પાકિસ્તાનના ઝડપી બોલર હસન અલીએ હરિયાણાની સામિયા આરઝૂ સાથે લગ્ન કર્યા પછી વધુ એક વિદેશી ક્રિકેટર ભારતીય મૂળની યુવતી સાથે લગ્ન કરે તેવી સંભાવના છે. અહેવાલો અનુસાર ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ ભારતીય મૂળની સેલીબ્રિટી વીની રમન સાથે લગ્ન કરે તેવી સંભાવના છે. મેક્સવેલ અને વીની હંમેશા એકબીજા સાથે જોવા મળે છે અને તેઓ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. જો કે તેઓ લગ્ન કયારે કરવાના છે તે અંગે કોઇ ખુલાસો થયો નથી.આ બંને એકબીજા સાથે ઘણા સમયથી રિલેશનશિપમાં છે અને બંને એકબીજા સાથેના ફોટાઓ સોશિયલ મીડિયા પરહંમેશા શેર કરતાં રહે છે. એ ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર શોન…
કવિ: Sports Desk
ગુરૂવારથી અહી શરૂ થયેલી વરસાદી વિઘ્નવાળી ત્રીજી એશિઝ ટેસ્ટના પહેલા દિવસે લથડી પડેલા ઓસ્ટ્રેલિયાને ઓપનર ડેવિડ વોર્નર અને માનર્સ લેબૂશેને સંભાળી લીધું હતું. 136 રનના સ્કોર પર વોર્નર આઉટ થયો તે પછી ઓસ્ટ્રેલિયાની ટીમ 179 રનના સ્કોર પર ઓલઆઉટ થઇ હતી. ઇંગ્લેન્ડે ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાને દાવમાં મુક્યા પછી કાંગારુઓની શરૂઆત ખરાબ રહી હતી અને મેચની ચોથી ઓવરમાં જ માર્ક્સ હેરિસ આર્ચરનો શિકાર બનીને પેવેલિયન ભેગો થયો ત્યારે બોર્ડ પર માત્ર 12 રન હતા, તે પછી ઉસ્માન ખ્વાજા વિકેટ પર પોતાને સેટ કરે તે પહેલા તે પણ પેવેલિયન ભેગો થયો હતો અને ઓસ્ટ્રેલિયાએ 25 રનમાં બે વિકેટ ગુમાવી હતી. અહીથી ડેવિડ…
સ્વિટ્ઝરલેન્ડના બાસેલમાં ચાલી રહેલી બીડબલ્યુએફ વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2019માં ભારતના ટોચના શટલર પીવી સિંધુ, સાઇના નેહવાલ અને કિદામ્બી શ્રીકાંતે પોતપોતાની સિંગલ્સ મેચ જીતીને પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવી લીધું હતું. આ ત્રણેય ખેલાડીને પહેલા રાઉન્ડમાં બાય મળી હતી અને તેમણે પોતાની બીજા રાઉન્ડની મેચ જીતીને આગેકૂચ કરી છે. આ તરફ ટૂર્નામેન્ટમાં જોરદાર શરૂઆત કરનાર એચએસ પ્રણોય વિશ્વના નંબર વન જાપાનીઝ ખેલાડી કેન્ટો મોમોતા સામે પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં હારીને આઉટ થઇ ગયો છે. ટૂર્નામેન્ટમાં પાંચમી ક્રમાંકિત સિંધુએ બીજા રાઉન્ડની મેચમાં ચાઇનીઝ તાઇપેઇની પાઇ યૂ પોને માત્ર 42 મિનીટમાં 21-14, 21-15થી હરાવી હતી. ત્રીજા રાઉન્ડમાં સિંધુ નવમી ક્રમાંકિત અમેરિકન બીવન ઝાંગ સામે રમશે. આ…
ભારતીય ટીમના કોચ તરીકે રવિ શાસ્ત્રીની વરણી થયા પછી હવે ગુરૂવારે ટીમના સપોર્ટ સ્ટાફની પણ જાહેરાત કરી દેવામાં આવી છે અને તે અનુસાર બોલિંગ કોચ તરીકે ભરત અરુણ અને ફિલ્ડીંગ કોચ તરીકે આર. શ્રીધર પણ પોતાનું પદ જાળવી રાખવામાં સફળ થયા હતા, માત્ર એક ફેરફાર થયો છે અને તેમાં સંજય બાંગરના સ્થાને બેટિંગ કોચ તરીકે વિક્રમ રાઠોડની એન્ટ્રી થઇ છે. બીસીસીઆઇએ કોચની પસંદગીમાં જે પ્રક્રિયા અપનાવાઇ હતી તે જ પ્રક્રિયા અહીં પણ લાગુ કરીને ટોપ-3 પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા. બેટિંગ કોચ પદ માટે વિક્રમ રાઠોડ પહેલા ક્રમે રહ્યો હતો. બીજા નંબરે સંજય બાંગર અને ત્રીજા ક્રમે માર્ક રામપ્રકાશ રહ્યો…
ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ અહીં કહ્યું હતું કે તે બાઉન્સરથી ડરતો નથી, પણ મારા મતે તેનાથી મને બોલર વિરુદ્ધ આક્રમક બેટિંગ કરીને તેના પર પ્રેશર ઉભુ કરવાની પ્રેરણા મળે છે. વિશ્વના નંબર વન ટેસ્ટ બેટ્સમેન વિરાટે ઝડપી બોલરો દ્વારા બેટ્સમેનો પર બાઉન્સરનો વરસાદ કરવા અંગે પોતાના વિચાર વ્યક્ત કર્યા હતા. તેણે વેસ્ટઇન્ડિઝના મહાન બેટ્સમેન વિવિયન રિચાર્ડસ સાથેની વાતચીતમાં ઘણાં સવાલ કર્યા હતા અને પોતાના વિચાર પણ તેણે રજૂ કર્યા હતા. કોહલીના મતે શરૂઆતમાં બાઉન્સરનો સામનો કરવાનું સારું લાગે છે, તેનાથી પ્રેરણા મળે છે કે ફરી એવું ન થાય કોહલીએ બીસીસીઆઇ ટીવીને કહ્યું હતું કે મારું હંમેશાથી એવું માનવું છે…
ગુરૂવારથી અહીં શરૂ થયેલી બીજી ટેસ્ટમાં વરસાદે મજા બગાડી નાંખી હતી અને તેના કારણે માત્ર 36.2 ઓવરની જ રમત શક્ય બની હતી, પહેલા દિવસની રમત બંધ રહી ત્યારે શ્રીલંકાએ બે વિકેટે 85 રન બનાવ્યા હતા. કેપ્ટન દિમૂથ કરુણારત્ને 49 જ્યારે એન્જેલો મેથ્યુઝ શૂન્ય રને રમતમાં હતા. પ્રથમ દિવસે વરસાદને કારણે પહેલા તો ટોસ ઉછાળવામાં વિલંબ થયો હતો. પહેલા લંચ બ્રેક લઇ લેવાયો અને તે પછી ટોસ ઉછાળવામાં આવ્યો હતો. વરસાદે વિલંબ કરાવવાના કારણે આખા દિવસમાં માત્ર 36.3 ઓવરની રમત શક્ય બની હતી. આ દરમિયાન લાહિરુ થિરિમાને માત્ર 2 રન કરીને જ્યારે કુસલ મેન્ડિસ 32 રન કરીને આઉટ થયા હતા. શ્રીલંકાએ…
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ હેઠળ વેસ્ટઇન્ડિઝ સામેની બે ટેસ્ટની સિરીઝની પહેલી મેચ અહીં એન્ટીગામાં સર વિવિયન રિચર્ડસ સ્ટેડિયમમાં શરૂ થઇ છે. વરસાદને કારણે મોડી શરૂ થયેલી મેચમાં પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે માત્ર 25 રન બોર્ડ પર હતા ત્યારે ઓપનર મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા અને કેપ્ટન વિરાટ કોહલીની વિકેટ ગુમાવી દીધી હતી. જો કે કેએલ રાહુલ અને અજિંકેય રહાણેએ તે પછી બાજી સુધારીને 68 રનની ભાગીદારી કરી થોડી સ્થિરતા આપી હતી, રાહુલ 44 રન કરીને આઉટ થયો હતો. ટી બ્રેક સુધીમાં 47.2 ઓવરમાં ભારતીય ટીમે 4 વિકેટે 134 રન બનાવ્યા છે અને રહાણે 50 તેમજ વિહારી 18 રને રમતમાં છે.…
કેનેડાના બેટ્સમેન રવિન્દરપાલ સિંહે પોતાની ટી-20 ડેબ્યુ મેચમાં સદી ફટકારીને ઇતિહાસ રચ્યો હતો. ટી-20 પદાર્પણ મેચમાં સદી ફટકારનારો તે વિશ્વનો પહેલો ક્રિકેટર બન્યો છે. આ સાથે જ તેણે ઓસ્ટ્રેલિયન ટીમના માજી કેપ્ટન રિકી પોન્ટીંગનો ટી-20 ડેબ્યુ મેચમાં સર્વાધિક 98 રન કરવાનો 14 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો. રવિન્દરપાલ સિંહે આઇસીસી મેન્સ ટી-20 વર્લ્ડ કપ ક્વોલિફાયર્સમાં અમેરિકન રિજીયન ફાઇનલના પહેલા દિવસે રવિવારે 48 બોલમાં 101 રનની ઇનિંગ રમીને આ રેકોર્ડ બનાવ્યો હતો. પોન્ટીંગે 17 ફેબ્રુઆરી 2005ના રોજ ન્યુઝીલેન્ડ સામેની પોતાની ડેબ્યુ ટી-20માં 98 રનની ઇનિંગ રમીને રેકોર્ડ બનાવ્યો હતો. ટી-20 ડેબ્યુમાં સર્વાધિક રન કરનારા ખેલાડીઓ ખેલાડી …
ભારતીય ટીમ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પોતાની શરૂઆતની પ્રથમ ટેસ્ટ રમવા માટે ગુરૂવારે અહીં જ્યારે વેસ્ટઇન્ડિઝ સામે મેદાને પડશે ત્યારે કેપ્ટન વિરાટ કોહલી સચોટ ટીમ સંયોજન સાથે વિજયી પ્રારંભ કરવાની ઇચ્છશે. વિરાટ કોહલી, ચેતેશ્વર પુજારા, કેએલ રાહુલ અને રોહિત શર્માના નામને ધ્યાને લેતા ઓન પેપર ભારતીય ટીમ ઘણી મજબૂત લાગે છે, જો કે જેસન હોલ્ડરની આગેવાની હેઠળની કેરેબિયન ટીમને એટલી હળવાશથી લેવાની ભુલ તેઓ નહીં જ કરે. ઇંગ્લેન્ડની ટીમને વેસ્ટઇન્ડિઝના પ્રવાસ દરમિયાન આ વર્ષની શરૂઆતમાં જ સિરીઝ પરાજયનો પરચો મળ્યો છે આ વર્ષની શરૂઆતમાં ઇંગ્લેન્ડની ટીમને તેમનો પરચો મળી ચુક્યો છે કે જ્યારે વેસ્ટઇન્ડિઝની જીવંત પીચ પર તેઓ ટેસ્ટ સિરીઝમાં 1-2થી…
ટીમ ઇન્ડિયાના માજી ઓપનર વિરેન્દ્ર સેહવાગે અિનલ કુંબલેને ભારતીય ટીમનો મુખ્ય પસંદગીકાર બનાવવાની ભલામણ કરી છે. સેહવાગે કહ્યું હતું કે માજી કેપ્ટનમાં ખેલાડીઓનો આત્મવિશ્વાસ વધારવાની ખાસિયત તેને મુખ્ય પસંદગીકાર તરીકે પ્રબળ દાવેદાર બનાવે છે. સેહવાગે તેની સાથે જ આ કામ કરનારાઓની સેલેરી વધારવાની પણ ભલામણ કરી હતી. હંમેશા પોતાની વાત ખુલીને રજૂ કરનાર સેહવાગે કહ્યું હતું કે બીસીસીઆઇની પસંદગી સમિતિને વધુ સેલેરી મળવી જોઇએ. એમએસકે પ્રસાદની આગેવાની હેઠળની હાલની પસંદગી સમિતિએ હંમેશા લાઇટવેટ હોવાનો આરોપ સહેવો પડે છે. આ સમગ્ર પસંદગી સમિતિ પાસે કુલ મળીને 13 ટેસ્ટ રમવાનો અનુભવ છે. સેહવાગે કહ્યું હતું કે મને લાગે છે કે કુંબલે મુખ્ય…