કવિ: Sports Desk

દક્ષિણ આફ્રિકાની એ ટીમના ભારત પ્રવાસની અહીં રમાયેલી વરસાદથી પ્રભાવિત પહેલી બિનસત્તાવાર વન-ડેમાં શિવમ દુબે અને અક્ષર પટેલની અર્ધસદી અને તેમની વચ્ચેની શતકીય ભાગીદારી પછી યજુવેન્દ્ર ચહલે ઉપાડેલી પાંચ વિકેટથી ભારત-એ ટીમે 69 રને મેચ જીતી લીધી હતી. મેદાન ભીનુ હોવાથી 47 ઓવરની કરાયેલી મેચમાં શિવમ દુબેએ નોટઆઉટ 69 અને અક્ષર પટેલે નોટઆઉટ 60 રન બનાવીને 7મી વિકેટની 121 રનની નોટઆઉટ ભાગીદારી કરતાં ભારત-એ ટીમે 6 વિકેટે 327 રન બનાવ્યા હતા. તેના સિવાય શુભમન ગીલે પણ 46 રન બનાવ્યા હતા. લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકા-એ ટીમ વતી રિઝા હેન્ડ્રીક્સે 110 રન તેમજ હેનરિક ક્લાસેને 58 રનની ઇનિંગ રમી હોવા…

Read More

ગુજરાતની શૂટર ઇલાવેનિલ વલારિવાને અહીં સીનિયર વલ્ડ કપની 10 મીટર એર રાઇફલ ઇવેન્ટમાં તમામને પછાડીને પહેલો ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો અને આ સિદ્ધિ મેળવનારી તે દેશની ત્રીજી શૂટર બની હતી. તેના પહેલા અંજલી ભાગવત અને અપૂર્વી ચંદેલા આ સિદ્ધિ મેળવી ચુક્યા છે. જો કે તેના આ પ્રદર્શન છતાં ભારત માટેના ઓલિમ્પિક્સ ક્વોટામાં કોઇ ફેરબદલ થઇ નહોતી કારણકે અંજુમ મોદગિલ અને અપૂર્વી ચંદેલા પહેલાથી જ દેશ માટેના બે સ્થાન પોતાના નામે કરી લીધા છે. આ વર્લ્ડ કપમાં જોકે દેશની પહેલા અને બીજા નંબરની શૂટર એવી અપૂર્વી અને અંજૂમ રાઇફલ કે પિસ્તોલ સ્પર્ધામાં એકપણ મેડલ જીતી શકી નહોતી. અંજુમ ફાઇનલમાં…

Read More

મેજર ધ્યાનચંદના જન્મદિવસે દેશમાં આજે રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણી થવાની સાથે જ દર વર્ષની જેમ રમત પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યા હતા. જો કે આ પુરસ્કાર વિતરણમાં બજરંગ પુનિયા અને રવિન્દ્ર જાડેજા સહિત કુલ છ એવોર્ડી વિદેશમાં હોવાથી ગેરહાજર રહ્યા હતા. આ તમામ સ્વદેશ પરત ફરે તે પછી હવે રમત મંત્રી કિરણ રિજિજૂના હસ્તે તેમને સન્માનિત કરવામાં આવશે. રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ માટે પસંદ થયેલો રેસલર બજરંગ પુનિયા હાલમાં કઝાકિસ્તાન ખાતે યોજાનારી વર્લ્ડ ચેમ્પિયનશિપની તૈયારીમાં વ્યસ્ત છે. તેના સિવાય અર્જુન એવોર્ડ માટે પસંદ થયેલો રવિન્દ્ર જાડેજા હાલમાં વેસ્ટઇન્ડિઝ પ્રવાસે ટીમની સાથે છે. જ્યારે શૂટર અંજુમ મોદગિલ, પેરા જેવેલિન થ્રોઅર…

Read More

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુરૂવારે હોકીના જાદુગર મેજર ધ્યાનચંદના જન્મદિવસે અહીં રાષ્ટ્રપતિ ભવનના દરબાર હોલમાં યોજાયેલા રાષ્ટ્રીય રમત પુરસ્કાર વિતરણ સમારોહમાં રિયો પેરાલિમ્પિક્સ 2016માં મેડલ જીતનાર ભારતીય મહિલા પેરા એથ્લેટ દીપા મલિકને દેશના સર્વોચ્ચ રમત પુરસ્કાર રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત કરી હતી. ખેલ રત્ન એવોર્ડ માટે રેસલર બજરંગ પુનિયાની પણ પસંદગી થઇ હતી પરંતુ વર્લ્ડ ચેમ્પિયનશિપની તૈયારી માટે વિદેશ હોવાથી તે આ સમારોહમાં હાજરી આપી શક્યો નહોતો. રાષ્ટ્રપતિએ આ ઉપરાંત શટલર બી સાઇ પ્રણીત, એથ્લેટ સ્વપ્ના બર્મન, બોક્સર સોનિયા લાઠેર, ક્રિકેટર પૂનમ યાદવ, રેસલર પૂજા ઢાંડા સહિત કુલ 15 ખેલાડી અર્જુન એવોર્ડથી સન્માનિત કર્યા હતા અને સાઇના નેહવાલ અને…

Read More

વિશ્વના 8માં ક્રમાંકિત સ્ટીફાનોસ સિતસિપાસનો આન્દ્રે રુબલેવ સામે 4 કલાક સુધી ચાલેલી એક આકરી મેચમાં 6-4, 6-7, 7-6, 7-5થી પરાજય થયો હતો. મેચ દરમિયાન સિતસિપાસ પગ જકડાઇ જવાની સમસ્યાથી પરેશાન રહ્યો હતો અને તેણે આ દરમિયાન અમ્પાયર પર પક્ષપાતનો આરોપ પણ મુક્યો હતો. સતત બીજી ગ્રાન્ડસ્લેમ ટૂર્નામેન્ટના પહેલા રાઉન્ડમાં પરાજય વેઠનાર સિતસિપાસને અંતિમ સેટમાં સમય સંબંધિત નિયમના ભંગ બદલ એક પોઇન્ટની પેનલ્ટીનો સામનો કરવો પડ્યો હતો. તે પછી સિતસિપાસે ફ્રાન્સના ચેર અમ્પાયર ડેમિયન ડુમુસોઇસને મેચ દરમિયાન જ એવું કહ્યું હતું કે તમે તો અજીબ છો.

Read More

સ્પોટ ફિક્સીંગને કારણે ઇન્ડિયન પ્રિમિયર લીગ (આઇપીએલ)માંથી બે વર્ષનો પ્રતિબંધ વેઠ્યા પછી ચેન્નઇ સુપર કિંગ્સ ફરી એકવાર વિવાદના વમળમાં ફસાઇ છે. એક અંગ્રેજી અખબારના અહેવાલ અનુસાર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ એક મની લોન્ડરિંગની તપાસમાં કેટલીક નાણાકીય ગેરરિતી ઝડપી પાડી છે. આ ગેરરિતીમાં જણાયું છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીજિંગ એન્ડ ફાઇનાન્સિઅલ સર્વિસીઝ (આઈએલએન્ડએફસી) દ્વારા ચેન્નઇ સુપર કિંગ્સમાં રૂ. 300 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. અહેવાલ અનુસાર આ રોકાણ 2018માં કરવામાં આવ્યું હતું. આ રોકાણ પાછળનુ કારણ જાણવાના પ્રયાસો ઇડી દ્વારા શરૂ કરી દેવાયા છે. એ ઉલ્લેખનીય છે કે 2018માં જ ચેન્નઇ સુપર કિંગ્સે આઇપીએલમાં બે વર્ષના પ્રતિબંધ પછી વાપસી કરી હતી. સ્પોટ ફિક્સીંગના…

Read More

વિશ્વની નંબર વન મહિલા જાપાનીઝ ખેલાડી નાઓમી ઓસાકાએ યુએસ ઓપનમાં પોતાના પહેલા રાઉન્ડની મેચ જીતવા માટે સંધર્ષ કરવો પડ્યો હતો. છેલ્લા બે વર્ષથી પહેલા રાઉન્ડમાં હારીને આઉટ થતી સિમોના હાલેપે પહેલા રાઉન્ડનો અવરોધ આ વર્ષે પાર કરીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો હતો. આ સિવાય 9મી ક્રમાંકિત એરીના સેબેલેન્કા, ડોના વેકિક, એલિસ મર્ટેન્સ, કેરોલિના વોઝ્નિયાંકી જીતીને આગળ વધ્યા હતા. નાઓમી ઓસાકાએ પહેલા રાઉન્ડની મેચ જીતવા માટે થોડી મહેનત કરવી પડી હતી અને તેણે બિન ક્રમાંકિત રશિયન ખેલાડી એના બ્લિંકોવા સામે 3 સેટના સંઘર્ષ પછી 6-4, 6-7, 6-2થી વિજય મેળવ્યો હતો. સિમોના હાલેપે અમેરિકાની નિકોલ ગિબ્સ સામે ત્રણ સેટની લડત લડીને…

Read More

ભારત સામે શુક્રવારથી જમૈકામાં શરૂ થઇ રહેલી બીજી અને અંતિમ ટેસ્ટ માટે વેસ્ટઇન્ડિઝે ઝડપી બોલર મિગુએલ કમિન્સના સ્થાને ઓલરાઉન્ડર કિમો પોલનો સમાવેશ કર્યો છે. વેસ્ટઇન્ડિઝ ક્રિકેટ બોર્ડ દ્વારા એક નિવેદનમાં જણાવાયું હતું કે પહેલી ટેસ્ટમાં ઘુંટીની ઇજાને કારણે બહાર રહેલો કિમો પોલ બીજી ટેસ્ટ માટે ઉપલબ્ધ રહેશે. વેસ્ટઇન્ડિઝની પસંદગી સમિતિએ વિકેટકીપર જેહમર હેમિલ્ટનને પણ ટીમની સાથે જાળવી રાખવાનો નિર્ણય લીધો છે. બીજી ટેસ્ટ માટેની વેસ્ટઇન્ડિઝની ટીમ આ મુજબ છે. જેસન હોલ્ડર (કેપ્ટન), ક્રેગ બ્રેથવેટ, ડેરેન બ્રાવો, શેમર બ્રુક્સ, જોન કેમ્પબેલ, રોસ્ટન ચેઝ, રકહીમ કોર્નવાલ, જહમર હેમિલ્ટન, શેનન ગેબ્રિયલ, શિમરોન હેટમાયર, શાઇ હોપ, કીમો પોલ અને કેમાર રોચ.

Read More

યુએસ ઓપનના પહેલા રાઉન્ડમાં જ 2017માં અહીં ચેમ્પિયન થયેલી 11મી ક્રમાંકિત અમેરિકન મહિલા ખેલાડી સ્લોએન સ્ટીફન્સનો રશિયન ક્વોલિફાયર એના કલિન્સ્કાયા સામે સીધા સેટમાં પરાજય થતાં આશ્ચર્ય ફેલાયુ હતું. કલિન્સ્કાયાને આ ચેમ્પિયન અમેરિકન ખેલાડીને હરાવવામાં સ્હેજ પણ તકલીફ પડી નહોતી અને રશિયન ક્વોલિફાયર પોતે એક ચેમ્પિયનની જેમ રમીને જાણે કે તેની સામે કોઇ નવોદિત ખેલાડી હોય તે રીતે મેચ જીતી ગઇ હતી. એના કલિન્સ્કાયાએ 11મી ક્રમાંકિત સ્લોએન સ્ટીફન્સને સીધા સેટમાં પરાજીત કરતાં 6-3, 6-4થી જીત મેળવીને આગેકૂચ કરી હતી. આર્થર એશ સ્ટેડિયમ પર રમાયેલી આ મેચમાં પહેલા રાઉન્ડમાં જ અમેરિકાની ઉચ્ચ ક્રમાંકિત એવી સ્ટીફન્સને આઉટ કરીને સનસનાટી મચાવી દીધી હતી. આ…

Read More

મહેન્દ્ર સિંહ ધોનીએ ભલે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ નથી લીધી પણ તે છતાં દક્ષિણ આફ્રિકા સામે 15 સપ્ટેમ્બરથી ઘરઆંગણેની ધર્મશાળા ખાતેથી શરૂ થઇ રહેલી ટી-20 સિરીઝ માટેની ટીમમાં તેની પસંદગી થવાની સંભાવના નથી. સિરીઝ માટે ટીમની પસંદગી 4 સપ્ટેમ્બરે થવાની આશા છે. પહેલી મેચ ધર્મશાળામાં રમાયા પછી અન્ય બે મેચ 18 સપ્ટેમ્બરે મોહાલી અને 22 સપ્ટેમ્બરે બેંગલુરૂમાં રમાશે. એવી સંભાવના છે કે વેસ્ટઇન્ડિઝને 3-0થી હરાવનારી ટીમને જ જાળવી રાખવામાં આવશે. ટી પસંદગી માટે પસંદગી સમિતિ ઓક્ટોબર 2020માં ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી-20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખવા માગે છે. બીસીસીઆઇના એક વરિષ્ઠ અધિકારીએ બુધવારે કહ્યું હતું કે વર્લ્ડ ટી-20ની પહેલી મેચ પહેલા ભારતીય ટીમ…

Read More