દિલ્હી એન્ડ ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશન (ડીડીસીએ)એ મંગળવારે ફિરોજ શા કોટલા સ્ટેડિયમને પોતાના માજી અધ્યક્ષ દેશના માજી નાણાં મંત્રી અને જેમનું ગત અઠવાડિયે જ નિધન થયું છે તે અરુણ જેટલીનું નામ આપવાનો નિર્ણય કર્યો છે. આ સ્ટેડિયમ હવેથી અરુણ જેટલી સ્ટેડિમય તરીકે ઓળખાશે અને તેનું નવું નામકરણ 12 સપ્ટેમ્બરે યોજાનારા એક સમારોહમાં કરવામાં આવશે. આ સ્ટેડિયમમાં એક સ્ટેન્ડનું નામ અગાઉ થયેલી જાહેરાત અનુસાર વિરાટ કોહલી સ્ટેન્ડ પણ કરવામાં આવશે. ડીડીસીએના અધ્યક્ષ રજત શર્માએ કહ્યું હતું કે એ અરુણ જેટલીનો સહકાર અને પ્રોત્સાહન જ હતા જેનાથી વિરાટ કોહલી, વિરેન્દ્ર સેહવાગ, ગૈતમ ગંભીર, આશીષ નેહરા અને ઋષભ પંત જેવા ઘણાં ખેલાડીઓએ ભારતને ગૌરવાન્વિત…
કવિ: Sports Desk
આજે સ્વદેશ પરત ફરેલી વર્લ્ડ ચેમ્પિયન પીવી સિંધુએ મીડિયા કર્મીઓ સાથે એરપોર્ટ પર જ થોડી વાતચીત કરી હતી. આ દરમિયાન સિંધુને પુછાયું કે બાસેલમાં જ્યારે રાષ્ટ્રગીત વાગ્યું ત્યારે તારી આંખમાં અશ્રુ આવ્યા હતા, તો તેણે જવાબ આપ્યો હતો કે હું ખરેખર ખુબ જ લાગણીશીલ બની ગઇ હતી અને રડી પડી હતી કારણકે મારા મનમાં લાગણીનો મહાસાગર જાણે કે ઉછાળા મારી રહ્યો હતો. મારા માટે એ ઘણી મોટી પળ હતી. પોડિયમ પર મને કેવી લાગણીઓ થઇ રહી હતી તે હું વર્ણવી શકું તેમ નથી. પીવી સિંધુ જ્યારે સ્વદેશ પરત ફરી ત્યારે એરપોર્ટ પર જ તેને મીડિયા જગતના લોકોએ ઘેરી લીધી હતી…
ભારતની પહેલી વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયન પીવી સિંધુ સોમવરે રાત્રે જ્યારે સ્વદેશ પરત ફરી ત્યારે એરપોર્ટ પર જ તેનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. રવિવારે સ્વિટઝરલેન્ડના બાસેલમાં રમાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઇનલમાં સિંધુએ જાપાનની નોઝોમી ઓકુહારાને હરાવીને ટાઇટલ જીત્યું હતું અને તે સોમવારે રાત્રે નેશનલ કોચ પુલેલા ગોપીચંદની સાથે એરપોર્ટ પર ઉતરી ત્યારે તેને આવકારવા માટે મોટી સંખ્યામાં એરપોર્ટ પર હાજર લોકો તેને ઘેરી વળ્યા હતા. પોતાના વ્યસ્ત કાર્યક્રમને કારણે થાકેલી હોવા છતાં સિંધુએ સહનશિલતાનો પરિચય આપ્યો હતો અને તેણે પોતાના ચહેરા પરના સ્મિતને જાળવી રાખીને પોતાના તમામ સમર્થકો અને મીડિયાને પુરી પ્રાથમિકતા આપી હતી. સિંધુને એકસાથે ઘણાં સવાલ કરાયા હતા. તેણે…
વેસ્ટઇન્ડિઝ સામે એન્ટીગામાં રમાયેલી પહેલી ટેસ્ટની બીજી ઇનિંગમાં કાતિલ બોલિંગ કરનાર જસપ્રીત બુમરાહે હાલમાં જાહેર થયેલા આઇસીસી રેન્કિંગમાં 9 ક્રમની છલાંગ લગાવીને ટોપ ટેનમાં સીધી 7માં ક્રમે એન્ટ્રી કરી છે. ન્યુઝીલેન્ડના બોલર ટ્રેન્ટ બોલ્ટે પણ જોરદાર છલાંગ લગાવીને પાંચમા ક્રમે પહોંચી ગયો છે. એશિઝ સિરીઝની ત્રીજી ટેસ્ટમાં ઇંગ્લેન્ડનો હીરો બેન સ્ટોક્સે ઓલરાઉન્ડર્સ રેન્કિંગમાં મોટી છલાંગ લગાવીને બીજા સ્થાને પહોંચી ગયો છે. ટેસ્ટ બેટ્સમેનોની રેન્કિંગમાં પણ સ્ટોક્સે છલાંગ લગાવી ટોપ 15માં એન્ટ્રી કરી લીધી છે. આઇસીસી ટેસ્ટ રેન્કિંગ ટોપ ટેન બોલર્સ [table id=18 /] બુમરાહ 9 ક્રમની છલાંગ લગાવી 774 પોઇન્ટ સાથે 7માં ક્રમે પહોંચી ગયો છે તો રહાણે એક સ્થાનના…
વેસ્ટ ઇન્ડિઝ સામેની પહેલી ટેસ્ટમાં 81 અને 102 રનની ઇનિંગ રમીને પોતાની રિધમ પ્રાપ્ત કરનારા ટીમના વાઇસ કેપ્ટન અજિંકેય રહાણેએ કહ્યું હતું કે મારું આ પ્રદર્શન એ લોકોને સમર્પિત છે જેમણે છેલ્લા બે વર્ષના સંઘર્ષમાં મારો સાથ આપ્યો છે. મેચ પછી મેન ઓફ ધ મેચ જાહેર થયેલા રહાણેએ કહ્યું હતું કે તેના માટે આ સદી ખાસ છે. છેલ્લી 17 ટેસ્ટથી સદીથી વંચિત રહાણેએ આ સદી ફટકારવા સાથે હાશકારો લીધો છે. તેણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ હેઠળ રમાતી ટેસ્ટ સિરીઝની પહેલી મેચની બીજી ઇનિંગમાં સદી ફટકારીને પોતાની ટેસ્ટ કેરિયરની 10મી સદી પુરી કરી છે. તેણે પહેલી ઇનિંગમાં 81 રન બનાવ્યા હતા અને…
ભારતીય ટીમમાં એક બેટ્સમેન તરીકે સામેલ થયેલા આંધ્રપ્રદેશનો ખેલાડી હનુમા વિહારી હાલમાં પોતાની ઓફ સ્પિન બોલિંગને ધાર આપવામાં જોતરાયો છે કે જેથી તે ટીમમાં પાંચમા બોલરની ગરજ સારી શકે. વિહારીએ મેચ પછીની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે માત્ર મારા માટે જ નહીં પણ ટીમ માટે પણ એ જરૂરી છે કે હું મારી ઓફ સ્પિન બોલિંગમાં સુધારો કરવાનું ચાલુ રાખું. જો વિહારી પોતાની સ્પિન ધાર તેજ કરી લેશે તો અશ્વિને કાયમ માટે બહાર બેસવાનો વારો આવશે. જો ટીમને જરૂર પડશે તો હું રવિચંદ્રન અશ્વિનની પાસેથી બોલિંગ સુધારવા અંગેની શિખ લેવા માટે તૈયાર છું. વિહારીએ કહ્યું હતું કે તે નસીબદાર છે કે…
ભારતીય મહિલા આર્ચર કોમોલિકા બારીએ રવિવારે વર્લ્ડ યૂથ આર્ચરી ચેમ્પિયનશિપના રિકર્વ કેડેટ વિભાગમાં એક તરફી ફાઇનલમાં જાપાનની ટોચની રેન્કિંગ ધરાવતી સોનાદા વાકાને હરાવીને ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. ઝારખંડની 17 વર્ષિય કોમોલિકા અંડર-18 કેટેગરીમાં વર્લ્ડ ચેમ્પિયન બનનારી ભારતની બીજી આર્ચર બની હતી, તેના પહેલા દીપિકા કુમારીએ 2009માં આ ટાઇટલ જીત્યું હતું. વર્લ્ડ આર્ચરી દ્વારા સસ્પેન્શન લાગુ કરાવા પહેલા ભારતે પોતાની અંતિમ ટુર્નામેન્ટમાં બે ગોલ્ડ અને એક બ્રોન્ઝની સાથે પોતાનું અભિયાન પુર્ણ કર્યું છે. આ મહિનાની શરૂઆતમાં વર્લ્ડ આર્ચરીએ ભારતને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો હતો. આ સસ્પેન્શન ન હટે ત્યાં સુધી કોઇ ભારતીય દેશનું પ્રતિનિધિત્વ કરી શકશે નહીં. ભારતીય આર્ચરોએ આ…
ભારતની ટોચની શટલર પીવી સિંધુએ અહીં વિશ્વ ચેમ્પિયનશિપ જીત્યા પછી કહ્યું હતું કે છેલ્લી બે વિશ્વ ચેમ્પિયનશિપ ફાઇનલમાં ટાઇટલ ન જીતી શકવાને કારણે થઇ રહેલી ટીકાઓને કારણે હું નારાજ અને દુખી હતી, અને અહીં મેં જીતેલો ગોલ્ડ મેડલ મારા પર સવાલ ઉઠાવનારા એ તમામને મારો જવાબ છે. જાપાનની નોઝોમી ઓકુહારા સામે ટાઇટલ જીત્યા પછી વર્લ્ડ બેડમિન્ટન ફેડરેશનની સત્તાવાર વેબસાઇટે સિંધુને એવું કહેતા ટાંકી હતી કે આ મારો એ લોકોને જવાબ છે કે જેઓ વાંરવાર સવાલ પુછી રહ્યા હતા. હું માત્ર મારી રેકેટ વડે જવાબ આપવા માગતી હતી અને આ જીત સાથે હું એવું કરવામાં સફળ રહી. તેણે કહ્યું હતું કે…
બીસીસીઆઇના એથિક્સ ઓફિસર ડીકે જૈને દિગ્ગજ ક્રિકેટર, માજી કેપ્ટન અને એનસીએના અધ્યક્ષ રાહુલ દ્રવિડને તેની વિરુદ્ધ લગાવાયેલા હિતોના ટકરાવના આરોપ મામલે 26 સપ્ટેમ્બરે મુંબઇમાં હાજર થવા માટે કહેવાયું છે. આ મહિનાની શરૂઆતમાં સર્વોચ્ચ અદાલતના માજી ન્યાયાધીશ જૈનને મધ્યપ્રદેશ ક્રિકેટ એસોસિએશનના આજીવન સભ્ય સંજીવ ગુપ્તાની ફરિયાદ મળ્યા પછી દ્રવિડને લેખિતમાં જવાબ આપવા માટે કહેવાયું હતું. ગુપ્તાની ફરિયાદ અનુસાર દ્રવિડ કથિત રીતે હિતોના ટકરાવના ઘેરામાં આવે છે, કારણકે એનસીએના અધ્યક્ષ હોવાની સાથે તે આઇપીએલની ફ્રેન્ચાઇઝી ચેન્નઇ સુપર કિંગ્સની માલિક કંપની ઇન્ડિયા સિમેન્ટ ગ્રુપમાં ઉપાધ્યક્ષ પણ છે. બીસીસીઆઇના બંધારણ અનુસાર કોઇ પણ વ્યકિત એક સમયે બે પદ પર ન રહી શકે. જૈને એવું…
સજ્જનોની રમત ગણાતી ક્રિકેટને લાગેલો ફિક્સીંગનો ડાઘ ધોવાના લાખ પ્રયાસ પછી પણ તે દૂર થતો નથી, ફરી એકવાર તેના કારણે ક્રિકેટની શાખ ખરડાઇ છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ દ્વારા હોંગકોંગના ખેલાડી ઇરફાન અહેમદ અને નદીમ અહેમદ પર મેચ ફિક્સીંગના આરોપ હેઠળ આજીવન પ્રતિબંધ લાદી દીધો છે અને તેમના સાથી ખેલાડી હસીબ અહેમદ પર પાંચ વર્ષનો પ્રતિબંધ લદાયો છે. સુનાવણી દરમિયાન ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલની એન્ટી કરપ્શન ટ્રિબ્યુનલે સાક્ષીઓને સાંભળ્યા હતા, જેમાં જણાવાયું હતું કે ત્રણે ખેલાડીઓએ મેચ ફિક્સ કરી અથવા તો ફિક્સ કરવાનું કાવતરું ઘડ્યું. આ ઉપરાંત બે વર્ષના ગાળામાં ફિક્સરોએ તેમનો સંપર્ક કર્યો હોવાની માહિતી પણ આપી નહોતી. આઇસીસીના એસીયુના મેનેજર…