વેસ્ટઇન્ડિઝનો ઓપનર અને યુનિવર્સલ બોસના નામે જાણીતા વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલે આજે અહીં ભારત સામેની બીજી વન-ડે રમવા માટે મેદાનમાં ઉતર્યો તેની સાથે જ તે કુલ મળીને 300 વન-ડે રમનારો વેસ્ટઇન્ડિઝનો પહેલો ક્રિકેટર બન્યો હતો. ક્રિસ ગેલે વેસ્ટઇન્ડિઝ વતી આજની સાથે 296 વન-ડે રમી છે અને આઇસીસી ઇલેવન વતી તેણે ચાર વન-ડે રમી છે આમ તેની કુલ વન-ડેનો આંક 300 પર પહોંચી ગયો છે. વેસ્ટઇન્ડિઝ વતી સર્વાધિક વન-ડે રમવાનો રેકોર્ડ બ્રાયન લારા પાસે હતો, જેણે વેસ્ટઇન્ડિઝ વતી કુલ 295 વન-ડે રમી છે. હવે ક્રિસ ગેલ તેના કરતાં આગળ નીકળી ગયો છે અને તેના નામે વેસ્ટઇન્ડિઝ વતી 296 વન-ડે રમવાનો રેકોર્ડ…
કવિ: Sports Desk
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ આજે અહીં રમાયેલી બીજી વન-ડેમા વેસ્ટઇન્ડિઝ વિરુદ્ધ સર્વાધિક રન કરનારો બેટ્સમેન બન્યો હતો. વિરાટ કોહલીએ આજે અહીં જેવા પોતાની ઇનિંગના 19 રન પુરા કર્યા તેની સાથે જ તેણે પાકિસ્તાની ટીમના માજી કેપ્ટન જાવેદ મિયાદાદનો 26 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો. સાથે જ તેણે પોતાની વન-ડે કેરિયરની 42મી સદી ફટકારીને વન-ડેમાં સર્વાધિક રન કરનારાઓની યાદીમાં સૌરવ ગાંગુલીને ઓવરટેક કરીને 11406 રન સાથે 8માં સ્થાને પહોંચી ગયો હતો. મિયાંદાદે 64 વન-ડે ઇનિંગમાં 1930 રન કર્યા હતા અને તે વેસ્ટઇન્ડિઝ સામે પોતાની અંતિમ મેચ 1993માં રમ્યો હતો. વિરાટે આજની મેચ પહેલા વેસ્ટઇન્ડિઝ સામેની 33 ઇનિંગમાં 1912…
રવિવારે પોર્ટ ઓફ સ્પેનમાં રમાયેલી વેસ્ટઇન્ડિઝ સામેની બીજી વનડેમાં ભારતીય ટીમે વિરાટ કોહલીની સદી અને શ્રેયસ ઐય્યરની અર્ધસદીની મદદથી 50 ઓવરમાં 7 વિકેટના ભોગે 279 રનનો સ્કોર બનાવીને યજમાન ટીમ સામે 280 રનનો પડકાર મુક્યો હતો. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ સતત પાંચમીવાર ટોસ જીત્યો હતો અને તેણે દાવ લેવાનો નિર્ણય લીધો હતો. જો કે શિખર ધવન ફરી એકવાર ફેલ જવાને કારણે ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ધવન માત્ર 2 રન કરીને આઉટ થયો હતો. તે પછી રોહિત શર્મા સાથે રમતમાં જોડાયેલા વિરાટ કોહલીએ શરૂઆતથી જ ફટકા મારવાનું શરૂ કરીને અલગ મુડમાં હોવાનું જાહેર કરી દીધું હતુ. વિરાટ અને રોહિત…
અમેરિકાની દિગ્ગજ ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સે અહીં રોજર્સ કપની મહિલા સિંગલ્સની સેમી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. સેરેનાએ પ્રભાવશાળી પ્રદર્શન કરીને જાપાનની નાઓમી ઓસાકાને સીધા સેટમાં 6-3, 6-4થી હરાવી હતી. સમગ્ર મેચમાં સેરેનાનું પ્રદર્શન પ્રભાવશાળી રહ્યું હતું અને ઓસાકા એકપણ વાર તેની સર્વિસ બ્રેક કરી શકી નહોતી. આ પરાજય છતાં ઓસકા ડબલ્યુટીએ રેન્કિંગમાં પહેલા સ્થાને જળવાઇ રહેશે, બંને ખેલાડીઓ વચ્ચેની આ મેચ દરમિયાન જોરદાર પવન ફુંકાતો રહ્યો હતો. જો કે તે છતાં વિલિયમ્સે પોતાની રમતનું લેવલ નીચે ઉતરવા દીધું નહોતું. પહેલા સેટમાં સરળ વિજય મેળવ્યા પછી બીજા સેટમાં પણ વિલિયમ્સને શ્રેષ્ઠતમ શરૂઆત કરીને 2-1ની સરસાઇ મેળવી લીધી હતી. તે પછી…
ભારતીય ક્રિકેટ ટીમના નવા મુખ્ય કોચની પસંદગીમાં હવે થોડા દિવસોનો વિલંબ થઇ શકે છે, કારણકે ત્રણ સભ્યોની ક્રિકેટ સલાહકાર કમિટી (સીએસી) કોચ પદ માટેના ઇન્ટરવ્યુ 15 ઓગસ્ટ પછી જ લેશે, પહેલા જે અહેવાલ હતા તે અનુસાર કોચ પદ માટેના ઇન્ટરવ્યુ 13થી 14 ઓગસ્ટે થવાની સંભાવના હતી. આ બાબતે જોડાયેલા એક સૂત્રએ જણાવ્યું હતું કે આ સમગ્ર પ્રક્રિયામાં માત્ર એક દિવસનો સમય લાગવાનો છે, કારણકે તેના માટે માત્ર 6 ઉમેદવારોને અલગ તારવી લેવાયા છે. તેમણે કહ્યું હતું કે આ બેઠક શરૂઆતમાં જ થવાની હતી, 13 અથવા 14 ઓગસ્ટે એ થવાની હતી. જો કે ઉમેદવારોને અલગ તારવી લેવાયા પછી 6 લોકોને જ…
અમેરિકાની દિગ્ગજ ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સ અને જાપાનની નાઓમી ઓસાકા ગત વર્ષે યુએસ ઓપનમાં એકબીજાની સામે આવ્યા પછી હવે ડબલ્યુટીએ ટોરન્ટો ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં એકબીજાની સામે રમશે. યુએસ અને ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયન ઓસાકાએ પોલેન્ડની ઇગા સ્વિયાતેકને 7-6, 6-4થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. વિશ્વની 10મી ક્રમાંકિત સેરેનાએ રશિયાની 48મી ક્રમાંકિત એકાતેરિના એલેક્ઝેન્ડ્રોવાને 7-5, 6-4થી હરાવી હતી. યુએસ ઓપનની ફાઇનલમાં ઓસાકાએ સેરેનાને 6-2, 6-4થી હરાવી હતી. ચેક પ્રજાસત્તાકની ત્રીજી ક્રમાંકિત કેરોલિના પ્લિસકોવાએ એસ્ટોનિયાની એનેટ કોન્ટાવેટને 6-3, 7-5થી હરાવી હતી અને હવે તેનો સામનો કેનેડાની બિયાન્કા આન્દ્રીસ્કૂ સામે થશે, જેણે નેધરલેન્ડની કિકી બર્ટેન્સને 6-1, 6-7, 6-4થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી…
ભારતીય ક્રિકેટ ટીમના માજી કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ટેરિટોરિયલ આર્મીમાં પોતાની યુનિટ સાથે કાશ્મીરમાં તૈનાત ધોની લેહમાં સ્વતંત્રતા દિન ઉજવશે દિવસે લદાખના લેહમાં ત્રિરંગો ફરકાવી શકે છે. ભારતીય સૈન્યમાં લેફ્ટનન્ટ કર્નલની માનદ પદવી મેળવનાર ધોની હાલમાં ટેરિટોરિયલ આર્મી સાથે જમ્મુ-કાશ્મીરમાં તૈનાત છે. ધોનીએ ટેરિટોરિયલ આર્મીમાં કામ કરવા માટે ક્રિકેટમાંથી બે મહિનાના બ્રેક લીધો છે. તેણે 30 જુલાઇએ કાશ્મીરમાં પોતાની ડ્યુટી સંભાળી હતી અને તે 15 ઓગસ્ટ સુધી અહીં તૈનાત રહેવાનો છે. સૈન્યના એક અધિકારીએ માહિતી આપી હતી કે ધઓની ભારતીય સૈન્યનો બ્રાન્ડ એમ્બેસેડર છે. તે પોતાની યુનિટના સભ્યોને પ્રેરિત કરવાનું કામ કરી રહ્યો છે અને પોતાના સાથી સૈનિકો સાથે ફૂટબોલ અને…
ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ વરસાદને કારણે રદ થયેલી વેસ્ટઇન્ડિઝ સામેની પ્રથમ વન-ડે મેચ પછી ઘણો નિરાશ જણાયો હતો. કોહલીએ મેચ રદ થયા પછી કહ્યું હતું કે આ કદાચ ક્રિકેટનો સૌથી ખરાબ હિસ્સો છે. આ રીતે વરસાદને કારણે વચ્ચે વચ્ચે રમત અટકે તેનાથી જરાપણ સારું નથી લાગતું. વિરાટે કહ્યું હતું કે ક્યાં તો વરસાદ પુર જોશથી પડી જવો જોઇએ અથવા તો આખી મેચ રમાવી જોઇએ. જેટલી વાર રમત બંધ થઇને ફરી શરૂ કરવામાં આવે તેટલીવાર તમારે એ વાતનું ધ્યાન રાખવું પડે છે કે ક્યાંક કોઇ ખેલાડી ઘાયલ ન થઇ જાય. ત્રણ મેચની વન ડે સિરીઝની આ પહેલી મેચ હતી કે…
સ્પેનના સ્ટાર ખેલાડી રાફેલ નડાલે રોજર્સ કપમાં ગાઇડો પેલ્લા સામે વિજય મેળવીને એટીપી માસ્ટર્સ 1000માં સર્વાધિક જીત મેળવવાના રોજર ફેડરરના રેકોર્ડને તોડ્યો હતો. ગુરૂવારે રમાયેલી મેચમાં નડાલે ગાઇડોને 6-3, 6-4થી હરાવીને એટીપી માસ્ટર્સ 1000માં પોતાની 379મી જીત મેળવીને ફેડરરના 378 જીતના રેકોર્ડને તોડ્યો હતો. નડાલ આ જીતની સાથે જ 9મીવાર રોજર્સ કપની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યો છે. હવે સેમી ફાઇનલમાં પ્રવેશવા માટે નડાલનો સામનો શુક્રવારે ઇટલીના ફેબિયો ફોગનિની સાથે થશે. ફોગનિનીએ 7માં ક્રમાંકિત ફ્રાન્સના એડ્રિયન મન્નારિયોને 6-2, 7-5થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ગાઇડો સામેની છેલ્લી ત્રણેય મેચ સીધા સેટમાં જીતનારા નડાલે આ મેચ દરમિયાન સંપૂર્ણ અંકુશમાં રહ્યો હતો. તેણે…
પાકિસ્તાની ટીમના માજી કેપ્ટન મિસબાહ ઉલ હક તેમની નેશનલ ટીમનો મુખ્ય કોચ બને તેવી સંભાવના છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)એ હાલમાં જ મિકી આર્થર સહિતના કોચિંગ સ્ટાફનો કરાર આગળ વધારવાનું માંડી વાળ્યું હતું. પાકિસ્તાની અખબાર ધ ન્યૂઝે પોતાના અહેવાલમાં મિસબાહ ઉલ હકને મુખ્ય કોચ તરીકે આગળ કર્યો છે ત્યારે અન્ય એક અખબાર ધ નેશનના અહેવાલમાં ન્યુઝીલેન્ડની ટીમના માજી કોચ માઇક હેસનને પણ આ પદની રેસમાં આગળ કરવામાં આવ્યા છે. ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ખાતે પુરા થયેલા વર્લ્ડકપમાં પાકિસ્તાની ટીમ ગ્રુપ સ્ટેજથી જ બહાર થઇ હતી, તે પછી જ એવો અંદાજ બાંધવામાં આવી રહ્યો હતો કે મુખ્ય કોચ મિકી આર્થર સહિત સમગ્ર…