ડોમેસ્ટિક ક્રિકેટની ગત સિઝનમાં સતત સારું પ્રદર્શન કરવા છતાં ભારત-એ અને દુલીપ ટ્રોફી માટેની ટીમમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહેલા શેલ્ડન જેક્સને હતાશા વ્યક્ત કરીને રાષ્ટ્રીય પસંદગીકારો પાસે પારદર્શકતા દાખવવાની માગ કરી છે. ગત રણજી સિઝનમાં 854 રન બનાવવા છતાં શેલ્ડન જેક્સનને ભારત-એ ટીમમાં સ્થાન મળ્યું નથી. સૌરાષ્ટ્રના આ સીનિયર બેટ્સમેનને આ વર્ષે દુલીપ ટ્રોફી માટેની ટીમમાં પણ સામેલ કરાયો નથી. જેક્સને પોતાના ટિ્વટર હેન્ડલ પર લખ્યું હતું કે આ વર્ષે સૌરાષ્ટ્રની ટીમ રણજી ટ્રોફી ફાઇનલમાં રમી અને આશ્ચર્યની વાત એ છે કે તમામ પ્લેટફોર્મ પર સારા પ્રદર્શન છતાં એકપણ ખેલાડીને એ સિરીઝ માટે પસંદ કરાયો નથી. તો શું રણજી ટ્રોફી…
કવિ: Sports Desk
ભારતીય ટીમનો વેસ્ટઇન્ડિઝ પ્રવાસ પૂરો થઇ ગયો છે અને આ દરમિયાન જ ટીમના હેડ કોચ તેમજ તેનો સપોર્ટ સ્ટાફ પણ નક્કી કરી દેવાયો છે, ત્યારે બેટિંગ કોચ પદેથી હટાવી દેવાયેલા સંજય બાંગરે વેસ્ટઇન્ડિઝ પ્રવાસ દરમિયાન જ્યારે કોચિંગ સ્ટાફની પસંદગી પ્રક્રિયા ચાલતી હતી ત્યારે ત્યાં હાજર પસંદગીકાર સભ્ય દેવાંગ ગાંધીના રૂમમાં જબરદસ્તી ઘુસી જઇને તેમની સામે પોતાનો રોષ ઠાલવ્યો હોવાની વાત સામે આવી છે. છેલ્લા પાંચ વર્ષથી ટીમ ઇન્ડિયાના બેટિંગ કોચ તરીકે કામ કરનાર બાંગરને વર્લ્ડકપ પછી એ પદેથી હટાવી દઇને તેના સ્થાને વિક્રમ રાઠોરને બેટિંગ કોચ બનાવાયો છે. એવી વાત સામે આવી છે કે જ્યારે મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદની આગેવાનીમાં…
ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બુધવારથી શરૂ થયેલી ચોથી એશિઝ ટેસ્ટમાં ટોસ જીતીને દાવ લેવાનો નિર્ણય કરનારી પ્રવાસી ઓસ્ટ્રેલિયન ટીમને શરૂઆતમાં જ ઇંગ્લેન્ડના ઝડપી બોલર સ્ટુઅર્ટ બ્રોડે બે ઝાટકા આપ્યા પછી માર્નસ લાબુશેન અને ગંભીર ઇજા પછી પાછા ફરેલા સ્ટીવ સ્મિથે મળીને ઓસ્ટ્રેલિયાને લથડી પડતા સંભાળી લીધું હતું. બંને વચ્ચે 116 રનની ભાગીદારી થઇ હતી. પહેલા દિવસની રમત બંધ રહી ત્યારે ઓસ્ટ્રેલિયાએ 3 વિકેટના ભોગે 170 રન બનાવી લીધા છે અને સ્મિથ 60 જયારે ટ્રેવિસ હેડ 18 રને રમતમાં છે. ઓસ્ટ્રેલિયાનો દાવ શરૂ થયાં પછી બ્રોડે ડેવિડ વોર્નરને ખાતું ખોલવા દીધા વગર પેવેલિયન ભેગો કર્યો હતો અને તે પછી માર્કસ હેરિસને…
યુક્રેનની એલિના સ્વિતોલીના અને ફ્રાન્સના ગેલ મોફિલ્સ વચ્ચે ટેનિસ કોર્ટ પર પાંગરી રહેલો પ્રેમ હવે સોળે કળાએ ખીલ્યો છે અને બંને વચ્ચેનો આ રોમાન્સ તેમને પ્રેરણા આપતો હોય તેમ બંને યુએસ ઓપનમાં આગેકૂચ કરી રહ્યા છે. એક તરફ સ્વિતોલીનાએ મહિલા સિંગલ્સમાં અંતિમ ચારમાં પ્રવેશ કરી લીધો છે ત્યારે ગેલ મોફિલ્સે પુરૂષ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપન દરમિયાન જ પોતાના સંબંધની જાહેરાત આ જોડીએ કરી છે અને હાલમાં ટેનિસ કોર્ટ પર જ તેમનો ચુંબન કરતો ફોટો વાયરલ બન્યો છે. આ બંનેના ઇન્સ્ટાગ્રામ પર સંયુક્ત એકાઉન્ટમાં 1 લાખ જેટલા ફોલોઅર છે. યુએસ ઓપન ગ્રાન્ડસ્લેમની મેચ દરમિયાન પ્રિયંકા…
વર્ષની ચોથી ગ્રાન્ડ સ્લેમ યુએસ ઓપનની પુરૂષ સિંગલ્સમાં ભારતીય સમય અનુસાર બુધવારે એક મોટો અપસેટ સર્જાયો હતો અને વર્લ્ડ રેન્કિંગમાં 78માં ક્રમાંકિત ગ્રિગોર દિમિત્રોવે દિગ્ગજ ત્રીજા ક્રમાંકિત રોજર ફેડરરને હરાવ્યો હતો. બલ્ગેરિયાના 28 વર્ષિય દિમિત્રોવે ફેડરરને હરાવીને સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે, જ્યાં તેનો મુકાબલો દાનિલ મેદવેદેવ સાથે થશે. ફેડરર સામે અગાઉની સાતેય મેચ હારેલા દિમિત્રોવે 8મી મેચમાં દિગ્ગજને પછાડ્યો આ પહેલા ફેડરર સામે રમેલી તમામ સાતેય મેચમાં હારેલા દિમિત્રોવે 8મી મેચમાં મેદાન મારીને ફેડરરને 3-6, 6-4, 3-6, 6-4, 6-2થી વિજય મેળવ્યો હતો. હવે શુક્રવારે રમાનારી સેમી ફાઇનલમાં દિમિત્રોવનો સામનો વિશ્વના પાંચમા ક્રમાંકિત રશિયન ખેલાડી દાનિલ મેદવેદેવ સાથે થશે. મેદવેદેવ…
6 વારની ચેમ્પિયન સેરેના વિલિયમ્સે અહીંના આર્થર એશ સ્ટેડિયમમાં જોરદાર પ્રદર્શન કરીને યુએસ ઓપન મહિલા સિંગલ્સમાં પોતાની કેરિયરનો 100મો વિજય મેળવીને સેમી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. સેરેનાએ મંગળવારની રાત્રિએ ચીનની યુવા ખેલાડી વાંગ કિયાંગને સીધા સેટમાં 6-1, 6-0થી હરાવી હતી. 23 વારની ગ્રાન્ડસ્લેમ ચેમ્પિયન સેરેનાને આ મેચ જીતવા માટે માત્ર 44 મિનીટનો સમય લાગ્યો હતો. વર્ષની ચોથી અને અંતિમ ગ્રાન્ડસ્લેમમાં સેરેનાની આ 100મી જીત રહી હતી. સેરેનાએ કહ્યું હતું કેમારા મનમાં કદી એવું આવ્યું નહોતું કે હું અહીં 100 મેચ જીતી શકીશ, આ અદ્દભૂત છે. હું જ્યારે પહેલીવાર યુએસ ઓપન રમી ત્યારે મારી વય 16 વર્ષની હતી. પાંચમી ક્રમાંકિત…
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)એ બુધવારે માજી કેપ્ટન મિસ્બાહ ઉલ હકને પાકિસ્તાની ટીમનો મુખ્ય કોચ અને મુખ્ય પસંદગીકાર તરીકે નિયુક્ત કર્યો હતો. પીસીબીને એવી આશા છે કે નવા કોચ અને પસંદગીકાર તરીકે મિસ્બાહના આવવાથી ટીમના પ્રદર્શનમાં આશા અનુસારનો સુધારો થશે. ઇંગ્લેન્ડ ખાતે રમાયેલા વન-ડે વર્લ્ડકપમાં પાકિસ્તાનની ટીમ નોકઆઉટ રાઉન્ડમાં પણ પ્રવેશી શકી નહોતી. વર્લ્ડકપમાં ટીમના ખરાબ પ્રદર્શન પછી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે મુખ્ય કોચ મિકી આર્થરના કાર્યકાળને આગળ વધાર્યો નહોતો. તેની સાથે જ બોલિંગ કોચ અઝહર મહેમૂદ અને બેટિંગ કોચ ગ્રાન્ટ ફ્લાવરને પણ રજા આપી દેવાઇ હતી. પીસીબીએ જાહેર કર્યું હતું કે મિસ્બાહ આગામી ત્રણ વર્ષ સુધી પાકિસ્તાની ટીમના મુખ્ય કોચ અને…
અફઘાનિસ્તાનનો અનુભવી સ્પિનર રાશિદ ખાન બાંગ્લાદેશ સામે ગુરૂવારથી શરૂ થઇ રહેલી ટેસ્ટમાં મેદાન પર ઉતરતાની સાથે જ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી યુવા કેપ્ટન બનવાનો રેકોર્ડ બનાવી લેશે. વર્લ્ડકપ પછી અફઘાનિસ્તાને રાશિદ ખાનને ત્રણેય ફોર્મેટમાં કેપ્ટન બનાવ્યો છે. તેની વય હાલમાં 20 વર્ષ અને 350 દિવસ છે. ટેસ્ટમાં સૌથી યુવા કેપ્ટન તરીકેનો રેકોર્ડ ઝિમ્બાબ્વેના તેતેન્ડા ટૈબુના નામે છે. જેણે 2004માં જ્યારે હરારે ખાતે શ્રીલંકા સામેની ટેસ્ટમાં ઝિમ્બાબ્વેની ટીમનું સુકાન પહેલીવાર સંભાળ્યું હતું ત્યારે તેની વય 20 વર્ષ અને 359 દિવસ હતી. રાશિદ ખાને કહ્યું હતું કે હું નવી ભૂમિકા મળવાથી ઘણો રોમાંચિત છુ અને હું હકારાત્મક રહીને રમતની આનંદ માણવાનો પ્રયાસ કરીશ.
પોતાના ચોથા યુએસ ઓપન ટાઇટલ ભણી વધુ એક ડગલું ભરતાં સ્પેનના રફેલ નડાલે સોમવારે વર્ષની અંતિમ ગ્રાન્ડસ્લેમ ટુર્નામેન્ટની પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં માજી ચેમ્પિયન મારિન સિલિચને હરાવીને વિક્રમી 40મી વાર ગ્રાન્ડસ્લેમ ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. નડાલે સિલિચને 6-3, 2-6, 6-1, 6-2થી હરાવ્યો હતો. હવે તેનો સામનો આર્જેન્ટીનાના ડિએગો શ્વાર્ત્ઝમેન સાથે થશે, જેણે છઠ્ઠા ક્રમાંકિત જર્મનીના એલેક્ઝાન્ડર ઝ્વેરેવને 3-6, 6-2, 6-4, 6-3થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. સતત ત્રીજા વર્ષે ચારેય ગ્રાન્ડસ્લેમમાં અલગ અલગ મહિલા ચેમ્પિયન જોવા મળશે વિશ્વની નંબર વન મહિલા ખેલાડી નાઓમી ઓસાકા અહી પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં બેલિન્ડા બેનસિચ સામે હારી ગઇ તેનાથી એ નક્કી થઇ ગયું છે…
મહિલા વિભાગની ટોચની ક્રમાંકિત જાપાનીઝ ખેલાડી નાઓમી ઓસાકાને હરાવીને સ્વિટ્ઝરલેન્ડની બેલિન્ડા બેનસિચે યુએસ ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. હવે તેનો સામનો ક્રોએશિયાની 23મી ક્રમાકિત ડોના વેકિક સાથે થશે. આ સિવાય 25મી ક્રમાંકિત એલિસ મર્ટેન્સે અમેરિકાની વાઇલ્ડ કાર્ડ હોલ્ડર ક્રિસ્ટી અનને જ્યારે કેનેડાની 15મી ક્રમાંકિત બિયાન્કા એન્દ્રિસ્કુએ અમેરિકન ક્વોલિફાયર ટેલર ટાઉનસેન્ડને હરાવીને કવાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. બેનસિચે ઓસાકાને 7-5, 6-4થી હરાવી હતી, આ પરાજયને કારણે હવે તે નંબર વનનું પદ ગુમાવશે અને તેના સ્થાને અશ્લે બાર્ટી સોમવારે ફરી નંબર વન પર પહોંચી શકે છે. વેકિકે જર્મનીની 26મી ક્રમાંકિત જ્યોર્જેસને 6-7, 7-5, 6-3થી હરાવી હતી. આ તરફ મર્ટેન્સે ક્રિસ્ટીને…