દક્ષિણ આફ્રિકા સામેની ઘરઆંગણેની ટી-20 સિરીઝ માટેની ટીમ ગુરૂવારે પસંદગીકારો દ્વારા જાહેર કરવામાં આવી અને તેમાં માજી કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનું નામ ન હોવાથી ક્રિકેટ પંડિતો અને ચાહકોએ એવી અટકળ બાંધવા માંડી હતી કે શું ધોનીની અવગણના થઇ રહી છે અને તેને વિદાય આપવાનો સમય આવી ગયો છે. આ વિવાદો અને અટકળો પર પુર્ણવિરામ મુકતા એક રાષ્ટ્રીય પસંદગીકારે કહ્યું હતું કે ધોનીએ આવતા વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી-20 વર્લ્ડકપ માટે ટીમ તૈયાર કરવાનો સમય આપ્યો છે. તેમણે કહ્યું હતું કે ધોનીએ વચન આપ્યું છે કે તે પોતાની કેરિયર અંગે ત્યારે જ નિર્ણય કરશે જ્યારે ટીમનું ભાવિ સફળ હાથમાં હશે અને પસંદગીકારો…
કવિ: Sports Desk
ભારતીય બેડમિન્ટન સ્ટાર અને ગોલ્ડન ગર્લ પીવી સિંધુ શુક્રવારે આંધ્રપ્રદેશના તિરુમાલા સ્થિત વેંક્ટેશ્વર મંદિરના દર્શનાર્થે અને પૂજા માટે પરિવાર સાથે પહોંચી હતી. સિંધુએ પોતાના પરિવારજનો સાથે ભગવાનની પૂજા કરવાની સાથે જ અભિષેકમ સેવામાં પણ ભાગ લીધો હતો. ભગવાન વેંક્ટેશ્વરમાં ઉંડી આસ્થા ધરાવનાર સિંધુ વર્લ્ડ ચેમ્પિયન બન્યા પછી આ પ્રાચિન મંદિરમાં પુજા કરવા માટે આવી હતી. મંદિરના અધિકારીઓએ માહિતી આપી હતી કે પીવી સિંધુ પોતાના માતા-પિતા સાથે ત્રિચુર સ્થિત દેવી પદ્માવતીના મંદિરમાં ગુરૂવારે સાંજે દર્શન કરવા પહોંચી હતી અને ત્યાં પૂજા કર્યા પછી સિંધુ પોતાના પરિવાર સાથે મંદિરમાં જ રાત્રિ રોકાણ કર્યું હતું અને ત્યાંથી બીજા દિવસે તે તિરુમાલા પર્વત પર…
આઇએસએસએફ શૂટિંગ વર્લ્ડકપ 2019માં પુરૂષોની 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં ભારતીય શૂટર અભિષેક વર્માએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ જ ઇવેન્ટમાં યુવા શૂટર સૌરભ ચૌધરીએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ સિવાય સંજીવ રાજપૂતે 50 મીટર રાઇફલ થ્રી પોઝિશનમાં સિલ્વર મેડલ જીત્યો હતો. અભિષેક વર્માએ ગુરૂવારે 50 મીટર એર પિસ્તોલ ઇવેન્ટની 8 શૂટરની ફાઇનલમાં 244.2 પોઇન્ટ મેળવ્યા હતા. જ્યારે 17 વર્ષના સૌરભે 221.9 પોઇન્ટ મેળવ્યા હતા. આ ઇવેન્ટમાં સિલ્વર મેડલ તુર્કીના ઇસ્માઇલ કેલેસે જીત્યો હતો, જેણે 243.1નો સ્કોર કર્યો હતો. સૌરભ આ વર્ષે પાંચ ગોલ્ડ મેડલ જીતી ચુક્યો છે અને આ વર્ષમાં આ તેનો છઠ્ઠો આઇએસએસએફ વર્લ્ડકપ મેડલ છે. સંજીવ રાજપૂતે…
શ્રીલંકાની ક્રિકેટ ટીમના કેટલાક ખેલાડીઓ પાકિસ્તાન પ્રવાસે જવા તૈયાર નથી. પાકિસ્તાની મીડિયા દ્વારા પ્રકાશિત કરાયેલા એક અહેવાલમાં આ વિગત જાહેર થઇ છે. શ્રીલંકાની ટીમે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં પાકિસ્તાનમાં 3 વનડે અને 3 ટી-20 મેચ રમવાની છે અને તે પછી બે ટેસ્ટ યુએઇમાં રમાવાની છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ની એવી ઇચ્છા હતી કે બંને ટેસ્ટ પાકિસ્તાનમાં જ રમાડવામાં આવે પણ તેના માટે શ્રીલંકન બોર્ડ તૈયાર ન થયું. પાકિસ્તાની અખબાર ધ ન્યૂઝના અહેવાલ અનુસાર હાલમાં જ બંને દેશના ક્રિકેટ બોર્ડ વચ્ચે લાંબી વાતચીત પછી શ્રીલંકન ટીમનો પાકિસ્તાન પ્રવાસ નિર્ધારિત થયો, જો કે હવે આ પ્રવાસ આડે કેટલાક ખેલાડીઓનું વલણ અવરોધક બન્યું છે. અખબારના અહેવાલમાં…
શુક્રવારથી જમૈકામાં શરૂ થઇ રહેલી બીજી ટેસ્ટમાં ઝડપી બોલર ઇશાંત શર્મા દિગ્ગજ ભારતીય ઝડપી બોલર કપિલ દેવનો એશિયા બહાર સર્વાધિક વિકેટ ઝડપવાના રેકોર્ડને તોડી શકે છે. કપિલ દેવ અને ઇશાંત હાલમાં બંને એશિયા બહાર 45 ટેસ્ટમાં 155 વિકેટ મેળવી છે. જો ઇશાંત બીજી ટેસ્ટમાં એક વિકેટ પણ ઉપાડશે તો તે આ રેકોર્ડ તોડી નાંખશે અને તે ભારત વતી એશિયા બહાર સર્વાધિક વિકેટ ઉપાડનારો ઝડપી બોલર બનશે. ભારત વતી એશિયા બહાર સર્વાધિક વિકેટ લેવાનો ઓવરઓલ રેકોર્ડ જોકે અનિલ કુંબલેના નામે છે, જેણે 50 મેચમાં 200 વિકેટ ઉપાડી છે. જો કે ઝડપી બોલર તરીકે એ રેકોર્ડ હાલ કપિલ અને ઇશાંત સંયુક્ત ધરાવે…
યુએસ ઓપનમાં ગુરૂવારનો દિવસ ટોપ ટેનમાં સામેલ ત્રણ મહિલા ખેલાડીઓ માટે જાણે કે અપસેટ ઓપન બન્યો હતો. ટોપ ટેનમાં સામેલ ત્રણ ત્રણ મહિલા ખેલાડીઓ નજીકના સમયના ગાળામાં પોતાનાથી ઘણી નીચલી ક્રમાંકિત ખેલાડીઓ સામે હારીને બહાર થઇ હતી, જેમાં સિમોના હાલેપ, પેટ્રા ક્વિટોવા અને એરિના સેબેલેન્કાનો સમાવેશ થાય છે. ચોથી ક્રમાંકિત સિમોના હાલેપનો તેનાથી 112 ક્રમાંક નીચે એવી વિશ્વની 116મી ક્રમાંકિત અમેરિકન ટેલર ટાઉનસેન્ડે અપસેટનો શિકાર બનાવીને 2-6, 6-3 7-6થી મેચ જીતી લીધી હતી, હાલેપ સતત ત્રીજીવાર યુએસ ઓપનના ત્રીજા રાઉન્ડમાં પ્રવેશવાથી વંચિત રહી ગઇ હતી. આ પહેલા તે 2017 અને 2018માં પહેલા રાઉન્ડમાં જ હારીને આઉટ થઇ હતી. 2016માં તે…
પહેલી ટેસ્ટમાં એકતરફી જીત મેળવ્યા પછી ભારતીય ટીમ શુક્રવારે જ્યારે જમૈકાના સબીના પાર્ક મેદાન પર યજમાન વેસ્ટઇન્ડિઝ સામે બીજી ટેસ્ટ રમવા માટે મેદાને ઉતરશે ત્યારે તેમની નજર વેસ્ટઇન્ડિઝના સંપૂર્ણ સફાયા પર સ્થિર હશે. સામે પક્ષે વેસ્ટઇન્ડિઝની ઇચ્છા તેના ખેલાડીઓ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીને સિરીઝ 1-1ની બરોબરી પર ખતમ કરે તેવી હશે. પહેલી ટેસ્ટમાં ભારતીય ટીમે વેસ્ટઇન્ડિઝને રમતના દરેક પાસામાં પરાસ્ત કરી હતી. પહેલા દિવસની શરૂઆતને જો બાદ કરવામાં આવે તો વેસ્ટઇન્ડિઝની ટીમ મેચમાં ભારત પર જરાપણ પ્રભુત્વ જમાવી શકી નહોતી. 30 રનમાં ત્રણ વિકેટ ગુમાવવા છતાં ભારતીય ટીમે પોતાના પહેલા દાવમાં અજિંકેય રહાણે અને રવિન્દ્ર જાડેજાની ઉપયોગી ઇનિંગથી બાજી સંભાળી લીધી…
પાંચમી ક્રમાંકિત એલિના સ્વિતોલીના સામેની બીજા રાઉન્ડની મેચમાં વીનસ વિલિયમ્સ જ્યારે રમત પરનો પોતાનો કાબુ ગુમાવી રહી હતી ત્યારે તેના મગજે પણ કામ કરવાનું જાણે કે બંધ કરી દીધું હોય તેમ તેણે ચાલુ મેચ દરમિયાન કોફી મગાવીને પીધી હતી. વીનસ પહેલો સેટ હારી ચુકી હતી અને તે સમયે તેણે કોફી મગાવી હતી. જો કે બોલ બોય કોફી લઇને આવે તે પહેલા વીનસ લોકર રૂમ તરફ ગઇ હતી અને તેની પાછળ પાછળ બોલ બોય પણ ગયો હતો. જો કે તે પ્રવેશ પ્રતિબંધીત વિસ્તાર પાસે અટકી ગયો અને તેણે પ્લેયર્સ બેન્ચ પર કોફી મુકી દીધી જે વિનસે બાથરૂમ બ્રેકમાંથી પાછી ફરીને પીધી…
યુએસ ઓપન ગ્રાન્ડસ્લેમ ટુર્નામેન્ટમાં અમેરિકાની સેરેના વિલિયમ્સ અને એશ્લે બાર્ટી સહિતની મુખ્ય ખેલાડીઓ મહિલા સિંગલ્સમાં પોતાની મેચ જીતને આગળ વધી હતી, જો કે સેરેનાની બહેર વિનસ વિલિયમ્સ બીજા રાઉન્ડમાં જ હારીને સ્પર્ધા બહાર ફેંકાઇ ગઇ હતી. તો ડિફેન્ડીંગ ચેમ્પિયન નોવાક જોકોવિચ, સ્વિસસ્ટાર રોજર ફેડરર સહિત મોટાભાગના ક્રમાંકિત ખેલાડીઓએ યુએસ ઓપનની પુરૂષ સિંગલ્સમાં પોતાની બીજા રાઉન્ડની મેચ જીતી લીધી હતી. મહિલા સિંગલ્સમાં 8મી ક્રમાંકિત સેરેના વિલિયમ્સે પોતાની બીજા રાઉન્ડની મેચમાં કેથરીન મેકેનલી સામે પહેલો સેટ ગુમાવ્યા પછી મેચમાં પાછા ફરીને વિજય મેળવ્યો હતો. સેરેનાએ મેકેનલીને 5-7, 6-3, 6-1થી હરાવી હતી. બીજી ક્રમાંકિત એશ્લે બાર્ટીએ બીજા રાઉન્ડની મેચ સરળતાથી જીતી લઇને લોરેન…
દક્ષિણ આફ્રિકા સામેની 3 ટી-20 ઇન્ટરનેશનલ મેચની સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત ગુરૂવારે કરવામાં આવી હતી, આ ટીમમાં મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાને અનુપલબ્ધ ગણાવ્યો હોવાથી તેનો સમાવેશ કરાયો નહોતો. જ્યારે હાર્દિક પંડ્યાની આ ટીમમાં વાપસી થઇ છે. મોટાભાગે વેસ્ટઇન્ડિઝમાં વિજેતા થયેલી ટીમને જ જાળવી રાખવામાં આવી છે. માત્ર ભુવનેશ્વર કુમારને આરામ અપાયો છે. જસપ્રીત બુમરાહને પણ ટીમમાં સામેલ કરાયો નથી. વિરાટ કોહલીની આગેવાનીમાં જાહેર થયેલી ટીમમાં વાઇસ કેપ્ટન તરીકે રોહિત શર્મા યથાવત રહ્યો છે. જ્યારે વિકેટકીપર તરીકે ઋષભ પંતને જાળવી રખાયો છે. દક્ષિણ આફ્રિકા સામેની ટી-20 સિરીઝની શરૂઆત 15 સપ્ટેમ્બરે ધર્મશાળાથી થશે. તે પછી 18મી સપ્ટેમ્બરે મોહાલીમાં બીજી ટી-20 અને…