Honda Activa 110: નવી Honda Activa 110 લોન્ચ, જાણો માઇલેજ અને નવા ફીચર્સ
Honda Activa 110: 2025 હોન્ડા એક્ટિવા 110 લોન્ચ કરવામાં આવી છે, જેમાં એન્જિન અને સુવિધાઓમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. હવે તેમાં પહેલા કરતાં વધુ માઇલેજ આપવાની ક્ષમતા છે. તેમાં 4.2-ઇંચનો નવો TFT ડિસ્પ્લે છે, જે બ્લૂટૂથ કનેક્ટિવિટી સાથે કોલ, ટેક્સ્ટ એલર્ટ અને નેવિગેશન જેવી માહિતી પ્રદાન કરે છે.
નવા ફીચર્સ અને એન્જિન અપડેટ
હોન્ડાએ આના એન્જિનને અપડેટ કર્યું છે, જે હવે OBD2B અનુરૂપ છે. તેમાં 109.51cc, સિંગલ-સિલિન્ડર PGM-Fi એન્જિન છે, જે 8 PS પાવર અને 9.05 Nm ટૉર્ક જનરેટ કરે છે. હવે તેમાં આઇડલિંગ એન્જિન સ્ટોપ સિસ્ટમ આપવામાં આવી છે, જે ટ્રાફિક સગ્નલ જેવા નાના સ્ટોપ પર ફ્યુઅલનો વપરાશ ઓછો કરે છે.
વેરિએન્ટ અને ડિઝાઇન
2025 Honda Activa 110 ત્રણ વેરિએન્ટ્સમાં ઉપલબ્ધ છે: STD, DLX, અને H-Smart. DLX વેરિએન્ટમાં હવે એલોય વ્હીલ્સ આપવામાં આવ્યા છે. સાથે સાથે હેડલાઇટ્સમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં STD વેરિએન્ટમાં હેલોજન હેડલાઇટ અને DLX અને H-Smart વેરિએન્ટમાં LED હેડલાઇટ્સ આપવામાં આવી છે.
કલર ઓપ્શન
નવી Honda Activa 110 6 આકર્ષક કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે: પર્લ પ્રીશિયસ વ્હાઈટ, ડીસેન્ટ બ્લૂ મેટાલિક, પર્લ ઇગ્નિયસ બ્લેક, મેટ એક્સિસ ગ્રે મેટાલિક, રેબલ રેડ મેટાલિક, અને પર્લ સાયરન બ્લૂ.
કિંમત
2025 Honda Activa 110 ની કિમત હવે 80,950 રૂપિયા થી શરૂ થાય છે, જે અગાઉ કરતાં 2,266 રૂપિયા વધુ છે.