વર્લ્ડકપ 2019 પછી ભારતીય ટીમ સામે ઘરઆંગણે રમાયેલી સિરીઝમાં મળેલા પરાજયને પગલે ક્રિકેટ વેસ્ટઇન્ડિઝ (સીડબલ્યુઆઇ)એ વન-ડે કેપ્ટન જેસન હોલ્ડર અને ટી-20 કેપ્ટન કાર્લોસ બ્રેથવેટને હટાવી દઇને તેના સ્થાને કિરોન પોલાર્ડને બંને ફોર્મેટમાં કેપ્ટન બનાવવાનો નિર્ણય કર્યો છે. સ્થાનિક અખબારના એક અહેવાલ અનુસાર સીડબલ્યુઆઇના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે શનિવારે આ નિર્ણય લીધો હતો. અહેવાલ અનુસાર પસંદગી સમિતિએ પોલાર્ડનું નામ રજૂ કર્યું હતું અને જ્યારે વોટિંગ કરવાનો વારો આવ્યો ત્યારે 6 ડિરેક્ટરોએ પોલાર્ડની તરફેણ કરી હતી અને બાકીના છ ડિરેક્ટરોએ વોટિંગ જ કર્યું નહોતું. એ ઉલ્લેખનીય છે કે પોલાર્ડે વેસ્ટઇન્ડિઝ વતી પોતાની અંતિમ વન-ડે 2016માં રમી હતી. ઇંગ્લેન્ડમાં રમાયેલા વર્લ્ડકપ 2019માં તેને વેસ્ટઇન્ડિઝના…
કવિ: Sports Desk
યુએસ ઓપનની ફાઇનલમાં દાનિલ મેદવેદેવ સામે રમવા ઉતર્યો ત્યારે સ્પેનિશ સ્ટાર રફેલ નડાલે જે ઘડિયાળ પહેરી હતી, તે તેની લકી ઘડિયાળ છે અને તેની કિમંત 725000 ડોલર મતલબ કે અંદાજે 5 કરોડ રૂપિયા છે. આટલી મોંધી હોવાને કારણે આ ઘડિયાળની ખાસિયત પણ વિશિષ્ટ છે. આ ઘડિયાળ રિચર્ડ મિલ કંપની દ્વારા બનાવાયેલી ચુનંદા ઘડિયાળોમાંથી એક છે. કંપનીએ માત્ર 50 ઘડિયાળ જ બનાવી છે અને તે ઘણાં ઓછા લોકો પાસે છે. રિચર્ડ મિલ કંપનીએ નડાલ સાથે 2010માં કરાર કર્યો હતો અને ત્યારથી તેઓ નડાલ માટે અત્યંત મોંઘી અને આધુનિક ઘડિયાળો બનાવે છે. કંપનીએ આ ઘડિયાળ 2017માં ખાસ નડાલ માટે તૈયાર કરી હતી.…
પાકિસ્તાનમાં ઇન્ટરનેશનલ ક્રિકેટની વાપસી માટેના અભિયાનમાં જોતરાયેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રયાસોને એક મોટો ફટકો પડ્યો છે. શ્રીલંકન ક્રિકેટ બોર્ડ દ્વારા પાકિસ્તાનમાં જઇને સિરીઝ રમવા માટે તૈયારી બતાવ્યા પછી શ્રીલંકન ટીમના 10 ખેલાડીઓએ સુરક્ષાના કારણોસર પાકિસ્તાન જવાનો નન્નો ભણી દીધો છે. પાકિસ્તાન પ્રવાસે જવા માટે ના પાડનારાઓમાં ટી-20 ટીમનો કેપ્ટન લસિથ મલિંગા અને એન્જેલો મેથ્યુઝ જેવા મોટા નામ પણ સામેલ છે. જો કે શ્રીલંકન ક્રિકેટ બોર્ડ દ્વારા હજુ આ પ્રવાસ સ્થગિત કરવા અંગે કોઇ નિર્ણય લેવાયો નથી. શ્રીલંકન બોર્ડના અધિકારીઓએ સોમવારે માહિતી આપતા કહ્યું હતું કે શરૂઆતમાં ટીમમાં સામેલ ખેલાડીઓને 27 સપ્ટેમ્બરથી શરૂ થઇ રહેલી 6 મર્યાદિત ઓવરોની મેચની સિરીઝ અંગે…
સ્પેનિશ ટેનિસ સ્ટાર અને વિશ્વના બીજા ક્રમાંકિત પુરૂષ ખેલાડી રફેલ નડાલે અહીં યુએસ ઓપન ટાઇટલ જીત્યું તેની સાથે જ તેણે 30 વર્ષ પછી 5 ગ્રાન્ડસ્લેમ ટાઇટલ જીતવાનો એક નવો રેકોર્ડ બનાવ્યો હતો. 3 જૂન 1983ના રોજ જન્મેલા નડાલની વય હાલમાં 33 વર્ષથી વધુ છે. તેણે છેલ્લા 3 વર્ષમાં 3 ફ્રેન્ચ ઓપન અને 2 યુએસ ઓપન મળીને કુલ 5 ગ્રાન્ડસ્લેમ ટાઇટલ જીત્યા છે. 30 વર્ષ પછી સર્વાધિક ગ્રાન્ડસ્લેમ ટાઇટલ જીતવા મામલે રોજર ફેડરર, રોડ લેવર, કેન રોસવાલ અને નોવાક જોકોવિચ 4-4 ટાઇટલ જીતીને સંયુક્ત બીજા ક્રમે છે. સાફિન પછી ગ્રાન્ડસ્લેમ ફાઇનલ રમનાર મેદવેદેવ પહેલો રશિયન ખેલાડી દાનિલ મેદનેદેવ મરાત સાફિન પછી…
રાશિદ ખાને બાંગ્લાદેશ સામેની એકમાત્ર ટેસ્ટમાં પહેલા દાવમાં 5 અને બીજા દાવમાં 6 વિકેટ ઉપાડીને ટેસ્ટમાં કુલ 11 વિકેટ ખેરવી હતી અને સાથે જ તેણે બેટ વડે પોતાનો કમાલ બતાવીને 75 રન પણ બનાવ્યા હતા, તેને પગલે તે એક ટેસ્ટમાં 10થી વધુ વિકેટ અને અર્ધસદી ફટકારનારો વિશ્વનો ત્રીજો કેપ્ટન બન્યો છે, તેના પહેલા પાકિસ્તાનનો ઇમરાન ખાન અને ઓસ્ટ્રેલિયાનો એલન બોર્ડર આ પરાક્રમ કરી ચુક્યા છે. જો કે રાશિદ ખાન વિશ્વનો એવો પહેલો કેપ્ટન બન્યો હતો, જેણે કેપ્ટન તરીકેની ડેબ્યુ ટેસ્ટમાં એક અર્ધસદી ફટકારીને સાથે જ 10થી વધુ વિકેટ ઉપાડી હોય. એક જ ટેસ્ટમાં અર્ધસદી અને 10થી વધુ વિકેટ ઉપાડનાર કેપ્ટન…
સોમવારથી શરૂ થયેલી ચાર દિવસીય બિન સત્તાવાર ટેસ્ટના પહેલા દિવસે ભારત-એ ટીમે દક્ષિણ આફ્રિકા-એનો પહેલો દાવ 164 રને સમેટીને વળતા જવાબમાં સ્ટમ્પ સમયે 2 વિકેટે 129 રન બનાવી લીધા હતા. રમત બંધ રહી ત્યારે શુભમન ગીલ 66 અને અંકિત બાવને 6 રને રમતમાં હતા, અને યજમાન ટીમ હજુ 35 રન પાછળ છે. ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી પ્રવાસી ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને તેના ઓપનર એડેન માર્કરમ અને પીટર મલાન ખાતું ખોલાવ્યા વગર પેવેલિયન ભેગા થયા હતા. તે પછી તેઓ નિયમિત ગાળામાં વિકેટ ગુમાવતા રહેતા માત્ર 22 રનના સ્કોર પર તેમની અડધી ટીમ પેવેલિયનમાં બેઠી હતી. ડેન પીટે…
અફઘાનિસ્તાને ઝોહૂર અહેમદ ચૌધરી સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટના પાંચમા દિવસે યજમાન બાંગ્લાદેશને 224 રને હરાવીને ટેસ્ટ ક્રિકેટમાં વધુ એક ઐતિહાસિક જીત મેળવી હતી. મેચમાં અફઘાનિસ્તાનના યુવા કેપ્ટન રાશિદ ખાને પોતાનો કમાલ બતાવી પહેલા દાવમાં 5 અને બીજા દાવમાં 6 મળીને કુલ 11 વિકેટ ઉપાડવાની સાથે બેટિંગમાં અર્ધસદી પણ ફટકારી હતી અને તેના આ પ્રદર્શનને કારણે તેને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. અફઘાનિસ્તાને પોતાના પહેલા દાવમાં 342 રન બનાવ્યા હતા અને તેની સામે બાંગ્લાદેશની ટીમનો પહેલો દાવ 205 રને સમેટાયો હતો. તે પછી 137 રનની સરસાઇ મેળવી બીજા દાવમાં અફઘાનિસ્તાને 260 રન બનાવીને બાંગ્લાદેશ સામે 398 રનનો લક્ષ્યાંક મુક્યો…
ટેનિસ સ્ટાર રફેલ નડાલે રશિયાના દાનિલ મેદવેદેવને અહીં રમાયેલી એક આકરી ફાઇનલમાં પાંચ કલાક સુધી સંઘર્ષ કરીને પછાડીને યુએસ ઓપન ટાઇટલ પોતાના નામે કર્યું હતું. નડાલે મેદવેદેવ સામે 7-5, 6-3, 5-7, 4-6, 6-4થી વિજય મેળવીને પોતાની કેરિયરનું 19મું ગ્રાન્ડસ્લેમ ટાઇટલ જીત્યું હતું. વિશ્વના ન ડાલે બીજા ક્રમાંકિત ન ડાલે પાંચમા ક્માકિત મેદવેદેવની સામે વિજય મેળવવા માટે આકરો સંઘર્ષ કરવો પડ્યો હતો. આ ટાઇટલ જીતવાની સાથે જ નડાલ સ્વિસ ટેનિસ સ્ટાર રોજર ફેડરરના સર્વકાલિન પુરૂષ રેકોર્ડથી માત્ર એક ટ્રોફી દૂર રહ્યો છે. નડાલે આ સિઝનની શરૂઆતમાં પોતાના થાપાની ઇજામાંથી પાછા ફરીને 12મું ફ્રેન્ચ ઓપન ટાઇટલ જીત્યું હતું અને હવે તેણે ચોથુ…
ભારતીય ટીમમાંથી બહાર એવા વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે બોલિવુડ સ્ટાર શાહરૂખ ખાનની માલિકી હેઠળની ટ્રિનબૈગો નાઇટરાઇડર્સના ડ્રેસિંગ રૂમમાં કેરેબિયન પ્રીમિયર લીગની મેચ જોઇને બીસીસીઆઇના સેન્ટ્ર્લ કોન્ટ્રાક્ટનું ઉલ્લંઘન કરવા મામલે બિન શરતી માફી માગી લીધી છે. કાર્તિક શાહરૂખ ખાનની માલિકીની આઇપીએલ ટીમ કોલકાતા નાઇટરાઇડર્સનો પણ માલિક છે. કાર્તિક ડ્રેસિંગ રૂમમાં ટ્રિનબૈગોની જર્સીમાં મેચ જોતા દેખાયો હતો. બીસીસીઆઇએ આ મામલે તેને શો કોઝ ફટકારીને પુછ્યું હતું કે તેનો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ શા માટે રદ કરવામાં ન આવે. કાર્તિકે પોતાના જવાબમાં કહ્યું હતું કે તે કેકેઆરના કોચ બ્રેન્ડન મેક્યુલમની વિનંતીથી પોર્ટ ઓફ સ્પેન ગયો હતો અને તેમના કહેવાથી જ ટીમની ટી-શર્ટ ધારણ કરી હતી.…
ભારતીય ક્રિકેટ ટીમ છેલ્લા ઘણાં સમયથી મહેન્દ્ર સિંહ ધોનીનો વિકલ્પ શોધી રહી છે અને એ અભિયાનમાં દિલ્હીનો યુવા વિકેટકીપર ઋષભ પંત સૌથી મજબૂત દાવેદાર ગણાય છે. ફેબ્રુઆરી 2017માં ટી-20 ઇન્ટરનેશનલ કેરિયરની શરૂઆત કરનારા પંતે તે પછી ટેસ્ટ અને વન-ડે ટીમમાં સ્થાન મેળવ્યું છે. ધોની સાથેની તેની તુલના અંગે જ્યારે પંતને સવાલ કરાયો ત્યારે તેણે જવાબ આપ્યો હતો કે એ સૌથી મુશ્કેલ બાબત છે, કોઇ એક રાતમાં મહેન્દ્ર સિંહ ધોની નથી બની શકતો. આ યુવા વિકેટકીપરે કહ્યું હતું કે હું ધોનીને મારો મેન્ટર માનું છુ અને તેની પાસેથી ઘણી બાબતો શીખવાનો પ્રયાસ કરું છું. તેને જ્યારે એવું પુછાયું કે ઘણાં નિષ્ણાતો…