ભારતીય ટીમના માજી કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ વધુ એક ટી-20 સિરીઝ માટે પોતાને અનુપલબ્ધ ગણાવતા તેના અંગેની ચર્ચાઓએ વેગ પકડી લીધો છે. ધોનીએ આગામી નવેમ્બરમાં બાંગ્લાદેશ સામે રમાનારી ટી-20 સિરીઝ માટે પોતાને ગણતરીમાં ન લેવાનું પસંદગીકારોને જણાવી દીધું છે. આ સાથે એવું પહેલીવાર બન્યું છે કે સતત ત્રણ સિરીઝ માટે ધોનીએ પોતાને અનુપલબ્ધ ગણાવ્યો છે. ધોની છેલ્લે ભારતીય ટીમ વતી ઇંગ્લેન્ડમાં રમાયેલા વન-ડે વર્લ્ડ કપમાં રમ્યો હતો અને છેલ્લે તેણે ન્યુઝીલેન્ડ સામેની સેમી ફાઇનલ મેચ રમી હતી, જેમાં તેણે અર્ધસદી ફટકારી હતી. તે પછી ધોની વેસ્ટઇન્ડિઝ પ્રવાસે ન ગયો અને હાલમાં ઘરઆંગણે દક્ષિણ આફ્રિકા સામેની સિરીઝ પણ રમ્યો નથી. તે…
કવિ: Sports Desk
આઇસીસીએ તેની આ હરકત માટે ચેતવણી આપવાની બેંગલુરૂ, તા. 23 (પીટીઆઇ) : ઇન્ટર નેશનલ ક્રિકેટ કાઉન્સીલ (આઇસીસી)એ ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને મેદાન પર ગેરવર્તન મામલે ચેતવણી આપી છે અને તેની સાથે જ આઇસીસીના કોડ ઓફ કન્ડક્ટના ભંગ બદલ તેના ખાતામાં એક ડિ મેરીટ પોઇન્ટ પણ જોડી દેવાયો છે. અહીં રમાયેલી ત્રીજી ટી-20માં વિરાટે ખોટી રીતે દક્ષિણ આફ્રિકન બોલર બ્યરન હેન્ડ્રીક્સ સાથે ખભો અથડાવ્યો હતો, તેના કારણે તેને કસુરવાર ઠેરવવામાં આવ્યો હતો. સપ્ટેમ્બર 2016માં આઇસીસીના નવા નિયમો લાગુ કરાયા પછી આ એવું ત્રીજીવાર બન્યું છે કે જેમાં કોહલીના રેકોર્ડમાં નેગેટિવ પોઇન્ટ જોડાયો હોય. રવિવારની એ મેચમાં વિરાટ એક રન દોડતો…
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ મંગળવારે સુરતના લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ પર ભારતના પ્રવાસે આવેલી દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમ સામે ટી-20 સિરીઝની પહેલી મેચ રમવા ઉતરશે ત્યારે તેમનો ઇરાદો પોતાનું પ્રભુત્વ જાળવી રાખવાનો હશે. સામા પક્ષે પ્રવાસી ટીમ બોર્ડ પ્રેસિડન્ટ ઇલેવન સામેની પ્રેક્ટિસ મેચના વિજયથી ઉત્સાહિત છે અને તેઓ જોરદાર પ્રતિકાર કરવાની ઇચ્છા ધરાવતા હશે ત્યારે શહેરના ક્રિકેટ રસીકોને એક જોરદાર જંગ જોવા મળે તેવી સંભાવના છે. લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ પર સાંજે 7.00 વાગ્યે મેચ શરૂ થશે : વિના મુલ્યે મેચ નિહાળી શકાશે બંને ટીમ વચ્ચે રમાયેલી છેલ્લી પાંચ મેચની સિરીઝમાં ભારતીય ટીમે 3 મેચ જીતી હતી અને એક મેચ દક્ષિણ આફ્રિકન…
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરનું માનવું છે કે ઋષભ પંતને મર્યાદિત ઓવરના ફોર્મેટમાં પાંચમાં નંબર પર બેટિંગ કરવા મોકલવા જોઈએ. ગાવસ્કર માને છે કે પંતને આ પદ પર તેના કુદરતી આક્રમણકારની ભૂમિકા ભજવવાની તક મળશે. ગત સપ્તાહે પંત વિશે ઘણી ચર્ચા થઈ હતી. નવા બેટિંગ કોચે તો એમ પણ કહ્યું કે કેરલેસ અને ફિયરલેસ ક્રિકેટ વચ્ચે થોડો તફાવત છે. રાઠોડની ટીકા પછી બીજા દિવસે પંતની બેટિંગ ફરી ચર્ચામાં આવી જ્યારે પંત દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીની બીજી ટી -૨૦ આંતરરાષ્ટ્રીય મેચમાં ખરાબ શોટ રમીને આઉટ થયો હતો. પંતને મોહાલી ટી 20 આંતરરાષ્ટ્રીયમાં ચોથા નંબર પર બેટિંગ માટે મોકલવામાં આવ્યો…
ઓલિમ્પિક વિજેતા અને સ્પેનની સ્ટાર બેડમિંટન ખેલાડી કેરોલિના મારિને રવિવારે તાઇવાનની તાઈ ઝૂ યિંગને હરાવીને ચાઇના ઓપન બેડમિંટન ટૂર્નામેન્ટનો ખિતાબ જીત્યો હતો. મારિને ફાઇનલમાં ભારે સંઘર્ષથી યિંગને 14-21, 21-18, 21-18થી હરાવીને ટાઇટલ જીત્યું હતું. આ અગાઉ શનિવારે યોજાયેલી સેમિફાઇનલમાં હાલના ઓલિમ્પિક વિજેતા મારિને જાપાનની સયાકા તાકાહાશી સામે જીતવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. 72 મિનિટ સુધી ચાલેલી મેચમાં, મારિને 20-22 21-13 21-18થી જીતી લીધી. બંને ખેલાડીઓ વચ્ચેનો આ રોમાંચક ફાઇનલ કુલ એક કલાક અને પાંચ મિનિટ સુધી રમાઇ હતી. ઈજાના કારણે મારિન વર્લ્ડ ચેમ્પિયનશીપથી પરત ફરી હતી. તેણીએ ફાઇનલની શરૂઆત સારી નહોતી કરી અને તે પ્રથમ ગેમની શરૂઆતથી જ પાછળ…
કઝાકિસ્તાનના નૂર સુલતાનમાં ચાલી રહેલી વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશીપમાં ભારતના હિસ્સામાં વધુ એક મેડલ આવ્યો છે. ભારત માટે રાહુલ અવારેએ 61 કિગ્રા વર્ગમાં અમેરિકન રેસલર ટાયલોર ગ્રાફને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. કોમનવેલ્થ ગોલ્ડ અને એશિયન ગેમ્સમાં બે ગોલ્ડ મેડલ જીતનાર આવેરે અમેરિકન રેસલરને 11-4થી હરાવીને પોતાનો પહેલો વર્લ્ડ ચેમ્પિયનશીપ મેડલ જીત્યો હતો. આ સાથે ભારત વર્લ્ડ ચેમ્પિયનશિપ 2019માં પોઇન્ટ ટેબલમાં એક સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ સાથે પાંચમા ક્રમે રહ્યું છે. આ પહેલા રવિવારે અન્ય ભારતીય રેસલર દિપક પૂનિયા પગની ઈજાને કારણે ફાઇનલ મેચ રમી શક્યા ન હતા અને તેને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.
કઝાકિસ્તાનમાં ચાલી રહેલી વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશીપમાં ભારતની અપેક્ષાઓને મોટો ઝટકો લાગ્યો છે. રવિવારે ગોલ્ડ મેડલ માટે મેટ પર ઉતરનાર દીપક પૂનિયા ઈજાના કારણે ફાઇનલ મેચ રમી શક્યો ન હતો. દિપક પુનિયાએ સિલ્વર મેડલથી સંતોષ માનવો પડશે. દીપકને પહેલા રાઉન્ડમાં તેના ડાબા પગ અને આંખમાં ઈજાઓ પહોંચી હતી. આને કારણે તેને ફાઇનલમાં પ્રવેશ માટે અયોગ્ય જાહેર કરાયો હતો. દીપકે કહ્યું કે તેનો ડાબો પગ વજન સહન કરવા સક્ષમ નથી. આ સ્થિતિમાં લડવું મુશ્કેલ છે. હું જાણું છું કે તે યઝદાની સામે એક મોટી તક હતી, પરંતુ હું કાંઈ કરી શકતો નથી. રવિવારે આખા દેશની નજર કુસ્તીબાજ દિપક પુનિયા પર ટકી હતી.…
સુરતના આંગણે રમાયેલી દક્ષિણ આફ્રિકન મહિલા ટીમ અને બોર્ડ પ્રેસિડન્ટ ઇલેવન વચ્ચેની બીજી પ્રેક્ટિસ મેચમાં પ્રવાસી ટીમે 83 રને વિજય મેળવીને પ્રવાસની વિજય સાથે શરૂઆત કરી હતી. દક્ષિણ આફ્રિકન મહિલા ટીમે લીઝેલ લીની અર્ધસદી અને પ્રીઝના 40 રનની મદદથી 5 વિકેટના ભોગે 175 રન બનાવ્યા હતા અને તે પછી શબનમ ઇસ્માઇલ અને સુન લ્યૂસની જોરદાર બોલિંગ કારણે બોર્ડ પ્રેસિડન્ટ ઇલેવન માત્ર 91 રનમાં તંભુભેગી થતાં પ્રવાસી ટીમ 83 રને મેચ જીતી હતી. દક્ષિણ આફ્રિકાએ પ્રથમ દાવ લીધો હતો અને લીઝેલ લીએ 48 બોલમાં 65 રન જ્યારે પ્રીઝે 18 બોલમાં 40 રનની તોફાની ઇનિંગ રમી હતી. બોર્ડ પ્રેસિડન્ટ વતી 7 ખેલાડી…
ત્રીજી ટી-20માં દક્ષિણ આફ્રિકાની ટીમે કરેલી સંયમિત બોલિંગના પ્રતાપે ભારતીય ટીમ 20 ઓવરમાં 9 વિકેટે માત્ર 134 રન જ બનાવી શકી હતી. ભારતીય ટીમે મુકેલા 135 રનનો લક્ષ્યાંકને દક્ષિણ આફ્રિકાએ કેપ્ટન ક્વિન્ટોન ડિ કોકની નોટઆઉટ 79 રનની ઇનિંગને કારણે 16.5 ઓવરમાં જ માત્ર 1 વિકેટના ભોગે 19 બોલ બાકી રાખીને 9 વિકેટે વિજય મેળવ્યો હતો. ડિ કોકની નોટઆઉટ ઇનિંગને કારણે 19 બોલ બાકી રાખીને દક્ષિણ આફ્રિકાએ મેચ જીતી લીધી 135 રનના લક્ષ્યાંક સામે દક્ષિણ આફ્રિકાએ 10 ઓવરમાં 76 રન બનાવી લીધા હતા અને આ સ્કોર પર જ તેમણે રિઝા હેન્ડ્રીક્સના રૂપમાં પહેલી વિકેટ ગુમાવી હતી. તે 28 રન કરીને આઉટ…
ભારતના માજી ઓપનર ગૌતમ ગંભીરે કહ્યું હતું કે વિરાટ કોહલી ઇન્ટરનેશનલ લેવલે એટલે અસરકારક લાગે છે કારણકે તેની પાસે મહેન્દ્ર સિંહ ધોની અને રોહિત શર્માના રૂપમાં બે સૌથી સફળ કેપ્ટન હાજર છે. ધોનીની ગણતરી ભારતના મહાન કેપ્ટનોમાં થાય છે, જેણે ભારતને બે વર્લ્ડકપ અપાવ્યા છે. જ્યારે રોહિત ફ્રેન્ચાઇઝી કેપ્ટન તરીકે ઘણો સફળ છે અને તેણે મુંબઇ ઇન્ડિયન્સને 4 આઇપીએલ ટાઇલટ અપાવ્યા છે. ગંભીરે અમદાવાદમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે હજુ કોહલીએ ઘણી લાંબી મજલ કાપવાની છે. કોહલી ઇંગ્લેન્ડમાં રમાયેલી છેલ્લા વર્લ્ડકપમાં ઘણો સારો હતો પણ તેણે હજુ ઘણે દૂર સુધી જવાનું છે. કોહલીના આઇપીએલ રેકોર્ડ અંગે વાત કરતાં ગંભીરે…