બીસીસીઆઇની એન્ટી કરપ્શન યૂનિટના અધ્યક્ષ અજિત સિંહ શેખાવતે ભારતીય ક્રિકેટમાં ભ્રષ્ટાચારની સમસ્યાના નિરાકરણ માટે ચોરને કહે ચોરી કર અને ચોકીદારને કહે જાગતો રહે તેવું સૂચન કર્યું છે. મંગળવારે તેમણે મેચ ફિક્સીંગ સંબંઘે નિયમ બનાવવાની વાત કરીને સટ્ટાને કાયદેસર કરવાની વકીલાત કરી હતી. શેખાવત એપ્રિલ 2018માં બીસીસીઆઇના એન્ટી કરપ્શન યૂનિટ સાથે જોડાયા તે પહેલા રાજસ્થાન પોલીસના ડીજીપી રહી ચુક્યા છે. છેલ્લા એક વર્ષમાં નેશનલ તેમજ ઇન્ટરનેશનલ ક્રિકેટરો સહિતના કુલ 12 ક્રિકેટરો સાથે ભ્રષ્ટ સંપર્ક કરવાની ફરિયાદ અને તમિલનાડુ પ્રીમિયર લીગમાં શંકાસ્પદ ગતિવિધિને કારણે ફિકંસીગની શંકા અને એક મહિલા ક્રિકેટરનો સટોડિયા દ્વારા કરાયેલા સંપર્કની ફરિયાદને પગલે શેખાવતે આ સૂચન કર્યું છે. આ…
કવિ: Sports Desk
તમિલનાડુ પ્રીમિયર લીગ (ટીએનપીએલ) સામે મુશ્કેલીના વાદળ ઘેરાયા છે, કારણકે તેમાં રમતા ફર્સ્ટક્લાસના કેટલાક ક્રિકેટર અને કેટલાક કોચ સામે શંકાસ્પદ મેચ ફિક્સીંગને કારણે શંકાનો ગાળિયો ઘેરો બન્યો છે અને તેમની સામે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)નુ એન્ટી કરપ્શન યુનિટ (એસીયુ) તપાસ શરૂ કરે તેવી સંભાવના છે. બીસીસીઆઇની એસીયૂના અધ્યક્ષ અજિત સિંહે જો કે આ શંકાસ્પદ ફિક્સીંગમાં કોઇ ઇન્ટરનેશનલ ખેલાડી સામેલ હોવાની સંભાવના નકારી કાઢી છે. તમિલનાડુ ક્રિકેટ એસોસિએશને 2-16માં ટીએનપીએલની શરૂઆત કરી હતી અને તેમાં કુલ 8 ફ્રેન્ચાઇઝી ભાગ લે છે. હાલમાં જે ફિક્સીંગનું ભૂત ધુણ્યું છે તેમાં કોઇ ખેલાડી કે કોચનુ નામમ જાહેર કરાયું નથી. જો કે મેચ ફિક્સીંગના…
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ની એન્ટી કરપ્શન યૂનિટ દ્વારા બે વ્યક્તિ સામે બેંગલુરૂમાં એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. રાકેશ બાફના અને જિતેન્દ્ર કોઠારી વિરુદ્ધ કથિત મેચ ફિકસીંગ મામલે આ ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. આ મહિલા ક્રિકેટરને ફિક્સરો દ્વારા એક લાખ રૂપિયા આપવાની ઓફર કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર બાફનાએ ભારતીય નેશનલ ક્રિકેટ ટીમની મહિલા ખેલાડીને આ વર્ષની શરૂઆતમાં મેચ ફિક્સીંગ માટે એપ્રોચ કરી હતી અને પોતાની સાથે જોડાવા માટે મોટી રકમ આપવાનું વચન આપ્યું હતું. આ ઘટના ફેબ્રુઆરીમાં બની હતી. જ્યારે ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામે મર્યાદિત ઓવરોની સિરીઝ માટેની તૈયારીમાં જોતરાયેલી હતી. જો કે આ મહિલા ખેલાડીનું નામ…
ઇંગ્લેન્ડના બોલર ક્રિસ વોક્સે અંતિમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની બીજી ઇનિંગ દરમિયાન મિચેલ માર્શને વિકેટ પાછળ ત્રીજી સ્લિપમાં ઊભેલા રોરી બર્ન્સના હાથમાં કેચ આઉટ કરાવ્યો હતો, જો કે તેનો એ બોલ નો બોલ હોવાને કારણે માર્શ આઉટ થયો નહોતો. રસપ્રદ વાત એ હતી કે ક્રિસ વોક્સની ટેસ્ટ કેરિયરનો એ પહેલો નો બોલ હતો. આ નો બોલ પહેલા વોક્સે 867 ઓવર ફેંકી હતી પણ તેમાંથી એક પણ બોલ તેણે ઓવર સ્ટેપિંગ કરીને ફેંક્યો નહોતો. મતલબ કે 5200 બોલ ફેંક્યા પછી તેણે પહેલો નો બોલ ફેંક્યો હતો. તેના બોલે ત્રીજી સ્લિપમાં ઝિલાતા માર્શ તો પેવેલિયન ભણી ચાલવા પણ માંડ્યો હતો પણ અમ્પાયરે તેને અટકાવ્યો…
દિલ્હી એન્ડ ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશન (ડીડીસીએ)એ ગુરૂવારે દિવંગત રાજનેતા અને સ્પોર્ટસ એડમિનિસ્ટ્રેટર અરુણ જેટલીની યાદમાં ફિરોજ શા કોટલાનું નામ બદલીને અરુણ જેટલી સ્ટેડિયમ કરવામાં આવ્યું હતું. આ નામકરણ માટે યોજાયેલા કાર્યક્રમમાં ગૃમંત્રી અમિત શાહે માજી નાણા મંત્રી સ્વ જેટલીના પરિવારની હાજરીમાં અરૂણ જેટલી સ્ટેડિયમનું નામકરણ ડિજીટલી કર્યું હતું. આ કાર્યક્રમમાં સમગ્ર ભારતીય ટીમ અને બીસીસીઆઇ તેમજ ડીડીસીએના પદાધિકારીઓ હાજર રહ્યા હતા. Feroz Shah Kotla stadium in Delhi renamed as Arun Jaitley stadium and dedicated one pavilion to Virat Kohli. Joined Home Minister @AmitShah ji, @RajatSharmaLive ji, @imVkohli and team at this event in the honour of late Arun Jaitley ji.…
દક્ષિણ આફ્રિકા સામેની આગામી 3 ટેસ્ટની સિરીઝ માટેની ભારતીય ટીમમાંથી અપેક્ષા અનુસાર લોકેશ રાહુલને પડતો મુકવામાં આવ્યો છે અને તેના સ્થાને આશાથી વિપરીત પંજાબના આશાસ્પદ ખેલાડી શુભમન ગીલને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ ટીમમાં મહત્વનો ફેરફાર એ રહ્યો હતો કે અત્યાર સુધી મિડલ ઓર્ડરના બેટ્સમેન તરીકે ટીમમાં સામેલ થતાં રહેલા રોહિત શર્માનો આ ટીમમાં ઓપનર તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. શુભમન ગીલ ઓપનર અને મિડલ ઓર્ડર બંને સ્થાને ભૂમિકા ભજવવામાં કાબેલ હોવાથી તેનો ઉપયોગ ફ્લોટર તરીકે કરી શકાશે. પસંદગી સમિતીની બેઠક પછી ટીમની જાહેરાત વખતે મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદે કહ્યું હતું કે અમે રોહિતને ટોપ ઓર્ડરમાં તક આપવા માગીએ…
માજી ચેમ્પિયન મીરાબાઇ ચાનૂ થાઇલેન્ડમાં 18થી 27 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારી વેઇટલિફ્ટીંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતની 7 સભ્યોની ટીમની આગેવાની સંભાળશે. આ વર્લ્ડ ચેમ્પિયનશિપ ટોક્યો ઓલિમ્પિક્સ 2020 માટે ક્વોલિફાઇંગ ટૂર્નામેન્ટ પણ છે. થાઇલેન્ડમાં જ પ્રેક્ટિસ કરતી ટીમમાં મહિલાઓમાં મીરાબાઇ ચાનૂ (49 કિગ્રા), જિલ્લી ડાલાબેહરા (45 કિગ્રા) સ્નેહા સોરેન (55 કિગ્રા) અને રાખી હલધર (64 કિગ્રા)નો સમાવેશ થાય છે જ્યારે પુરૂષોમાં જેરેમી લાલરિનુંગા (67 કિગ્રા), અચિંતા એસ (73 કિગ્રા) અને અજય સિંહ (81 કિગ્રા)નો સમાવેશ થાય છે.
શનિવારે રાત્રે યુએસ ઓપનની મહિલા સિંગલ્સની ફાઇનલમાં દિગ્ગજ સેરેના વિલિયમ્સને હરાવીને ચેમ્પિયન બનેલી બિયાન્કા એન્દ્રેસ્કૂની આ સફળતા પાછળ એક નકલી ચેકે કામ કર્યું છે. 3 વર્ષ પહેલા બિયાન્કાએ પોતાના નામનો એક નકલી ચેક બનાવી રાખીને તેના પર યુએસ ઓપનમાં જે પ્રાઇઝ મની મળે તે લખી રાખી હતી તે સમયે બિયાન્કા માત્ર 16 વર્ષની હતી. હકીકતમાં સિક્રેટ ઓફ સક્સેસ નામક એક પુસ્તકમાં આવો પ્રસંગ વર્ણવાયો છે અને બિયાન્કા જાણે અજાણ્યે એ પુસ્તકની વાતને અનુસરી હતી. બિયાન્કાએ જણાવ્યું હતું કે 2015માં ઓરેન્જ બાઉલ ટાઇટલ જીતી ત્યારે મને લાગ્યું કે હું આ ગેમમાં કંઇ મોટું કરી શકું છુ. અને મેં એક ચેક બનાવ્યો,…
ભારતીય ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીનો કોન્ટ્રાક્ટ 2021 સુધીનો થઇ ગયો તેની સાથે જ તેની સેલેરીમાં પણ વધારો થશે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના સૂત્રોના જણાવ્યા અનુસાર શાસ્ત્રીની વાર્ષિક સેલેરી વધીને 10 કરોડ રૂપિયા સુધીની થઇ શકે છે. સૂત્રોના મતે શાસ્ત્રીની સેલેરીમાં 20 ટકાનો વધારો થઇ શકે છે. એક અંગ્રેજી અખબારના અહેવાલ અનુસાર નવા કોન્ટ્રાક્ટ અનુસાર શાસ્ત્રીની સેલેરીમાં આ વધારો થશે. આ પહેલા શાસ્ત્રીને વાર્ષિક સેલેરી તરીકે 8 કરોડ રૂપિયા મળતા હતા, જે હવે વધીને 9.50થી 10 કરોડ સુધી થઇ શકે છે. આ વધારાને કારણે શાસ્ત્રીની સેલેરી વિરાટ કોહલી કરતાં વધી જશે કે જેને વાર્ષિક 7 કરોડ રૂપિયા મળે છે.…
ભારતીય પુરૂષ હોકી ટીમને સોમવારે ટોક્યો ઓલિમ્પિક્સ ક્વોલિફાયરના અંતિમ રાઉન્ડમાં સરળ ડ્રો મળ્યો છે. પુરૂષ ટીમે નીચલા રેન્કિંગના રશિયા સામે બાથ ભીડવાની છે, જ્યારે મહિલા ટીમને અમેરિકાના રૂપમાં મજબૂત હરીફ મળ્યો છે. ટોક્યો ઓલિમ્પિક્સમાં સ્થાન મેળવવા માટે આ ટીમો વચ્ચે 2-2 મેચ રમાશે. ભારતીય પુરૂષ ટી 1 અને 2 નવેમ્બરે રશિયા સામે રમશે. જ્યારે મહિલા ટીમ 2 અને 3 નવેમ્બરે અમેરિકા સામે રમશે. ભારતીય પુરૂષ ટીમની એફઆઇએચ રેન્કિંગ 5 જ્ચારે રશિયાની 22 છે. આ વર્ષે જ ભુવનેશ્વરમાં યોજાયેલી એફઆઇએચ સિરીઝની ફાઇનલમાં ભારતીય ટીમે રશિયાને 10-0થી હરાવ્યું હતું. અમેરિકન મહિલા ટીમની રેન્કિંગ 13 છે જ્યારે ભારતીય મહિલા ટીમની રેન્કિંગ 9 છે,…