Auto Expo 2025: Tata Sierra EV અને Harrier EV સાથે 500km ની રેન્જનું પરદાફાશ
Auto Expo 2025 માં Tata Motors તેની બે મહત્વપૂર્ણ ઇલેક્ટ્રિક કારો, Sierra EV અને Harrier EV, રજૂ કરવા જઈ રહી છે. આ શો 17થી 22 જાન્યુઆરી વચ્ચે દિલ્હી અને ગ્રેટર નોઇડા માં આયોજિત થશે. આ વખતે Tata Motors તેના નવા અને અપડેટેડ ઇલેક્ટ્રિક મોડલ્સ સાથે સાથે ગ્રીન ફ્યુલ ટેકનિક અને કેટલીક ICE SUVs ના લિમિટેડ વેરિઅન્ટસ પણ પ્રદર્શિત કરશે.
Tata Sierra EV
Sierra EV ને Tata Motors પહેલાથી અનેકવાર કોન્સેપ્ટ રૂપે રજૂ કરી ચૂકી છે, પરંતુ આ વખતે કંપની તેના ફાઇનલ પ્રોડક્શન મોડલનું અનાવરણ કરી શકે છે. આ નવી Sierra Harrier EV અને Safari EV જેવી અંદરથી સજ્જ હોઈ શકે છે, જેના કારણે ડ્રાઇવિંગ અનુભવ અને પ્રદર્શન સુધરી શકે છે. જોકે, તેની લૉન્ચિંગ માટે હજી થોડો સમય છે, પતે ભવિષ્યમાં ટાટાની ઇલેક્ટ્રિક SUV લાઇનઅપનો એક મહત્વપૂર્ણ ભાગ બની શકે છે.
Tata Harrier EV
Harrier EV ને લઈ પણ Tata Motors સારા સમાચાર આપી રહી છે. આ ઇલેક્ટ્રિક SUV વહેલું ભારતમાં લોન્ચ થઈ શકે છે. તેમાં કેટલીક નવી EV-સ્પેશલ એલીમેન્ટ્સ જેમ કે ક્લોઝ ગ્રિલ અને એયરોડાયનામિક વ્હીલ ડિઝાઇન જોવા મળી શકે છે. Harrier EV માં 60 kWh થી 80 kWh બેટરી પેક આપવામાં આવી શકે છે, જે 500 કિમી સુધીની રેન્જ પ્રદાન કરશે. સાથે જ રિયર ઇન્ડિપેન્ડન્ટ સસ્પેન્શન અને વૈકલ્પિક ડ્યુઅલ-મોટર AWD લેઆઉટ પણ ઉપલબ્ધ હોઈ શકે છે.
Tata Avinya Concept
Auto Expo 2025 માં Tata Avinya નું પ્રોડક્શન રેડી મોડલ પણ જોવા મળી શકે છે. આ કાર Tata ની ફ્યુચરિસ્ટિક ડિઝાઇન સાથે અનેક એડવાંસ્ડ ફીચર્સથી સજ્જ હશે. ઉપરાંત, ટિયાગો, ટિયાગો EV, Altroz Racer Dark Edition, Curve Dark Edition, અને Curve EV Dark Edition જેવા અન્ય વાહનોને પણ આ શોમાં રજૂ કરી શકાય છે.
આ Auto Expo માં Tata Motors ના આ ઇલેક્ટ્રિક વાહનો ભારતમાં ઇલેક્ટ્રિક મોબિલિટીના ભવિષ્યને વધુ સ્પષ્ટ કરશે.