અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓ માટેના વિઝા નિયમો કડક થવાની આશંકા સેવાઈ રહી છે. જોકે અમેરિકા પહેલા ન્યુઝીલેન્ડે પોતાના વિઝા નિયમોને કડક કરી દીધા છે. તેમજ છેલ્લા પાંચ મહિના દરમિયાન ગત વર્ષની સરખામણીમાં ૫૦ ટકા જ ભારતીય વિદ્યાર્થીઓને અભ્યાસ માટે ન્યુઝીલેન્ડ દ્વારા વિઝા અપાયા છે. એક રીતેન્યુઝીલેન્ડે આ પ્રકારનો નિર્ણય કરીને ભારતીય વિદ્યાર્થીઓને વિઝા ન આપવાની પોતાની નીતિને આગળ ધપાવી છે. ચાલુ વર્ષે જુલાઈથી લઈને ઓક્ટોબર સુધીન્યુઝીલેન્ડે કુલ ૩૧૦૨ ભારતીય વિદ્યાર્થીઓને વિઝા આપ્યા છે. જ્યારે ગત વર્ષે આ સમયગાળા દરમિયાન કુલ ૬૪૬૨ વિદ્યાર્થીઓને વિઝા અપાયા હતા. એટલે કે ગત વર્ષની તુલનામાં આ વખતે માત્ર ૪૮ ટકા વિદ્યાર્થીઓને જ વિઝા અપાયા છે.…
કવિ: Dipal
વૈશ્વિક બજારમાં જોવા મળેલ ભારે ઘટાડાના પગલે આજે સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારમાં ચોતરફી વેચવાલી જોવા મળી હતી. જેના કારણે સતત બીજા દિવસે માર્કેટ ઘટીને બંધ રહ્યુ હતું. સેન્સેક્સ આજે ૩૨૯ .૨૬ પોઈન્ટ એટલે કે ૧.૨૪ ટકા ઘટીને ૨૬,૨૩૦.૬૬ની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૧૦૬.૧૦ પોઈન્ટ એટલે કે ૧.૩૦ ટકા ઘટીને ૮૦૮૬.૮૦ની સપાટીએ બંધ રહ્યો હતો. બીએસઈ સ્મોલકેપ અને મિડકેપ ઈન્ડેક્સ પણ ૩ ટકા ગબડયા હતા. આજે તમામ સેક્ટરમાં ભારે વેચવાલીના પગલે ઘટાડો જોવા મળ્યો હતો. સૌથી વધુ ઘટાડો મીડિયા ઈન્ડેક્સમાં ૩ ટકાનો નોંધાયો હતો. જ્યારે રિયલ્ટીમાં ૧.૭૨ ટકા, એફએમસીજીમાં ૧.૬૫ ટકા, ઓટોમાં ૧.૬૩ ટકા, ઈન્ફ્રા, આઈટી, મેટલ અને…
અમદાવાદ, તા. 2 : નોટબંધી બાદ આવકવેરા વિભાગે ગુજરાતમાં 21 જગ્યાએ દરોડા અને તપાસની કાર્યવાહી હાથ ધરીને રૂા. 51 કરોડ 40 હજારની કરચોરી પકડી પાડી છે. જ્યારે રૂા. 500 અને રૂા. 1000 ઉપરાંત નવી ચલણી નોટ સાથે 10 વ્યક્તિઓ પકડાઇ છે. જેમની પાસેથી મળી આવેલ રોકડ સંદર્ભે પૂછપરછ કરતાં રોકડ સાથે પકડાયેલ વ્યક્તિઓએ રૂા.1.75 કરોડની કરચોરી કબૂલી છે. નોટબંધી બાદ રોકડની હેરફેર કરતી પકડાયેલી વ્યક્તિઓનાં નિવેદન લેવાયાં છે અને તેમની પાસેથી મળેલ રોકડ અંગે તપાસ ચાલી રહી છે.આવકવેરાના દરોડા અને તપાસમાં આવકવેરા વિભાગના અધિકારીઓને નાણાંની સતત લેવડદેવડ કરનારાઓની યાદી મળી છે, તો ચેક સામે રોકડ આપતા હોવાની વિગતો પણ મળી…
ડોનાલ્ડ ટ્રમ્પની અમેરીકી કંપનીઓને ચેતવણી : ભારતીયોની નોકરી ઉપર ખતરો સર્જાયો : પોતાનો કારોબાર બહારના દેશોમાં લઈ જવાની હિલચાલ કરનાર કંપનીઓને ” બોર્ડર ટેકસ ” ની ચીમકી : પરિણામ ભોગવવા તૈયાર રહેજો : કોર્પોરેટ ટેકસ ઘટાડી આપવામાં આવશે જેથી કંપનીઓ બહારના દેશોમાં જવાનું માંડી વાળે : ‘ કેરીયર ‘ નામની કંપનીએ મેકિસકો જવાની જાહેરાત કરતા ૧૧૦૦ નોકરીઓ જોખમમાં આવી ગયેલ : તેને ૭ મિલીયન ડોલરનું ટેકસ ઈન્સેટીવ પેકેજ આપી રોકી લેવાઈ : ટ્રમ્પે ભારત – ચીન ઉપર નિશાન સાધતા એવુ પણ કહેલ કે ભારત અને ચીન અમેરીકન લોકોની નોકરીઓ છીનવી રહ્યા છે. એનો સામનો કરવાની જરૂર છે.