એશિઝ સિરીઝની ચોથી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ મુકેલા 383 રનના લક્ષ્યાંક સામે ઇંગ્લેન્ડની ટીમનો 197 રનમાં વિંટો વળી જતાં ઓસ્ટ્રેલિયાએ 185 રને જીત મેળવી હતી. ઇંગ્લેન્ડના જોસ બટલર, ક્રિસ ઓવર્ટન અને જેક લીચના મેચનો ડ્રોમાં ખેંચવાના લાખ પ્રયાસ છતાં તેઓ હાર ટાળી શક્યા નહોતા. આ વિજયને કારણે ઓસ્ટ્રેલિયા સિરીઝમાં 2-1ની સરસાઇ પર આવી ગયું છે અને હવે એક જ ટેસ્ટ બાકી છે ત્યારે ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડની ધરતી પર 18 વર્ષમાં પહેલીવાર એશિઝ ટ્રોફી જાળવી રાખી છે. શનિવારે બે વિકેટ ગુમાવી દેનારા ઇંગ્લેન્ડે અંતિમ દિવસે પહેલા સેશનમાં જ 87 રન બોર્ડ પર હતાં ત્યાં સુધીમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. ત્રીજી ટેસ્ટમાં તેમને વિજેતા…
કવિ: Sports Desk
અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમે અહીં જોહૂર અહમદ ચૌધરી સ્ટેડિયમમાં યજમાન બાંગ્લાદેશ વિરુદ્ધ રમાતી એકમાત્ર ટેસ્ટમાં ઐતિહાસિક જીત મેળવવાથી માત્ર 4 વિકેટ દૂર છે ત્યારે હવે તેમના ઐતિહાસિક ટેસ્ટ વિજય આડે હવામાન અવરોધક બન્યું છે. અફઘાનિસ્તાન પાસેથી મળેલા 398 રનના લક્ષ્યાંકના જવાબમાં મેચના ચોથા દિવસે પોતાના બીજા દાવમાં રમત પુર્ણ થઇ ત્યારે 136 રનમાં જ 6 વિકેટ ગુમાવી દીધી. યજમાન ટીમને મેચ જીતવા માટે 262 રનની જરૂર છે અને તેની પાસે માત્ર 4 વિકેટ બાકી રહી છે. સ્ટમ્પના સમયે શાકિબ અલ હસન 46 બોલમાં 39 રને અને સૌમ્ય સરકાર શૂન્ય રને રમતમાં છે. અફઘાનિસ્તાન વતી રાશિદ ખાને 3 અને ઝહિર ખાને 2…
ડેવિસ કપ ફોર્મેટમાં એક ફેરફાર કરીને આઇટીએફે પ્રાદેશિક લેવલની સ્પર્ધાઓ માટે ગ્રુપ વન અને ગ્રુપ ટુની સિસ્ટમ ખતમ કરી નાંખી છે તેના કારણે ભારત માટે ક્વોલિફાયરનો માર્ગ આકરો બની ગયો છે. આવતા વર્ષથી ભારતીય ટીમે યૂરોપ, દક્ષિણ અને ઉત્તર અમેરિકા જેવી ટીમો સાથે બાથ ભીડવી પડશે. અત્યાર સુધી અમેરિકા, એશિયા ઓશિયાના અને યુરોપ આફ્રિકામાં ચાર ગ્રુપ રહેતા હતા. નવા ફોર્મેટ અનુસાર ગ્રુપ 1 અને 2 2020થી નહીં હોય. તેને સ્થાને 24 ટીમનું વર્લ્ડ ગ્રુપ 1 અને 24 ટીમનું વર્લ્ડ ગ્રુપ 2 બનાવાશે. ભારતના નોન પ્લેઇંગ કેપ્ટન મહેશ ભૂપતિએ આ બાબતે કહ્યું હતું કે આમ તો એ રોમાંચક છે પણ આપણા…
અમેરિકાની દિગ્ગજ ખેલાડી સેરેના વિલિયમ્સે યુએસ ઓપન ફાઇનલમાં પોતાના ખરાબ પ્રદર્શનને અક્ષમ્ય ગણાવતા કહ્યું હતું કે મને એ સમજાતું નથી કે હું ક્યારે 23 વારની ગ્રાન્ડસ્લેમ ચેમ્પિયનની જેમ રમવાનું શરૂ કરીશ. સેરેનાએ કહ્યું હતું કે આ ટુર્નામેન્ટમાં આ મારું સૌથી ખરાબ પ્રદર્શન હતું. હું તેના કરતાં સારુ પ્રદર્શન કરી શકતી હતી. સેરેનાએ એવું ઉમેર્યું હતું કે આ લેવલે મારું આવું પ્રદર્શન અક્ષમ્ય છે. હું એ સેરેનાની જેમ નથી રમી શકી જે 23 વારની ગ્રાન્ડસ્લેમ ચેમ્પિયન છે. સેરેનાએ કહ્યું હતું કે આ ઘણું નિરાશાજનક છે કે આટલા નજીક પહોંચીને પણ હું જીતી ન શકી. મારે સતત બહેતર રમવાનો પ્રયાસ કરવો પડશે.…
કેનેડિયન ટેનિસ ખેલાડી બિયાન્કા એન્દ્રીસ્કૂએ શનિવારે રાત્રે અમેરિકાની દિગ્ગજ ખેલાડી સેરેના વિલિયમ્સને યુએસ ઓપન મહિલા સિંગલ્સની ફાઇનલમાં હરાવ્યા પછી કહ્યું હતું કે સેરેના જેવી દિગ્ગજ ખેલાડીને અટકાવવા મેં ભરપુર પ્રયાસ કર્યા અને તેમાં સફળ થઇ. હું ઇતિહાસ બનાવવા માગતી હતી. સેરેનાને ઇતિહાસ બનાવવાથી રોકવાનો મારો કોઇ ઇરાદો નહોતો. હું મારા સ્વપ્નને જીવવું હતુ, કારણ મેં હંમેશા સેરેના સામે ફાઇનલ રમવા સપનુ જોયું હતું હું દરરોજ આ સ્વપ્નને જીવતી હતી અને મારું માનવું છે કે સતત એ સપના પાછળ ભાગવાને કારણે હું તેને સાકાર કરી શકી. યુએસ ઓપનના મેઇન ડ્રોમાં ડેબ્યુ કર્યા પછી ટાઇટલ જીતનારી બિયાન્કા પહેલી મહિલા કેનેડાની 19 વર્ષિય…
યુએસ ઓપન મહિલા સિંગલ્સમાં કેનેડાની 19 વર્ષની બિયાન્કા એન્દ્રેસ્કૂએ સેરેના વિલિયમ્સનું રેકોર્ડ 24મું ટાઇટલ જીતવાનું સ્વપ્ન તોડીને ગ્રાન્ડસ્લેમ ટાઇટલમ જીતનારી પહેલી કેનેડિયન ખેલાડી બનવાનું ગૌરવ મેળવવાની સાથે જ સ્વેતલાના કુઝનેત્સોવા પછાી છેલ્લા 15 વર્ષોમાં યુએસ ઓપન ટુર્નામેન્ટ જીતનારી સૌથી યુવા ખેલાડી પણ બની છે. શનિવારે મોડી રાત્રે રમાયેલી મહિલા સિંગલ્સની ફાઇનલમાં એન્દ્રીસ્કૂએ સેરેનાને 6-3, 7-5થી હરાવી હતી. તેણે શરૂઆતથી જ સરેના પર પ્રેશર ઊભુ કરીને અંતે ટાઇટલ જીતવામાં સફળ રહી હતી. એન્દ્રીસ્કૂએ સેરેનાને વિક્રમી 24મી વાર ગ્રાન્ડસ્લેમ જીતવાથી વંચિત રાખીને ગ્રાન્ડસ્લેમ ટાઇટલ જીતનારી પહેલી કેનેડિયન ખેલાડી બની છે. યુએસ ઓપનની ફાઇનલમાં સેરેનાની આ સતત બીજી અને ગ્રાન્ડસ્લેમ ફાઇનનલમાં ચોથી હાર રહી…
સર્વોચ્ચ અદાલત દ્વારા નિમાયેલી બીસીસીઆઇની વહીવટદારોની કમિટી (સીઓએ)એ રાજ્ય એસોસિએશનની ચૂંટણી પુરી કરવાની સમય મર્યાદા 28 સપ્ટેમ્બર સુધી લંબાવી દીધી છે. આ પહેલા આ સમયમર્યાદા 14 સપ્ટેમ્બરની હતી. સીઓએની એક બેઠક પછી જારી કરાયેલા નિવેદનમાં કહેવાયું હતું કે રાજ્ય એસોસિએશનોને ચૂંટણી પુરી કરવા માટેની સમય મર્યાદા 14થી વધારીને 28 સપ્ટેમ્બર કરવામાં આવી છે. તેમાં સાથે જ કહેવાયું હતું કે આ પછી સમયમર્યાદામાં કોઇ ફેરફાર કરવામાં આવશે નહીં કારણકે બીસીસીઆઇની ચૂંટણી સાથે જોડાયેલી એજીએમની નોટિસ 22 ઓક્ટોબરથી 21 દિવસ પહેલા જાહેર કરવી પડશે જે 30 સપ્ટેમ્બરે આવે છે. રાજ્ય એસોસિએશનોએ બીસીસીઆઇ ચૂંટણી માટે બીસીસીઆઇને પોતાના પ્રતિનિધિઓના નામ મોકલવા પડશે એવું કહીને…
ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે ક્રિકેટની સૌથી જૂની પ્રતિસ્પર્ધા એવી એશિઝની ટેસ્ટ જોવાની લાલસા મોટેરાઓમાં હોય તો તેમાં કોઇ નવાઇ નથી પણ 8 વર્ષનો એક છોકરો એશિઝ ટેસ્ટ જોવા માટેનું સપનું સેવીને એ સપનુ ચાર વર્ષ સુધી કચરો વિણીને પછી પૈસા ભેગા કરીને પુર્ણ કરે તો તે બહું કહેવાય. હાલ 12 વર્ષનો મેક્સ હાલ માન્ચેસ્ટરમાં ચોથી ટેસ્ટ જોવા માટે પહોંચ્યો છે. મેક્સે ક્રિકેટ.કોમ.એયૂને જણાવ્યું હતું કે હું સ્ટીવ વો, જસ્ટિન લેન્ગર અને નાથન લિયોન સાથે બેઠો. લેન્ગરે મને પ્લાન બુક બતાવી, તેમની નોટ્સ જોવી મને ગમી, સ્ટીવ વો સાથે વાત કરવી પણ ઘણો સારો અનુભવ રહ્યો. વધુમાં તેણે કહ્યું કે સ્ટીવ…
15 વર્ષિય સગીરાની શારિરીક છેડછાડ અને બળાત્કારનો આરોપી અને ગઇકાલથી ભાગતો ફરતો સ્વિમીંગ કોય સુરજીત ગાંગુલીને શુક્રવારે દિલ્હીમાંથી ઝડપી લેવાયો હોવાનું અહીં એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. સુપરીન્ટેન્ડન્ટ ઓફ પોલીસ ઉત્ક્રિષ્ટ પ્રસૂને જણાવ્યું હતું કે ગાંગુલીને નવી દિલ્હીના કાશ્મીરી ગેટ વિસ્તારમાંથી પકડી લેવાયો છે. ગુરૂવારે ગોવા પોલીસે ગોવાના સ્વિમીંગ એસોસિએશનના સ્વિમીંગ કોચ આરોપી સુરજીત ગાંગુલી સામે બળાત્કારનો કેસ દાખલ કર્યો હતો અને તે પછી તેની કોઇ ભાળ મળતી નહોતી. પ્રસૂને જણાવ્યું હતું કે સગીરાના પિતા પહેલા પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના રિશ્રા પોલીસ મથકે જઇને કોચ સામે ફરિયાદ નોંધાવી હતી. સગીરા અને કોચ બંને પશ્ચિમ બંગાળના છે. ફરિયાદમાં જણાવાયું હતું…
ભારતીય ટીમના બેટિંગ કોચ તરીકે વિક્રમ રાઠોર દક્ષિણ આફ્રિકા સામેની ઘરઆંગણે રમાનારી સિરીઝથી પોતાનો કાર્યકાળ શરૂ કરશે ત્યારે શુક્રવારે રાઠોરે કહ્યું હતું કે ભારતીય ટેસ્ટ ટીમના ટોપ ઓર્ડર અને વન-ડે ટીમના મિડલ ઓર્ડરનું પ્રદર્શન મારી મુખ્ય ચિંતા છે. સંજય બાંગરનું સ્થાન લેનારા રાઠોરનું કામકાજ ગુરૂવારથી શરૂ થઇ ગયું છે અને તેના માટે મુખ્ય પડકાર દક્ષિણ આફ્રિકા સામે ઘરઆંગણે શરૂ થઇ રહેલી ટી-20 અને ટેસ્ટ સિરીઝ રહેશે. રાઠોરે બીસીસીઆઇની સત્તાવાર વેબસાઇટ પર જણાવ્યું હતું કે વન-ડેમાં મિડલ ઓર્ડર એટલું સારું પ્રદર્શન નથી કરી રહ્યું તો ટેસ્ટમાં ઓપનીંગ ભાગીદારીમાં એ સમસ્યા છે. અમારી પાસે વિકલ્પ છે અને તેમાં ઘણી તંદુરસ્ત સ્પર્ધા છે.…