Elon Musk: શું એલન મસ્ક ટેસ્લાના CEO નહીં રહે? જાણો હકીકત
Elon Musk: વિશ્વભરમાં વધતી વેપાર યુદ્ધની આશંકાને કારણે અમેરિકન શેરબજારમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. ટેસ્લાના શેરોમાં ભારે ગાબડાની અસર બાદ હવે થોડીક રિકવરી થઈ રહી છે, પરંતુ આ દરમિયાન કંપનીના CEO એલન મસ્કને હટાવવાની માંગ જોર પકડતી જાય છે. આ માંગ ટેસ્લામાં રોકાણ કરનારા એક મોટા અમેરિકન રોકાણકાર દ્વારા ઉઠાવવામાં આવી છે, જેમણે તેની પાછળ એક મોટું કારણ આપ્યું છે.
એલન મસ્ક સામે વિરૂદ્ધ અવાજ કેમ ઉઠ્યો?
ટેસ્લામાં રોકાણ કરનાર અમેરિકન રોકાણકાર રોસ ગેરબર (Ross Gerber) એ એક ટીવી શોમાં મસ્ક પર ગંભીર આરોપ લગાવ્યા અને તેમને ટેસ્લા માટે અયોગ્ય નેતૃત્વ તરીકે નિર્દેશિત કર્યા. ગેરબરનું માનવું છે કે હવે મસ્ક કંપની પર પૂરતો ધ્યાન આપી રહ્યા નથી, જેના કારણે ટેસ્લાની પ્રતિષ્ઠા પર અસર પડી રહી છે.
ટેસ્લાના શેરોમાં ભારે ઘટાડો
છેલ્લા કેટલાક દિવસોથી ટેસ્લાના શેરોમાં મોટો ઘટાડો નોંધાયો છે, જેના કારણે રોકાણકારોને મોટા નુકસાનનો સામનો કરવો પડ્યો.
- એક મહિનામાં 34% ઘટાડો: ટેસ્લાના સ્ટોકનો ભાવ તેની ઓલ-ટાઈમ હાઈ $488.54 થી ઘટીને $235.86 પર પહોંચી ગયો.
- રોકાણકારોને ભારે નુકસાન: શેરબજારમાં ચાલેલા ઉતાર-ચઢાવના કારણે ઘણા રોકાણકાર હજુ પણ નુકસાનમાંથી બહાર આવી શક્યા નથી.
શું વ્હાઈટ હાઉસની જવાબદારીઓ મસ્ક માટે ભારે પડી રહી છે?
ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળ દરમિયાન એલન મસ્કને અમેરિકન પ્રશાસનમાં મહત્વપૂર્ણ ભૂમિકા સોંપવામાં આવી છે. ટ્રમ્પે “ગવર્નમેન્ટ એફિશિયન્સી ડિપાર્ટમેન્ટ (DOGE)”ની રચના કરી છે અને તેનું નેતૃત્વ મસ્કને સોંપવામાં આવ્યું છે. રોકાણકારોના મતે, આ નવી જવાબદારીને લીધે મસ્ક ટેસ્લા પર પૂરતો સમય આપી શકતા નથી, જેના કારણે કંપનીને નુકસાન થઈ રહ્યું છે.
એલન મસ્કનો જવાબ
ટેસ્લાના શેરોમાં ભારે ઘટાડા પર મસ્કે પોતાનો જવાબ આપ્યો. ફોક્સ બિઝનેસ સાથેની મુલાકાતમાં, તેમણે જણાવ્યું કે તેઓ વ્હાઈટ હાઉસ અને ટેસ્લા બંનેની જવાબદારીઓ સંભાળવાની પૂરી કોશિશ કરી રહ્યા છે, પરંતુ તે ખૂબ જ મુશ્કેલ સાબિત થઈ રહ્યું છે.
હવે જોવાનું રહેશે કે ટેસ્લાના રોકાણકારો એલન મસ્કને હટાવવાની તેમની માંગ પર કેટલા ગંભીર છે અને શું આ મુદ્દા પર કંપનીનું કોઈ સત્તાવાર નિવેદન આવે છે કે નહીં.