કોમનવેલ્થ ગેમ્સમાં 1998 પછી હવે 2022માં બર્મિંઘમમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સમાં ક્રિકેટની વાપસી થઇ રહી છે. કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશન (સીજીએફ) અને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (આઇસીસી)ના જણાવ્યા અનુસાર આ ગેમ્સમાં મહિલા ટી-20 ક્રિકેટને સામેલ કરવામાં આવ્યું છે. આ પહેલા કોમનવેલ્થ ગેમ્સમાં માત્ર એકવાર 1998ની કુઆલાલમ્પુર ગેમ્સમાં ક્રિકેટની ભાગીદારી નોંધાઇ હતી. તે સમયે પુરૂષ ટીમોએ વન-ડે મેચોમાં ભાગ લીધો હતો અને દક્ષિણ આફ્રિકો ગોલ્ડ મેડલ જીત્યો હતો. બર્મિંઘમ કોમનવેલ્થ ગેમ્સ 2022નું આયોજન 27 જુલાઇથી 7 ઓગસ્ટ દરમિયાન કરવામાં આવશે અને તેની ક્રિકેટ સ્પર્ધામાં 8 ઇન્ટરનેશનલ ટીમો ભાગ લેશે. સીજીએફના અધ્યક્ષ ડેમ લુઇસ માર્ટીને મંગળવારે જણાવ્યું હતું કે આજે ઐતિહાસિક દિવસ છે અને અમે…
કવિ: Sports Desk
ભારતીય ટીમના વેસ્ટઇન્ડિઝ પ્રવાસની વન-ડે સિરીઝની ત્રીજી અને અંતિમ વન-ડે આવતીકાલે બુધવારે અહીં રમાશે ત્યારે ભારતીય ટીમના ઓપનર શિખર ધવનની નજર એક મોટી ઇનિંગ રમવા પર હશે, જ્યારે ટીમ ઇન્ડિયાની નજર ટી-20 સિરીઝ બાદ વન-ડે સિરીઝ પણ જીતવા પર મંડાયેલી હશે. ટી-20 સિરીઝમાં 1, 23 અને 3 રનની ઇનિંગ રમ્યા પછી ધવન બીજી વન-ડેમાં માત્ર બે રન બનાવી શક્યો હતો. શિખર ધવન ટેસ્ટ ટીમનો હિસ્સો નથી તેથી તે વેસ્ટઇન્ડિઝ પ્રવાસની પોતાની છેલ્લી ઇનિંગને યાદગાર બનાવવા માગશે. આ તરફ ભારતીય ટીમમા ચોથા ક્રમ માટે ખેંચતાણ ચાલી રહી છે, ત્યારે બીજી વન-ડેમાં 71 રનની ઇનિંગ રમીને શ્રેયસ ઐય્યરે પોતાનો દાવો મજબૂત કર્યો…
વહીવટદારોની કમિટીએ મંગળવારે એવું સ્પષ્ટ કરી દીધું હતું કે નેશનલ ક્રિકેટ એકેડમીના ક્રિકેટ અધ્યક્ષ તરીકે નિયુક્ત કરાયેલા રાહુલ દ્રવિડ સામે હિતોના ટકરાવનો કોઇ મુદ્દો નથી. સીઓએના નવા સભ્ય લેફ્ટનન્ટ જનરલ રિવ થોડગેએ કહ્યું હતું કે બોલ હવે બીસીસીઆઇના લોકપાલ અને એથિક્સ ઓફિસર ડી કે જૈનની કોર્ટમાં છે. થોડગેએ કહ્યું હતું કે રાહુલ મામલે હિતોના ટકરાવનો મુદ્દો નથી. તેને નોટિસ મળી હતી, પણ તેની નિયુક્તિને અમે મંજૂરી આપી છે અને અમને તેમાં હિતોના ટકરાવનો કોઇ મુદ્દો જણાયો નથી. પણ જો લોકપાલને એવું લાગતું હોય તો અમે તેમની સામે અમારા પક્ષની સ્પષ્ટતા કરીશું. તેમણે કહ્યું હતું કે તે પછી તેઓ તેના પર…
એમસીસીનાં ક્રિકેટ સમિતિના ચેરમેન માઇક ગૈટિંગએ કહ્યું છે કે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઇસીસી) ક્રિકેટને 2028માં લોસ એન્જલસમાં યોજાનારા ઓલિમ્પિક રમતોમાં સામેલ કરવાના પ્રયત્નોમાં કરી રહ્યું છે. ગૈટિંગએ આ વાત આ સપ્તાહે લોર્ડસમાં આઇસીસીના નવા કાર્યકારી અધિકારી મનુ સ્વાહ દ્વારા કરવામાં આવેલા હવાલાથી કહી છે. ક્રિક ઇન્ફો વેબસાઇટે ગૈટિંગના હવાલાથી લખ્યુ,’અમે મનુ સ્વાહા સાથે વાત કરી રહ્યા હતા અને તેમને આ વાતને લઇ ખુબ જ આશા છે કે, ક્રિકેટને 2028 ઓલિમ્પિકની રમતોમાં સ્થાન મળી શકે છે. આ અંગે તેઓ ખુબ જ મજબૂતીથી કામ કરી રહ્યા છે. આ વૈશ્વિક સ્તરે ક્રિકેટ માટે ખુબ જ મોટી વાત છે’. ગૈટિંગે કહ્યું,’તે આખા મહિનાની નહીં…
આંતરરાષ્ટ્રીય ભારતીય મહિલા રેસલર બબીતા ફોગાટ સોમવારે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં સામેલ થઇ હતી. બબીતાની સાથે જ તેના પિતા અને કોચ મહાવીર ફોગાટ પણ ભાજપમાં સામેલ થયા હતા. બબીતા અને મહાવીર ફોગાટને કેન્દ્રિય રમત મંત્રી કિરણ રિજિજૂએ દિલ્હીના હરિયાણા ભવનમાં ભાજપનું સભ્યપદ અપાવ્યું હતું. મહાવીર ફોગાટ હરિણાયાના દાદરીના ગામ બલાલીમા રહે છે. ભાજપમાં જોડાતા પહેલા મગાવીર ફોગાટે દુષ્યંત ચૌટાલાની જનનાયક જનતા પાર્ટી પણ જોઇન કરી હતી અને જેજેપીએ તેમને રમત વિંગ પ્રધાન પણ બનાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે કામ કર્યું છે તેનાથી પ્રભાવિત થઇને તેઓ ભાજપમાં સામેલ થયા છે. તેમણે કહ્યું હતું કે પુલવામાં એટેકનો…
મુંબઇ-હાવડા રૂટ પર આવેલા છત્તીસગઢના ઝાંજગીર ચમ્પા જિલ્લાના રેલવે ટ્રેક પરથી એક આફ્રિકન ફૂટબોલર મૃત હાલતમાં મળી આવ્યો હોવાનું પોલીસે આજે જણાવ્યું હતું. ચમ્પા વિસ્તારના સબ ડિવિઝનલ પોલીસ અઘિકારી ઉદયન બહેરે જણાવ્યું હતું કે મરનાર પશ્ચિમ આફ્રિકન દેશ આઇવરી કોસ્ટનો ડિયોમેન્ડે અબોબુક્ર છે. તેનો મૃતદેહ 9મી ઓગસ્ટે અહીંથી 200 કિમી દૂર બરાદ્વાર રેલવે સ્ચેશન નજીકના ટ્રેક પરથી મળી આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે તેના ખિસ્સામાંથી મળેલા સેલ ફોનને કારણે તેની ઓળખ કરવામાં મદદ મળી હતી. તેના ફોનમાંથી તેને લગતા દસ્તાવેજોના ફોટા મળી આવ્યા હતા. વધુ તપાસમાં તેને ભારતમાં ફૂટબોલ રમવા માટે જુલાઇમા વિઝા અપાયા હતા. એવી સંભાવના છે કે…
ભારતીય ટેનિસ ખેલાડી રોહન બોપન્નાએ એટીપી મોન્ટ્રીયલ માસ્ટર્સની સેમી ફાઇનલમાં પહોંચવાને કારણે સોમવારે જાહેર થયેલા રેન્કિંગમાં 7 ક્રમની લાંબી છલાંગ લગાવીને પુરૂષ ડબલ્સ રેન્કિંગમાં પોતાના કેરિયર બેસ્ટ 39માં ક્રમે પહોંચી ગયો છે, જે છેલ્લા 14 અઠવાડિયામાં તેની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ રહી છે. બોપન્ના અને તેનો જોડીદાર ડેનિસ શાપોવાલોવ મોન્ટ્રીયલ માસ્ટર્સની સેમી ફાઇનલમાં હારી ગયા હતા. જો કે તે છતાં તેમને રેન્કિંગમાં ફાયદો થયો છે. આ સિવાય પુરૂષ ડબલ્સમાં દિવિજ શરણ 47માં, લિએન્ડર પેસ 71માં સ્થાને જળવાઇ રહ્યા છે. જીવન નેદુચેઝિયન એક ક્રમ નીચે ઉતરીને 85માં તો પૂરવ રાજા પણ એક ક્રમ નીચે ઉતરીને 86માં ક્રમે પહોંચ્યો છે. પુરૂષ સિંગલ્સમાં પ્રજનેશ ગુણેશ્વરન…
અહીં રમાયેલી રોજર્સ કપ ટેનિસ ટુર્નામેન્ટમાં રફેલ નડાલ પુરૂષ વિભાગમાં જ્યારે બિયાન્કા એન્ડ્રેસ્ક્યૂ મહિલા સિંગલ્સમાં ચેમ્પિયન બન્યા હતા. નડાલે ફાઇનલમાં રશિયાના ડેનિયલ મેદવેદેવને હરાવ્યો હતો. જ્યારે મહિલા સિંગલ્સની ફાઇનલમાંથી ઇજાને કારણે સેરેના હટી જતાં બિયાન્કા ચેમ્પિયન બની હતી. 1969 પછી રોજર્સ કપમાં ચેમ્પિયન બનનારી બિયાન્કા પહેલી કેનેડિયન ખેલાડી બની હતી. નડાલે ફાઇનલમાં મેદવેદેવને સીધા સેટમાં 6-3, 6-0થી હરાવ્યો હતો. 70 મિનીટ સુધી ચાલેલી મેચમાં જીત મેળવીને નડાલે પાંચમીવાર આ ટાઇટલ જીત્યું હતું. મહિલા સિંગલ્સની ફાઇનલમાં બિયાન્કા સેરેના સામે 3-1થી આગળ હતી ત્યારે સેરેનાએ પીઠના દુખાવા સામે હારી ગઇ હતી અને તેણે આંખમાં અશ્રુ સાથે મેચમાંથી હટી જવાનો નિર્ણય લીધો હતો.…
ચાર વખતની ઓલિમ્પિક્સ ચેમ્પિયન અને 14 વારની વર્લ્ડ ચેમ્પિયન જીમ્નાસ્ટ સિમાના બાઇલ્સે કાન્સાસ સિટીમાં યોજાયેલી યુએસ જીમ્નાસ્ટિક ચેમ્પિયનશિપમાં બેલેન્સ બારમાં ડબલ ટિ્વસ્ટિંગ સાથે હવામાં ડબલ ગુલાંટ મારીને નીચે ઉતરનારી વિશ્વની પહેલી જીમ્નાસ્ટ બનીને ઇતિહાસ રચ્યો હતો. આ સાથે જ બાઇલ્સે છઠ્ઠીવાર અમેરિકન જીમ્નાસ્ટ ચેમ્પિયનશિપ જીતી લઇને 71 વર્ષ જૂના રેકોર્ડની બરોબરી કરી હતી. આ પહેલા 1952માં ક્લેરા સ્કોર્થ છ વાર ચેમ્પિયન બની હતી. 22 વર્ષની બાઇલ્સે બીમની ઉપર જે સરળતાથી ડબલ કે ત્રિપલ ટિ્વસ્ટિંગ કરીને સાવ જ સરળતાથી ડબલ ગુલાંટ લઇને બાર પરથી નીચે લેન્ડિંગ કર્યું હતું તે ખરેખર અસરકારક હતું. જો કે ફ્લોર પર ત્રિપલ ડબલનો તેનો પ્રયાસ ફેલ…
ક્રિકેટમાં સેન્સરવાળી બેટ પછી હવે માઇક્રોચિપ્સવાળો બોલ આવી રહ્યો છે. અહેવાલો અનુસાર માઇક્રોચીપ્સવાળો આ બોલ સૌથી પહેલા ઓસ્ટ્રેલિયામાં રમાતી બીગ બેશ ટી-20 લીગ દરમિયાન ઉપયોગમાં લેવાશે. બોલ નિર્માતા ઓસ્ટ્રેલિયન કંપની કુકાબુરા તેને અસલિયતના વાઘા પહેરાવવા માટે તૈયારી કરી ચુકી છે. ઘણી બધી ખુબીઓ ધરાવતા આ બોલને સ્માર્ટબોલ કહેવામાં આવે છે. અહીં એ નોંધ કરવાની કે વર્લ્ડકપ દરમિયાન ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ડેવિડ વોર્નરે સેન્સરવાળી બેટનો ઉપયોગ કર્યો હતો. નાઇન ન્યુઝ મેલબોર્નના જણાવ્યા અનુસાર ક્રિકેટના સૌથી અનિશ્ચિત વિકાસોમાંથી એકનો ખુલાસો લોર્ડસમાં થશે, જ્યાં ઓસ્ટ્રેલિયન ટીમ એશિઝની બીજી ટેસ્ટની તૈયારી કરી રહી છે. તેમના દ્વારા વધુમાં જણાવાયું હતું કે કુકાબુરાએ રિયલ ટાઇમ ડેટા મેળવવા…