કવિ: Sports Desk

ભારતના રમત મંત્રી કિરણ રિજિજૂએ સોમવારે અહીં કહ્યું હતું કે ભારતે આવતા મહિને પાકિસ્તાનમાં યોજાનારા ડેવિસ કપમાં ભાગ લેવો જોઇએ કે નહીં તે અંગે સરકાર કંઇ કહેશે નહીં, કારણકે આ ઇવેન્ટ કોઇ દ્વિપક્ષિય કાર્યક્રમનો હિસ્સો નથી. તેમણે મંત્રાલયના એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે જો આ સ્પર્ધા દ્વિપક્ષિય હોત તો શું ભારત પાકિસ્તાન સામે રમે કે કેમ તે એક રાજકીય નિર્ણય ગણાયો હોત. પણ ડેવિસ કપ દ્વિપક્ષિય નથી અને વર્લ્ડ સ્પોર્ટ્સ એકમ દ્વારા તે આયોજિત થાય છે. ભારતે કાશ્મીરમાંથી કલમ 370 રદ કરી તે પછી પાકિસ્તાન સાથેના ઉચ્ચ રાજકીય તણાવને કારણે 14 અને 15 સપ્ટેમ્બરે ઇસ્લામાબાદમાં યોજાનારી એશિયા-ઓશિનિયા ઝોન ગ્રુપ-1…

Read More

ભારતીય ટીમના માજી કેપ્ટન અને ગુજરાત મિત્રના કોલમિસ્ટ સુનિલ ગાવસ્કરનું માનવું છે કે ઋષભ પંતની સરખામણીએ શ્રેયસ ઐય્યર વન-ડે ઇન્ટરનેશનલમાં ચોથા ક્રમ માટે બહેતર વિકલ્પ છે અને ભારતીય વન-ડે ટીમના મિડલ ઓર્ડરમાં તેને કાયમી સ્થાન મળવું જોઇએ. એક વર્ષ પછી ટીમમાં સ્થાન મેળવનારા ઐય્યરે રવિવારે પોર્ટ ઓફ સ્પેનમાં વેસ્ટઇન્ડિઝ સામે 68 બોલમાં 71 રનની ઇનિંગ રમી હતી. ઐય્યર ચોથા ક્રમનો દાવેદાર છે, જો કે ટીમ મેનેજમેન્ટ હાલમાં એ ક્રમે વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતને તક આપી રહ્યું છે. ગાવસ્કરે એક ટીવી ચેનલ પર કહ્યું હતું કે મારી દૃષ્ટિએ પંત મહેન્દ્ર સિંહ ધોનીની જેમ પાંચમા કે છઠ્ઠા સ્થાને ફિનીશર તરીકે વઘુ બહેતર…

Read More

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી (નાડા) હેઠળ આવવા તેમજ બીસીસીઆઇની આગામી ચૂંટણી મામલે આવતીકાલે મંગળવારે અહીં યોજાનારી વહીવટદારોની કમિટી (સીઓએ)ની બેઠકમાં ચર્ચા કરવામાં આવે તેવી સંભાવના છે. ગત અઠવાડિયે બીસીસીઆઇએ નાડા હેઠળ આવવાની સહમતિ દર્શાવી તે પછી સીઓએની આ પહેલી બેઠક હશે. સીઓએ સભ્યો વચ્ચે એવી ચર્ચા થવાની સંભાવના છે કે આ નવા ફેરફારને બીસીસીઆઇના બંધારણમાં કેવી રીતે સ્થાન આપવામાં આવે. વર્ષો સુધી નન્નો ભણ્યા પછી બીસીસીઆઇએ ગત શુક્રવારે નાડા હેઠળ આવવાની તૈયારી બતાવી છે. એવું માનવામાં આવે છે કે ડોપિંગ મામલે ઝીરો ટોલરન્સની નીતિને કારણે સીઓએ આ મુદ્દે લાંબી ચર્ચા કરી શકે છે. વિનોદ રાય,…

Read More

ભારત સામે અહીં રમાયેલી બીજી વન-ડેમાં ક્રિસ ગેલે ભલે 11 જ રન કર્યા હોય પણ તે છતાં તેણે બે રેકોર્ડ પોતાના નામે કર્યા હતા. રવિવારની વન-ડેમાં તે મેદાન પર ઉતર્યો તેની સાથે જ વેસ્ટઇન્ડિઝ વતી સર્વાધિક વન-ડે રમવાના બ્રાયન લારાના રેકોર્ડને તેણે તોડી નાંખ્યો હતો અને વિન્ડીઝ વતી સર્વાધિક 300 વન-ડે રમનારો તે પહેલો ખેલાડી જ્યારે વિશ્વનો 21મો ખેલાડી બન્યો હતો. સૌથી વધુ મેચ રમનારાઓની યાદીમાં સચિન તેંદુલકર 463 મેચ સાથે ટોચના સ્થાને છે. તે પછી જ્યારે ગેલ બેટિંગ કરવા ઉતર્યો ત્યારે તેણે જેના 7 રન પુરા કર્યા તેની સાથે જ તેણે વેસ્ટઇન્ડિઝ વતી સર્વાધિક રન કરવાના લારાના જ રેકોર્ડને…

Read More

વિરાટ કોહલીએ રવિવારે અહીં રમાયેલી બીજી વન-ડેમાં પોતાની કેરિયરની 42મી વન-ડે સદી ફટકારી હતી. આ શતકીય ઇનિંગ દરમિયાન કોહલીએ કુલ 6 રેકોર્ડમાં પોતાનું નામ સામેલ કર્યું હતું. તેણે વેસ્ટઇન્ડિઝ સામે સર્વાધિક રન કરવાનો જાવેદ મિયાંદાદનો 26 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાંખવાની સાથે જ વન-ડેમાં સર્વાધિક રન કરવા મામલે સૌરવ ગાંગુલીને ઓવરટેક કરીને ભારતીયોની યાદીમાં સચિન તેંદુલકર પછી બીજા ક્રમે પહોંચી ગયો હતો., જ્યારે વિશ્વમાં તે સર્વાધિક રન કરનારા ખેલાડીઓની યાદીમાં 8માં ક્રમે પહોંચ્યો છે. કોહલીએ 238 મેચોમાં 11406 રન બનાવી લીધા છે, જ્યારે ગાંગુલીના નામે 311 મેચમાં 11363 રન છે. આ યાદીમાં સચિન 18426 રન સાથે પહેલા ક્રમે છે. કોઇ…

Read More

થાઇલેન્ડ ઓપનની સાથે કેરિયરનું પહેલું બીડબલ્યુએફ સુપર 500 ટાઇટલ જીત્યા પછી ઉત્સાહથી તરબતર સાત્વિક સાઇરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની ડબલ્સ જોડીની નજર હવે આવતા અઠવાડિયાથી શરૂ થનારી વર્લ્ડ ચેમ્પિયનિશપમાં મેડલ જીતવા પર સ્થિર થઇ છે. જો કે આ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં વિશ્વની ટોચની 9 જોડીઓ ભાગ લઇ રહી હોવાથી તેમના માટે એ પડકાર સરળ તો નહીં જ હોય. ચિરાગે કહ્યું હતું કે વર્લ્ડ ચેમ્પિયનશિપ આવતા અઠવાડિયે છે અને આ સ્પર્ધા પહેલા અમે સારું પ્રદર્શન કર્યું છે. મોટાભાગના સ્ટાર ખેલાડીઓએ થાઇલેન઼્ડમાં ભાગ લીધો હતો. અમને એ ખબર જ છે કે અમે અહીં પ્રબળ દાવેદાર તરીકે નહીં જ હોઇએ પણ થાઇલેન્ડમાં ટાઇટલ જીતવાના…

Read More

ભારતના જૂનિયર બેડમિન્ટન ખેલાડીઓએ પ્રભાવશાળી પ્રદર્શન કરીને બલ્ગેરિયા ખાતે જૂનિયર ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપમાં ત્રણ ગોલ્ડ, એક સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ સહિત કુલ 6 મેડલ જીત્યા હતા. સામિયા  ઇમાદ ફારુકીએ મહિલા સિંગલ્સની ફાઇનલમાં રશિયાની બીજી ક્રમાંકિત એનાસ્તાસિયા શાપોવાલોવાને 9-21, 21-12, 22-20થી હરાવીને ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. એડવિન જાય અને શ્રુતિ મિશ્રાએ મિક્ષ્ડ ડબલ્સની ફાઇનલમાં બ્રેન્ડન ઝી હાઓ અને એબિગેલ હેરિસની બ્રિટનની બીજી ક્રમાંકિત જોડીને 21-14, 21-17થી હરાવીને ભારતને બીજો ગોલ્ડ મેડલ જીતાડ્યો હતો. મહિલા ડબલ્સમાં તનીશા ક્રાસ્તો અને અદિતી ભટ્ટની જોડીએ ફાઇનલમાં બેનગિસુ એરસેટિન અને જેહરા એર્ડફમની જોડીને 21-15, 18-21 21-18 હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. ઇશાન ભટનાગર અને વિષ્ણુવર્ધનની…

Read More

દિગ્ગજ ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સ અને રફેલ નડાલ અહી ચાલી રહેલા રોજર્સ કપમાં અનુક્રમે મહિલા અને પુરૂષ સિંગલ્સમાં પોતોપોતાની મેચ જીતીને ફાઇનલમાં પહોચી ગયા છે. અમેરિકાની સેરેના વિલિયમ્સે મહિલા સિંગલ્સની સેમી ફાઇનલમાં એક સેટથી પાછળ પડ્યા પછી જોરદાર વાપસી કરીને ચેક પ્રજાસત્તાકની મારી બાઉજોકોવા સામે 1-6, 6-3, 6-3થી વિજય મેળવ્યો હતો. સેરેના પોતાની કેરિયરમાં પાંચમીવાર આ ટુર્નામેન્ટની ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. 23 વાર ગ્રાન્ડસ્લેમ વિજેતા સેરેના ફાઇનલમાં હવે બિનાકા એન્ડ્રુસ્ક્યૂ સામે બાથ ભીડશે. સેરેના માત્ર એકવાર આ ટૂર્નામેન્ટની ફાઇનલમાં હારી છે. તે આ ટુર્નામેન્ટમાં માર્ટિના હિન્ગીસ વિરુદ્ધ 2000ની સાલમાં છેલ્લે હારી હતી. બીજી તરફ પુરૂષ સિંગલ્સમાં નડાલે 51મી વાર કોઇ…

Read More

રવિવારે પોર્ટ ઓફ સ્પેનમાં રમાયેલી વેસ્ટઇન્ડિઝ સામેની બીજી વનડેમાં ભારતીય ટીમે વિરાટ કોહલીની સદી અને શ્રેયસ ઐય્યરની અર્ધસદીની મદદથી 50 ઓવરમાં 7 વિકેટના ભોગે 279 રનનો સ્કોર બનાવીને યજમાન ટીમ સામે 280 રનનો પડકાર મુક્યો હતો. જો કે યજમાન ટીમની ઇનિંગ દરમિયાન 12.5 ઓવરની રમત પછી વરસાદી વિઘ્ન આવતા ડકવર્થ લુઇસ નિયમ હેઠળ તેમને 46 ઓવરમાં 270 રનનો સુધારાયેલો લક્ષ્યાંક અપાયો હતો. તેની સામે વિન્ડીઝ ટીમ 42 ઓવરમાં 210 રને ઓલઆઉટ થઇ જતાં ભારતીય ટીમનો 59 રને વિજય થયો હતો. 120 રનની ઇનિંગ રમનારા કોહલીને મેન ઓફ ઘ મેચ જાહેર કરાયો હતો. 280 રનના લક્ષ્યાંકને પામવા મેદાને પડેલી વેસ્ટઇન્ડિઝની ટીમની શરૂઆત…

Read More

પાકિસ્તાન ટેનિસ ફેડરેશન (પીટીએફ)એ ભારતીય ડેવિસ કપ ટીમ સામે ઇસ્લામાબાદમાં 14-15 સપ્ટેમ્બરે રમાનારી ડેવિસ કપ એશિયા-ઓસિયાના ગ્રુપ-1ના મુકાબલાને તટસ્થ સ્થળે ખસેડવાની સંભાવના નકારી કાઢી હતી. પીટીએફના અધ્યક્ષ સલિમ સૈફુલ્લાહે જણાવ્યું હતું કે ફેડરેશન આ મેચીસની યજમાની ઇસ્લામાબાદ ખેલ પરિસરમાં કરાવવાની તમામ પ્રકારની તૈયારી કરી રહ્યા છીએ. સૈફુલ્લાહે કહ્યું હતું કે અમે આ મેચની યજમાની 14-15 સપ્ટેમ્બરે કરવાના અમારા શરૂઆતના કાર્યક્રમને વળગી રહ્યા છીએ અને મને ભારતીય ટીમ ઇસ્લામાબાદમાં અસુરક્ષિત અનુભવે તેવું કોઇ કારણ જણાતું નથી. જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 ભારત સરકારે રદ કર્યા પછી બંને દેશ વચ્ચે રાજકીય તંગદીલી વધી છે, તેના કારણે આ મેચીસ પર અનિશ્ચિતતાના વાદળ…

Read More