Odysse Electric Evoqis Lite: હવે ભારતના રસ્તાઓ પર 90 કિમી દોડશે આ સસ્તી સ્પોર્ટ્સ બાઈક
Odysse Electric Evoqis Lite: ભારતીય બજારમાં વધુ એક શાનદાર ઇલેક્ટ્રિક બાઇકનો પ્રવેશ થયો છે. ઇલેક્ટ્રિક વાહન કંપની ઓડિસે ભારતમાં સૌથી સસ્તી સ્પોર્ટ્સ ઇલેક્ટ્રિક બાઇક ઓડિસે ઇવોક્વિસ લાઇટ લોન્ચ કરી છે. તેની એક્સ-શોરૂમ કિંમત માત્ર ૧.૧૮ લાખ રૂપિયા રાખવામાં આવી છે. આટલી સ્ટાઇલિશ અને સ્પોર્ટી ડિઝાઇન આ કિંમતે અન્ય કોઈ ઇલેક્ટ્રિક બાઇકમાં ઉપલબ્ધ નથી. કંપનીએ આ બાઇક ખાસ કરીને યુવાનોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરી છે. ચાલો જાણીએ તેની વિશેષતાઓ વિશે…
Odysse Evoqis Liteના ફીચર્સ
આ બાઈકમાં 60V બેટરી આપવામાં આવી છે, જેને સંપૂર્ણ ચાર્જ કર્યા પછી 90 કિલોમીટર સુધી ચલાવી શકાય છે.
તેમાં લાગેલી મોટરથી બાઈકને મહત્તમ 75 કિલોમીટર પ્રતિ કલાકની ટોપ સ્પીડ મળે છે.
સિટી રાઈડ માટે આ એક શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે.
બાઈકનું સ્પોર્ટી ડિઝાઇન અને શાનદાર ગ્રાફિક્સ તેને સામાન્ય ઇલેક્ટ્રિક બાઈકથી અલગ બનાવે છે.
ફીચર્સની વાત કરીએ તો તેમાં કી-લેસ ઇગ્નિશન, મલ્ટિપલ ડ્રાઇવિંગ મોડ્સ, મોટર કટ-ઓફ સ્વિચ, એન્ટી થેફ્ટ લૉક, અને સ્માર્ટ બેટરી મેનેજમેન્ટ જેવી આધુનિક સુવિધાઓ છે.
કંપનીએ શું કહ્યું?
ઓડિસી ઇલેક્ટ્રિકના ફાઉન્ડર નમિન વોરાએ કહ્યું કે, “અમે હવે સ્પોર્ટી રાઇડિંગને વધુ સારું બનાવી રહ્યા છીએ. Odysse Evoqis Lite એ પરફોર્મન્સ અને કિફાયતીપણુંનું શ્રેષ્ઠ સંયોજન છે, જે તેમને માટે તૈયાર કરાયું છે જે રોમાંચ માણવા માંગે છે અને સાથે જ પર્યાવરણને નુકસાનથી બચાવવા ઇચ્છે છે.”
તે કોની સાથે સ્પર્ધા કરશે?
Odysse Evoqis Liteનો સીધો મુકાબલો બજારમાં હાજર ઇલેક્ટ્રિક બાઈક જેવા કે Oben Rorr, Revolt RV400, Ola S1, Kabira Mobility KM3000, અને Matter Aera સાથે થશે. હવે જોવાનું રહેશે કે ભારતીય ગ્રાહકો આ નવી બાઈકને કેટલો પ્રેમ આપે છે.