Maruti Suzuki e Vitara: 500 કિમી રેન્જ અને 7 એરબેગ્સ સાથે, પહેલી ઇલેક્ટ્રિક કાર ક્યારે લોન્ચ થશે?
Maruti Suzuki e Vitara: મારુતિ સુઝુકી ની પ્રથમ ઇલેક્ટ્રિક કારની ઝલક હાલમાં ઓટો એક્સ્પો ઇવેન્ટમાં દર્શાવવામાં આવી હતી. આ કારમાં લોકોને સુરક્ષિત રાખવા માટે 7 એરબેગ્સ આપવામાં આવ્યા છે.
Maruti Suzuki e Vitara: જાપાની ઓટોમેકર મારુતિ સુઝુકી ની પહેલી પ્યુર ઇલેક્ટ્રિક કાર ભારતીય બજારમાં પ્રવેશવા માટે તૈયાર છે. આ ઈવી 2025 ની મે મહિનાના અંતે બજારમાં લોન્ચ થવાની શક્યતા છે. મારુતિની આ પહેલી ઇલેક્ટ્રિક કાર e Vitaraને હાલમાં ભારતમાં યોજાયેલા ઓટો એક્સ્પો 2025 માં પણ રજૂ કરવામાં આવી હતી. આ ઇવેન્ટ 17 જાન્યુઆરીથી 21 જાન્યુઆરી સુધી નવી દિલ્હી માં થયો હતો. મારુતિ e Vitara Heartect EV પ્લેટફોર્મ પર આધારિત કાર છે. આ કારના ફ્રન્ટમાં અલગ પ્રકારના LED DRLનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કાર પર બ્લેન્ક્ડ ઓફ ગ્રિલ સાથે મારુતિનો મોટો લોગો લાગ્યો છે.
મારુતિ e Vitara બે બેટરી પેક સાથે આવશે. જેમાં એક 49 kWh અને બીજું 61 kWh નો બેટરી પેક મળશે. મારુતિની આ ઈવી મોટા બેટરી પેક સાથે 500 કિમીની રેન્જ આપવાનો દાવો કરે છે. e Vitaraના 49 kWh બેટરી પેક સાથે 141 bhpની પાવર મળે છે અને 61 kWh બેટરી પેક સાથે 171 bhpની પાવર મળે છે. આ ઇલેક્ટ્રિક કારમાં બંને બેટરી પેક સાથે સિંગલ મોટર નો વિકલ્પ પણ ઉપલબ્ધ છે.
મારુતિ e Vitaraના એક્સટિરિયર્સમાં 10 કલર ઓપશન્સ મળશે. સાથે જ ઇન્ટિરિયર્સમાં ચાર ડ્યુઅલ ટોન ઓપશન્સ પણ ઉપલબ્ધ છે. આ ઇલેક્ટ્રિક કારમાં ડેલ્ટા, ઝેટા અને એલ્ફા આ ત્રણ ટ્રિમ્સ આપવામાં આવ્યા છે.
ફીચર્સની વાત કરીએ તો, આ કાર અનેક દમદાર ફીચર્સ સાથે આવે છે. તેમાં એમ્બિઅન્ટ લાઇટિંગ, સ્ટાન્ડર્ડ મોડલમાં 7 એરબેગ્સ, એક પેડલ ડ્રાઈવિંગ મોડ અને ફિક્સ્ડ ગ્લાસ સનરૂફનો ફીચર મળે છે. મારુતિની આ ઈવીમાં ADAS લેવલ 2 નો ફીચર પણ આપવામાં આવ્યો છે. આનો અર્થ એ છે કે આ ઇલેક્ટ્રિક કારમાં એડેપ્ટિવ ક્રૂઝ કંટ્રોલ, લેન એસિસ્ટ, એડેપ્ટિવ હાઇ બીમ સિસ્ટમ અને બલાઈન્ડ સ્પોટ મોનિટરિંગનો ફીચર પણ શામેલ છે.