Maruti Suzuki Grand Vitara: હવે 6 એરબેગ્સ સાથે આવશે વધુ સલામત SUV, જાણો કિંમત અને ફીચર્સ
Maruti Suzuki Grand Vitara: મારુતિ સુઝુકીએ તેની લોકપ્રિય SUV ગ્રાન્ડ વિટારાનું નવું 2025 મોડેલ લોન્ચ કર્યું છે. હવે આ કાર માત્ર વધુ પ્રીમિયમ જ નથી બની, પણ પહેલા કરતાં વધુ સુરક્ષિત પણ છે. ગ્રાહકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, કંપનીએ હવે તેના તમામ વેરિઅન્ટમાં 6 એરબેગ્સને સ્ટાન્ડર્ડ બનાવ્યા છે.
સેફ્ટી ફીચર્સમાં મોટો અપગ્રેડ
નવી Grand Vitara હવે નીચે મુજબના મહત્વપૂર્ણ સુરક્ષા ફીચર્સ સાથે આવે છે:
6 એરબેગ્સ
હિલ હોળ્ડ અસિસ્ટ
ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ (ESP)
ફ્રન્ટ અને રિયર ડિસ્ક બ્રેક્સ
એન્ટી-લૉક બ્રેકિંગ સિસ્ટમ (ABS)
ઇલેક્ટ્રોનિક બ્રેકફોર્સ ડિસ્ટ્રિબ્યુશન (EBD)
ISOFIX ચાઇલ્ડ સીટ માઉન્ટ
3-પોઈન્ટ ELR સીટબેલ્ટ્સ
ફીચર્સમાં પ્રીમિયમ ટચ
2025 મોડલ Grand Vitara માં હવે ઘણા લક્ઝુરિયસ અને ટેક્નોલોજી ભરપૂર ફીચર્સ જોવા મળશે:
9 ઇંચનું SmartPlay Pro Plus ટચસ્ક્રીન સિસ્ટમ
વાયરલેસ Android Auto અને Apple CarPlay
360 ડિગ્રી કેમેરા
હેડ-અપ ડિસ્પ્લે
પેનોરામિક સનરૂફ
વેન્ટિલેટેડ સીટ્સ
ઈલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક (6AT વેરિઅન્ટ્સમાં)
રિયર ડોર સનશેડ્સ
વાયરલેસ ચાર્જિંગ
પ્રીમિયમ સાઉન્ડ સિસ્ટમ
Suzuki Connect અને PM 2.5 એર પ્યુરિફિકેશન સિસ્ટમ
Zeta અને Alpha વેરિઅન્ટ્સમાં હવે સનરૂફનો ઓપ્શન પણ ઉપલબ્ધ છે, સાથે 8-વે પાવર ડ્રાઇવર સીટ અને 17 ઇંચના અલોય વ્હીલ્સ પણ આપવામાં આવ્યા છે.
એન્જિનમાં કોઈ ફેરફાર નથી, પણ…
યાંત્રિક રીતે (mechanically) કોઈ મોટો બદલાવ નથી, પણ હવે Grand Vitara નું એન્જિન E20 ફ્યુઅલ કમ્પ્લાયન્ટ છે.
તેમાં મળશે:
1.5 લિટર પેટ્રોલ એન્જિન – બે વિકલ્પોમાં:
માઇલ્ડ હાઈબ્રિડ: 102bhp પાવર, 137Nm ટોર્ક
સ્ટ્રૉંગ હાઈબ્રિડ: 113bhp પાવર, 122Nm ટોર્ક
કિંમત અને નવો વેરિઅન્ટ
Maruti Suzukiએ નવો Delta Plus Strong Hybrid વેરિઅન્ટ પણ લોન્ચ કર્યો છે, જેમાં કિંમત છે 16.99 લાખ (એક્સ-શો રૂમ).
2025 Grand Vitara ની શરૂઆત કિંમત 11.42 લાખ (એક્સ-શો રૂમ) થી થાય છે.
કોન કોને મળશે ટક્કર?
નવી Grand Vitaraની સીધી ટક્કર થશે નીચેની SUV મોડેલ્સ સાથે:
Hyundai Creta
Kia Seltos
Tata Curvv (આગામી)