વર્લ્ડ ચેમ્પિયન પીવી સિંધુએ બુધવારે અહીં માજી ઓલિમ્પિક્સ ગોલ્ડ મેડલિસ્ટ લી શૂએરુઇ વિરુદ્ધ સરળતાથી જીત મેળવીને પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવી લીધું હતું, તેની સાથે જ બી સાઇ પ્રણીત અને પારુપલ્લી કશ્યપે પણ પહેલા રાઉન્ડની મેચ જીતીને આગેકૂચ કરી હતી, જો કે સાઇના નેહવાલ પહેલા રાઉન્ડમાં જ હારીને આઉટ થઇ હતી. સિંધુએ લી શુએરુઇને માત્ર 34 મિનીટમાં જ 21-18, 21-12થી હરાવીને આગેકૂચ કરી હતી. આ ખેલાડી સામે સિંધુનો આ ચોથો વિજય રહ્યો હતો. જ્યારે તે 3 મેચ હારી હતી. સાઇના નેહવાલ વિશ્વની 19મી ક્રમાંકિત ખેલાડી થાઇલેન્ડની બુસાનન ઓંગબામરુંગફાન સામે 44 મિનીટમાં 10-21, 17-21થી હારી ગઇ હતી. પુરૂષ સિંગલ્સમાં પ્રણીતે થાઇલેન્ડના સુપાન્યુ…
કવિ: Sports Desk
ભારતની મહિલા રેસલર પૂજા ઢાંડાનો વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિની 59 કિગ્રાની કેટેગરીમાં સેમી ફાઇનલમાં રશિયાની લિયુબોવ ઓવચારોવા સામે 0-10થી પરાજય થયો હતો. જો કે પૂજા પાસે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બે મેડલ જીતનારી પહેલી ભારતીય મહિલા બનવાની તક હજુ પણ છે. પૂજા હવે ગુરૂવારે બ્રોન્ઝ મેડલ માટેની બાઉટ લડશે. સેમીમાં 2017ની યુરોપિયન ચેમ્પિયન લિયુબોવે એકતરફી ફાઇટમાં માત્ર 2 મિનીટ અને 37 સેકન્ડમાં જ ટેક્નીકલ સુપિરીયાલિટીના આધારે 10-0થી વિજય મેળવ્યો હતો. સેમી ફાઇનલમાં પૂજા કોઇ પડકાર ઊભો કરી શકી નહોતી અને સાવ સરળતાથી ગણતરીના સમયમાં બાઉટ ગુમાવી ચુકી હતી. ગુરૂવારે પૂજા બ્રોન્ઝ મેડલ માટે મેટ પર ઉતરશે. તેના આ મુકાબલા માટે બધા ઉત્સાહિત છે.…
ભારતના બોક્સર અમિત પંઘાલ અને મનીષ કૌશિકે બુધવારે અહીં વિપરીત સ્થિતિમાં જીત મેળવીને વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપની સેમી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો, જેના કારણે આ ચેમ્પિયનિશપમાં ભારતના બે મેડલ પાકા થઇ ગયા હતા એશિયન ગેમ્સ અને એશિયન ચેમ્પિયનશિપના ગોલ્ડ મેડલિસ્ટ પંઘાલે 52 કિગ્રાની કેટેગરીમાં ફિલિપાઇન્સના કાર્લો પાલામને 4-1થી હરાવીને જ્યારે કોમનવેલ્થ ગેમ્સના સિલ્વર મેડલિસ્ટ કૌશિકે 63 કિગ્રાની કેટેગરીમાં બ્રાઝિલના વાંડરસન ડિ ઓલિવેરાને 5-0થી હરાવ્યો હતો. બંને બોક્સરોએ આ સેમી પ્રવેશ સાથે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પોતાનો પહેલો મેડલ નક્કી કરી લીધો હતો. બીજા ક્રમાંકિત પંઘાલે આ પહેલા પાલામને ગત વર્ષે એશિયન ગેમ્સમાં પણ હરાવ્યો હતો. જો કે બુધવારે તેની શરૂઆત સારી રહી…
ભારતની મહિલા રેસલર વિનેશ ફોગાટે આજે દેશના રેસલિંગ ચાહકોને ખુશીનો ડબલ ડોઝ આપતા અહીં ચાલી રહેલી વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં પહેલા રેપચેઝમાં અમેરિકાની સારા એન હિલ્ડેબ્રાન્ટને હરાવીને ઓલિમ્પિક્સ ક્વોટા જીત્યો હતો અને તે પછી ગ્રીસની મારિયા પ્રેવોલારાકીને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. રેપચેઝના પહેલા રાઉન્ડમાં વિનેશે યુક્રેનની યૂલિયા ખાલાવાદ્જીને સરળતાથી 5-0થી હરાવી હતી અને તે પછી બીજા રાઉન્ડમાં તેનો સામનો અમેરિકાની સારા એન હિલ્ડેબ્રાન્ટ સાથે થયો હતો. સારાએ ઓછામાં ઓછી પાંચ વાર વિનેશનો જમણો પગ પકડવાનો પ્રયાસ કર્યો હતો, પણ વિનેશે શ્રેષ્ઠતમ ડિફેન્સનું પ્રદર્શન કરીને તેને કોઇ ફાયદો ઉઠાવવા દીધો નહોતો અને તે પછી તેણે સારા સામે 8-2થી જીત મેળવી હતી.…
મોહાલીમાં રમાયેલી બીજી ટી-20માં દક્ષિણ આફ્રિકાએ કેપ્ટન ક્વન્ટોન ડિ કોકની અર્ધસદી અને ટેમ્બા બાવુમાની 49 રનની ઇનિંગની મદદથી નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટે 149 રન બનાવીને મુકેલા 150 રનના લક્ષ્યાંકને ભારતે કેપ્ટન કોહલીની નોટઆઉટ અર્ધસદી અને શિખર ધવનની 40 રનની ઇનિંગની મદદથી 3 વિકેટના ભોગે વટાવી લઇને 7 વિકેટે વિજય મેળવ્યો હતો. ભારત વતી કેપ્ટન કોહલીએ નોટઆઉટ 72 રનની જ્યારે શિખર ધવને 40 રનની ઇનિંગ રમી 150 રનના લક્ષ્યાંક સામે ભારતે દાવની શરૂઆત કરી પછી રોહિત શર્મા માત્ર 12 રન કરીને આઉટ થયો હતો. જો કે તે પછી શિખર ધવન સાથે જોડાયેલા કેપ્ટન વિરાટ કોહલીએ સ્કોરબોર્ડ ફરતું કરીને બીજી વિકેટની…
ધર્મશાળામાં પહેલી મેચ વરસાદે ધોઇ નાંખ્યા પછી બુધવારે અહીં રમાનારી બીજી ટી-20 મેચ જીતીને ભારતીય ટીમ પ્રવાસી દક્ષિણ આફ્રિકા સામે સરસાઇ મેળવવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે, આ મેચ વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત માટે મહત્વપૂર્ણ સાબિત થશે, કારણકે છેલ્લી કેટલીક મેચોમાં તે પોતાને મળેલી તકનો ફાયદો ઉઠાવી શક્યો નથી અને તેના પર આ મેચમાં સારું પ્રદર્શન કરવાનું દબાણ રહેશે. આવતા વર્ષે રમાનારા ટી-20 વર્લ્ડકપ આડે હજુ 12 મહિના કરતાં વધુનો સમય બાકી છે પણ કેપ્ટન કોહલીએ પોતાની યોજના જાહેર કરતા કહી દીધું છે કે હાલમાં ટીમમાં સામેલ યુવા ખેલાડીઓએ પોતાને મળતી મર્યાદિત તકોમાં ખુદને સાબિત કરવા પડશે. આ યુવા ખેલાડીઓમાં પંતનો…
70 વર્ષની વયે જ્યારે વ્યક્તિ પોતાના દોહિત્રો કે પ્રપોત્રનો રમાડવા ઇચ્છતો હોય તેવી વયે કોઇને લગ્ન કરવાની ઇચ્છા થાય અને તે પણ બીજું કોઇ નહીં પણ જાણતી સ્પોર્ટસ પર્સનાલીટી સાથે તો એવી વ્યક્તિને તમે શું કહેશો? ખેલાડીઓ પ્રત્યે તેમના ફેનની ચાહત અનોખી હોય છે અને પોતાના ફેનની ઇચ્છા સંતોષવા માટે જાણીતા ખેલાડીઓ પણ તૈયાર રહે છે. પણ પીવી સિંધુના એક 70 વર્ષિય વૃદ્ધ ફેને જે ઇચ્છા વ્યક્ત કરી છે તે સાંભળતા જ તમે હસી પડશો. આ વૃદ્ધે પીવી સિંધુ સાથે લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે અને તે પણ બીજે કશે કે મીડિયામાં નહીં પણ જિલ્લા કલેકટર સમક્ષ એક પીટીશન…
ભારતની સાત્વિક સાઇરાજ રંકીરેડ્ડી અને અશ્વિની પોનપ્પાની મિક્ષ્ડ ડબલ્સ જોડીએ મંગળવારે ચાંગ્ઝુમાં ચીન ઓપનના પહેલા રાઉન્ડમાં પ્રવીણ જોર્ડન અને મેલાતી દેઇવા ઓક્તાવિયાન્તીની વિશ્વની 7મી ક્રમાંકિત ઇન્ડોનેશિયન જોડીને હરાવીને અપસેટ સર્જ્યો હતો. વિશ્વની 26મી ક્રમાંકિત એવી સાત્વિક અને અશ્વિનીની જોડીએ એક ગેમ ગુમાવ્યા છતાં 50 મિનીટમાં પ્રવીણ અને મેલાતીની જોડીને 22-20, 17-21, 21-17થી હરાવીને 10 લાખ ડોલરનું ઇનામ ધરાવતી વર્લ્ડ ટૂર સૂપર 1000 ટૂર્નામેન્ટના બીજા રાઉન્ડમાં સ્થાન મેળવ્યું હતું. જોર્ડન અને મેલાતીની જોડી 2018ની ઇન્ડિયા ઓપન સહિત પાંચ ફાઇનલમાં સ્થાન મેળવી ચુકી છે. પણ ભારતીય જોડીએ તેમને સતત પ્રેશરમાં રાખીને આ મેચ જીતી લીધી હતી.
એશિયન ચેમ્પિયન અમિત પંઘાલ, તેમજ કોમનવેલ્થ ગેમ્સના સિલ્વર મેડલિસ્ટ મનીષ કૌશિક અને સંજીતે મંગળવારે પુરૂષોની વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં પોતપોતાની બાઉટ જીતીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. પંઘાલે 52 કિગ્રાની કેટેગરીમાં તુર્કીના બાતૂહાન સિક્કીને 5-0થી, કૌશિકે 63 કિગ્રાની કેટેગરીમાં મોંગોલિયાના ચિંજોરિગ બાતારસુખને 5-0થી હરાવ્યો હતો. જ્યારે સંજીતે 91 કિગ્રાની કેટેગરીમાં મોટો અપસેટ સર્જીને બીજા ક્રમાંકિત ઉઝબેકિસ્તાનના સંજાર તુર્સુનોવને 3-2થી હરાવ્યો હતો. પંઘાલ પોતાની બીજી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મેડલ ભણી આગળ વધ્યો હતો, જ્યારે કૌશિક અને સંજીત પહેલીવાર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લઇ રહ્યા છે અને તેઓ પોતાનો પહેલો મેડલ જીતવાના પ્રયાસમાં છે. આ ત્રણેય બોક્સર ભારતીય સૈન્યના જવાન છે. પંઘાલનો હવે પછી…
ભારતની ટોચની મહિલા રેસલર વિનેશ ફોગાટ મંગળવારે અહીં હાલની વર્લ્ડ ચેમ્પિયન જાપાનીઝ રેસલર માયુ મુકૈદા સામે હારીને વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપની ટાઇટલની રેસમાંથી આઉટ થઇ ગઇ હતી. હવે તે રેપચેઝ દ્વારા બ્રોન્ઝ મેડલ માટે પોતાનું નસીબ અજમાવશે. મુકૈદાએ 53 કિગ્રાની કેટેગરીમાં ફાઇનલમાં પોતાનું સ્થાન મેળવ્યું હતુ, જેના કારણે વિનેશ માટે મેડલ અને ટોક્યો ઓલિમ્પિક્સ માટે ક્વોલિફાઇ કરવાની આશા જીવંત રહી છે. માત્ર બે વિજય સાથે તે ટોક્યો ઓલિમ્પિક્સ માટે ક્વોલિફાઇ કરી લેશે. વિનેશે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પહેલો મેડલ જીતવા માટે રેપચેઝમાં યુક્રેનની યુલિયા ખાવલદજી બ્લાહનિયા, વર્લ્ડ નંબર વન સરાહ એન િહલ્ડરબ્રેડ અને ગ્રીસની મારિયા પ્રેવોલારાકીને હરાવવી પડશે. આ સિઝનમાં વિનેશનો જાપાની રેસલર…