સામાન્ય રીતે એવુ માનવામાં આવે છે કે ઓછી ઊંઘ લેવાથી શરીરને નુકસાન થતુ હોય છે. જો કે તાજેતરમાં કરવામાં આવેલ સંશોધનમાં જાણવા મળ્યુ છે કે નિયમિત નવ કલાક કરતા વધુ સમયની ઊંઘ પણ શરીર માટે નુક્સાન કર્તા છે. તેનાથી માત્ર શારીરિક સમસ્યાઓ વધવાની સાથે સાથે આયુષ્યમાં પણ ઘટાડો થઈ શકે છે. ઓસ્ટ્રેલીયની સિડની યુનિવર્સિટીનાં અધ્યાપકોએ કરેલ સર્વેમાં સામે આવ્યુ છે કે જો કોઈ વ્યક્તિ રાત્રે નવ કલાક કરતા વધારે ઊંઘ લે છે તો દિવસમાં તે સ્ફુર્તી સાથે કામ નથી કરી શકતો. આવા વ્યક્તિઓનું આયુષ્ય ઘટવાની શક્યતા પણ ચાર ઘણી વધી જતી હોય છે. આ ઉપરાત સર્વેમાં જોવા મળ્યુ છે કે…
કવિ: Dipal
ઉત્તર કોરીયા દ્વારા ગત ૯ સપ્ટેમ્બરના રોજ કરવામાં આવેલ પરમાણુ પરીક્ષણને ધ્યાનમાં રાખીને અમેરિકન સરકારે વિમાન બનાવતી કંપની એર કોરીયા સહિત દેશની ૨૩ કંપનીઓ અને તેમના અધિકારીઓ પર પ્રતિબંધ મુકી દીધો છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની એશિયન દેશોના રાજનૈતિક અને આર્થિક બાબતોની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે, જેમાં ઉત્તર કોરીયાને રાજકીય અને આર્થિક રીતે દુનિયાથી અલગ પાડવાના અભિયાનના ભાગરૃપે અત્યાર સુધીના સૌથી કડક પ્રતિબંધ લાદવામાં આવ્યા છે. અમેરિકન નાણાં મંત્રાલય દ્વારા આ પ્રતિબંધો અંગે સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. આ પ્રતિબંધ લગાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય કોરીયન કંપની અને વ્યક્તિઓને વૈશ્વિક નાણાંકીય વ્યવસ્થામાંથી બહાર કરવાનો છે. જે કંપનીઓ પર પ્રતિબંધ મુકાયો…
રૂ.૫૦૦ની નોટ માત્ર ૨, ડિસેમ્બરની રાત્રિના ૧૨ વાગ્યા સુધી જ રાજ્યભરના ટોલ પ્લાઝા પર લેવાની સરકારે છૂટ આપી હતી. જેથી ટોલ પ્લાઝા પર વાહનોની કતારો લાગે નહીં તે હેતુથી સરકારની સૂચનાના આધારે બેંકે તમામ ૩૬ ટોલ પ્લાઝા પર કાર્ડ સ્વાઈપ કરવાના મશીન લગાવી દીધા છે. રૃ.૫૦૦ના દરની નોટ પણ ટોલ પ્લાઝા પર ગઈ કાલે રાત્રે ૧૨ વાગ્યા સુધી જ સ્વીકારવામાં આવી હતી. તા.૩ ડિસેમ્બરથી ટોલ પ્લાઝા પર ટોલ વસૂલવાનું શરૂ થયું છે.ટોલ પ્લાઝા પર ટોલ વસૂલવાનું શરૂ થાય તેની સાથે વાહનોની કતારો લાગશે. હાલમાં રોકડની તંગી છે. જેથી વાહનચાલકો ઈ-પેમેન્ટથી ટોલ ભરી શકે અને વાહનોની કતારો લાગે નહીં તે હેતુથી…
યોગ દરેક ક્ષણે તમારા શરીરને તન-મનથી યુવા બનાવી રાખવાની તાકત રાખે છે. યોગ તમને દરેક ક્ષણે શરીર અને મનથી યુવા બનાવી રાખવાની તાકત રાખે છે. સાથે જ તે સેક્સ પાવરને વધારવામાં અને વૈવાહિક જીવન સુખી બનાવવામાં મદદ પણ કરે છે. પણ એ માટે સતત અભ્યાસ કરવાની જરૂર છે, સાથે જ તે સેક્સ પાવરને વધારવામાં અને વૈવાહિક જીવન સુખી બનાવવામાં મદદ પણ કરે છે. પણ એ માટે સતત અભ્યાસની જરૂર છે. અહી પસ્તુત છે યૌવનને બરકરાર રાખવા અને યૌન શક્તિ વધારવા માટે ઉપયોગી યોગાસન અને બીજી જરૂરી ટિપ્સ સંભોગ પહેલા યોગ : સેક્સ પહેલા યોગ કરવાથી શરીરમાં ભરપૂર ઉર્જાનો સંચાર…
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ફોટો મંજૂરી લીધા વગર જ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક એડવર્ટાઈઝમેન્ટમાં દર્શાવવાની ભયંકર મોટી ભૂલ માટે રિલાયન્સ જીઓ માત્ર રૂ. 500ની પેનલ્ટી ભરીને છૂટી જાય તેવી શક્યતા છે. ખાનગી કંપનીની પ્રોડક્ટના પ્રમોશન માટે પ્રધાનમંત્રીનો ફોટો ઉપયોગમાં લેવાતા વિવાદ થયો હતો.ગુરૂવારે ઇન્ફોર્મેશન અને બ્રોડકાસ્ટિંગના મંત્રી રાજ્યવર્ધન સિંઘ રાઠોરે લેખિત જવાબમાં જણાવ્યું હતું કે “જિઓ દ્વારા પ્રધાનમંત્રી મોદીના ફોટોગ્રાફ્સ એડવર્ટાઈઝમેન્ટમાં વાપરવા માટે અગાઉથી કોઈ પીએમ ઓફિસની પરમિશન લેવામાં આવી નહોતી.” સમાજવાદી પાર્ટીના એમપી નીરજ શેખરે જ્યારે સવાલ ઉઠાવ્યો હતો કે, “જિઓના પ્રમોશન માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ફોટાનો ઉપયોગ થયાની સરકારને જાણ હતી?” તેના જવાબમાં રાઠોરે જણાવ્યું હતું કે, “હા, સરકારને ખ્યાલ…
ભારત અને કતાર વચ્ચે આજે વિઝા, સાઈબર સ્પેસ અને મૂડીરોકાણના ક્ષેત્રમાં સમજૂતિ ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જ્યારે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે મેમોરેન્ડમ આેફ અંડર સ્ટેન્ડીંગ ઉપર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કતારના સમકક્ષ શેખ અબ્દુલ્લા બિન નાસીર બિન ખલીફા અલથાની વચ્ચે આજે શિખર બેઠક યોજાઈ હતી. જેમાં સંબંધોને મજબૂત કરવાના પાસા ઉપર વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. કતારના વડાપ્રધાન શેખ અબ્દુલ્લા હાલમાં બે દિવસની ઐતિહાસિક ભારત યાત્રા ઉપર છે. બંને નેતાઆેએ વાતચીત કર્યા બાદ આ સમજૂતિઆે અને એમઆેયુ ઉપર હસ્તાક્ષર કર્યા હતા. મોદીએ અગાઉ કહ્યું હતું કે કતારના વડાપ્રધાનની આ યાત્રા દશાૅવે છે કે…
આજથી ટોલ પ્લાઝા પર નોટબંધી બાદ ફરીવાર ટોલ વસુલાત શરૂ થઈ છે અને તે સાથે જ છુટાના વાંકે અને ટોલ બુથ પર સ્વાઈપ મશીનો મુકાવાના લીધે અફડાતફડી સર્જાઈ છે અને ટોલ બુથ પાસે ઠેર ઠેર વાહનોની પાંચ અને દશ કિલોમીટર જેટલી લાંબી લાઈનો લાગી છે અને હાઈવે પર જામ જેવું દેખાય છે.૫૦૦ની નોટ આજથી ટોલ બુથ પર બધં થઈ છે અને ટોલ વસુલવાની શરૂઆત પણ થઈ છે ત્યારે ભારે વિકટ સ્થિતિનું નિર્માણ થયું છે. વડોદરા–ભરૂચ હાઈવે પર ટોલ બુથ પર ૧૦ કિલોમીટર લાંબી લાઈન આજે બપોરે લાગી ગઈ હતી. એ જ રીતે વડોદરા–મુંબઈ હાઈવેના ટોલ બુથ પર પાંચ કિ.મી.ની લાઈન…
બોસ્ટન : ઈન્ડિયન-અમેરિકન શ્રી ગૌતમ એન યદામાની નિમણુંક તાજેતરમાં બોસ્ટન યુનિવર્સીટીમાં બોસ્ટન કોલેજ સ્કૂલ ઓફ સોશિયલ વર્ક માટે ડીન તરીકે થઈ છે. હાલમાં તેઓ જયોર્જ વોરેન બ્રાઉન સ્કુલ ઓફ સોશિયલ વર્ક, વોશિંગ્ટન યુનિવર્સીટી સેંટ લુઈસ ખાતે આસિસ્ટન્ટ વાઈસ ચાન્સેલરની ફરજ બજાવે છે. બોસ્ટન કોલેજના અત્યારના ડીન આલ્બર્ટો ગોડેન્ઝી જે છેલ્લા ૧૫ વર્ષોથી ડીન નું પદ સંભાળે છે. તેમના રિટાયરમેન્ટ બાદ જુલાઈથી શ્રી ગૌતમ યદાના આ કાર્યકાળ સંભાળશે. શ્રી યદામાને આંતરરાષ્ટ્રીય કક્ષાએ આદરણીય સંશોધત તરીકે ઓળખવામાં આવે છે. તેઓએ સાઉથ એશિયા અને ચાઈનાના અવિકસીત અને ગરીબ વિસ્તારમાંઆવતા સામાજીક અને પર્યાવરણીય પડકારો કેન્દ્રિત આંતરશાખાકીય કામ કર્યા છે. તેમના રિસર્ચમાં બહુચર્ચિત પ્રશ્નોના પરિક્ષણો…
લંડનઃ અભ્યાસ માટે યુકે આવતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા ચાર વર્ષમાં અડધી થઈ છે અને હજારો વિદ્યાર્થી હવે યુએસ અથવા અન્ય યુરોપિયન દેશોમાં જવાનું પસંદ કરતા હોવાનું હાયર એજ્યુકેશન સ્ટેટેસ્ટિક્સ એજન્સીના સર્વેમાં સ્પષ્ટ થયું છે. સર્વેના ડેટા અનુસાર ૨૦૦૯-૧૦માં ૩૧,૨૦૦ ભારતીય વિદ્યાર્થી ડીગ્રી કોર્સીસમાં જોડાયા હતા તેની સરખામણીએ ૨૦૧૩-૧૪માં આ સંખ્યા ૧૬,૫૦૦ની હતી. બ્રિટનમાં ગયા વર્ષે દરિયાપારના વિદ્યાર્થીઓમાં ભારતીયો છ ટકા હતા, જે ૨૦૧૦માં ૧૪ ટકા હતા. જોકે, મિનિસ્ટર્સનો દાવો એ છે કે પૂરતાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિના જ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને પ્રવેશ આપતી ‘ફર્ધર એજ્યુકેશન’ સેક્ટરની ૮૦૦ જેટલી બોગસ કોલેજો બંધ કરી દેવાયાથી ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા ઘટેલી જણાય છે. ઘણા ભારતીય અને બિન-ઈયુ…
કંસ્ટ્રકશન ઈન્ડસ્ટ્રીનો વિસ્તાર અને મોટી કંપનીઓ આ ક્ષેત્રમાં આવવાથી આમાં ટેક્નોક્રેટ્સની માંગ સતત વધી રહી છે. આઘુનિકરણના ચાલતાં આજે આ ક્ષેત્રમાં કેરિયરની નવી નવી સંભાવનાઓ સામે આવી રહી છે. બધા વિશિષ્ટ કાર્યોને માટે કંસ્ટ્રકશન મેનેજરોની જબર જસ્ત માંગ છે. તેમાં પણ આ ક્ષેત્રમાં જોડાઈને ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકો છો બીપીઓ ઈન્ડસ્ટ્રી પછી વીતેલા પાંચ વર્ષોમાં આ ક્ષેત્રમાં જ સૌથી વધુ પ્રગતિ થઈ છે. આ ક્ષેત્ર ૩૦ થી ૪૦ ટકા પ્રતિ વર્ષના દરે વૃદ્ઘિ કરી રહ્યું છે. જો આ વૃદ્ઘિ જળવાઈ રહે તો વર્ષ ૨૦૧૮ સુધી ભારત એશિયાનું રિયલ એસ્ટેટ માર્કેટનું સૌથી મોટું રૂપ લઈ લેશે. આ પ્રયોસોથી વધશે સફળતા :-…