મહિલા ક્રિકેટ સુપર લિગમાં ડેનિયેલા વ્યાટે તોફાની સદી ફટકારીને ઇતિહાસ રચ્યો હતો. તે આ સિદ્ધી મેળવનારી પહેલી ઇંગ્લીશ મહિલા ખેલાડી બની છે. વ્યાટે સધર્ન વાઇપર્સ વતી રમતા 60 બોલમાં 9 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 110 રનની તોફાની ઇનિંગ રમી હતી અને તેની આ તોફાની ઇનિંગના પ્રતાપે સધર્ન વાઇપર્સે સરે સ્ટાર્સ સામે 89 રને વિજય મેળવ્યો હતો. વ્યાટે બનાવેલો આ સ્કોર આ લિગનો બીજો સૌથી મોટો સ્કોર છે. આ પહેલા 2017માં સુઝી બેટ્સે ફટકારેલા 119 રન આ લિગનો રેકોર્ડ છે.
કવિ: Sports Desk
ભારતીય રેસલિંગ ફેડરેશન (ડબલ્યુએફઆઇ) દ્વારા નેશનલ કેમ્પમાંથી પરવાનગી લીધા વગર ચાલ્યા જવા માટે ઓલિમ્પિક્સ બ્રોન્ઝ મેડલિસ્ટ મહિલા રેસલર સાક્ષી મલિકને શો કોઝ નોટિસ ફટકારવામાં આવી હતી, જો કે આ શો કોઝના જવાબમાં સાક્ષી મલિકે કારણ જણાવીને માફી માગી લેતા તેને લખનઉ સ્થિત સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (સાઇ)માં ચાલી રહેલા નેશનલ કેમ્પમાં ફરી એન્ટ્રી આપવામાં આવી છે. સાક્ષી ઉપરાંત સીમા બિસલા અને કિરણ એમ કુલ 3 મહિલા રેસલર પર ગેરશિસ્તનો આરોપ મુકીને ડબલ્યુએફઆઇએ નેશનલ કેમ્પમાંથી સસ્પેન્ડ કરી દીધી હતી. આ ત્રણે મહિલા રેસલર આગામી વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે પહેલાથી જ ક્વોલિફાઇ કરી ચુકી છે. ડબલ્યુએફઆઇના સંયુક્ત સચિવ વિનોદ તોમરે સોમવારે જણાવ્યું હતું…
મહિલા ટેનિસ એસોસિએશન (ડબલ્યુટીએ) દ્વારા સોમવારે જાહેર કરાયેલા નવા રેન્કિંગમાં મેડિસન કિઝે 8 ક્રમની છલાંગ લગાવીને ટોપ ટેનમાં 10મા ક્રમે એન્ટ્રી કરી છે. આ ઉપરાંત એકાદ બે નજીવા ફેરફાર સિવાય મહિલાઓના ટોપ ટેનમાં કોઇ મોટો ફરક દેખાયો નથી. નાઓમી ઓસાકાએ પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. યુક્રેનની એલિના સ્વિતોલિનાએ બે ક્રમ ઉપર ચઢીને 7માં પરથી 5માં ક્રમે આવી છે, તો 5મા ક્રમે બેઠેલી કિકી બર્ટેન્સ બે ક્રમ નીચે ઉતરીને 7માં ક્રમે પહોંચી છે. ડબલ્યુટીઍ રેન્કિંગ ટોપ ટેન [table id=3 /]
ઓસ્ટ્રેલિયન બેટ્સમેન સ્ટીવ સ્મિથ બોલ ટેમ્પરિંગ પ્રકરણ પછી હવે વધુ જોરદાર પ્રદર્શન વડે ટેસ્ટ રેન્કિંગમાં ટોચના સ્થાન તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે. ઇંગ્લેન્ડ સામેની બીજી એશિઝ ટેસ્ટમાં 92 રનની ઇનિંગ રમવાને કારણે સ્મિથ સોમવારે જાહેર થયેલા આઇસીસી ટેસ્ટ રેન્કિંગમાં ન્યુઝીલેન્ડના કેન વિલિયમ્સનને ઓવરટેક કરીને બીજા સ્થાને પહોંચી ગયો છે અને ટોચના સ્થાને બેઠેલા વિરાટ કોહલીથી હવે તે માત્ર 9 પોઇન્ટ જ દૂર રહ્યો છે. ટેસ્ટ રેન્કિંગ ટોપ ટેન બેટ્સમેન [table id=14 /] ટેસ્ટ રેન્કિંગમાં કોહલીના 922 પોઇન્ટ છે, જ્યારે બર્મિંઘમ ટેસ્ટની બંને ઇનિંગમાં સદી ફટકારનાર સ્મિથે લોર્ડસ ટેસ્ટમાં 92 રનની ઇનિંગ રમી તેની સાથે જે 913 પોઇન્ટ સાથે બીજા…
લોર્ડસના મેદાન પર રમાયેલી બીજી એશિઝ ટેસ્ટમાં રવિવારે ઓસ્ટ્રેલિયાએ પોતાના પર આવી પડેલા પરાજયના સંકટને ટાળીને મેચ ડ્રો કરી હતી. ક્રિકેટ ઇતિહાસમાં પહેલીવાર કન્કશન સબસ્ટીટ્યૂટ તરીકે બેટિંગ કરવા ઉતરેલા માર્નસ લેબુશેને 59 રનની જોરદાર ઇનિંગ રમીને ઓસ્ટ્રેલિયાને ઇંગ્લેન્ડના સકંજામાંથી છટકાવીને આ ટેસ્ટ ડ્રો કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. વિજય માટે 48 ઓવરમાં 267 રન કરવાના મળેલા પડકારની સામે ઓસ્ટ્રેલિયાએ 6 વિકેટે 154 રન બનાવ્યા હતા. 267 રનનો લક્ષ્યાંક મળ્યા પછી પોતાનો બીજો દાવ લેવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમે 47 રનના સ્કોર પર પોતાની ટોપ ઓર્ડરની 3 વિકેટ ગુમાવી દીધી હતી. જો કે તે પછી ઇજાગ્રસ્ત સ્ટીવ સ્મિથના સ્થાને કન્કશન સબસ્ટીટ્યૂટ તરીકે…
એન્ટીગા ખાતે રમાયેલી ત્રિદિવસીય પ્રેક્ટિસ મેચમાં ભારતીય ટીમે પહેલા દિવસે 5 વિકેટે 297 રનનો સ્કોર બનાવ્યા પછી બીજા દિવસે રમત શરૂ થઇ ત્યારે જ દાવ ડિક્લેર કરી દઇને વેસ્ટઇન્ડિઝને બેટિંગ કરવા ઉતાર્યા પછી ઇશાંત શર્મા, ઉમેશ યાદવ અને કુલદીપ યાદવની ત્રિપુટીએ જોરદાર બોલિંગ કરીને વેસ્ટઇન્ડિઝ-એ ટીમને 181 રને તંબુભેગી કરી દીધી હતી. તે પછી ભારતીય ટીમે 1 વિકેટના ભોગે 84 રન બનાવી લઇને પોતાની સરસાઇ 200 રન કરી નાંખી હતી. સોમવારે ત્રીજા દિવસે ભારતીય ટીમે હનુમા વિહારી અને અજિંકેય રહાણેની અર્ધસદીની મદદથી 5 વિકેટે 188 રન કરીને દાવ ડિકલેર કરીને વેસ્ટઇન્ડિઝ-એને 305 રન કરવાનો લક્ષ્યાંક આપ્યો હતો. જેની સામે 21…
દાનિલ મેદવેદેવે અહીં સિનસિનાટી એટીપી માસ્ટર્સમાં પુરૂષ સિંગલ્સમાં જ્યારે મેડિસન કિઝે ડબલ્યુટીએ માસ્ટર્સની મહિલા સિંગલ્સમાં ફાઇનલ મેચ જીતીને ટાઇટલ કબજે કર્યું હતું. છેલ્લી બે ટૂર્નામેન્ટમાં રનર્સ અપ રહીને સંતોષ માનનારા મેદવેદેવ રવિવારે રાત્રે ડેવિડ ગોફિનને 7-6 (7/3), 6-4થી હરાવીને ચેમ્પિયન બન્યો હતો. મેદવેદેવે અંતિમ ગેમમાં બ્રેક પોઇન્ટ બચાવીને એક એશ ફટકારીને વિજય મેળવી લીધો હતો. માસ્ટર્સ 1000માં આ તેનું પહેલું ટાઇટલ રહ્યું છે મેદવેદેવ આ પહેલા વોશિંગ્ટનમાં નિક કિર્ગિયોસ સામે જ્યારે મોન્ટ્રિયલમાં રફેલ નડાલ સામે ફાઇનલમાં હાર્યો હતો. સેમી ફાઇનલમાં મેદવેદેવે નંબર વન નોવાક જોકોવિચને હરાવ્યો હતો. આ તરફ મહિલા સિંગલ્સમાં કિઝે સ્વેતલાના કુઝનેત્સોવાને 7-5, 7-6 (7/5)થી હરાવીને ટાઇટલ જીત્યું…
એન્ટીગા, તા. 19 : ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાના 11 વર્ષ પુરા થવાના અવસરે ટીમ ઇન્ડિયાના કેપ્ટન અને કિંગ કોહલીના નામે જાણીતા વિરાટ કોહલીએ પોતાની ડેબ્યુ મેચનો એક થ્રો બેક ફોટો શેર કરીને પોતાના દ્વારા પ્રાપ્ત કરાયેલી સફળતા માટે આભારની લાગણી વ્યક્ત કરી છે. View this post on Instagram From starting as a teenager on the same day in 2008 to reflecting on the journey 11 years after on this present day in 2019, I couldn’t have dreamt of the blessings God has showered me with. May you all get the strength and power to follow your dreams and always…
રશિયાની અનુભવી ટેનિસ ખેલાડી સ્વેતલાના કુઝનેત્સોવાએ ડબલ્યુટીએ સિનસિનાટી માસ્ટર્સ ટેનિસ ટૂર્નામેન્ટની સેમી ફાઇનલમાં ટોચની ક્રમાંકિત એશ્લે બાર્ટીને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. કુઝનેત્સોવાએ બાર્ટીને 6-2, 6-4થી હરાવી હતી. હવે ફાઇનલમાં તેનો સામનો અમેરિકાની મેડિસન કિઝ સાથે થશે તેણે પોતાના જ દેશની સોફિયા કેનિનને 7-5, 6-4થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આ તરફ વિશ્વનો નંબર વન ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચ સિનસિનાટી માસ્ટર્સ ટેનિસ ટૂર્નામેન્ટની સેમી ફાઇનલમાં અપસેટનો શિકાર થયો હતો. જોકોવિચને રશિયાના 9માં ક્રમાંકિત ખેલાડી દાનિલ મેદવેદેવે 3-6, 6-3, 6-3થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ફાઇનલમાં મેદવેદેવનો સામનો બેલ્જિયમના 16માં ક્રમાંકિત ડેવિડ ગોફીન સાથે થશે. ગોફીને બીજી સેમી ફાઇનલમાં ફ્રાન્સના રિચર્ડ…
નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી (નાડા) બેંગલુરૂમાં દુલીપ ટ્રોફીની આગામી મેચ દરમિયાન ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ હેઠળ રજીસ્ટર્ડ થયેલા ખેલાડીઓના ડોપ ટેસ્ટ શરૂ કરી દેશે. બીસીસીઆઇ દ્વારા મુકાયેલી લીડ ડોપ કન્ટ્રોલ ઓફિસર (એલડીસીઓ) તરીકે ક્વોલિફાઇડ મેડિકલ પ્રેક્ટિશનરને રાખવાની શરત નાડાએ સ્વીકારી લીધી છે. હાલમાં જ બીસીસીઆઈના ક્રિકેટ ઓપરેશન જનરલ મેનેજર સબા કરીમ અને એન્ટી ડોપિંગ યુનિટના અધ્યક્ષ અભિજીત સાલ્વીએ નાડાના વરિષ્ઠ અધિકારીઓ સાથે આગળની વ્યુહરચના અંગે ચર્ચા માટે મુલાકાત કરી હતી. જેમાં મહાનિર્દેશક નવીન અગ્રવાલ સામેલ હતા. નાડાએ બેઠક પછી કહ્યું હતું કે અમે આ ભાગીદારી જેમ બને તેમ દુલીપ ટ્રોફીથી શરૂ કરવાની આશા રાખી રહ્યા છીએ. નાડા જોકે બેંગલુરૂમાં ઇન્ડિયા…