ભારતના સ્ટાર શૂટર મનુ ભાકર અને સૌરભ ચૌધરીની જોડીએ અહીં આઇએસએસએફ શૂટિંગ વર્લ્ડકપની 10 મીટર એર પિસ્તોલની મિક્ષ્ડ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને ભારતના અભિયાનનો પ્રભાવશાળી અંત આણ્યો હતો. આ જ ઇવેન્ટમાં યશસ્વીની દેસવાલ અને અભિષેક વર્માની જોડીએ સિલ્વર મેડલ જીત્યો હતો. તેમના પહેલા વિશ્વની નંબર વન મહિલા શૂટર અપૂર્વી ચંદેલા અને દીપક કુમારની જોડીએ 10 મીટર એર રાઇફલની મિક્ષ્ડ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો, જ્યારે એ જ ઇવેન્ટમાં અંજુમ મોદગિલ અને દિવ્યાંશ સિંહ પવાનની જોડીએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. અને તેના કારણે ટુર્નામેન્ટના અંતિમ દિવસે ભારતે પ્રભાવ પાથર્યો હતો. ભારત તરફથી આ વર્લ્ડકપમાં યશસ્વિની દેસવાલ, અભિષેક વર્મા અને ઇલાવેનિલ વાલારિવાને…
કવિ: Sports Desk
વેસ્ટઇન્ડિઝ સામેની બે ટેસ્ટની સિરીઝમાં ભારતના વિજયના શિલ્પીઓમાં મહત્વની ભૂમિકા ભજવનાર ઝડપી બોલર જસપ્રીત બુમરાહ આઇસીસી ટેસ્ટ રેન્કિંગમાં ટોપ ટેન બોલર્સમાં ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. મહત્વની વાત એ છે કે વેસ્ટઇન્ડિઝ સામેની સિરીઝ પહેલા બુમરાહ 16માં સ્થાને હતો અને બે ટેસ્ટમાં તેણે કુલ 13 વિકેટ ઉપાડીને બે મોટી છલાંગ લગાવીને અહીં સુધી પહોંચ્યો છે. ગયા અઠવાડિયે બુમરાહે 9 ક્રમની છલાંગ લગાવીને 16માં ક્રમેથી ટોપ ટેનમાં સીધી 7માં ક્રમે એન્ટ્રી કરી હતી અને હવે બીજી ટેસ્ટ પછી તેણે વધુ ચાર ક્રમની છલાંગ લગાવીને હવે ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. વેસ્ટઇન્ડિઝનો કેપ્ટન જેસન હોલ્ડર તેની ટીમ હારી હોવા છતાં રેન્કિંગમાં ફાયદા…
જમૈકામાં રમાયેલી બીજી ટેસ્ટના બીજા દાવમાં પહેલા બોલે જ આઉટ થવાનું ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીને મોટુ નુકસાન થયું છે અને તેણે ટેસ્ટ રેન્કિંગમાં નંબર વન બેટ્સમેનનો તાજ ગુમાવ્યો છે. આઇસીસી દ્વારા મંગળવારે જાહેર કરાયેલા ટેસ્ટ રેન્કિંગમા કોહલી ટોપ ટેન બેટ્સમેન રેન્કિંગમાં બીજા સ્થાને સરકી ગયો છે અને પહેલા સ્થાને ઓસ્ટ્રેલિયાનો માજી કેપ્ટન સ્ટીવ સ્મિથ પાછો ફર્યો છે. સ્મિથ હવે 904 રેટિંગ પોઇન્ટ સાથે પહેલા ક્રમે છે, જ્યારે વિરાટ કોહલી 903 રેટિંગ પોઇન્ટ સાથે બીજા ક્રમે છે. જમૈકા ટેસ્ટના પહેલા દાવમાં વિરાટે 76 રનની ઇનિંગ રમી હતી પણ બીજા દાવમાં તે પહેલા બોલે જ આઉટ થતાં તેના રેટિંગ પોઇન્ટમાં કપાત…
ભારતીય મહિલા ક્રિકેટ ટીમના દિગ્ગજ બેટ્સમેન અને માજી કેપ્ટન મિતાલી રાજે ટી-20 ઇન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. 36 વર્ષની મિતાલીએ 89 ટી-20 ઇન્ટરનેશનલમાં કુલ 2,364 રન કર્યા છે, જે આ ફોર્મેટમાં કોઇપણ ભારતીય દ્વારા બનાવાયેલા સર્વાધિક રન છે. ટી-20 ઇન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત કરતાં મિતાલીએ કહ્યું હતું કે હવે તે ઓડીઆઇ પર ફોકસ કરશે અને 2021ના વર્લ્ડ કપની તૈયારીમાં પોતાની ઉર્જા લગાવશે. મિતાલીએ 32 ટી-20 ઇન્ટરનેશનલ મેચમાં ભારતીય ટીમનું સુકાન સંભાળ્યું હતું, જેમાં 2012, 2014 અને 2016નો વર્લ્ડકપ સામેલ છે. તે 2006માં ભારતની પહેલી ટી-20 કેપ્ટન બની હતી. મિતાલીએ આ વર્ષે 9 માર્ચે ગુવાહાટીમાં પોતાની છેલ્લી ટી-20 મેચ રમી હતી.…
સબીના પાર્કમાં રમાયેલી બીજી ટેસ્ટમાં વિરાટ કોહલીની કેપ્ટનશિપ હેઠળ ભારતીય ટીમે વેસ્ટઇન્ડિઝને 257 રને હરાવીને 2-0થી સિરીઝ કબજે કરી લઇને વેસ્ટઇન્ડિઝનો સંપૂર્ણ સફાયો કરી દીધો હતો. આ વિજયની સાથે જ કોહલી 28 ટેસ્ટ વિજય સાથે 27 ટેસ્ટ જીતનારા મહેન્દ્ર સિંહ ધોનીને ઓવરટેક કરીને ભારતનો સૌથી સફળ કેપ્ટન બન્યો હતો. જો કે વૈશ્વિક ક્રિકેટની દૃષ્ટિએ જોતા વિરાટ સૌથી સફળ કેપ્ટનોની યાદીમાં છઠ્ઠા ક્રમે છે. વિરાટ કોહલીએ 48 ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાનું સુકાન સંભાળ્યું છે અને તેમાંથી 28 ટેસ્ટ તેણે જીતી છે જ્યારે 10માં પરાજય થયો છે તો 10 ટેસ્ટ ડ્રો રહી છે. કોહલીએ સૌથી સફળ કેપ્ટન તરીકે ધોનીને ઓવરટેક કર્યો તે પહેલા…
ટોચના ક્રમાંકિત અને ડિફેન્ડીંગ ચેમ્પિયન નોવાક જોકોવિચે અહીં રમાયેલી યુએસ ઓપનની ચોથા રાઉન્ડની મેચમાં સ્ટાન વાવરિંકા સામે બે સેટથી પાછળ પડ્યા બાદ ઇજાને કારણે કોર્ટ પરથી ચાલુ મેચે વિદાય લીધી હતી અને તેના કારણે વાવરિંકાને વોકઓવર મળતા તે ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યો હતો. અન્ય એક મેચમાં રોજર ફેડરરે 15માં ક્રમાકિત ડેવિડ ગોફિનને 6-2, 6-2, 6-0થી હરાવ્યો હતો, તો દાનિલ મેદવેદેવે જર્મન કવોલિફાયર ડોમિનિક કોફરને 3-6, 6-3, 6-3, 7-6થી હરાવ્યો હતો અને ગ્રિગોર દિમિત્રોવે એલેક્સ ડિ મનોરને 7-5, 6-3, 6-4થી હરાવ્યો હતો. ફેડરરનો સામનો દિમિત્રોવ સાથે, જ્યારે મેદવેદેવનો સામનો વાવરિંકા સાથે થશે.
ઇજાની આશંકામાંથી બહાર આવીને અમેરિકન ધુંરધર મહિલા ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સે પોતાના વિક્રમી 24માં ગ્રાન્ડસ્લેમ ભણી વધુ એક ડગલું ભરીને યુએસ ઓપનની કવાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. જયારે ફ્રેન્ચ ઓપન ચેમ્પિયન એશ્લે બાર્ટી અને કેરોલિના પ્લિસકોવા પોતપોતાની મેચમાં હારીને આઉટ થઇ ગયા હતા. 6 વારની ચેમ્પિયન સેરેનાએ ક્રોએશિયાની 22મી ક્રમાંકિત પેટ્રા માર્ટિચને 6-3, 6-4થી હરાવીને ક્વાર્ટરમાં પ્રવેશ કર્યો છે. હવે તેનો સામનો ચીનની વાંગ કિયાંગ સાથે થવાનો છે. વાંગ કિયાંગે વિશ્વની બીજી ક્રમાંકિત બાર્ટીને 6-2, 6-4થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. પોતાની મેચ દરમિયાન સેરેનાએ ઘુંટીમાં ઇજા થતા બીજા સેટમાં મેડિકલ ટાઇમઆઉટ લેવો પડ્યો હતો. 2017માં છેલ્લે ઓસ્ટ્રેલિયન…
સબીના પાર્કમાં રમાતી બીજી ટેસ્ટના ચોથા દિવસે ડેરેન બ્રાવો બેટિંગ કરવા માટે ઉતર્યો તે પછી તેને થોડી તકલીફ થતાં તે તરત જ રિટાયર્ડ હર્ટ થઇને પેવેલિયનમાં પાછો ફર્યો હતો. ત્રીજા દિવસની રમત દરમિયાન બ્રાવોને જસપ્રીત બુમરાહનો એક બોલ હેલમેટ પર વાગ્યો હતો અને તેની હેલમેટ તૂટી ગઇ હતી. તે સમયે બ્રાવોએ રમવાનું ચાલુ રાખ્યું હતું અને ત્રીજા દિવસની સમાપ્તિ સુધી તે 18 રન કરીને ક્રિઝ પર રહ્યો હતો. સોમવારે ચોથા દિવસની રમત શરૂ થઇ અને બેટિંગમાં ઉતરેલા બ્રાવોને થોડી તકલીફ થતાં ફિઝિયોને બોલાવ્યો હતો, તેની સાથે ચર્ચા કરીને તે રિટાયર્ડ હર્ટ થઇ પેવેલિયનમાં પાછો ફર્યો હતો. હવે તેના સ્થાને નવા…
પશ્ચિમ બંગાળની અલીપુર કોર્ટે ભારતીય ટીમના ઝડપી બોલર મહંમદ શમી અને તેના ભાઇ હસીદ અમહદ વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું છે. કોર્ટે શમીને 15 દિવસમાં સરેન્ડર કરવા જણાવ્યું છે. શમીની પત્ની હસીન જહાં દ્વારા ડોમેસ્ટિક વાયલન્સ મામલે શમી અને તેના ભાઇ સામે કેસ દાખલ કર્યો છે. કોર્ટ દ્વારા કોલકાતા પોલીસને જણાવાયું છે કે જો 15 દિવસમાં શમી સરેન્ડર નહીં થાય તો તેની ધરપકડ કરી લેવામાં આવે. એ ઉલ્લેખનીય છે કે શમીની હસીન જહાં સાથે પહેલી મુલાકાત 2012ની આઇપીએલ દરમિયાન થઇ હતી, તે સમયે હસીન કેકેઆરની ચિયર લિડર હતી અને તે પછી બંનેએ 2014માં પ્રેમ લગ્ન કર્યા હતા.
સબીના પાર્ક પર રમાઇ રહેલી બીજી ટેસ્ટમાં ભારતીય બેટ્સમેન હનુમા વિહારીએ પહેલી ઇનીંગમાં સદી અને બીજી ઇનિંગમાં અર્ધસદી ફટકારી તેની સાથે જ તે એશિયા બહાર એક જ ટેસ્ટની બે ઇનિંગમાં આવું પરાક્રમ કરનારો ભારતનો પાંચમો બેટ્સમેન બન્યો હતો. ભારત વતી છેલ્લે આવું પરાક્રમ સચિન તેંદુલકરે 1990માં કર્યું હતું. સચિને ઇંગ્લેન્ડ સામે માન્ચેસ્ટર ટેસ્ટમાં છઠ્ઠા ક્રમે બેટિંગ કરતાં પહેલા દાવમાં 61 અને બીજા દાવમાં 119 રનની ઇનિંગ રમી હતી. વિહારી અને સચિન પહેલા ભારતના અન્ય ત્રણ બેટ્સમેન આવું પરાક્રમ કરી ચુક્યા છે. ભારત વતી એક ટેસ્ટમાં સદી અને અર્ધસદી ફટકારનાર ખેલાડીઓ ખેલાડી …