ભારતીય દિવ્યાંગ સ્વીમર સત્યેન્દ્ર સિંહ લોહિયાએ અમેરિકામાં 42 કિમી લાંબી કેટલિના ચેનલને માત્ર 11 કલાક અને 34 મિનીટમાં તરીને પાર કરી ઇતિહાસ રચ્યો છે. મધ્યપ્રદેશના ગ્વાલિયરનો રહીશ સત્યેન્દ્ર આટલા ઓછા સમયમાં આ ચેનલને પાર કરનારો એશિયાનો પહેલો દિવ્યાંગ સ્વીમર બન્યો છે. સૌથી ઓછા સમયમાં કેટલીના ચેનલ તરીને પાર કરનારો સત્યેન્દ્ર એશિયાનો પહેલો દિવ્યાંગ સ્વીમર કેટલીના ચેનલમાં પાણીનું તાપમાન અંદાજે 12 ડિગ્રી જેવું હોય છે, આ સ્થિતિમાં સતત તરીને તેને પાર કરવી સૌથી મુશ્કેલ ગણાય છે. જો કે સત્યેન્દ્રએ આ પડકાર સ્વીકારી લઇને તેને પાર કરી દેશ અને પોતાના રાજ્યનું નામ રોશન કરી દીધું હતું. આ પાણીમાં શાર્ક માછલીના હુમલાનું પણ…
કવિ: Sports Desk
નોર્થ કેરોલિનામાં ચાલી રહેલી એટીપી ટુર્નામેન્ટના મુખ્ય ડ્રોની મેચ જીતનારો લી ડક પહેલો બધિર ખેલાડી બન્યો છે. દક્ષિણ કોરિયાના 21 વર્ષિય લી ડકે વરસાદી માહોલ વચ્ચે રમાયેલી મેચમાં સ્વિટ્ઝરલેન્ડના લાક્સોનેનને 7-6, 6-1થી હરાવ્યો હતો. તેણે કહ્યું હતું કે મેં વિચાર્યું નહોતું કે હું અહીં સુધી પહોંચીશ મેં મારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું અને જીત્યો. હવે તેનો સામનો પોલેન્ડના હબર્ટ હુકોર્ઝ સાથે થશે. લી ડકે સ્વીકાર્યું હતું કે તેની નબળાઇને કારણે તેને કોર્ટ પર થોડી મુશ્કેલી પડે છે, તે લાઇન કોલ કે અમ્પાયરનો કોલ સાંભળી શકતો નથી અને તેના માટે તેણે ઇશારાઓ પર નિર્ભર રહેવું પડે છે. મેચ પછી પ્રેસ કોન્ફરન્સમાં કોરિયન…
વેસ્ટઇન્ડિઝના પ્રવાસે ગયેલી ભારતીય ટીમે પહેલા ટી-20 સિરીઝ અને તે પછી વન-ડે સિરીઝમાં વેસ્ટઇન્ડિઝના સુપડાં સાફ કરી દીધા પછી હવે ગુરૂવારથી બે ટેસ્ટની સિરીઝ શરૂ થઇ રહી છે અને તેમાં પણ વિન્ડીઝ ટીમનો સફાયો કરવા પર ટીમ ઇન્ડિયાની નજર છે. જો કે 22 ઓગસ્ટથી શરૂ થઇ રહેલી પ્રથમ ટેસ્ટ પહેલા વિરાટ કોહલી સામે એક મુશ્કેલ ટાસ્ક આવી ગયો છે. વેસ્ટઇન્ડિઝ સામેની પહેલી ટેસ્ટ માટેની પ્લેઇંગ ઇલેવન પસંદ કરવા મામલે ટીમ મેનેજમેન્ટ અને કેપ્ટન વિમાસણમાં છે. તેમની સામે મુંઝવણ એ છે કે અજિંકેય રહાણે અને રોહિત શર્મા બંનેને રમાડવા કે પછી તેમાંથી એકને રમાડવો. સૌથી મહત્વની વાત એ છે કે જો…
16 મે 2013 : આપીએલમાં સ્પોટ ફિક્સીંગ મામલે દિલ્હી પોલીસે રાજસ્થાન રોયલ્સના 3 ખેલાડી એસ શ્રીસંત, અંકિત ચવાણ અને અજીત ચંદેલાની ધરપકડ કરી, બીસીસીઆઇએ ત્રણેય ખેલાડીને સસ્પેન્ડ કરી દીધા 17 મે 2013 : દિલ્હી પોલીસે સત્તાવાર નિવેદન બહાર પાડ્યું. શ્રીસંતે પાંચ દિવસના રિમાન્ડ દરમિયાન સ્પોટ ફિક્સીંગની વાત સ્વીકારી. રાજસ્થાન રોયલ્સના માજી ખેલાડી અમિત સિંહ સહિત 11 બુકીઓ પણ સકંજામાં આવ્યા 11 જૂન 2013 : શ્રીસંતને દિલ્હી કોર્ટમાંથી જામીન મળ્યા, એ જ દિવસે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના એન્ટી કરપ્શન એન્ડ સિક્યુરીટી ઓફિસર રવી સવાણીએ પોતાનો વચગાળાનો અહેવાલ જમા કરાવ્યો 13 સપ્ટેમ્બર 2013 : બીસીસીઆઇએ રાજસ્થાન રોયલ્સના આરોપી ખેલાડીઓ પર પ્રતિબંધ…
વેસ્ટઇન્ડિઝ સામે 22 ઓગસ્ટથી શરૂ થઇ રહેલી પહેલી ટેસ્ટ જો વિરાટ કોહલી જીતી લેશે તો તે રમતના આ સૌથી લાંબા ફોર્મેટમાં ભારત વતી સર્વાધિક મેચ જીતવાના માજી કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના રેકોર્ડની બરોબરી કરી લેશે. 46 મેચમાં ભારતીય ટીમનું સુકાન સંભાળનારા કોહલીએ અત્યાર સુધી 26 ટેસ્ટ જીતી છે. જ્યારે ધોનીના નામે 60 મેચમાંથી 27માં જીત મેળવવાનો રેકોર્ડ છે. પોતાના સુકાન હેઠળ કોહલીએ ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડમાં જીતાડ્યું છે. સર્વાધિક ટેસ્ટ વિજય મેળવનારા ભારતીય કેપ્ટન કેપ્ટન મેચ જીત એમએસ ધોની 60 …
જમ્મુ-કાશ્મીરમાંથી કેન્દ્ર સરકારે કલમ 370 હટાવી લીધી તેનાથી પાકિસ્તાનના રાજકારણીઓ જ નહીં પણ ત્યાંના ક્રિકેટર્સ પણ ધુંધવાયેલા છે. આ પહેલા શાહિદ આફ્રિદી, શોએબ અખ્તર અને સરફરાઝ અહેમદ પોતાનો વાંધો દર્શાવી ચુક્યા છે અને હવે તેમાં માજી કેપ્ટન જાવેદ મિયાંદાદનું નામ ઉમેરાયું છે. કાશ્મીર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે ટીપ્પણી કરતી વખતે મિયાંદાદે પોતાના પરનો કાબુ ગુમાવીને મીડિયા સમક્ષ એવું કહ્યું હતું કે પાકિસ્તાન પાસે જે અણુ બોમ્બ છે તે માત્ર બતાવવા માટે નહીં પણ ઉપયોગ કરવા માટે છે. પાકિસ્તાનની એક સ્પોર્ટસ વેબસાઇટે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જાવેદ મિયાંદાદનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે પાકિસ્તાની પત્રકારો સાથે કાશ્મીર મામલે…
ભારતના એચએસ પ્રણોયે બીડબલ્યુએફ બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપ-2019માં પોતાની બીજી મેચમાં મંગળવારે બે વારના ઓલિમ્પિક્સ ચેમ્પિયન લિન ડેનને હરાવીને પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું નામ દાખલ કરી લીધું હતું. વર્લ્ડ રેન્કિંગમાં 30માં ક્રમના પ્રણોયે વર્લ્ડ નંબર 17 અને 5 વારના વર્લ્ડ ચેમ્પિયન ડેનને 21-11, 13-21, 21-7થી હરાવ્યો હતો. પ્રણોયે આ મેચ જીતવા માટે એક કલાક અને બે મિનીટનો સમય લીધો હતો. આ વિજયની સાથે જ પ્રણોયે 5 વારના વર્લ્ડ ચેમ્પિયન ડેન સામે પોતાની કેરિયરનો રેકોર્ડ 3-2 કરી લીધો હતો. તેણે મેચમાં જોરદાર શરૂઆત કરીને પહેલી ગેમમાં પોતાની મજબૂત પકડ જમાવી લીધી હતી. પહેલા 8-3 પછી 12-5 અને 16-9ની સરસાઇ મેળવીને તેણે અંતે એ…
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના લોકપાલ ડી કે જૈને એવો આદેશ કર્યો છે કે કથિત સ્પોટ ફિક્સીંગ મામલે ખરડાયેલો ક્રિકેટર એસ શ્રીસંતનો પ્રતિબંધ આવતા વર્ષે ઓગસ્ટમાં પુરો થઇ જશે. તેમણે એવું તારવ્યું હતું કે 6 વર્ષથી ચાલી રહેલા પ્રતિબંધને કારણે શ્રીસંત પોતાનો સર્વશ્રેષ્ઠ ગાળો પહેલાથી જ ગુમાવી ચુક્યો છે. બીસીસીઆઇએ શ્રીસંત પર ઓગસ્ટ 2013માં આજીવન પ્રતિબંધ મુક્યો હતો. તેના સિવાય આઇપીએલમાં કથિત સ્પોટ ફિક્સીંગના આરોપમાં રાજસ્થાન રોયલ્સના અજીત ચંદીલા અને અંકિત ચવાણ પર પણ આજીવન પ્રતિબંધ મુકાયો હતો. સર્વોચ્ચ અદાલતે આ વર્ષે માર્ચમાં બીસીસીઆઇની ડિસીપ્લનરી કમિટીનો નિર્ણય બદલી કાઢ્યો હતો. હવે 7 ઓગસ્ટના પોતાના નિર્ણયમાં જૈને કહ્યું છે કે આ…
ભારતીય હોકી ટીમે સ્ટ્રાઇકર મનદીપ સિંહની હેટ્રિકની મદદથી જાપાનને 6-3થી હરાવીને ટોક્યોમાં રમાતી ઓલિમ્પિક્સ ટેસ્ટ ટૂર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ભારતીય ટીમનો ત્રીજી મેચમાં જેની સામે 1-2થી પરાજય થયો હતો તે ન્યુઝીલેન્ડ સામે જ હવે તેમણે બુધવારે ફાઇનલમાં રમવાનું છે. ભારતીય ટીમ વતી મનદીપે 9મી, 29મી અને 30મી મિનીટમાં ગોલ કર્યા હતા. તેના સિવાય નાલાકાંતા શર્માએ ત્રીજી, નીલમ સંજીવ સેસે 7મી અને ગુરજંત સિંહે 41મી મિનીટમાં ગોલ કર્યા હતા. જાપાન તરફથી કેન્તારો ફુફુડાએ 25મી, કેન્તા તનાકાએ 36મી અને કાઝુમા મુરાતાએ 52મી મિનીટમાં ગોલ કર્યા હતા. નીલાકાંતાએ ભારતને જોરદાર શરૂઆત અપાવીને ત્રીજી મિનીટમાં જ ફિલ્ડ ગોલ કર્યો હતો અને તેના કારણે…
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના વહીવટદારોની કમિટી (સીઓએ)ના સભ્ય ડાયેના એદલજીએ એવું સ્વીકાર્યુ હતું કે સીઓએને બીસીસીઆઇના દૈનિક સંચાલનમાં હિતોના ટકરાવને લાગુ કરવામાં વ્યવહારિક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે અને આ મુદ્દે હવે વ્હાઇટ પેપર તૈયાર કરવામાં આવશે. એદલજી અને તેના સાથી લેફ્ટનન્ટ જનલર રવિ થોડગેએ માજી રાષ્ટ્રીય કેપ્ટનો દિલીપ વેંગસરકર અને સૌરવ ગાંગુલીની સ્કાઇપે દ્વારા તેમજ માજી અને હાલના ક્રિકેટરો સાથે મુલાકાત કરીને સર્વોચ્ચ અદાલત દ્વારા નિયુકત જસ્ટિસ આરએમ લોઢા કમિતીના વિવાદાસ્પદ નિયમથી થઇ રહેલી સમસ્યા પર ચર્ચા કરી હતી. આ બેઠકમાં સંજય માંજરેકર, ઇરફાન પઠાણ, પાર્થિવ પટેલ, અજીત અગારકર અને રોહન ગાવસ્કરે પણ ભાગ લીધો હતો. બેઠક પછી…