સ્પેનના સ્ટાર ખેલાડી અને વિશ્વના બીજા ક્રમાંકિત રફેલ નડાલે ચોથા યુએસ ઓપન ટાઇટલ માટેના પોતાના અભિયાનની જોરદાર શરૂઆત કરતાં ઓસ્ટ્રેલિયાના જોન મેલમેનને સીધા સેટમાં હરાવીને આગેકૂચ કરી હતી. પુરૂષ ટોપ ટેનમાં સામેલ ડોમિનીક થિએમ, સ્ટીફાનોસ સિતસિપાસ, કેરેન ખાચોનેવ અને બતિસ્ટા અગુટ હારીને આઉટ થઇ ગયા છે અને તેના કારણે નડાલનો ફાઇનલ સુધીનો પ્રવાસ થોડો સરળ બની ગયો છે. બીજા ક્રમાંકિત અને 2010, 2013 અને 2017માં અહીં ચેમ્પિયન થયેલા નડાલે લગભગ બે કલાકમાં 60માં ક્રમાંકિત ઓસ્ટ્રેલિયન મિલમેનને 6-3, 6-2, 6-2થી હરાવ્યો હતો. બે વારના ફ્રેન્ચ ઓપન ચેમ્પિયન થિએમને ઇટલીના થોમસ ફાબિયાનોએ 6-4, 3-6, 6-3, 6-2થી હરાવ્યો હતો. થિએમ આ પહેલા વિમ્બલ્ડનમાં…
કવિ: Sports Desk
એલી અવરામ સાથેના બ્રેકઅપ બાદ હવે ક્રિકેટર હાર્દિક પંડ્યાના જીવનમાં એક નવી યુવતીએ પગરણ માંડ્યા છે. એક અહેવાલ અનુસાર હાલમાં હાર્દિક અને સર્બિયન મુળની અભિનેત્રી નતાશા સ્ટેનકોવિક વચ્ચે સામીપ્ય વધ્યું છે. હાર્દિક નતાશાને ડેટ કરી રહ્યો છે અને તેમાં હવે તે કંઇ છુપાવતો પણ નથી. હાર્દિક પોતાની આ નવી ગર્લફ્રેન્ડ નતાશા બાબતે ગંભીર છે અને તે પોતાના પરિવારજનો સાથે પણ તેની મુલાકાત કરાવી ચુક્યો છે. તાજેતરમાં બાન્દ્રા ખાતે મિત્રો દ્વારા આયોજિત એક પાર્ટીમાં હાર્દિક નતાશાને લઇને પહોંચ્યો હતો અને ત્યાં તેણે પોતાના મિત્રો સાથે તેની ઓળખ ગર્લફ્રેન્ડ તરીકે આપી હતી. આ પાર્ટીમાં હાર્દિકનો મોટો ભાઇ કૃણાલ પંડ્યા અને તેની પત્ની…
એશિઝ સિરીઝની ત્રીજી ટેસ્ટમાં ઇંગ્લેન્ડે બેન સ્ટોક્સની મેચ વિનીંગ ઇનિંગ વડે ઓસ્ટ્રેલિયાને 1 વિકેટે હરાવ્યું તે પછી સ્ટોક્સની લોકપ્રિયતામાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. ગૂગલ પર તે 25 ઓગસ્ટના દિવસે મતલબ કે ટેસ્ટના ચોથા દિવસે સર્વાધિક સર્ચ થયો હતો અને એ મામલે તેણે થોડી વાર માટે પોપ સિંગર ટેલર સ્વીફ્ટને પણ પાછળ મુકી દીધી હતી. આઇસીસી દ્વારા પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક સર્ચ રિઝલ્ટનો ગ્રાફ પોસ્ટ કર્યો View this post on Instagram For a brief moment last weekend, Ben Stokes was a more popular Wiki search than Taylor Swift! . There’s no Bad Blood here Tay, but Stokesy’s…
જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરાયા પછી ધુંધવાયેલા પાકિસ્તાનમાં હવે રાજકીય નેતાઓ પછી ખેલાડીઓ પણ પ્રોપેગેન્ડા ફેલાવવામાં જોતરાયા છે. પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રીદીએ કાશ્મીર બાબતે ટિ્વટ કરીને પાકિસ્તાની પ્રજાને અપીલ કરી છે કે તેઓ કાશ્મીર અવર સાથે જોડાય. તેણે ટિ્વટમાં લખ્યું હતું કે શુક્રવારે બપોરે તે 12 વાગ્યે મજાર-એ કેદમાં હાજર રહેશે. એટલું જ નહીં પણ આફ્રિદીએ પીઓકેમાં ભારતના કથિત ફાયરિંગમાં માર્યા ગયેલા શખ્સના ઘરે જવાની પણ વાત કરી હતી. તેણે લખ્યું હતું કે તે ટૂંકમાં જ એલઓસીની મુલાકાત લેશે. પાકિસ્તાનના માજી કેપ્ટન જાવેદ મિયાંદાદે પણ ટિ્વટ કરીને લખ્યું છે કે તે એ લોકોની સાથે જ છે, જેઓ એલઓસીની મુલાકાત લેવાના…
ભારતીય ટેનિસ ખેલાડી પ્રજનેશ ગુણેશ્વર યુએસ ઓપનના પહેલા રાઉન્ડમાં જ વિશ્વના પાંચમા ક્રમાંકિત રશિયન ખેલાડી દાનિલ મેદવેદેવ સામે હારીને આઉટ થઇ ગયો હતો. પ્રજનેશે શરૂઆત તો આક્રમક કરી હતી પણ તે પોતાની રિધમ જાળવી શક્યો નહોતો અને તેના કારણે અંતે તે આ મેચ 4-6, 1-6, 2-6થી હારી ગયો હતો. મેદવેદેવ સામે રમતી વખતે પ્રજનેશ દબાણમાં હોય તેવું લાગ્યું હતું અને તેના કારણે તેણે સતત ભુલો કરી હતી. તેણે જુસ્સો તો બતાવ્યો પણ તેનામાં અનુભવની ખોટ જણાઇ હતી. ચેલેન્જર સ્પર્ધામાં વિજય સાથે એન્ડી મરેની સિંગલ્સમાં વાપસી સ્કોટલેન્ડનો દિગ્ગજ ટેનિસ ખેલાડી અને 3 વારનો ગ્રાન્ડસ્લેમ ચેમ્પિયન એન્ડી મરેએ લાંબા સમય પછી સિંગલ્સમાં…
છેલ્લા ઘણાં સમયથી પોતાનું 24મું ગ્રાન્ડસ્લેમ જીતવાની કવાયતમાં જોતરાયેલી સેરેના વિલિયમ્સે અહીં સોમવારે મારિયા શારાપોવા સામે સાવ સરળતાથી જીત મેળવીને યુએસ ઓપન ગ્રાન્ડસ્લેમ ટુર્નામેન્ટમાં જોરદાર શરૂઆત કરી છે. સેરેના ઉપરાંત મહિલા સિંગલ્સમાં એશ્લી બાર્ટી, કેરોલિના પ્લીસકોવા એલિના સ્વિતોલીના, વીનસ વિલિયમ્સ પણ પ્રથમ રાઉન્ડની મેચ જીતીને આગળ વધ્યા છે. જ્યારે પુરૂષ સિંગલ્સમાં નંબર વન નોવાક જોકોવિચ, જાપાનનો કેઇ નિશિકોરી, સ્ટાન વાવરિંકા, ડેવિડ ગોફીન અને ગ્રિગોર દિમિત્રોવ પણ જીત મેળવીને આગળ વધ્યા છે. સેરેનાએ શારાપોવાને 6-1, 6-1થી હરાવી હતી. જ્યારે બાર્ટીએ જારિયા ડિયાસ સામે ખરાબ શરૂઆત પછી 1-6, 6-3, 6-2થી જીત મેળવી હતી. પ્લીસકોવાએ પોતાના જ દેશની ટેરેજા માર્ટિનકોવાને 7-6, 7-6થી હરાવી…
બીસીસીઆઇની વહીવટદારોની કમિટી (સીઓએ)એ નિર્ણય કર્યો છે કે તે હિતોના ટકરાવ મામલે રાહુલ દ્રવિડનો કેસ લડશે. આ બાબત ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના જ એક અધિકારીએ સવાલ ઉઠાવ્યો છે કે જો સીઓએ દ્રવિડનો કેસ લડી શકતી હોય તો સચિન તેંદુલકર, સૌરવ ગાંગુલી અને વીવીએસ લક્ષ્મણને કેસ કેમ ન લડાયો? બીસીસીઆઈના એક સીનિયર અધિકારીએ કહ્યું હતું કે સીઓએએ હિતોના ટકરાવ મામલે જે પ્રકારનું વલણ દ્રવિડ માટે અપનાવ્યું તેવું વલણ સૌરવ, સચિન કે લક્ષમણના કેસમાં પણ અપનાવવું જોઇતું હતું. અધિકારીએ કહ્યું હતું કે જો હું પ્રામાણિકતાથી કહું તો સીઓએનું આ મનમાનીભર્યુ વલણ સમજાતું નથી. બીસીસીઆઇની નજરમાં તમામ ખેલાડીઓ એક સમાન હોવા જોઇએ.
યુએસ ઓપન ગ્રાન્ડસ્લેમથી પોતાની ગ્રાન્ડસ્લેમ કેરિયરની શરૂઆત કરનાર ભારતના સુમિત નાગલે દિગ્ગજ ટેનિસ ખેલાડી રોજર ફેડરર સામે પહેલો સેટ જીત્યો તેની સાથે જ તેણે રેકોર્ડ બુકમાં પોતાનું નામ સામેલ કર્યું હતું. નાગલ છેલ્લા 20 વર્ષમાં ગ્રાન્ડસ્લેમની પુરૂષ સિંગલ્સના મુખ્ય ડ્રોમાં એક સેટ જીતનારો માત્ર ચોથો ભારતીય બન્યો છે. જો કે તેણે આ એક સેટ 20 ગ્રાન્ડસ્લેમ ટાઇટલ જીતનાર રોજર ફેડરર સામે જીત્યો હોવાથી તેનું મહત્વ અનેરું છે. તેના પહેલા છેલ્લા બે દશકામાં ગ્રાન્ડસ્લેમ ટુર્નામેન્ટમાં માત્ર સોમદેવ દેવબર્મન, યુકી ભાંબરી અને સાકેત માયનેની જ એક સેટ જીતવામાં સફળ થયા છે. પહેલા સેટમાં સુમિત નાગલે ફેડરરને નેટ પર આવવાની તક જ ન…
ભારતીય ટેનિસ ખેલાડી સુમિત નાગલે પોતાના જુસ્સા અને ઝઝુમવાનું કૌશલ્ય બતાવીને ગ્રાન્ડસ્લેમમાં પોતાના પદાર્પણની સ્વપ્નીલ શરૂઆત કરી દિગ્ગજ રોજર ફેડરર સામે પહેલો સેટ જીત્યો હતો, જો કે અંતે એ મેચમાં તે હારીને યુએસ ઓપનના રહેલા રાઉન્ડની મેચમાંથી જ બહાર થયો હતો. જો કે ફેડરર ભલે મેચ જીત્યો હોય, પણ આ મેચ વડે નાગલે ટેનિસ પ્રશંસકોનું દિલ જીત્યું હતું. ભારતના ટેનિસ સર્કિટમાં ચર્ચા જગાવનારી આ મેચમાં ઝજ્જરના 22 વર્ષિય સુમિત નાગલે સોમવારની રાત્રે દિગ્ગજ ફેડરર સહિતના તમામને પોતાની પ્રતિભાની એક ઝલક બતાવ્યા પછી અહીંના આર્થર એશ સ્ટેડિયમ પર રમાયેલી એ મેચ 4-6, 6-1, 6-2, 6-4થી તે હાર્યો હતો. આ મેચમા ફેડરર…
વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયન બનીને સ્વદેશ પરત ફરેલી દેશની ટોચની શટલર પીવી સિંધુએ મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. મોદીએ સિંધુને ભારતનું ગૌરવ ગણાવી હતી. સિંધુ સાથેની આ મુલાકાત પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટિ્વટ કર્યું હતું કે દેશનું ગૌરવ, એક ચેમ્પિયન કે જે ગોલ્ડ મેડલ તેમજ ઘણી બધી સિદ્ધિ સ્વદેશ લઇને આવી છે તે પીવી સિંધુને મળીને ખુશી થઇ. તેને અભિનંદન આપવાની સાથે ભવિષ્યની સ્પર્ધાઓ માટે શુભકામના. સિંધુની વડાપ્રધાન મોદી સાથેની મુલાકાત દરમિયાન રમત મંત્રી કિરણ રિજિજૂ તેમજ નેશનલ કોચ પુલેલા ગોપીચંદ પણ હાજર રહ્યા હતા. રમત મંત્રી કિરણ રિજિજૂ સાથેની મુલાકાત દરમિયાન મંત્રીએ સિંધુને 10 લાખનો ચેક સોંપ્યો…