કવિ: Sports Desk

ગુરૂવારથી અહીં શરૂ થઇ રહેલી પ્રથમ ટેસ્ટ પહેલા આંકડાઓ પર નજર નાખવામાં આવે તો કેરેબિયન ટીમ મેચ જીતવાના મામલે ટીમ ઇન્ડિયાથી ઘણી આગળ છે. જો કે સાથે જ એક રસપ્રદ આંકડો એ પણ છે કે વેસ્ટઇન્ડિઝની ટીમ છેલ્લા 17 વર્ષથી ભારતીય ટીમને હરાવી શકી નથી. બંને વચ્ચે રમાયેલી કુલ 96 ટેસ્ટમાંથી વેસ્ટઇન્ડિઝ 30માં જ્યારે ભારત 20માં વિજેતા થયું છે, 46 મેચ ડ્રો રહૈી છે. કોહલીને ધોની અને પોન્ટિંગની બરોબરી કરવાની તક ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીને આવતીકાલથી શરૂ થઇ રહેલી વેસ્ટઇન્ડિઝ સામેની પહેલી ટેસ્ટમાં માજી કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને માજી ઓસ્ટ્રેલિયન કેપ્ટન રિકી પોન્ટીંગની બરોબરી કરવાની તક છે. જો…

Read More

ન્યુઝીલેન્ડની ટીમના માજી કોચ માઇક હેસને પાકિસ્તાનની રાષ્ટ્રીય ટીમના કોચ બનવાની ઓફર ફગાવી દીધી છે. હાલમાં જ ટીમ ઇન્ડિયાના કોચ બનવા માટે જે 6 નામ શોર્ટ લિસ્ટ કરાયા હતા, તેમાં હેસનનું નામ સામેલ હતું. વળી સીએસીના સભ્યોએ આપેલા માર્કિંગમાં પણ તે શાસ્ત્રી પછી બીજા સ્થાને રહ્યા હતા. શાસ્ત્રીની ફરી પસંદગી થતાં એવું મનાતું હતું કે હેસન પાકિસ્તાની ટીમના કોચ બનશે, જો કે તેમણે એ પ્રસ્તાવ નકારી કાઢ્યો છે. ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાનના મીડિયા રિપોર્ટસમાં કહેવાયું છે કે હેસનને માત્ર ભારતીય ટીમના કોચ બનવામાં રસ હતો. તેમનું એવું માનવું છે કે વર્લ્ડ ક્રિકેટમાં ભારતીય ટીમના કોચ બનવું એ સૌથી મોટો પડકાર છે.…

Read More

વેસ્ટઇન્ડિઝ સામે ગુરૂવારથી શરૂ થઇ રહેલી બે ટેસ્ટની સિરીઝની પહેલી ટેસ્ટ પહેલા ભારતીય ટીમના ખેલાડીઓએ નામ નંબર સાથેની પોતાની નવી ટી-શર્ટમાં ફોટોશૂટ કરાવ્યું હતું. કેપ્ટન વિરાટ કોહલી સહિતના તમામ ખેલાડીઓ નવી ટેસ્ટ ટી શર્ટમાં જોવા મળ્યા હતા. પ્રથમ ટેસ્ટની પૂર્વ સંધ્યાએ ટીમ ઇન્ડિયાએ પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ ફોટાઓ શેર કર્યા હતા. ટીમ ઇન્ડિયાની આ નવી ટેસ્ટ કિટમાં મોટાભાગના ખેલાડીઓની ટી-શર્ટના નંબર વન-ડે ટી-શર્ટ જેવા જ છે.

Read More

ગુરૂવારથી વેસ્ટઇન્ડિઝ સામે પ્રથમ ટેસ્ટ શરૂ થઇ રહી છે ત્યારે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ ફોટો શેર કર્યો છે. ફોટોમાં તેની સાથે જસપ્રીત બુમરાહ, રોહિત શર્મા, કેએલ રાહુલ, અજિંકેય રહાણે, ઋષભ પંત સહિતના ખેલાડીઓ અને ટીમ ઇન્ડિયાનો સપોર્ટ સ્ટાફ જોવા મળે છે. ફોટાની ખાસિયત એ છે કે આ તમામ એક બીચ પર પાણીમાં શર્ટલેસ જોવા મળે છે. કોહલીએ ફોટાની કેપ્શનમાં લખ્યું છે કે ટીમના ખેલાડીઓ સાથે દરિયા કિનારે એક જોરદાર દિવસ. View this post on Instagram Stunning day at the beach with the boys ???? A post shared by Virat Kohli (@virat.kohli) on…

Read More

ભારતીય પુરૂષ હોકી ટીમના પગલે ચાલીને ભારતની મહિલા હોકી ટીમ પણ ઓલિમ્પિક્સ ટેસ્ટ ઇવેન્ટમાં ચેમ્પિયન બની છે. બુધવારે સાજે રમાયેલી યજમાન જાપાન સામેની ફાઇનલમાં ભારતીય મહિલાઓએ 2-1થી વિજય મેળવ્યો હતો. ભારત વતી નવજોત અને લાલરેમસિયામીએ ગોલ કર્યા હતા, જ્યારે યજમાન ટીમ વતી એકમાત્ર ગોલ મિનામી શિમજૂએ કર્યો હતો. મેચની 11મી મિનીટમાં નવજોતે ગોલ કરીને ભારતીય ટીમને સરસાઇ અપાવી હતી. તેની એક મિનીટ પછી જાપાનની મિનામી શિમજૂએ ગોલ કરીને સ્કોર 1-1ની બરોબરી પર મુક્યો હતો. તે પછી મેચનો ત્રીજો અને ભારતનો બીજો ગોલ ત્રીજા ક્વાર્ટરમાં થયો હતો. લાલરેમસિયામીએ પેનલ્ટી કોર્નરને ગોલમાં ફેરવીને ભારતને 2-1ની સરસાઇ પર મુક્યું હતું અને એ જ…

Read More

ભારતીય પુરૂષ હોકી ટીમે રાઉન્ડ રોબિન તબક્કામાં મળેલા પરાજયનો બદલો વાળીને અહીં રમાયેલી ઓલિમ્પિક્સ ટેસ્ટ ટુર્નામેન્ટની ફાઇનલમાં ન્યુઝીલેન્ડને 5-0થી કચડી નાંખીને ચેમ્પિયન બન્યું હતું. ભારત વતી હરમનપ્રીત સિંહ, શમશેર સિંહ, નીલાકાંતા શર્મા, ગુરૂસાહિબજીત સિંહ અને મનદીપ સિંહે ગોલ કર્યા હતા. જ્યારે ન્યુઝીલેન્ડ એકપણ ગોલ કરી શક્યું નહોતું. ભારત રાઉન્ડ રોબિનમાં ન્યુઝીલેન્ડ સામે 1-2થી હાર્યુ હતું. ફાઇનલમાં બંને ટીમે સંભાળીને રમવાનું શરૂ કર્યું હતું. 7મી મિનીટમાં મળેલા પહેલા પેનલ઼્ટી કોર્નર પર ભારતીય ટીમ ગોલ કરી શકી નહોતી પણ એ જ મિનીટમાં મળેલા બીજા પેનલ્ટી કોર્નરમાં હરમનપ્રીતે ગોલ કરી દઇને સરસાઇ અપાવી હતી. તે પછી 18મી મિનીટમાં શરશેરે બીજો ગોલ કર્યો હતો.…

Read More

પાકિસ્તાની ક્રિકેટર હસન અલીએ મંગળવારે હરિયાણાના નૂંહ જિલ્લાની શામિયા આરઝૂ સાથે દૂબઇની એટલાન્ટિસ પામ જૂમેરા પાર્ક હોટલમાં નિકાહ પઢ્યા હતા. બંનેના લગ્નની વાત સૌશિયલ મીડિયા પર વાયરલ રહી હતી. આ બંનેએ પોતાના નિકાહ પહેલા પ્રિ વેડિંગ શૂટ પણ કરાવ્યું હતું અને તેના ફોટાઓ પણ વાયરલ બન્યા હતા. શામિયા એર અમિરાતમાં ફ્લાઇટ એન્જિનિયર છે, જ્યારે તેના પિતા લિયાકત અલી માજી પંચાયત અધિકારી છે. #HassnAli and his bride #SamyahKhan dance on their Wedding v.c @daartistphoto pic.twitter.com/SZ8vXBVKqy — PakistaniExpatriates.Com ?? (@pakistaniexpats) August 20, 2019 હસન અલીના લગ્નની ચર્ચા દુબઇમાં ભારતીય અને પાકિસ્તાની લોકોમાં ચર્ચાનો વિષય બન્યા હતા. કાળા રંગની શેરવાની અને પાઘડી પહેરીને…

Read More

શ્રીલંકા સામે આગામી ત્રણ મેચની ટી-20 સિરીઝમાં ન્યુઝીલેન્ડની ટીમનું સુકાન ઝડપી બોલર ટિમ સાઉધીને સોંપાયું છે, જ્યારે ટીમના નિયમિત કેપ્ટન કેન વિલિયમ્સન અને ઝડપી બોલર ટ્રેન્ટ બોલ્ટને આરામ આપવાનો નિર્ણય લેવાયો છે. હાલમાં બંને ટીમો વચ્ચે બે ટેસ્ટની સિરીઝ ચાલે છે. જેમાં બીજી ટેસ્ટ 22 ઓગસ્ટથી શરૂ થશે. ટી-20 સિરીઝ માટેની ન્યુઝીલેન્ડની ટીમ : ટિમ સાઉધી (કેપ્ટન), ટોડ એસ્ટલ, ટોમ બ્રુસ, કોલિન ડી ગ્રાન્ડહોમ, લોકી ફર્ગ્યુસન, માર્ટિન ગપ્તિલ, સ્કોટ કુગલેઇઝન, ડેરિલ મિશેલ, કોલિન મુનરો, સેથ રેન્સ, મિચેલ સેન્ટનર, ટિમ સેફર્ટ (વિકેટકીપર), ઇશ સોઢી અને રોસ ટેલર.

Read More

બે વારના ઓલિમ્પિક્સ મેડલિસ્ટ સુશીલ કુમારે અહીં તંગ સ્થિતિ વચ્ચે મંગળવારે થયેલી 74 કિગ્રાની ટ્રાયલમાં જિતેન્દર કુમારને 4-2થી હરાવીને વર્લ્ડ ચેમ્પિયનશિપ માટેની ભારતીય ટીમમાં પોતાનું સ્થાન મેળવ્યું હતું. બંને રેસલરોએ આક્રમકતા સાથે રમેલી આ ફાઇનલમાં એકબીજા પર સતત હલ્લો બોલાવ્યો હતો. આઇજીઆઇ સ્ટેડિયમમાં આ મુકાબલો જોવા માટે અંદાજે 1500 દર્શકો આવ્યા હતા. એક વર્ષ પછી મેદાને પડેલા સુશીલે મુકાબલા દરમિયાન બે વાર મેડિકલ બ્રેક લેવા પડ્યા હતા.

Read More

ઓસ્ટ્રેલિયાનો સ્ટાર બેટ્સમેન સ્ટીવ સ્મિથ ઇજાગ્રસ્ત હોવાને કારણે ગુરૂવારથી શરૂ થઇ રહેલી એશિઝ સિરીઝની ત્રીજી ટેસ્ટમાંથી આઉટ થઇ ગયો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ મંગળવારે જણાવ્યું હતું કે સ્મિથ હેડિંગ્લેમાં રમાનારી ત્રીજી ટેસ્ટમાંથી આઉટ થઇ ગયો છે. એ ઉલ્લેખનીય છે કે પહેલી બંને ટેસ્ટમાં એકમાત્ર સ્મિથે જ યોગ્ય રીતે ઇંગ્લેન્ડના બોલરોની ઝીંક ઝીલી હોવાથી તેના ન રમવાને કારણે ઓસ્ટ્રેલિયાને ફટકો પડી શકે છે. કોચ જસ્ટિન લેન્ગરે જણાવ્યું હતું કે સ્મિથે મગળવારે ઓસ્ટ્રેલિયાના પ્રેક્ટિસ સેશનમાં પણ ભાગ લીધો નહોતો. લોર્ડસ પર રમાયેલી બીજી ટેસ્ટના ચોથા દિવસે સ્મિથને જોફ્રા આર્ચરનો બોલ બે વાર વાગ્યો હતો, જેમાં ગળાના ભાગે થયેલી ઇજાને કારણ તે ત્રીજી ટેસ્ટમાં…

Read More