ભારતીય મહિલા શટલર સાઇના નેહવાલે અહીં રમાઇ રહેલી બીડબલ્યુએફ વર્લ્ડ ચેમ્પિયનશિપની પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં ડેન્માર્કની મિયા બ્લિચફેલ્ટ સામે હાર્યા પછી અમ્પાયરિંગના લેવલને સાવ ખરાબ ગણાવ્યું હતું. મેચ દરમિયાન સામાન્યપણે કોર્ટ બહાર બેસતા તેના પતિ પારુપલ્લી કશ્યપે પણ અમ્પાયરિંગ અંગે નિરાશા વ્યક્ત કરી હતી. સાઇનાએ ટિ્વટ કર્યું હતું કે બીજી ગેમમાં અમ્પાયરે બે વાર મેચ પોઇન્ટને મારી ફેવરમાં આપ્યા નહોતા. બીજી ગેમમાં અમ્પાયરે મને કહ્યું હતું કે લાઇન અમ્પાયરને તેનું કા કરવા દો. મને એ સમજાતું નથી કે મેચ પોઇન્ટના નિર્ણયને અમ્પાયર કેવી રીતે ઉલટાવી શકે. કશ્યપે પણ ટિ્વટ કરીને કહ્યું હતું કે ખરાબ અમ્પાયરિંગે બ મેચ પોઇન્ટ છીનવી લીધા.
કવિ: Sports Desk
ભારતની સ્ટાર શટલર પીવી સિંધુએ વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપની ક્વાર્ટર ફાઇનલમાં બીજી ક્રમાંકિત ચાઇનીઝ તાઇપેઇની તાઇ ઝુ યિંગને પરાસ્ત કરીને સેમી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. સેમીમાં પ્રવેશની સાથે જ સિંધુએ આ ટુર્નામેન્ટમાં પોતાનો પાંચમો મેડલ પાકો કરી લીધો છે. આ ઉપરાંત પુરૂષ સિંગલ્સમાં બી સાઇ પ્રણીતે ઇન્ડોનેશિયાના જોનાથન ક્રિસ્ટીને હરાવીને સેમી પ્રવેશ કર્યો હતો. આ પહેલા અન્ય સ્ટાર શટલર સાઇના નેહવાલ અને કિદામ્બી શ્રીકાંત પોતપોતાની પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં હારીને આઉટ થયા હતા. 71 મિનીટ સુધી ચાલેલી મહિલા સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં સિંધુએ તાઇ ઝુ યિંગ સામે પહેલી ગેમ ગુમાવી હતી, જો કે તે પછી તેણે મેચમાં જોરદાર વાપસી કરીને સિંધુએ સતત બે…
વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સી (વાડા)દ્વારા દેશના એન્ટી ડોપિંગ કાર્યક્રમને એક મોટો ફટકો મારતા ભારતની નેશનલ ડોપ ટેસ્ટ લેબોરેટરી (એનડીટીએલ)ને છ મહિના માટે સસ્પેન્ડ કરી દેવાનો નિર્ણય લેવાયો છે. જો કે વાડાના આ નિર્ણય સામે રમત મંત્રાલયે આશ્ચય વ્યક્ત કરતાં આરોપ મુક્યો હતો કે આ નિર્ણય પાછળ મોટું પ્રોફેશનલ હિત હોઇ શકે છે, સાથે જ મંત્રાલયે આ નિર્ણય સામે અપીલ કરવાનો પણ નિર્ણય કર્યો છે. આ લેબોરેટરીને વાડા દ્વારા જ 2008માં માન્યતા આપવામાં આવી હતી અને હવે 20 ઓગસ્ટથી આ સસ્પેન્શન પ્રભાવી થતાં અહીં કોઇ સેમ્પલની ટેસ્ટ કરવામાં નહીં આવે. ટોક્યો ઓલિમ્પિક્સ આડે હવે માત્ર એક વર્ષ જેવો સમય બાકી રહ્યો…
અહીં રમાઇ રહેલી ત્રીજી એશિઝ ટેસ્ટના બીજા દિવસે જોશ હેઝલવુડે તરખાટ મચાવતા ઇંગ્લેન્ડની ટીમનો પ્રથમ દાવ માત્ર 67 રનમાં સમેટાઇ ગયો હતો. પહેલા દિવસે ઓસ્ટ્રેલિયાના પહેલા દાવમાં જોફ્રા આર્ચરે તરખાટ મચાવીને 6 વિકેટ ઉપાડવા સાથે ઓસ્ટ્રેલિયાને 179 રને ઓલઆઉટ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. બીજા દિવસની રમત પૂર્ણ થઇ ત્યારે ઓસ્ટ્રેલિયાએ પોતાના બીજા દાવમાં 6 વિકેટે 171 રન બનાવી લીધા હતા અને તેમની કુલ સરસાઇ વધીને 283 રન થઇ ગઇ છે. બીજા દિવસની રમત બંધ રહી ત્યારે માર્નસ લેબૂશેન 53 અને જેમ્સ પેટિનસન 2 રને રમતમાં હતા. હેઝલવુડના તરખાટ સામે ઇંગ્લેન્ડની ટીમના 10 ખેલાડીઓ બે આંકડે પણ ન પહોંચી શક્યા…
નોર્થ સાઉન્ડ (એન્ટીગા), તા. 23 : ગુરૂવારથી અહીં શરૂ થયેલી પ્રથમ ટેસ્ટના આજના બીજા દિવસે ભારત વતી રવિન્દ્ર જાડેજાની વિષમ પરિસ્થિતિ વચ્ચે સંઘર્ષયુક્ત 58 રનની ઇનિંગની મદદથી ભારતીય ટીમે 297 રનનો થોડો સન્માનજનક સ્કોર બનાવ્યો હતો. ભારત વતી આઉટ થનારો અંતિમ બેટ્સમેન રવિન્દ્ર જાડેજા જ રહ્યો હતો અને તે આઉટ થતાંની સાથે જ લંચ બ્રેકની જાહેરાત કરવામાં આવી હતી. ભારતીય ટીમે વેસ્ટઇન્ડિઝની અડધી ટીમને 130 રનના સ્કોરમાં પેવેલિયન ભેગી કરી દીધી છે. વિષમ પરિસ્થિતિ વચ્ચે જાડેજાએ સંઘર્ષયુક્ત 58 રનની ઇનિંગ રમતા ભારત સન્માનજનક સ્કોરે પહોંચ્યું શુક્રવારે સવારે ભારતીય ટીમે 6 વિકેટે 203 રનના સ્કોરથી આગળ રમવાનું શરુ કર્યું તે પછી…
અહીં રમાઇ રહેલી પ્રવાસી ન્યુઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટના બીજા દિવસે પણ વરસાદી વિઘ્ન યથાવત રહ્યું હતું અને તેના કારણે શુક્રવારે માત્ર 29.3 ઓવરની રમત શક્ય બની હતી. બીજા દિવસે રમત બંધ રહી ત્યારે શ્રીલંકાએ 6 વિકેટના ભોગે 144 રન બનાવ્યા હતા અને સ્ટમ્પના સમયે ધનંજય ડી સિલ્વા 32 અને દિલરુવાન પરેરા 5 રન બનાવીને રમતમાં હતા. વરસાદને કારણે બે દિવસ મળીને કુલ 66 ઓવરની જ રમત શક્ય બની છે. પ્રથમ દિવસના 2 વિકેટે 85 રનના સ્કોરથી શુક્રવારે દાવ આગળ ધપાવવા ઉતરેલી શ્રીલંકાની ટીમને બે ત્વરીત ઝાટકા લાગ્યા હતા અને ટીમનો અનુભવી બેટ્સમેન એન્જેલો મેથ્યુઝ 2 રન બનાવીને તો કુસલ પરેરા…
મંગળવારે રાત્રે અહીં એક એવી મેચ રમાઇ હતી કે જેમાં સબસ્ટિટ્યૂટ તરીકે કોઇ ખેલાડી નહીં પણ 50 વર્ષની વયનો ટીમનો મેનેજર જ રમવા ઉતર્યો હતો. વળી રસપ્રદ વાત એ રહી હતી કે યુવા ફૂટબોલરો વચ્ચે આ 50 વર્ષના મેનેજરે પોતાની ટીમના ખેલાડીઓને ગોલ કરવામાં સહાયકની ભૂમિકા ભજવી હતી અને તેના કારણે તેની ટીમ મેચ 3-1થી જીતી હતી. અહીં ચાલી રહેલા ગ્લાસ્ગો કપમાં ક્લાયડ એફસી અને સેલ્ટિક કોલ્ટ્સની ટીમ વચ્ચે મેચ રમાઇ હતી. મેચની 76મી મિનીટમાં લિયામ એલિસનના સ્થાને સબસ્ટિટ્યૂટ તરીકે 50 વર્ષના ડેની લેનને ઉતરવું પડ્યું કારણ ટીમના ઘણાં ખેલાડી ઘાયલ હતા. તેમણે મેચ શરૂ થતાં પહેલા જ ખેલાડીઓની યાદીમાં…
પોર્ટુગલના સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટીયાનો રોનાલ્ડોએ અહીં એવું સ્વીકાર્યુ હતું કે લિયોનલ મેસી સાથે લાંબા સમયથી ચાલતી પ્રતિસ્પર્ધાએ મને શ્રેષ્ઠ ખેલાડી બનાવ્યો છે અને હું આર્જેન્ટીનાના આ મહાન ખેલાડી સાથેની તંદુરસ્ત પ્રતિસ્પર્ધાનો સંપૂર્ણ આંદ માણું છું. તેણે સાથે જ એવું પણ સ્વીકાર્યુ હતું કે તે અને મસી કદી સાથે ફર્યા નથી. પોર્ટુગલની એક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં રોનાલ્ડોએ કહ્યું હતું કે હું તેની સિદ્ધિઓથી અભિભૂત છું. તે પહેલાથી એવું કહી ચુક્યો છે કે મારા સ્પેન છોડવાથી તે ઘણો નિરાશ છે. કારણકે તેને પણ આ પ્રતિસ્પર્ધાની મજા આવે છે. રોનાલ્ડોએ કહ્યું હતું કે આ સારી પ્રતિસ્પર્ધા છે પણ તે અજોડ નથી. માઇકલ…
વિશ્વના નંબર વન ટેનિસ ખેલાડી અને ડિફેન્ડીંગ ચેમ્પિયન નોવાક જોકોવિચ તેમજ નાઓમી ઓસાકાને અહીં શરૂ થનારી યુએસ ઓપનના ટોચની રેન્કિંગ આપવામાં આવી છે. જ્યારે સ્પેનના રફેલ નડાલને બીજો તો રોજર ફેડરરને ત્રીજો ક્રમાંક અપાયો છે. આ ટુર્નામેન્ટમાં ઉતરતી વખતે જોકોવિચની નજર પોતાના 17માં ગ્રાન્ડસ્લેમ ટાઇટલ પર હશે. મહિલાઓમાં નાઓમી ઓસાકાને ટોચનું રેન્કિંગ મળ્યું છે, ત્યારે તેની સામે ગત વર્ષે અહીં ફાઇનલમાં પરાજીત થયેલી સેરેના વિલિયમ્સને 8મો ક્રમાંક અપાયો છે. આ સિવાય ફ્રેન્ચ ઓપન ટાઇટલ જીતનારી ઓસ્ટ્રેલિયાની એશ્લે બાર્ટીને બીજો તો વિમ્બલ્ડન ચેમ્પિયન બનેલી રોમાનિયાની સિમોના હાલેપને ચોથો ક્રમાંક અપાયો છે.
ઇન્ટરનેશનલ ટેનિસ ફેડરેશન (આઇટીએફ)એ ગહન સુરક્ષા સમીક્ષા પછી પાકિસ્તાન વિરુદ્ધ થનારી ભારતની ડેવિસ કપ ટાઇને ગુરૂવારે નવેમ્બર સુધી સ્થગિત કરી દીધી હતી. જો કે હાલની અસાધારણ પરિસ્થિતિ છતાં આયોજન સ્થળ ઇસ્લામાબાદને જ જાળવી રખાયું છે. બંને દેશો વચ્ચે વધતી રાજકીય તંગદીલીને કારણે આ મુકાબલાને તટસ્થ સ્થળે ખસેડવા અથવા તો પછી સ્થગિત કરવા માટે ભારતે વારંવાર અપીલ કરી હતી. તે પછી આઇટીએફની ડેવિસ કપ સમિતિએ બેઠક કરીને આ ટાઇને સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો. હવે આ ડેવિસ કપ ટાઇની નવી તારીખોની જાણ 9 સપ્ટેમ્બરે કરાશે. આઇટીએફે ક્હ્યું હતું કે તે અસાધારણ પરિસ્થિતિમાં આ ટાઇને સ્થગિત કરી રહ્યું છે. આઇટીએફે પોતાના નિવેદનમાં…