વર્ષની ચોથી ગ્રાન્ડસ્લેમાં શનિવારે 23 ગ્રાન્ડસ્લેમની વિજયના અનુભવ સાથે પહેલીવાર ગ્રાન્ડસ્લેમ ફાઇનલમાં પહોંચેલી 19 વર્ષિય યુવાન લોહી સાથે મહિલા સિંગલ્સનો ફાઇનલ જંગ ખેલાશે. શનિવારની આ ફાઇનલમાં અમેરિકાની સ્ટાર ખેલાડી અને 10મી વાર યુએસ ઓપનની ફાઇનલમાં પહોંચેલી સેરેના વિલિયમ્સની નજર 24 ગ્રાન્ડસ્લેમ ટાઇટલની વિક્રમી બરોબરી પર છે તો પહેલીવાર કોઇ ગ્રાન્ડસ્લમે ફાઇનલમાં પહોંચેલી 19 વર્ષિય બિયાન્કા એન્દ્રેસ્કૂની નજર ઇતિહાસ રચવા પર સ્થિર છે. સેરેના 24મું ગ્રાન્ડસ્લેમ ટાઇટલ જીતીને માર્ગારેટ કોર્ટના વિક્રમની બરોબરી કરવા માગે છે. ગુરૂવારે તેણે યુક્રેનની એલિના સ્વિતોલીનાને 6-3, 6-1થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. જયારે બીજી સેમી ફાઇનલમાં બિયાન્કાએ બેલિન્ડા બેનસિચને 7-6, 7-5થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.…
કવિ: Sports Desk
ઓસ્ટ્રેલિયા વતી સર્વાધિક રન બનાવનારા માજી કેપ્ટન રિકી પોન્ટીંગે એશિઝ ટેસ્ટમાં બેવડી સદી વિંઝનારા સ્ટીવ સ્મિથને જિનિયસ ગણાવ્યો હતો, જ્યારે તેની આ ઇનિંગ પર ઓવારી ગયેલા ઓસ્ટ્રેલિયન મીડિયાએ તેની રમતને ડોન બ્રેડમેન જેવી ગણાવી હતી. બોલ ટેમ્પરિંગ પ્રકરણમાં 12 મહિનાનો પ્રતિબંધ વેઠીને જોરદાર પુનરાગમન કરનાર સ્મિથ જબરદસ્ત ફોર્મમાં છે, તેણે ચોથી ટેસ્ટમાં 211 રનની ઇનિંગ રમી હતી અને એશિઝમાં આ તેની ત્રીજી બેવડી સદી રહી હતી. પોન્ટીંગે ક્રિકેટ.કોમ.એયુને કહ્યું હતું કે તમને તેની પ્રશંસામાં ઘણું સાંભળવા મળી શકે છે, પણ મારા મનમાં જે શબ્દ આવે છે તે છે જિનિયસ. એ એક પ્રભાવશાળી ઇનિંગ હતી, તે કોઇ ભુલ જ નથી કરતો…
ઓલ્ડટ્રેફર્ડ પર રમાઇ રહેલી ચોથી એશિઝ ટેસ્ટના ત્રીજા દિવસના અંતે રોરી બર્ન્સ અને જો રૂટની વળતી લડત પછી ઇંગ્લેન્ડે 5 વિકેટે 200 રનનો સ્કોર બનાવીને હજુ મુશ્કેલી હેઠળ છે. રોરી બર્ન્સ 81 અને જો રૂટ 71 રન કરીને આઉટ થયા હતા અને ઓસ્ટ્રેલિયા કરતાં હજુ તેઓ 297 રન પાછળ છે. ઓસ્ટ્રેલિયાએ બીજા દિવસે સ્ટીવ સ્મિથની બેવડી સદીના સથવારે 8 વિકેટે 497 રન કરીને દાવ ડિકલેર કર્યો હતો. બીજા દિવસે 10 રનમાં જ એક વિકેટ ગુમાવી દેનાર ઇંગલેન્ડે ગુરૂવારના 1 વિકેટે 23 રનથી દાવ આગળ ધપાવ્યો તે પછી 9 રનના ઉમેરા પછી નાઇટ વોચમેન ક્રિસ ઓવર્ટનની વિકેટ ગુમાવી દીધી હતી અને…
અહીં રમાયેલી પાંચમી બિન સત્તાવાર વન-ડેમાં ભારત-એ ટીમે દક્ષિણ આફ્રિકા-એને 36 રને હરાવીને સિરીઝ 4-1થી જીતી લીધી હતી. વરસાદને કારણે ટુંકાવીને 20 ઓવરની કરાયેલી આ વન-ડેમાં ભારતીય ટીમે પહેલા બેટિંગ કરીને શિખર ધવનની સતત બીજી અર્ધસદી અને સંજૂ સેમસનના 48 બોલમાં 91 રનની તોફાની ઇનિંગની મદદથી 205 રનનો લક્ષ્યાંક મુક્યો હતો, જેની સામે પ્રવાસી ટીમ 168 રનમાં ઓલઆઉટ થઇ હતી. સંજૂ સેમસનને મેચ પછી મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. ટોસ જીતીને યજમાન ટીમે પહેલો દાવ લીધો હતો. પહેલી વિકેટ માત્ર 2 રને પડી ગયા પછી ધવન અને સેમસને મળીને ઝડપી બેટિંગ કરી હતી અને બંનેએ બીજી વિકેટની 135…
અહી રમાઇ રહેલી એકમાત્ર ટેસ્ટમાં અફઘાનિસ્તાને બેટિંગ અને બોલિંગમાં જોરદાર પ્રદર્શન કરીને બાંગ્લાદેશ પર સકંજો કસ્યો છે. અફઘાનિસ્તાનની ટીમ પોતાના પહેલા દાવમાં રહમત શાહની સદી, અસગર અફઘાનના 92 અને કેપ્ટન રાશિદ ખાનના 51 રનની મદદથી 342 રને ઓલઆઉટ થયા પછી રાશિદ ખાન સહિતાના બોલરોએ કરેલા જોરદાર બોલિંગ પ્રદર્શનથી બાંગ્લાદેશની ટીમ પોતાના પહેલા દાવમાં 194 રનમાં 8 વિકેટ ગુમાવીને લથડી પડી છે. યજમાન ટીમ હજુ 148 રન પાછળ છે અને બીજા દિવસે સ્ટમ્પ સમયે મોસાદ્દેક હુસેન 44 અને તૈઝુલ ઇસ્લામ 14 રન બનાવીને ક્રિઝ પર હતા. આગલા દિવસના 5 વિકેટે 271 રનના સ્કોર પરથી અફઘાનિસ્તાને આગળ રમવાનું શરુ કર્યા પછી અસગર…
શ્રીલંકાના સ્ટાર બોલર લસિથ મલિંગાએ ન્યુઝીલેન્ડ સામેની ત્રીજી ટી-20માં સતત 4 બોલમાં 4 વિકેટ ઉપાડીને ઇતિહાસ રચ્યો હતો. તેણે 4 બોલમાં કોલિન મુનરો, હામિશ રધરફોર્ડ, કોલિન ડિ ગ્રાન્ડહોમ અને રોસ ટેલરને આઉટ કર્યા હતા. મલિંગાએ પોતાની ઇન્ટરનેશનલ કેરિયરમાં બીજી વખત સતત 4 બોલમાં 4 વિકેટ ઉપાડી છે. આ પહેલા તેણે 2007ના વન-ડે વર્લ્ડકપમાં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ સતત 4 બોલમાં 4 વિકેટ લીધી હતી. આવું કરનારો તે વિશ્વનો એકમાત્ર બોલર છે. આ સાથે જ મલિંગાના નામે પાંચ હેટ્રિક નોંધાઇ ગઇ છે. તેણે 3 હેટ્રિક વન-ડે અને 2 હેટ્રિક ટી-20 ઇન્ટરનેશનલમાં લીધી છે. તેના પછી બીજા ક્રમે વસિમ અકરમ છે, જેણે ટેસ્ટમાં…
પાકિસ્તાનના દિગ્ગજ લેગ સ્પિનર અબ્દુલ કાદિરનું કાર્ડિયાક એરેસ્ટને કારણે 63 વર્ષની વયે નિધન થયું છે. કાદિરે પોતાની 16 વર્ષની ઇન્ટરનેશનલ કેરિયરમાં 67 ટેસ્ટ રમીને તેમાં 236 અને 104 વનડે રમીને તેમાં 132 વિકેટ ઉપાડી હતી. પાંચ વન-ડેમાં પાકિસ્તાની ટીમના સુકાની પણ તે રહ્યા હતા. કાદિરની ટોપ સ્પિન ઘણી ખતરનાક ગણાતી હતી અને દિગ્ગજ બેટ્સમેન તેમનો સામનો કરવામાં છક્કડ ખાઇ જતા હતા. વળી કાદિર બે પ્રકારની ગુગલી ફેંકી શકતાં હતા અને તેમની કેરિયરમાં ઇમરાન ખાને મહત્વની ભૂમિકા ભજવી હતી. પોતાની બોલિંગ એકશનને કારણે કાદિર ડાન્સિંગ બોલર તરીકે જાણીતા હતા. કાદિરે ઇંગ્લેન્ડ સામે હંમેશા સારું પ્રદર્શન કર્યું હતુ અને 1987માં પાકિસ્તાનમાં 3…
ભારતની અનુભવી બેટ્સમેન મિતાલી રાજે ટી-20 ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધા પછી યુવા ખેલાડીઓને ટીમમાં સામેલ કરવાનો માર્ગ બનતા હવે દક્ષિણ આફ્રિકા સામે ઘરઆંગણે રમાનારી આગામી ટી-20 સિરીઝ માટે 15 વર્ષિય શેફાલી વર્માને ભારતીય મહિલા ટીમમાં સામેલ કરવામાં આવી છે. હરિયાણાની શેફાલીને મહિલા ટી-20 ચેલેન્જમાં સારા પ્રદર્શનના આધારે ટીમમાં પસંદ કરવામાં આવી છે. પસંદગી સમિતિની બેઠકમાં ભારતીય મહિલા વનડે ટીમ અને ટી-20 ટીમની પસંદગી કરવામાં આવી હતી. જેમાં મિતાલીને વનડે ટીમના કેપ્ટન તરીકે જાળવી રાખવામાં આવી હતી. આ બેઠકમાં મિતાલી હાજર રહી હતી જ્યારે ટી-20 ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર અને કોચ ડબલ્યુ વી રમન ટેલિકોન્ફરન્સથી જોડાયા હતા. ભારતીય મહિલા વન ડે ટીમ…
યુએસ ઓપનની મહિલા સિંગલ્સમાં પહેલીવાર અંતિમ ચારમાં પહોંચેલી બિયાન્કા એન્દ્રેસ્કૂ અને બેલિન્ડા બેનસિચ વચ્ચે જંગ ખેલાશે. રસપ્રદ વાત એ છે કે આ બંને એકબીજા સામે પહેલીવાર રમશે. આ ઉપરાંત અન્ય એક સેમી ફાઇનલમાં 24માં ગ્રાન્ડસ્લેમ ટાઇટલ જીતીને માર્ગારેટ કોર્ટના વિક્રમની બરોબરી કરવા આતુર સેરેના વિલિયમ્સ અને યુક્રેનની પાંચમી ક્રમાંકિત એલિના સ્વિતોલિના વચ્ચે રમાશે. 19 વર્ષિય બિયાન્કા યુએસ ઓપન સેમીમાં પ્રવેશનારી સૌથી યુવા ખેલાડી બની કેનેડાની 19 વર્ષિય બિયાન્કા એન્દ્રેસ્કૂ અહીં રમાયેલી મહિલા સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં બેલ્જિયમની એલિસ મર્ટેન્સને હરાવીને યુએસ ઓપન ટેનિસ ટુર્નામેન્ટની સેમીમાં પ્રવેશનારી આ દશકાની સૌથી યુવા ખેલાડી બની હતી. 2009માં કેરોલિન વોઝ્નીયાંકી યુએસ ઓપનના અંતિમ ચારમાં પહોંચનારી…
શિખર ધવનની 43 બોલમાં 52 રનની ઇનિંગ છતાં અહીં વરસાદ પ્રભાવિત ચોથી બિન સત્તાવાર વન ડે મેચમાં ભારત એ ટીમનો પ્રવાસી દક્ષિણ આફ્રિકા-એ સામે ડકવર્થ લુઇસ નિયમ હેઠળ 4 રનના નજીવા માર્જીનથી પરાજય થયો હતો. વરસાદને કારણે રિઝર્વ ડે પર ગયેલી મેચમાં પરાજયથી આ સિરીઝમાં ભારતીય ટીમની આ પહેલી હાર રહી હતી. દક્ષિણ આફ્રિકા વતી માર્કો જેનસન, એનરિક નોર્જ અને લૂથો સિપામલાએ 3-3 વિકેટ ઉપાડીને દક્ષિણ આફ્રિકા-એને જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ગુરૂવારે ભારતીય ટીમને જીતવા માટે 17.2 ઓવરમાં 137 રન જોઇતા હતા પણ તેઓ 5 રન છેટા રહી ગયા હતા અને ડકવર્થ લુઇસ હેઠળ તેમને મળેલા 25 ઓવરમાં 193…