ભારતીય ક્રિકેટ ટીમના માજી ઓપનર અને રાષ્ટ્રીય પસંદગીકાર વીબી ચંદ્રશેખરે માથે વધી ગયેલા દેવાના ભારણને કારણે આત્મહત્યા કરી લીધી હોવાનું પોલીસે જણાવ્યું છે. ગુરૂવારે જ્યારે પ્રારંભિક રિપોર્ટ આવ્યા તે અનુસાર તેમનું નિધન હાર્ટ એટેકને કારણે થયું હતું. જો કે પછીથી વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમણે દેવાના ભારણને કારણે પોતાના ઘરમાં જ ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. તમિલનાડુના આ માજી બેટ્સમેનનો 6 દિવસ પછી 58મો જન્મદિવસ આવી રહ્યો હતો. ચંદ્રશેખરે 1988થી 1990ની વચ્ચે 7 વન ડે રમી હતી. જેમાં તેમણે 88 રન કર્યા હતા. જો કે ડોમેસ્ટિક લેવલે તેમનું પ્રદર્શન સારું રહ્યું હતું અને 81 મેચમાં તેમણે 4999…
કવિ: Sports Desk
કપિલ દેવની આગેવાની હેઠળની ક્રિકેટ એડવાઇઝરી કમિટી (સીએસી)એ શુક્રવારે હેડ કોચની જાહેરાત કરી છે ત્યારે આ તરફ બીસીસીઆઇની પસંદગી પેનલે બોલિંગ કોચ માટે વેંકટેસ પ્રસાદ અને ઇંગ્લેન્ડના માજી ઝડપી બોલર ડેરેન ગોફની સાથે કુલ 7 ઉમેદવારોને શોર્ટલિસ્ટ કર્યા છે. આ તમામના ઇન્ટરવ્યુ આગામી 19 ઓગસ્ટના રોજ અહીં આવેલા બીસીસીઆઇના હેડક્વાર્ટરમાં લેવાશે. બીસીસીઆઇની પસંગગી પેનલે બોલિંગ કોચ માટે શોર્ટલિસ્ટ કરેલા 7 ઉમેદવારોમાં પ્રસાદ અને ગોફ ઉપરાંત લંડન સ્થિત ઝડપી બોલિંગ કોચ સ્ટીફન જોન્સ, ભારતના માજી બોલર સુબ્રતો બેનર્જી, અમિત ભંડારી, પારસ મહામ્બ્રે અને સુનિલ જોશીનો સમાવેશ થાય છે. આ સિવાય ટીમ ઇન્ડિયાના હાલના બોલિંગ કોચ ભરત અરુણ પહેલાથી જ આ દાવેદારોમાં…
ગોલ ખાતે રમાઇ રહેલી પ્રથમ ટેસ્ટના ત્રીજા દિવસે શ્રીલંકાએ 18 રનની નજીવી સરસાઇ મેળવ્યા પછી 195 રનમાં ન્યુઝીલેન્ડની 7 વિકેટ ઉપાડીને મજબૂત સ્થિતિ મેળવી લીધી છે. રમત બંધ રહી ત્યારે વિકેટકીપર બેટ્સમેન બીજે વેટલિંગ 63 જ્યારે સોમરવિલે 5 રન બનાવીને રમતમાં હતા. આ પહેલા ન્યુઝીલેન્ડના પ્રથમ દાવના 249 રન સામે શ્રીલંકાએ 267 રન બનાવ્યા હતા. શ્રીલંકા વતી નિરોશન ડિકવેલાએ સર્વાધિક 61 રન બનાવ્યા હતા, જ્યારે સુરંગા લકમલે 40 રનની ઇનિંગ રમી હતી. આ બંનેએ 8મી વિકેટની ભાગીદારીમાં મહત્વના 81 રન જોડતા યજમાન ટીમ સરસાઇ મેળવવામાં સફળ થઇ હતી. કીવી ટીમ વતી સ્પિનર એજાઝ પટેલે સૌથી વધુ 5 વિકેટ ઉપાડી હતી.…
ભારતના સ્ટાર રેસલર અને એશિયન તેમજ કોમનવેલ્થ ગેમ્સના ગોલ્ડ મેડલિસ્ટ બજરંગ પુનિયાનું નામ દેશના સર્વોચ્ચ રમત સન્માન રાજીવ ગાંધી ખેલ રત્ન માટે પસંદ કરાયું છે. તેનું નામ બાઇચુંગ ભુટિયા અને એમસી મેરી કોમ સહિતની 12 સભ્યોની પસંદગી સમિતિની બે દિવસીય બેઠકના આજના શુક્રવારના પહેલા દિવસે જ પસંદ કરવામાં આવ્યું હતું. ભારતીય રેસલિંગ ફેડરેશન દ્વારા બજરંગ પુનિયાની સાથે જ વિનેશ ફોગાટના નામની આ એવોર્ડ માટે ભલામણ કરવામાં આવી હતી, તેમાંથી બજરંગનું નામ પસંદ કરાયું છે. આ પસંદગી પ્રક્રિયા સાથે સંકળાયેલા એક સૂત્રએ કહ્યું હતું કે રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ માટે બજરંગના નામની પસંદગી કરવામાં આવી છે, તેનું નામ સર્વ સંમતિથી…
લંડનમાાં રમાતી એશિઝ સિરીઝની બીજી ટેસ્ટનો પ્રથમ દિવસ વરસાદે ધોઇ નાંખ્યા પછી બીજા દિવસે ઓસ્ટ્રેલિયન બોલરોની જોરદાર બોલિંગને પ્રતાપે ઇંગ્લેન્ડની ટીમ 258 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી, તો ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઇનિંગ દરમિયાન જ્યારે 38મી ઓવરનો પહેલો બોલ નંખાયો અને ઓસ્ટ્રેલિયાનો સ્કોર 4 વિકેટે 80 રન હતો ત્યારે વરસાદે વિઘ્ન નાંખ્યા પછી રમત શરૂ જ ન થઇ શકી હતી અને વરસાદે વિઘ્ન નાંખ્યું ત્યારે સ્ટીવ સ્મિથ 40 બોલમાં 13 રન કરીને જ્યારે મેથ્યુ વેડ શૂન્ય રને રમતમાં હતો.
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ની ક્રિકેટ એડવાઇઝરી કમિટી (સીએસી) ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ તરીકે ફરી એકવાર રવિ શાસ્ત્રી પર જ પસંદગીનો કળશ ઢોળ્યો છે. કપિલ દેવની આગેવાની હેઠળની સીએસીએ 6 દાવેદારોના ઇન્ટરવ્યુ લીધા પછી શાસ્ત્રીને આ જવાબદારી ફરી એકવાર સોંપી હતી. શાસ્ત્રી પછી સીએસીએ બીજા ક્રમે ન્યુઝીલેન્ડના માજી કોચ માઇક હેસન અને ત્રીજા ક્રમે ઓસ્ટ્રે્લિયાના માજી ઓલરાઉન્ડર ટોમ મુડીને મુક્યા હતા. રવિ શાસ્ત્રી પછી રેસમાં બીજા ક્રમે ન્યુઝીલેન્ડના માજી કોચ માઇક હેસન અને ત્રીજા ક્રમે ઓસ્ટ્રેલિયાના ટોમ મુડીના નામ રહ્યા સીએસી અધ્યક્ષ કપિલ દેવે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે સીએસીના ત્રણે સભ્યોએ પોતપોતાના લેવલે ઇન્ટરવ્યુ કર્યા પછી માર્કિંગ કરી…
બોલ ટેમ્પરિંગ પ્રકરણ પછી ઓસ્ટ્રેલિયન ટીમની સાંસ્કૃતિક સમિક્ષા કરનારા એથિક્સ પ્રોફેસર ડો. સાઇમન લોંગસ્ટાફે અહીં મંગળવારે આચરણ અને સુશાસન અંગે પ્રવચન કર્યું હતુ, તેમના આ પ્રવચનને ભારતીય ક્રિકેટ બોર્ડ સાથે જોડાયેલા ટોચના અધિકારીઓએ સાંભળ્યુ હતું. વહીવટદારોની કમિટી (સીઓએ)ના સભ્યો તેમજ એનસીએના અધ્યશ્ર રાહુલ દ્રવિડે પણ આ પ્રવચન સાંભળ્યું હતું. લોંગસ્ટાફે કહ્યુ હતું કે સામાજીક આચરણ અને ચરિત્રની સાથે પરફોર્મન્સ ઇન્સેન્ટિવ જોડાયેલું હોવું જોઇએ. સીઓએના સભ્ય લેફ્ટનન્ટ જનરલ રવિ થોડગેએ જણાવ્યું હતું કે દરેક રમત ઉતાર-ચઢાવમાંથી પસાર થાય છે. લોંગસ્ટાફ અહીં કંઇક સમજાવવા આવ્યા હતા. અમે તેમની સાથે વાત કરી હતી અને તેમણે પ્રવચન આપ્યું હતું. જો કે તે ભારતીય ક્રિકેટ…
બુધવારથી અહીંના લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે એશિઝ સિરીઝની બીજી ટેસ્ટ શરૂ થઇ રહી છે, ત્યારે બદલાયેલા બોલિંગ આક્રમણ સાથે મેદાને પડનારી યજમાન ઇઇંગ્લેન્ડની ટીમને ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટ્સમેન સ્ટીવ સ્મિથને કાબુંમાં લેવા માટે ઝડપી બોલર જોફ્રા આર્ચર સફળ રહેશે અને એશિઝ સિરીઝ બરોબરી કરવામાં સફળતા મળશે એવી આશા છે. 18 વર્ષ પછી ઇંગ્લેન્ડમાં એશિઝ સિરીઝ જીતવાની કવાયતમાં જોતરાયેલી ઓસ્ટ્રેલિયન ટીમે પહેલી ટેસ્ટની બંને ઇનિંગમાં સ્મિથની જોરદાર ઇનિંગને પ્રતાપે 251 રને જીત મેળવી હતી. બોલ ટેમ્પરિંગ પ્રકરણને કારણે 12 મહિનાનો પ્રતિબંધ વેઠીને આવેલા સ્મિથે બંને ઇનિંગમાં સદી ફટકારી હતી. ઇંગ્લેન્ડે પહેલી ટેસ્ટ ગુમાવ્યા પછી બે વાર એશિઝ સિરીઝ જીતી છે. જેમાં પહેલીવાર…
બર્મિંઘમ કોમનવેલ્થ ગેમ્સ 2022માંથી શૂટિંગને બાકાત કરાતા હવે ઓસ્ટ્રેલિયા પણ આ કોમનવેલ્થ ગેમ્સનો બહિષ્કાર કરે તેવી સંભાવના ઊભી થઇ છે. શૂટિંગને બાકાત કરવાની પહેલીવાર જાહેરાત થઇ હતી તે સમયે જ ભારતે બર્મિંઘમ કોમનવેલ્થ ગેમ્સના બબિષ્કારની ધમકી ઉચ્ચારી હતી, જો કે તે છતાં મંગળવારે કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશને શૂટિંગની બાદબાકી કરવામાં આવી હોવાની જાહેરાત કરી હતી અને તેના કારણે ઓસ્ટ્રેલિયાના ગન ઇન્ડસ્ટ્રી ગ્રુપ તેમજ શૂટર્સ યૂનિયને આ ગેમ્સનો બહિષ્કાર કરવાની માગ ઉઠાવી છે. શૂટર્સ યૂનિયન ઓસ્ટ્રેલિયા (એસયૂએ) એક લોબી છે જે ઓસ્ટ્રેલિયાના હજારો ગન માલિકો અને લોકોનું પ્રતિનિધિત્વ કરતું હોવાનો દાવો કરે છે અને તે અમેરિકામાં નેશનલ રાઇફલ એસોસિએશન સાથે સંબંધિત છે.…
ભારતે આપેલી બહિષ્કારની ધમકી છતાં કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશન (સીજીએફ)ના અધ્યક્ષ લુઇ માર્ટિને કહ્યું છે કે 2022ની બર્મિંઘમ કોમનવેલ્થ ગેમ્સમાં શૂટિંગ સ્પર્ધાનો સમાવેશ નથી. તેમના આ નિર્ણયને પગલે 1974 પછી પહેલીવાર એવું બનશે કે જ્યારે કોમનવેલ્થ ગેમ્સમાંથી શૂટિંગ સ્પર્ધાની બાદબાકી કરાશે. સીજીએફના અધ્યક્ષે એવું કહ્યું હતું કે શૂટિંગ સ્પર્ધા ક્યારેય પણ આ ગેમ્સનો અનિવાર્ય હિસ્સો રહી નથી. માર્ટિને બ્રિટનના અખબાર ડેઇલી ટેલિગ્રાફને જણાવ્યું હતું કે કોઇપણ રમતે આ ગેમ્સનો હિસ્સો બનવા માટેનો અધિકાર મેળવવો પડશે. તેમણે કહ્યું હતું કે શૂટિંગ એ અનિવાર્ય રમત રહી નથી. આપણે તેના પર કામ કરવું પડશે પણ શૂટિંગ ગેમ્સનો હિસ્સો નહીં હોય. અમારી પાસે તેના માટે…