મુંબઈ – છેલ્લા એક મહિનાથી પણ વધુ સમયથી નોટબંધીના કારણે સતત કામકાજ કરી રહેલી બેંકોમાં હવે ત્રણ દિવસની રજા આવશે. આમ બેંક ખાતેદારોને તેમના જે કઈપણ ટ્રાન્જેકશનો હોય તે તમામ ટ્રાન્જેકશનો હવે છેક મંગળવારે બેંકખુલશે તે સમયે કરી શકાશે. શનિવાર બીજા શનિવાર હોઈ બેંકોમાં રજા હેશે. આ પછી રવિવાર અને સોમવારના રોજ દેશભરમાં ઈદનો પર્વ ઉજવવામાં આવનાર હોઈ તમામ બેંકો શનિવારથી લઈ સોમવાર સુધી બંધ રહેશે. આ કારણે બેંકોમાં જ્યાં ત્રણ દિવસનું કર્મચારીઓ માટે મિની વેકેશન આવશે ત્યાં બીજી તરફ જે બેંકો સાથે એટીએમ સંકળાયેલા છે તે એટીએમમાં પણ કેશ નહિ નાખવામાં આવે તો બેંકની સાથે એટીએમની બહાર પણ નો…
કવિ: Dipal
વલસાડ ઃ વલસાડના પારનેરા પારડી ગામે આવેલ શ્રી ચંદ્ર મૌલિધર મહાદેવ મંદિરનો ૨૨મો પાટોત્સવ અને કળશ પ્રતિષ્ઠાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે રક્તદાન કેમ્પ અને રાહત દરે ચશ્બા શિબિરની વ્યવસ્થા કરવામાં આવી હતી. વલસાડના પારનેરા પારડી ગામના ધારીપાવા, વાંકી નદી પાસે ને.હા.નં.૮ પાસે આવેલ શ્રી ચંદ્રમૌલિધર મહાદેવ મંદિર ખાતે ૨૨મો પાટોત્સવ અને કળશ પૂજા કરવામાં આવી હતી. આ સાથે મહાપ્રસાદ, અને મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે દર્શન કરવા આવેલા ૧⁄૪ક્તો માટે રાહતદરે ચશ્બા શિબિર નુ આયોજન કરવમા આવ્યુ.
સેલવાસ – સંદ્યપ્રદેશ દાનહને પુરી તરહ કેશલેસ બનાવવા માટે પ્રશાસન દ્વારા ભરપુર પ્રયાસ કરવામાં આવી રહેલ છે. આના આધારે હવે ઈન્કમટેક્સ વિભાગ દ્વારા એક નોટીસ જાહેર કરી આગામી ૧૫ મી ડિસેમ્બરથી રોકડમાં દારૂનું વેચાણ કરવામાં આવશે નહી. પ્રાપ્ત વિગતો મુજબ દાનહ ઈન્કમ ટેક્સ વિભાગના ઉપસચિવ એસ કૃષ્ણા ચૈતન્યા દ્વારા પ્રશાસકના તરફથી ગુરુવારના રોજ તમામ વર્ગના દારૂના વિક્રેતાઓ માટે એક આદેશ જાહેર કરવામાં આવેલ છે. જેમાં એલ-૨,એલ-૫ અને એલ-૬ કેટેગરીના લીકર લાઈસન્સ ધારક આગામી ૧૫ ડિસેમ્બરથી રોકડમાં દારૂનું વેચાણ બંધ કરવાની વાત જણાવી છે. તમામ મુજબનું વેચાણ ઈ-વૈલેટ, ક્યુઆરસી કોડ, યુ.પી.આઈ. અને ઈ-પેમેન્ટના માધ્યમથી કરવામાં આવે છે. જ્યારે એલ-૪ કેટેગરીના દેશી…
નવી દિલ્લી : શુક્રવારે આમ આદમી પાર્ટી ના MP ભગવત મંત ને પાર્લમેન્ટ માં થી સમગ્ર શિયાળા સત્ર માંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પાર્લમેન્ટ માં આરામ કરવા તેમજ ચાલુ પાર્લામેન્ટ નું વિડિઓ શૂટિંગ કરી ને ફેસબુક ઉપર પોસ્ટ કરી હતી બીજેપી ના MP કીર્તિ સોમૈયા ની રજુઆત બાદ સ્પીકરએ ભાગવત મંત ને સસ્પેન્ડ કર્યા જયારે ભગવત મંતે સમગ્ર ઘટના બાદ માફી માંગી હતી.
નવી દિલ્લી : ભારતીય વાયુદળ ના પૂર્વ પ્રમુખ એસ.પી ત્યાગી અને ગૌતમ ખેતાન ની સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. મળતી વિગતો અનુસાર આ ધરપકડ અગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર કૌભાંડ માટે કરવામાં આવી છે.ભારતે ફેબ્રુઆરી 2010 માં હેલિકોપ્ટર લેવા માટે કોન્ટ્રાક્ટ કરીયો હતો જેના બાદ અત્યાર સુધી આ કોન્ટ્રાક્ટ વિવાદો માં જ ઘેરાયેલો છે.
નવી દિલ્લી : સરકાર દ્વારા હવે નાણાં ની નકલ ને રોકવા માટે તેમજ નાણાં ને ટકાઉ બનાવા માટે સંસદ માં આજે નવો ખુલાસો કર્યો છે.રાજ્ય નાણાં મંત્રી અર્જુન રામ માઘવાલ સંસદ માં જણાવ્યું હતું હવે આવનારી બીજી નવી નોટ પ્લાસ્ટિક માં આવશે નોટ ના છાપકામ માટે સામગ્રી ની ખરીદી સરુ થઇ ગઈ છે.ઘણી નાકામ કોસીસ બાદ હવે સરકારે છેવટે પ્લાસ્ટિક ની નોટ બહાર પાડવાનું નક્કી કર્યું છે.વધુ માં માઘવાલ એ જણાવ્યું હતું કે આરબીઆઈ ને ડિસેમ્બર 2015 માં કેટલીક 1000 ની નોટ સેક્યુરીટી થ્રેડ વિના ની મળી હતી જે નાસિક ની પેપર મિલ માંથી પ્રિન્ટ થઇ હતી.
નવી દિલ્લી : નોટબંધી ને એક મહિનો પૂરો થયો ત્યારે દેશ ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ટ્વિટ કરીને જનતા ને અપીલ કરી હતી ” કાળા નાણા સામે ની આ લડાઈ માં તમારા સમર્થન ની જરૂર છે.જે મધ્યમ વર્ગ અને દેશ ની ગરીબ પ્રજા તેમજ ભવિષ્યની ભાવી પેઠી માટે ફાયદા કારક નિવડસે” વિપક્ષ ના નેતા રાહુલ ગાંધી એ જણાવ્યું હતું કે “નોટબંધી એ દેશ ના હિત માં નથી આ અત્યાર સુધી નું સહુથી મોટું કોભાંડ છે આ પ્રકાર ના નિર્ણય લઇ પ્રધાનમંત્રી મૂર્ખતા કરી રહયા છે” ઉલ્લેખનીય છે કેઆજે નોટબંધી ના આજે ૧ મહિનો પૂરો થયા બાદ પણ પ્રજા ની હાલાકી…
નોટબંધી બાદ શરૂઆતથી જ ચર્ચામાં આવતી બ્રાંચ હોય તો તે છે ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલી બેન્ક ઓફ બરોડાની બ્રાન્ચો. જ્યાં લોકોને પૂરતા નાણાં ન આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.આજ રોજ પણ મસ્ત લાઈનો લગાવી લોકો નાણાં લેવા માટે ઉભા હતા. પરંતુ બેંકમાં નાણાંનો અભાવ હોય લાઈનમાં ઉભેલા લોકોને પૂરતા નાણાં ન મળતા લોકો એ ભારે હોબાળો મચાવ્યો હતો. જેમાં એક ઈશમે બેન્કના મુખ્ય પ્રવેશ દ્વારનો કાંચ તોડી નાખતા ભારે મહંમદ પુરા વિસ્તારમાં ભારે ગરમાગરમી ભર્યો માહોલ સર્જાયો હતો.બેન્કના કર્મચારીઓએ સલામતીના ભાગ રૂપે બેન્કને અંદરના ભાગેથી લોંક માળી બેન્ક બંધ કરવાની ફરજ પડી હતી. સમગ્ર ઘટના ની જાણ…
પણજી : એક તરફ અડધી રાત્રે આમ પ્રજા એટીએમ ની કતારો માં ઉભા રહી ને પોતાના જ પૈસા પાછા લેવા માટે ઉભા રહે છે ત્યારે ગોવા ના પણજી ખાતે થી પોલીસે 2 શખ્સો ની નવી ચલણીમાં આવેલી 2000 ની 1 કરોડ કિંમત ની નોટો ઝડપી પાડી હતી.એક તરફ સરકાર પ્રજા ને માત્ર 30 ડિસેમ્બર સુધી નું આશ્વાસન આપી રહી છે.ત્યારે હજુ પણ પ્રજા હાલાકી ભોગવી રહી છે.ત્યારે એક જ દિવસ માં સુરત માં 75 લાખ ની તેમજ પનજી ખાતે થી 1 કરોડ ની નવી ઝડપાયેલી નોટો સરકાર ના કાર્ય પર અનેક સવાલો ઉભા કરે એમ છે.
નવી દિલ્લી તા 9 : નોટબંઘી ના એક મહિના બાદ પણ વિપક્ષ ના આકરા પ્રહારો યથાવત છે.કોંગ્રેસ ના ઉપ પ્રમુખ રાહુલ ગાંધી એ ચીમકી આપતા જણાવ્યું હતું કે “જો હું બોલીશ તો ભૂકંપ લાવી દઈશ. પ્રધાનમંત્રી ને કોની બીક લાગી રહી છે કોના માટે તે સામ સામે બેસી ને નોટ બંધી વિશે ચર્ચા કરવા માટે તૈયાર નથી.”શું સરકાર ને અમારી સાથે વાત કરવા માં બીક લાગે છે.હું છેલ્લા 1 મહિના થી ચર્ચા માટે તૈયાર બેઠો છુ. “તેમને વધુ માં મોદી પર ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે નોટબંધી એ દેશ માં અત્યાર સુધી નું સહુથી મોટું કૌભાંડ છે.ગઈકાલે તેમને નિવેદન માં…