વલસાડ તા. 9 : એક તરફ જયારે દેશ ને સ્વચ્છ ભારત અભિયાન તેમજ ડિજિટલ ઇન્ડિયા જેવી ભેટ આપવાની વાતો ચાલી રહી છે ત્યારે સ્વચ્છ રાખવાનું કામ કરતી આપડી નગરપાલિકા ની કચેરી માં કાગડા ઉડે છે.સત્ય ડે ન્યૂઝ દ્વારા જે તસ્વીર જાહેર કરવામાં આવી છે તેમાં નગરપાલિકા ની કચેરી પર લાગેલા બેનર માં જોઈ શકાય છે ” નગર પાલિકા બધી જ ફરિયાદ અહીંયા લેવા માં આવે છે.” ત્યારે નાતો કચેરી માં કોઈ અધિકારી નજરે પડે છે ના તો કોઈ ફરિયાદી અત્રે ઉલ્લેખનીય છે કે, અધિકારી ની પોલ મારવાની આદત ના લીધે કોઈ ફરિયાદી ફરિયાદ લઇ ને આવે તો ફરિયાદ આપે ક્યાં…
કવિ: Dipal
વડોદરા : પ્રેમ સબંધ તેમજ લગ્ન નું વચન આપી ને સેક્સ માણવું પર હાઈ કોર્ટ દ્વારા મહત્વ ની ટિપ્પણી કરવામાં આવી હતી જેમાં કોર્ટ દ્વારા જણાવામાં આવ્યું હતું કે લગ્ન નું વચન આપી ને જો સેક્સ કરવામાં આવે તો તેને હવે રેપ તરીકે જોવામાં આવે નહિ આ પરિસ્થિતિ માં બંને ની સહમતી દ્વારા સેક્સ કરવામાં આવે છે તાજેતર માં થયેલા વડોદરા ના એક કેસ પછી હાઈ કોર્ટએ એસટી એસસી સેલના ડીવાયએસપીને નોટિસ પાઠવી છે. વડોદરા માં ફેસબુક પર ચેટિંગ કરતા કરતા એક યુવક અને યુવતી એકબીજાના પરિચયમાં આવ્યા હતા. બાદમાં થોડા જ સમયમાં બંન્નેની મિત્રતા પ્રેમમાં પરિણમી હતી અને બંન્ને…
રાજકોટ શહેર માં શિક્ષણ ક્ષેત્રે દબદબો ધરાવતી ધોળકિયા સ્કૂલ પાસે CBSE માન્યતા ન હોવા છતા વાલી પાસે થી મસમોટા ચાર્જ વસુલાતા હતા શહેર ની મોદી,સેન્ટમેરી અને ગોલ્ડેન એપ્પ્લ સ્કૂલ પાસે CBSE ની માન્યતા ના હોવા છતા પણ વાલિયો પાસેથી ચાર્જ વસૂલી ને છેતરપિંડી ચલાવવા માં આવતી હતી વાલીઓ દ્વારા થયેલી ફરિયાદ બાદ હરકત માં આવેલી પોલીસેએ સ્કૂલ ના સંચાલક કૃષ્નકાંત ધોળકિયા,રશ્મિ મોદી અને ફાધર વિલ્લસન ની ધરપકડ કરવામાં હતી જયારે હાઇ કોર્ટ દ્વારા ડીઇઓ ના અધિકારીઓ ને હાજર રહેવા માટે જણાવ્યું હતું.
વડોદરા: શહેર ના અતીસંવેદનશીલ ગણાતા વિસ્તાર ફતેહપુરા ચાર રસ્તા ની પાસે ગતરાત્રે વરઘોડા માં ફટાકડા ફોડવાની બાબત માં થયેલા ઝઘડા બાદ ફાટી નીકળેલા કોમી રમખાણ પછી કમીશનર ના આદેશ થી SRP અને ૧૦૦ પોલીસ જવાન ની તૈનાતી કરવામાં આવી છે.ગતરાત્રે ફાટી નીકળેલા કોમી રમખાણ માં તોફનીઓએ ભારે આતંક ફેલાવ્યો હતો.પોલીસે આજે વડોદરા ના ફતેહપુરા તેમજ યાકુતપુરા ના વિસ્તાર માં કોમ્બિંગ દરમિયાન ૧૧ લોકો ની ધરપકડ કરી હતી અને સાથે ચેકીંગ સમયે પોલીસ ને પેટ્રોલ બોમ્બ,પાઈપ બોમ્બ અને અસીડ બોમ્બ નો મોટા પાયે જથ્થો મળી આવ્યો હતો.તોફાન ને કાબુ માં લેવા માટે પોલીસ તરફ થી થયેલા ફાઈરીંગ માં એક તોફાની ને…
નવી દિલ્હી : RBI ના ગવર્નર ઊર્જિત પટેલ ની નિમણુક બાદ ફરી એક વખત હવે CBI ના વડા તરીકે રાકેશ અસ્થાના ની નિમણુંક એ ભાજપ સરકાર ના કામગીરી ને શંકા ના ઘેરા માં લીધી છે.કોંગ્રેસ ના નેતા મલ્લિકાઅર્જુને ઉગ્ર વિરોધ સાથે વડાપ્રધાન મોદી ને પત્ર લખી ને જણાવ્યું હતું કે CBI ના વડાની નિમણુંક માં પસદંગી ની પ્રકીયાનો ભંગ થયો છે.સીબીઆઈ ના વડા ની નિમણુંક વડાપ્રધાન,ચિફ જસ્ટીસ અને વિરોધી પક્ષના નેતાની બનેલી કમીટી દ્વારા થાય છે.તેમને વધુમાં જણાવ્યું હતું કે એનઆઈએના વડા પણ હંગામી છે અને લોકપાલ નિમણુંક પણ બાકી છે ત્યારે દેશની આ ત્રીજી મહત્વ ની નિમણુંક થાય તે…
પાકિસ્તાનને વર્લ્ડ બેન્ક તરફથી મોટો આંચકો લાગ્યો છે. ખરેખર વર્લ્ડ બેંકે પાકિસ્તાનને ૧૦૦ મિલિયન ડોલરના ઉધારને રદ્દ કરી દીધું છે. પાકિસ્તાને વિકાસશીલ લક્ષ્યોને પ્રાપ્ત ન કરી શકવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.સુઈ સદર્ન ગેસ કંપની કરાંચીમાં પોતાના ડિસ્ટ્રીબ્યુશન વિસ્તારોમાં આ પ્રોજેક્ટ શરૂ કરનારી હતી. તેનો હેતુ પાઈપલાઈન સિસ્ટમમાં ગેસનું નુકસાન ઓછું કરતા નેચરલ ગેસની સપલાઈ વધારવાનો છે. વર્લ્ડ બેન્કની રિપોર્ટ અનુસાર આ પ્રોજેક્ટ નિષ્ફળ થવાને કારણે તે અટકી ગઈ અને પરિણામ સ્વરૂપે ગેસના પ્રાકૃતિક સંસાધનોની બરબાદી થઇ છે. આ અસંતોષકારક પ્રદર્શન બદલ વર્લ્ડ બેંકે લોન રદ્દ કરી છે અને કહ્યું છે કે આ પ્રોજેક્ટમાં સાવધાની રાખવાની જરૂર હતી.
મુંબઈઃ કેનેડામાં જન્મેલી ઇન્ડો કેનેડિયન એકટ્રેસ સની લિયોનીને બીબીસીની વર્ષ ૨૦૧૬ની ૧૦૦ વગદાર મહિલાઓની યાદીમાં સ્થાન મળ્યું છે. સતત ચોથા વર્ષે બહાર પાડેલી આ યાદીમાં ઉદ્યોગ સાહસિક મહિલાઓ, એન્જિનિયર્સ, સ્પોટર્સ વુમન, ફેન આઇકોન્સ અને મહિલા કલાકારોને સ્થાન અપાયું છે. સનીએ વર્ષ ૨૦૧૩થી બોલિવૂડમાં અભિનેત્રી તરીકે પ્રવેશ કર્યો છે. વર્ષ ૨૦૧૧માં વિવાદસ્પદ રિયાલિટી શો ‘બિગબોસ’માં ભાગ લઈને તે ઇન્ડિયન ટેલિવિઝનનો હિસ્સો બની હતી. ‘જિસ્મ ટુ’, ‘જેકપોટ’ અને ‘એક પહેલી લીલા’ જેવી ફિલ્મોમાં તેણે અભિનય આપ્યો છે. બીબીસીની યાદીમાં સની ઉપરાંત ભારતની સાંગલીની ગૌરી ચિંદારકર, ચેન્નાઈની મલ્લિકા શ્રીનિવાસન, મુંબઈની નેહા સિંહ અને કર્ણાટકની સાલુમરદા થિમક્કાને સ્થાન મળ્યું છે. ચિંદારકર સાંગલીની ૨૦ વર્ષની…
ગાંધીનગરમાં ફરી એકવખત પાસ કન્વીનરો અને સરકારના પ્રતિનિધિઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. જોકે આ બેઠકમાં પણ કોઈ નિર્ણય ન લેવાતા મુદ્દત પડી છે.બેઠક બાદ પાસ નેતાઓએ ફરી એકવખત બેઠક પરિણામલક્ષી ન રહી હોવાનો દાવો કર્યો છે. જ્યારે સરકાર તરફથી અપેક્ષા મુજબ જ બેઠક યોગ્ય દિશામાં આગળ વધી રહી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. સરકારે આ પહેલાની બેઠકમાં પાસના નેતાઓ પાસે અન્ય રાજ્યોની અનામતની સ્થિતિ અને અમલના દસ્તાવેજો માંગ્યા હતા. જે દસ્તાવેજોને લઈને આજની બેઠકમાં પહોંચેલા પાસના નેતાઓને હવે તેમને સોંપેલ દસ્તાવેજનો અભ્યાસ કરવામાં આવશે તેવુ કહી આવતા અઠવાડિયે ફરી બેઠકનુ વચન આપી રવાના કરી દીધા હતા.આજની બેઠકમાં સરકાર તરફથી…
કેન્દ્ર સરકારના નોટબંદીના નિર્ણયને આજે એક મહિનો થઇ ગયો છે અને આ દરમિયાન અનેક બદલાવ આવ્યા હતા. આજે મળતી વિગતો પ્રમાણે ૧૦ ડિસેમ્બર થી ૫૦૦ની જૂની નોટો હવે કેટલીક જગ્યા એ નહીં ચાલે. જેમાં બસ, ટ્રેન અને મેટ્રોમાં પરમ દિવસથી રૂ.૫૦૦ની જૂની નોટ નહીં ચાલે. નોટબંદી બાદ કેટલાક સ્થળો પર જૂની નોટો ચાલવાનો મહત્વપૂર્ણ નિર્ણય પણ આવ્યો હતો. જેમાં ટ્રેન, બસ, હોસ્પિટલ, પેટ્રોલ પમ્પ વગેરે જેવા સ્થળોનો ઉલ્લેખ હતો. આજે આવેલા સમાચાર બાદ હવે બસ, ટ્રેન અને મેટ્રોમાં રૂ.૫૦૦ની જૂની નોટ પરમ દિવસથી બંદ થઇ જશે. જો કે દૂધની સરકારી દુકાનો સહીત અન્ય કેટલીક જગ્યાઓ પર રૂ.૫૦૦ની જૂની નોટો હજી…
ડીસેમ્બર ૯ :કલાકો સુધી લાઈન માં ઉભા રહી ને પાસપોર્ટ બનાવનારા માટે આવ્યા છે સારા સમાચાર હવે પાસપોર્ટ બનાવવા માટે પાસપોર્ટ સેવા કેદ્ર (પીએસકે)ના ભરોસે મી રેહવું પડે નહિ.વિદેશ મંત્રાલયે પોસ્ટઓફિસની મદદથી પાસપોર્ટ બનાવવાનો નિર્ણય લીધો છે.ભોપાલ પાસપોર્ટ અધિકારી મનોજ રાયે જણાવ્યું છે કે હાલમાં કેટલીક જ પોસ્ટઓફિસમાં આ કામ શરૂ કરાયું છે.પાસપોર્ટ ને લગતી બધી જ સેવા પોસ્ટ ઓફીસ થી પૂરી પાડવા માં આવશે.