શ્રીલંકાનો અનુભવી ઝડપી બોલર લસિથ મલિંગા ટી-20 ઇન્ટરનેશનલમાં પાકિસ્તાનના શાહિદ આફ્રિદીનો રેકોર્ડ તોડીને સર્વાધિક વિકેટ લેનારો બોલર બન્યો છે. મલિંગાએ રવિવારે રમાયેલી ન્યુઝીલેન્ડ સામેની પહેલી ટી-20માં આ સિદ્ધિ મેળવી હતી. મલિંગાએ 74 મેચમાં કુલ 99 વિકેટ ઉપાડીને પાકિસ્તાનના ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદીના 99 મેચમાં 98 વિકેટ લેવાના રેકોર્ડને તોડી સૌથી સફળ બોલર બન્યો હતો. આ મેચમાં મલિંગાએ કોલિન મુનરો અને કોલિન ડિ ગ્રાન્ડહોમની વિકેટ ઉપાડીને આ રેકોર્ડ બનાવ્યો હતો. ટી-20 ઇન્ટરનેશનલમાં સર્વાધિક વિકેટ ઉપાડનારા બોલર બોલર દેશ મેચ વિકેટ લસિથ મલિંગા…
કવિ: Sports Desk
કેપ્ટન મનિષ પાંડેની અર્ધસદી અને શિવન દુબેની નોટઆઉટ 45 રનની તોફાની ઇનિંગની મદદથી અહીં ખરાબ હવામાનને કારણે ટુંકાવાયેલી ત્રીજી બિન સત્તાવાર વન-ડેમાં ભારત-એ ટીમે પ્રવાસી દક્ષિણ આફ્રિકા-એને 4 વિકેટે હરાવી 5 મેચની સિરીઝમાં 3-0ની વિજયી સરસાઇ મેળવી લીધી છે. ખરાબ હવામાનને કારણે ટુંકાવીને 30 ઓવરની કરાયેલી મેચમાં દક્ષિણ આફ્રિકા-એ ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરીને 8 વિકેટે 207 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારત-એ ટીમે કેપ્ટન મનિષ પાંડેના 81 અને ઇશાન કિશનના 40 તેમજ શિવમ દુબેના નોટઆઉટ 45 રનની મદદથી 13 બોલ બારી રાખીને 6 વિકેટે લક્ષ્યાંક કબજે કરી લીધો હતો.
ભારતીય ટીમના યુવા વિકેટકીપર ઋષભ પંતની વિકેટકીપીંગથી કેટલાક દિગ્ગજો ભલે પ્રભાવિત ન હોય પણ તે છતાં યુવા પંત વિકેટ પાછળ 50 શિકાર ઝડપવામાં માજી કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની કરતાં ઝડપી પુરવાર થયો છે. 21 વર્ષિય પંતે રવિવારે પોતાની 11મી ટેસ્ટમાં વિકેટ પાછળ 50મો ટેસ્ટ શિકાર ઝડપ્યો હતો. આ સાથે જ તે એક એવા એલાઇટ લિસ્ટમાં સામેલ થયો છે જેમાં દિગ્ગજ માર્ક બાઉચર અને એડમ ગિલક્રિસ્ટ જેવા વિકેટકીપર સામેલ છે. સૌથી ઓછી ટેસ્ટ ઇનિંગમાં 50 શિકાર ઝડપવા મામલે તે એડમ ગિલક્રિસ્ટની બરોબરીએ બેઠો છે. પંતે ઇશાંત શર્માની બોલિંગમાં ક્રેગ બ્રેથવેટનો કેચ ઝડપ્યો તેની સાથે જ તેણે 11મી ટેસ્ટમાં વિકેટ પાછળ 50…
ક્રિકેટમાં રવિવારનો દિવસ ગોલ્ડન ડક ડે બની ગયો હતો, પછી તે ઇન્ટરનેશનલ ક્રિકેટ હોય કે લીગ ક્રિકેટ, તમામ સ્થળે કુલ 7 બેટ્સમેન પોતાનું ખાતું ખોલાવ્યા વગર શૂન્ય રને આઉટ થયા હતા. 7માંથી 6 ખેલાડી ગોલ્ડન ડક જ્યારે 1 ખેલાડી ડાયમંડ ડકનો શિકાર બન્યા હતા. ગોલ્ડન ડકની આ સિરિઝમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી સહિત ભારતના બે ખેલાડી સામેલ રહ્યા હતા. વિરાટ કોહલી (ભારત-વેસ્ટઇન્ડિઝ બીજી ટેસ્ટ) રવિવારે વેસ્ટઇન્ડિઝનો પહેલો દાવ 117 રને સમેટાયા પછી ભારતીય ટીમ બેટિંગ કરવા ઉતરી અને 21મી ઓવરમાં વિરાટ કોહલી ક્રિઝ પર આવ્યો, પણ કેમાર રોચે પહેલા જ બોલે કોહલીને વિકેટની પાછળ જેહમર હેમિલ્ટનના હાથમાં ઝડપાવીને તેને ગોલ્ડન…
શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે રવિવારે રાત્રે રમાયેલી વરસાદથી પ્રભાવિત પહેલી ટી-20માં રોસ ટેલર અને કોલિન ડિ ગ્રાન્ડહોમની ભાગીદારીની મદદથી પ્રવાસી ન્યુઝીલેન્ડે યજમાન શ્રીલંકાને 5 વિકેટે હરાવ્યું હતું. શ્રીલંકાએ મુકેલા 175 રનના લક્ષ્યાંકને ન્યુઝીલેન્ડે ટેલરના 48 અને ગ્રાન્ડહોમના 44 રનની સાથે બંને વચ્ચે થયેલી 79 રનની ભાગીદારીના પ્રતાપે 19.3 ઓવરમાં 5 વિકેટના ભોગે કબજે કરી લીધો હતો. અંતિમ ઓવરોમાં ડેરિલ મિશેલે નોટઆઉટ 25 અને મિચેલ સેન્ટનરે નોટઆઉટ 14 રન કરવા સાથે 2.4 ઓવરમાં 31 રનની નોટઆઉટ ભાગીદારી કરીને ટીમને જીતાડી હતી. આ પહેલા ન્યુઝીલેન્ડની શરૂઆત ખરાબ રહી હતી અને તેમણે 39 રનમાં જ 3 વિકેટ ગુમાવી હતી. શ્રીલંકા વતી કુસલ મેન્ડિસે…
સબીના પાર્ક ખાતે રમાઇ રહેલી બીજી ટેસ્ટમાં પણ ભારતીય ટીમ જીતીને વેસ્ટઇન્ડિઝને ક્લિનસ્વીપ કર્યું હતું. પહેલા દાવમાં 416 રન કર્યા પછી વેસ્ટઇન્ડિઝની પ્રથમ ઇનિંગ 117 રને સમેટીને ભારતે 299 રનની સરસાઇ મેળવી હતી. તે પછી વેસ્ટઇન્ડિઝને ફોલોઓન ન આપીને ભારતે પોતાનો બીજો દાવ 4 વિકેટે 168 રન કરીને દાવ ડિક્લેર કરીને વેસ્ટઇન્ડિઝ 468 રનનો લક્ષ્યાંક મુક્યો હતો. જેની સામે વેસ્ટઇન્ડિઝની ટીમ 210 રને ઓલઆઉટ થતાં ભારત 257 રને ટેસ્ટ જીત્યું હતું. બીજા દાવમાં વિશાળ લક્ષ્ચાંકની સામે વેસ્ટઇન્ડિઝની ટીમ પ્રેશરમાં આવી ગઇ હતી. ઓપનર ક્રેગ બ્રેથવેટ માત્ર 3 રને ઇશાંત શર્માના બોલે વિકેટ પાછળ ઋષભ પંતના હાથમાં ઝિલાયો હતો. તે પછી…
સબીના પાર્ક ખાતે રમાઇ રહેલી બીજી ટેસ્ટમાં પણ ભારતીય ટીમ જીત ભણી આગળ વધી છે. પહેલા દાવમાં 416 રન કર્યા પછી વેસ્ટઇન્ડિઝની પ્રથમ ઇનિંગ 117 રને સમેટીને ભારતે 299 રનની સરસાઇ મેળવી હતી. તે પછી વેસ્ટઇન્ડિઝને ફોલોઓન ન આપીને ભારતે પોતાનો બીજો દાવ 4 વિકેટે 168 રન કરીને દાવ ડિક્લેર કરીને વેસ્ટઇન્ડિઝ 468 રનનો લક્ષ્યાંક મુક્યો હતો. જેની સામે ત્રીજા દિવસની રમત પૂર્ણ થઇ ત્યારે વેસ્ટઇન્ડિઝે બે વિકેટના ભોગે 45 રન બનાવ્યા હતા. રમત બંધ રહી ત્યારે શમરાહ બ્રુક્સ 4 અને ડેરેન બ્રાવો 18 રને રમતમાં હતા, વેસ્ટઇન્ડિઝ હજુ લક્ષ્યથી 423 રન દૂર છે. બીજા દાવમાં વિશાળ લક્ષ્ચાંકની સામે વેસ્ટઇન્ડિઝની…
બીજી ટેસ્ટમાં ઝડપી બોલર ઇશાંત શર્માએ દિગ્ગજ ભારતીય ઝડપી બોલર કપિલ દેવનો એશિયા બહાર સર્વાધિક વિકેટ ઝડપવાના રેકોર્ડને તોડી નાંખ્યો હતો. રવિવારે ઇશાંતે કપિલ દેવનો રેકોર્ડ તોડ્યો હતો. વેસ્ટઇન્ડિઝની ઇનિંગની 47મી ઓવરમાં ઇશાંતે જેહમર હેમિલ્ટનની વિકેટ ઉપાડી તેની સાથે જ તેણે આ સિદ્ધિ મેળવી લીધી હતી. આ પહેલા કપિલ દેવ અને ઇશાંત બંને ઝડપી બોલર તરીકે એશિયા બહાર સર્વાધિક વિકેટ ઉપાડવ મામલે સંયુક્બંત રૂપે સાથે બેઠા હતાં. બંંનેએ એશિયા બહાર 45 ટેસ્ટમાં 155 વિકેટ મળવી છે. આ ટેસ્ટ પહેલા એ નક્કી હતું કે જો ઇશાંત બીજી ટેસ્ટમાં એક વિકેટ પણ ઉપાડશે તો તે આ રેકોર્ડ તોડી નાંખશે અને તે ભારત…
આવતા મહિને શ્રીલંકામાં રમાનારી યૂથ એશિયા કપ ટુર્નામેન્ટ માટે ધ્રુવ જુરેલની કેપ્ટનશિપ હેઠળ જાહેર કરાયેલી ભારતીય ટીમમાં એક નામ અથર્વ અંકોલેકરના નામે ઘણાંનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. 18 વર્ષના અથર્વ જ્યારે માત્ર 9 વર્ષનો હતો ત્યારે તેના પિતાનુ અવસાન થયું હતું. તે પછી તેની માતા વૈદેહી અંકોલેકરે મહિલા બસ કન્ડક્ટર તરીકે નોકરી કરીને પોતાના પુત્રને એ લાયક બનાવ્યો કે જેનાથી આજે તે ભારતીય અંડર-19 ટીમમાં સામેલ થયો છે. ડાબોડી સ્પિનર અથર્વ અત્યાર સુધી ભારત-બી અંડર-19 ટીમ વતી ભારત અંડર-19 અને અફઘાન અંડર-19 ટીમ સામે મેચ રમ્યો છે. ભારતીય ટીમમાં પસંદ થઇને તેણે પોતાની માતાનું નામ ઉજાળ્યું છે.
ડિફેન્ડીંગ ચેમ્પિયન નાઓમી ઓસાકા અને ત્રણ વારના ચેમ્પિયન રફેલ નડાલ અહીં પોતપોતાની મેચ જીતીને અંતિમ 16માં પહોંચી ગયા છે. ઓસાકાએ 15 વર્ષીય તરૂણી કોકો ગોફને સરળતાથી હરાવી ચોથા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો, જ્યારે નડાલ દક્ષિણ કોરિયન ક્લવોલિફાયર ચુંગ હિયોનને હરાવીને પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યો હતો. ઓસાકાએ કોકોને 6-3, 6-0થી હરાવી હતી. ઓસાકાનો સામનો સ્વિટ્ઝરલેન્ડની 13મી ક્રમાંકિત બેલિન્ડા બેનસીચ સાથે થશે. બેનસીચને ત્રીજા રાઉન્ડમાં તેની હરીફ એનેટ કોન્ટાવેટ બિમાર હોવાને કારણે વોકઓવર મળતા તે ચોથા રાઉન્ડમાં પ્રવેશી છે. આ તરફ નડાલે ક્વોલિફાયર ચુંગ હિયોનને 6-3, 6-4, 6-2થી હરાવ્યો હતો, હવે તેનો સામનો 2014ના ચેમ્પિયન મારિન સિલિચ સાથે થશે. સિલિચે જોન ઇસ્નર સામે…