી ભારતમાં ઉપલબ્ધ થઈ ગઈ છે, અને તેની એક્સ-શોરૂમ કિંમત 69.50 લાખથી શરૂ થાય છે. તેનું ડિઝાઇન આકર્ષક છે અને તેમાં અનેક શાનદાર ફીચર્સ આપવામાં આવ્યા છે.રેન્જ રોવર જગુઆર ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર રાજન અંબાએ જણાવ્યું હતું કે, “ઓટોબાયોગ્રાફી ટ્રિમ રેન્જ રોવરનું એક ટોપ લક્ઝરી વિકલ્પ છે, જે વૈભવની અનન્ય અભિવ્યક્તિ આપે છે.”
આ ટ્રિમમાં પહેલીવાર સુડેકલોથ હેડલાઇનિંગ, સ્લાઈડિંગ પેનોરામિક રૂફ, ફુલ એક્સટેન્ડેડ લેધર અપગ્રેડ અને પિક્સેલ LED હેડલાઇટ્સ જેવા પ્રીમિયમ ફીચર્સ ઉપલબ્ધ કરાયા છે.
એન્જિન અને પાવર
નવી ઇવોક ઓટોબાયોગ્રાફી બે માઈલ્ડ હાઈબ્રિડ એન્જિન વિકલ્પો સાથે આવે છે:
P250 પેટ્રોલ માઈલ્ડ હાઇબ્રિડ એન્જિન: જે 184 કિલોવોટ પાવર અને 365Nm ટોર્ક આપે છે.
D200 ડીઝલ માઈલ્ડ હાઇબ્રિડ એન્જિન: જે 150 કિલોવોટ પાવર અને 430Nm ટોર્ક જનરેટ કરે છે.
આ બંને એન્જિનો સર્વ મોસમમાં શાનદાર કામગીરી માટે તૈયાર કરાયા છે.
શાનદાર ફીચર્સ
આ એસયુવીમાં ઘણી ખાસિયતો સામેલ છે, જેમ કે:
11.4 ઇંચનું મોટું ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ
વાયરલેસ ફોન ચાર્જર
ક્રૂઝ કન્ટ્રોલ
પેનોરામિક રૂફ
LED હેડલાઇટ્સ અને DRLs
પાવર્ડ ટેઈલગેટ
19 ઇંચ એલોય વ્હીલ્સ
હીટેડ અને કૂલ્ડ ફ્રન્ટ સીટ્સ
ઇલેક્ટ્રિક એડજસ્ટેબલ ફ્રન્ટ સીટ્સ
ટૂ-ઝોન ક્લાઈમેટ કન્ટ્રોલ
મેરિડિયન સરાઉન્ડ સાઉન્ડ સિસ્ટમ
ડ્રાઇવર કન્ડીશન મોનિટર
ફ્રન્ટ અને રિયર પાર્કિંગ સેન્સર
આરામદાયક સ્પેસ
નવી ઇવોક ઓટોબાયોગ્રાફીનું કેબિન ખૂબ જ વિશાળ અને લક્ઝુરિયસ છે. તેનું સીટિંગ એટલું આરામદાયક છે કે લાંબી મુસાફરી દરમિયાન પણ થાક લાગતો નથી. શહેર હોય કે હાઇવે, આ એસયુવી દરેક સફરને યાદગાર બનાવી દેશે.