ભારતીય મહિલા હોકી ટીમે અહીં રમાયેલી ઓલિમ્પિક્સ ટેસ્ટ ઇવેન્ટના રાઉન્ડ રોબિ લીગ મેચમાં વિશ્વની બીજા ક્રમની ટીમ સામે શરૂઆતમાં બે ગોલથી પાછળ પડ્યા પછી જોરદાર વાપસી કરીને આ મેચ 2-2થી ડ્રો કરી હતી. ટૂર્નામેન્ટની બીજી મેચમાં ભારતીય ટીમ માટે વંદના કટારિયાએ 36મી મિનીટમાં જ્યારે ગુરજીત કૌરે 59મી મિનીટમાં ગોલ કર્યા હતા. ઓસ્ટ્રેલિયા વતી કેટલિન નોબ્સે 14મી અને ગ્રેસ સ્ટીવર્ટે 43મી મિનીટમાં ગોલ કર્યા હતા. ભારતીય મહિલાઓએ શનિવારે પ્રથમ મેચમાં યજમાન જાપાનને 2-1થી હરાવ્યું હતું. વિશ્વની 10માં ક્રમની ભારતીય મહિલા હોકી ટીમે ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં તેના જેવી જ આક્રમકતા અપનાવી હતી. મેચની 14મી મિનીટમાં ભારતીય ડિફેન્ડર દ્વારા કરાયેલી ભુલને કારણે ઓસ્ટ્રેલિયાને…
કવિ: Sports Desk
ભારતીય પુરૂષ હોકી ટીમે સરસાઇ મેળવી હોવા છતાં રવિવારે અહીં ઓલિમ્પિક્સ ટેસ્ટ સ્પર્ધામાં પોતાની બીજી મેચમાં ન્યુઝીલેન્ડ સામે 1-2થી હારનો સામનો કરવો પડ્યો હતો. મેચની બીજી જ મિનીટમાં કેપ્ટન હરમનપ્રીત સિંહે પેનલ્ટી કોર્નરને ગોલમાં ફેરવીને ટીમને સરસાઇ અપાવી હતી. ન્યુઝીલેન્ડે જો કે અંતિમ ક્વાર્ટરમાં જેકબ સ્મિથના 47મી મિનીટના અને સે લેનના 60મી મિનીટના ગોલની મદદથી મેચ જીતી લીધી હતી. ભારતીય ટીમે બીજી મિનીટમાં ગોલ કર્યો તે પછી તેઓ એકપણ ગોલ કરી શક્યા નહોતા અને સામે પક્ષે ન્યુઝીલેન્ડને પણ ગોલ કરવાથી દૂર રાખ્યું હતું. ભારતને મેચની છઠ્ઠી મિનીટમાં વધુ એક પેનલ્ટી કોર્નર મળ્યો હતો પણ તેને તેઓ ગોલમાં ફેરવી શક્યા નહોતા.…
ભારતીય સ્પ્રીન્ટર હિમા દાસની બીજી જુલાઇથી શરૂ થયેલી ગોલ્ડન રન યથાવત છે અને હવે તેણે ચેક પ્રજાસત્તાકમાં એથ્લેટિકી મિટિનેક રીટર સ્પર્ધામાં 300 મીટરની દોડમાં ગોલ્ડ મેડલ જીતવા સાથે બે જુલાઇથી શરૂ થયેલી યુરોપિયન સ્પર્ધાની સ્વર્ણીમ સફરમાં હિમાએ છઠ્ઠો ગોલ્ડ મેડલ જીત્યો છે. તેની સાથે જ પુરૂષોની 300 મીટરની દોડમાં મહંમદ અનસે પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. હિમાએ શનિવારે ગોલ્ડ મેડલ જીત્યા પછી ટિ્વટ કર્યું હતું કે ચેક પ્રજાસત્તાકમાં આજે એથ્લેટિકી મિટિનેક રીટર 2019માં 200 મીટરની દોડમાં ટોચના સ્થાને રહી, મહંમદ અનસે પોતાની રેસ 32.41 સેકન્ડમાં પૂર્ણ કરીને ગોલ્ડ જીત્યો હતો.
શ્રીલંકાએ અહીં રમાયેલી પ્રવાસી ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં કેપ્ટન દિમૂથ કરુણારત્નેની સદીની મદદથી 6 વિકેટે વિજય મેળવ્યો હતો. શ્રીલંકાએ આ સાથે જ બે ટેસ્ટની સિરીઝમાં 1-0ની સરસાઇ મેળવી લીધી છે. બંને વચ્ચે બીજી ટેસ્ટ 22 ઓગસ્ટથી કોલંબો ખાતે રમાશે. ન્યુઝીલેન્ડનો પહેલો દાવ 249 રને સમેટાયા પછી શ્રીલંકાની પહેલી ઇનિંગ 267 રને પુરી થઇ હતી. તે પછી ન્યુઝીલેન્ડનો બીજો દાવ 285 રને સમેટાતા શ્રીલંકા સામે 268 રનનો વિજય લક્ષ્યાંક મુકાયો હતો. આ લક્ષ્યાંક સામે કરુણારત્ને અને થિરિમાનેએ મળીને 161 રનની ભાગીદારી કરીને શ્રીલંકાને જોરદાર શરૂઆત અપાવી હતી. શ્રીલંકાએ બે વિકેટ ઝડપથી ગુમાવી પણ કરુણારત્નેએ એક છેડો સાચવીને 122 રનની શતકીય ઇનિંગ…
સુરતના સ્ટાર ટેબલ ટેનિસ ખેલાડી હરમિત દેસાઇની શનિવારે અર્જુન એવોર્ડ માટે નોમિનેશન મળવાની ઉજવણી આજે રવિવારે તિરુવનંતપૂરમમાં યુટીટી સાઉથ ઝોન નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં સિંગલ્સનું ટાઇટલ જીતીને ઉજવણી કરી હતી. હરમીતે ફાઇનલમાં તમિલનાડુના ખેલાડી સુશ્મીત શ્રીરામને હરાવીને આ ટાઇટલ જીત્યું હતું. હરમિતે સુશ્મીત શ્રીરામને 11-6, 11-8, 11-5, 6-11, 12-10થી હરાવ્યો હતો. આ પહેલા હરમિતે સેમી ફાઇનલમાં સૌમ્યજીત ઘોષને હરાવ્યો હતો. હરમિતનું છેલ્લા 3 વર્ષમાં આ પ્રથમ ઝોનલ ટાઇટલ રહ્યું છે. આ પહેલા હરમિત છેલ્લે 2016માં સેન્ટ્રલ ઝોન ટાઇટલ જીત્યો હતો અને તે સમયે તેણે ફાઇનલમાં સુભાજીત સાહાને હરાવ્યો હતો, જેને અહીં તેણે ક્વાર્ટર ફાઇનલમાં હરાવ્યો છે. મહિલા સિંગલ્સમાં અહિકા…
વેસ્ટઇન્ડિઝના પ્રવાસની ટેસ્ટ સિરીઝ પહેલાની વોર્મ અપ મેચમાં ભારતીય ટીમે ચેતેશ્વર પુજારાની સદી અને રોહિત શર્માની અર્ધસદીની મદદથી 5 વિકેટે 297 રન બનાવીને દાવ ડિકલેર કર્યો હતો. ભારતીય ટીમે શરૂઆતના ઝાટકા પછી આ બંનેની ઇનિંગની મદદથી 297 રનનો સ્કોર નોંધાવ્યો હતો. શનિવારે શરૂ થયેલી મેચમાં લંચ બ્રેક સુધીમાં ભારતીય ટીમ 89 રનમાં 3 વિકેટ ગુમાવી ચુકી હતી. જો કે તે પછી ચેતેશ્વર પુજારા અને રોહિત શર્માએ મળીને બાજી સંભાળી હતી અને બંને મળીને ચોથી વિકેટની ભાગીદારીમાં 132 રન જોડ્યા હતા. રોહિત શર્મા 68 રન કરીને આઉટ થયો હતો. તે પહેલા પુજારા 100 રન કરીને રિટાયર્ડ હર્ટ થયો હતો. પૂજારા અંતિમ…
લોર્ડસ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઇ રહેલી બીજી એશિઝ ટેસ્ટના રવિવારના પાંચમા દિવસે ઇંગ્લેન્ડે 5 વિકેટે 258 રનના સ્કોર પર પોતાનો દાવ ડિકલેર કરીને ઓસ્ટ્રેલિયાને દિવસની બાકી રહેલી 48 ઓવરમાં 267 રન કરી લેવાનો પડકાર ફેંક્યો હતો. બેન સ્ટોક્સે જેવી પોતાની સદી પુરી કરી તે પછી જ્યારે તે115 રને હતો તે સમયે જો રૂટે દાવ ડિકલેર કર્યો હતો. આ પહેલા ગઇકાલના 4 વિકેટે 96 રનના સ્કોરથી આજે દિવસની રમતની શરૂઆત સ્ટોક્સ અને જોશ બટલર દ્વારા કરવામાં આવી હતી. બંનેએ મળીને 90 રનની ભાગીદારી કરી હતી. તે પછી જ્યારે સ્કોર 161 પર પહોંચ્યો ત્યારે બટલર 31 રન કરીને આઉટ થયો હતો. તે…
ઓસ્ટ્રેલિયન ટીમના બેટ્સમેન સ્ટીવ સ્મિથને શનિવારે જોફ્રા આર્ચરનો બોલ ગરદનના ભાગે વાગ્યા પછી રવિવારે મેચના પાંચમા દિવસે જ્યારે તે સ્વારે ઉઠ્યો ત્યારે તેણે ચક્કર આવવા અને માથામાં દુખાવાની ફરિયાદ કરી હતી, તેના કારણે તેને મેચમાં આગળ ન રમાડવાનો નિર્ણય કરાયો હતો, અને હવે તેના સ્થાને માનર્સ લેબશોનને ઉતારાયો છે. નવા નિયમ હેઠળ ઇજાગ્રસ્ત ખેલાડીને સ્થાને ટીમમાં સમાવાયેલ ખેલાડી બેટિંગ બોલિંગ કરી શકે છે અને તે નિયમ હેઠળ ટીમમાં સામેલ થનારો માનર્સ લેબશોન પહેલો ક્રિકેટર બની ગયો. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ સ્મિથના રિપ્લેસમેન્ટ માટે કરેલી વિનંતીને આઇસીસીએ સ્વીકારી લીધી હતી. આઇસીસીના નવા કંક્શન નિયમ અનુસાર ઇજાગ્રસ્ત ખેલાડીનું સ્થાન લેનાર અન્ય ખેલાડી બેટિંગ અને…
ભારતીય ટીમના ટેસ્ટ નિષ્ણાત ચેતેશ્વર પુજારા, અજિંકેય રહાણેની સાથે જસપ્રીત બુમરાહ બે મેચોની સિરીઝ પહેલા વેસ્ટઇન્ડિઝ ક્રિકેટ બોર્ડ ઇલેવન સામે શનિવારથી શરૂ થનારી ત્રિદિવસીય પ્રેક્ટિસ મેચમાં પોતાના શસ્ત્ર સજાવવા માગશે. કેપ્ટન કોહલીને ત્રીજી વન ડે દરમિયાન અંગુઠામાં ઇજા થઇ છે ત્યારે ટીમ મેનેજમેન્ટ થોડી સતર્કતા દાખવે તેવી સંભાવના છે અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પહેલા પોતાના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓને તે આરામ આપી શકે છે. ટેસ્ટ ફોર્મેટમાં પુજારા છ મહિના પછી લાલ બોલનું સ્પર્ધાત્મક ક્રિકેટ રમવા ઉતરશે. તે અંતિમ વાર સૌરાષ્ટ્ર વતી રણજી ફાઇનલ રમ્યો હતો. જ્યારે રહાણે ઇંગ્લીશ કાઉન્ટી ક્રિકેટમાં 23.61ની એવરેજે માત્ર 307 રન જ બનાવી શક્યો છે. બુમરાહ આરામ કરીને…
વિશ્વના નંબર વન ખેલાડી નોવાક જોકોવિચે એટીપી સિનસિનાટી માસ્ટર્સ ટેનિસ ટૂર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો જ્યારે ત્રીજા ક્રમાંકિત રોજર ફેડરર અપસેટનો શિકાર બન્યો હતો. જોકોવિચે બુધવારે 90 મિનીટ સુધી ચાલેલી મેચમાં સ્પેનના 53માં ક્રમાંકિત પાબ્લો કારેનોને 6-3, 6-4થી હરાવ્યો હતો. સિનસિનાટીમાં 7 વારનો ચેમ્પિયન ફેડરર પહેલીવાર રશિયાના આન્દ્રે રુબલેવ સામે રમી રહ્યો હતો અને એક કલાકમાં તે 3-6, 4-6થી અપસેટનો શિકાર બન્યો હતો. જોકોવિચ સામે વિમ્બલ્ડનની ફાઇનલમાં હાર્યા પછી ફેડરરની આ બીજી જ મેચ હતી. ડિફેન્ડીંગ ચેમ્પિયન જોકોવિચ ક્વાર્ટર ફાઇનલમાં ફ્રાન્સના લુકાસ પૌલી સામે રમશે જેણે રશિયાના કારેન ખાચાનોવને 6-7, 6-4, 6-2થી હરાવ્યો હતો. મહિલાઓમાં એશ્લે બાર્ટીએ એનેટ…