કવિ: Sports Desk

ભારતની યશસ્વીની દેસવાલે વિશ્વની નંબર વન શૂટર અને માજી ઓલિમ્પિક્સ તેમજ વર્લ્ડ ચેમ્પિયન ઓલેલેના કોસ્તેવિચને પછાડીને આઇએસએસએફ વર્લ્ડકપમાં મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. માજી જૂનિયર વર્લ્ડ ચેમ્પિયન 22 વર્ષની યશસ્વીનીએ 8 મહિલાઓ વચ્ચેની ફાઇનલમાં 236.7 પોઇન્ટના સ્કોર સાથે ગોલ્ડ પર નિશાન સાધ્યુ હતું. આ ગોલ્ડની સાથે જ યશસ્વીનીએ ટોક્યો ઓલિમ્પિક્સ માટે ભારત વતી 9મો ક્વોટા જીત્યો હતો. વિશ્વની નંબર વન ઓલેના કોસ્તેવિચ 234.8 પોઇન્ટ સાથે સિલ્વર જ્યારે સર્બિયાની જેસમિના મિલાવોનોવિચે 215.7 પોઇન્ટના સ્કોરની સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. અર્થશાસ્ત્રની વિદ્યાર્થીની યશસ્વીનું પ્રભુત્વ એવું રહ્યું હતું કે તે ફાઇનલમાં ઓલેનાથી 1.9 પોઇન્ટ આગળ રહી હતી. ક્વોલિફિકેશનમાં…

Read More

યુએસ ઓપનમાં વિશ્વની નંબર વન ટેનિસ ખેલાડી નાઓમી ઓસાકા સામે હાર્યા પછી કોરી કોકો ગોફ રડવા માંડી ત્યારે માહોલ થોડો ગમગીન બની ગયો હતો. માત્ર 15 વર્ષની વયે યુએસ ઓપનનના ત્રીજા રાઉન્ડમાં પહોંચીને સૌથી યુવા ખેલાડી બનેલી કોકો ગોફનો ઓસાકા સામે 6-3, 6-0થી પરાજય થયો હતો અને મેચ હારતાની સાથે તે રડી પડી હતી. ઓસાકાએ પણ જોરદાર સ્પિરીટનું પ્રદર્શન કરીને તેને ભેટીને સાંત્વના આપવાની સાથે જ પોતાની સાથે ઇન્ટરવ્યુ આપવા બોલાવી ઓસાકાનો જ્યારે ઇન્ટરવ્યુ ચાલી રહ્યો હતો ત્યારે તેની આંખમાં પણ આંસુ આવી ગયા હતા. અભદ્ર વર્તન માટે મેદવેદેવને 6.46 લાખનો દંડ ફટકારાયો રશિયન ટેનિસ ખેલાડી દાનિલ મેદવેદેવને અહીં રમાતી…

Read More

જમૈકામાં રમાઇ રહેલી આઇસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપ હેઠળની બીજી ટેસ્ટમાં ભારતીય ટીમે હનુમા વિહારીની મેઇડન સદી તેમજ ઇશાંત શર્માની મેઇડન અર્ધસદીની મદદથી 416 રનનો સ્કોર બનાવ્યા પછી ભારતીય ઝડપી બોલર જસપ્રીત બુમરાહની હેટ્રિક સહિતની છ વિકેટથી વેસ્ટઇન્ડિઝની ટીમ 87 રનમાં 7 વિકેટ ગુમાવીને લથડી પડી હતી. તે પછી ત્રીજા દિવસે રમતના પહેલા સત્રમાં જ મહંમદ શમી, ઇશાંત શર્મા અને રવિન્દ્ર જાડેજાએ બાકી રહેલી ત્રણ વિકેટનું પતન કરતાં વેસ્ટઇન્ડિઝનો પહેલો દાવ 117 રને સમેટાયો હતો અને ભારતને 299 રનની સરસાઇ મળી હતી. ભારતીય ટીમે 302 રને 7મી વિકેટ ગુમાવ્યા પછી વિહારી અને ઇશાંત વચ્ચે 8મી વિકેટની 112 રનની ભાગીદારીથી ભારત 400 પાર…

Read More

જમૈકાના સબીના પાર્ક ખાતે બીજી ટેસ્ટના બીજા દિવસે શનિવારે વેસ્ટઇન્ડિઝની ઇનિંગની 9મી ઓવરમાં જસપ્રીત બુમરાહે સતત ત્રણ બોલમાં ડેરેન બ્રાવો, શાહમાર બ્રુક્સ તેમજ રોસ્ટન ચેઝની વિકેટ ઉપાડીને હેટ્રિક ઉપાડીને ઇતિહાસના પાના પર પોતાનું નામ નોંધાવ્યું હતું અને  તે ટેસ્ટ ક્રિકેટમાં હેટ્રિક ઝડપનારો ત્રીજો ભારતીય બોલર બન્યો હતો. બુમરાહ પહેલા ટેસ્ટ ક્રિકેટમાં ભારત વતી હરભજન સિંહ અને ઇરફાન પઠાણ હેટ્રિક ઉપાડી ચુક્યા છે. હરભજન સિંહે 2001માં ઓસ્ટ્રેલિયા સામેની કોલકાતા ટેસ્ટમાં રિકી પોન્ટીંગ, એડમ ગિલક્રિસ્ટ અને શેન વોર્નની વિકેટ ઝડપીને હેટ્રિક ઉપાડી હતી, તેના પછી 2006માં ઇરફાન પઠાણે સલમાન બટ, યૂનિસ ખાન અને મહંમંદ યુસુફની વિકેટ ખેરવીને હેટ્રિક ઝડપી હતી. બીજી ટેસ્ટમાં…

Read More

અહીંના સબીના પાર્ક ખાતે બીજી ટેસ્ટના બીજા દિવસે શનિવારે જસપ્રીત બુમરાહે હેટ્રિક ઉપાડીને ઇતિહાસના પાના પર પોતાનું નામ નોંધાવ્યું હતું . જો કે જ્યારે પણ આ હેટ્રિકના વાત કરવામાં આવશે ત્યારે તેમાં વિરાટ કોહલીના નામનો ઉલ્લેખ ચોક્કસ કરવામાં આવશે. બુમરાહે બે વિકેટ ઉપાડી તે પછી ત્રીજી વિકેટ તેને ડીઆરએસના કારણે મળી હતી. બુમરાહે ડીઆરએસ લેવાનું નકાર્યું હતુ, કારણ તેને લાગતું હતું કે બોલ પહેલા બેટ પર લાગ્યો છે, જો કે વિરાટ કોહલીએ જીદ કરીને ડીઆરએસ લીધું હતુ અને તેમાં તેને એ વિકેટ મળી હતી. બીજા દિવસની રમતના અંતે બુમરાહે પણ એવું સ્વીકાર્યું હતું કે તેને આ હેટ્રિક વિરાટ કોહલીને કારણે…

Read More

ગ્રાન્ડસ્લેમ ટુર્નામેન્ટ વિમ્બલ્ડનના ચોથા રાઉન્ડમાં હારવા પહેલા પોતાના જોરદાર પ્રદર્શનથી તમામને પ્રભાવિત કરનારી અમેરિકન કોરી કોકો ગોફે અહીં બીજા રાઉન્ડમાં હંગેરીની ક્વોલિફાયર ટિમીયા બાબોસને 6-2, 4-6, 6-4થી હરાવીને ત્રીજા રાઉન્ડમાં પહોંચી તેની સાથે જ તે 1996 પછી યુએસ ઓપનના ત્રીજા રાઉન્ડમાં પહોંચનારી સૌથી યુવા ખેલાડી બની હતી. આ પહેલા 1996માં એના કોર્નિકોવા યુએસ ઓપનના ત્રીજા રાઉન્ડમાં પહોંચનારી સૌથી યુવા ખેલાડી બની હતી. હવે 23 વર્ષ પછી કોકો ગોફે તેમાં પોતાનું નામ લખાવ્યું છે. સિમોના હાલેપ સતત ત્રીજીવાર ત્રીજા રાઉન્ડમાં ન પહોંચી વિશ્વની ચોથી ક્રમાંકિત મહિલા ખેલાડી અને આ વર્ષની વિમ્બલ્ડન ચેમ્પિયન સિમોના હાલેપ બીજા રાઉન્ડમાં અપસેટનો શિકાર બની તેની સાથે…

Read More

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પોતાને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવા માટે સરકારનો આભાર માન્યો હતો અને સાથે જ કહ્યું હતું કે આ સન્માન મને ક્રિકેટના મેદાન પર દેશ માટે મારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપવાની પ્રેરણા આપતું રહેશે, જાડેજા એ 19 ખેલાડીઓમાં સામેલ છે જેમને આ વર્ષે અર્જુન એવોર્ડથી સન્માનિત કરાયા છે. All-rounder @imjadeja’s special message after being conferred with the Arjuna Award ?? #TeamIndia pic.twitter.com/6k6jmdDKMv — BCCI (@BCCI) August 29, 2019 જાડેજાએ બીસીસીઆઇના ટિ્વટર હેન્ડલ પર એક વીડિયો મેસેજ પોસ્ટ કરીને કહ્યું હતું કે પહેલા તો હું ભારત સરકારનો આભાર માનવા માગીશ કે જેમણે મને એર્જુન એવોર્ડથી સન્માનિત કર્યો છે.…

Read More

ચાર વાર ઓલિમ્પિક્સમાં રમી ચુકેલા હોકી ખેલાડી ધનરાજ પિલ્લાઇએ કહ્યું હતું કે તેને સંપૂર્ણ વિશ્વાસ છે કે ભારતીય હોકી ટીમ આવતા વર્ષે યોજાનારા ટોક્યો ઓલિમ્પિક્સ માટે કવોલિફાઇ કરી લેશે. સાથે જ તેણે કહ્યું હતું કે ભારતીય ટીમ હાલમાં હોકી રમતા અન્ય ટોચના દેશોની ટીમની બરોબરી પર જ છે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા નેશનલ સ્પોર્ટસ ડે નિમિત્તે અહીં યોજાયેલા એક કાર્યક્રમમાં પિલ્લાઇએ ગુરૂવારે રાત્રે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હાલમાં આપણે ઓસ્ટ્રેલિયા, જર્મની, હોલેન્ડ, આર્જેન્ટીના અને બેલ્જિયમની બરોબરી પર છીએ. તેથી ભારતીય ટીમે કોઇની પણ સામે રમવાનું આવે ડરવું ન જોઇએ અને સંપૂર્ણ આત્મવિશ્વાસથી આગળ વધવું જોઇએ. ધનરાજે એવું ઉમેર્યું હતું…

Read More

ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને ઓપનર નયંક અગ્રવાલની અર્ધસદીના પ્રતાપે અહીંના સબીના પાર્ક પર શુક્રવારથી શરૂ થયેલી વેસ્ટઇન્ડિઝ સામેની બીજી ટેસ્ટમાં પ્રથમ દાવ લઇ પહેલા દિવસના અંતે 5 વિકટે 264 રન બનાવી લીધા હતા. રમત બંધ રહી ત્યારે ઋષભ પંત 27 અને હનુમા વિહારી 42 રને રમતમાં હતા. વેસ્ટઇન્ડિઝના કેપ્ટન જેસન હોલ્ડરે ટોસ જીતીને ફિલ્ડીંગ પસંદ કરી હતી. ભારતીય ટીમ વતી દાવની શરૂઆત કરવા ઉતરેલા કેએલ રાહુલ અને મયંક અગ્રવાલે ઝડપી શરૂઆત કરીને 6.5 ઓવરમાં બોર્ડ પર 32 રન મુક્યા હતા અને એ સ્કોર પર ભારતે રાહુલની વિકેટ ગુમાવી હતી. તે પછીની પાંચ ઓવરમાં ભારતીય ટીમના સ્કોરમાં માત્ર 3 રનનો…

Read More

હાલમાં જ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરનારા ભારતીય ટીમના માજી બેટ્સમેન અંબાતી રાયડુએ પોતાની નિવૃત્તિ બાબતે યુ ટર્ન મારીને ક્રિકેટ ક્ષેત્રે વાપસી કરવાનો નિર્ણય કર્યો છે. 33 વર્ષિય રાયડુએ હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનને ઇ-મેલ કરીને કહ્યું છે કે લાગણીમાં વહીને મેં ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો હતો અને હવે હું પસંદગી માટે ઉપલબ્ધ છું. એચસીએના સીઓએ સભ્ય રત્નાકર શેટ્ટીને ગુરૂવારે મોકલાયેલા ઇમેલમાં રાયડુએ લખ્યુ છે કે હું તમારા ધ્યાને એ વાત લાવવા માગુ છું કે હું નિવૃત્તિ પાછી ખેંચીને તમામ ફોર્મેટમાં ક્રિકેટ રમવા માગીશ. રાયડુએ કહ્યું કે હું ચેન્નઇ સુપર કિંગ્સ, વીવીએસ લક્ષ્મણ અને નોએલ ડેવિડનો આભાર માનવા માગુ છું કે…

Read More