મેંદરડા તાલુકાના સાસણગીર ખાતે આવેલ ગીર નેશનલ પાર્ક ના દેવળીયા સફારી પાર્કમાં ગીર નું ઘરેણું એટલે સિંહ ગીરના વસવાટ કરતા સિંહ મસ્તી કરતા વિડીયો અવારનવાર સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે થોડા દિવસ પહેલા દેવળિયા નેશનલ સફારી પાર્કમાં એક સિંહણ જીપ્સીના ટાયર ને બચકા ભરવા લાગી હોવાનો એક વિડીયો સામે આવ્યો છે ફોટોગ્રાફર કરીમ કડીવાડ આ નજારો પોતાના કેમેરામાં કેદ કર્યો હતો જો કે આ સમયે થોડીવાર માટે તો જીપ્સીના સવાર તમામ પ્રવાસીઓના જીવ પડી કે બંધાઈ ગયા હતા થોડીવાર મસ્તી કરી સિંહણ ત્યાંથી નીકળી જતા પ્રવાસીઓએ હાશકારો અનુભવ્યો હતો દેવડિયા નેશનલ પાર્કની ઘટના છે જૂનાગઢમાં આવેલ દેવળીયા સફારી પાર્કમાં…
કવિ: satyadaydesknews
પાટણ જિલ્લામાં છેલ્લા 25 દિવસ થી જિલ્લામાં કોરોનાનાં કેસ શરૂ થવા પામ્યા છે.અને દિવસે દિવસે કોરોનના કેસ માં વધારો થયો છે.ત્યારે શુક્રવારે કોરોના ના 4 કેસ નોંધાયા હતા. જેમાં પાટણ 3 અને ચાણસ્મા 1 એમ કુલ 4 કોરોન કેસ નોંધાયો છે જિલ્લામાં કુલ 25 એક્ટિવ કેસ છે.જિલ્લામાં કુલ 47 કેસ અત્યાર સુધી નોંધાયા છે. પાટણ જિલ્લામાં કોરોન ના કેસ વધી રહ્યા છે ત્યારે પાટણ શહેર ના રોકડીયા ગેટ પાસે 38મહિલા ,માતપુર માં 70વર્ષ પુરુષ,હાશાપુર 26મહિલા અને ચાણસ્મા ના બ્રાહ્મણવાડામાં 12 વર્ષ ની બાળકી ને ખાંસી અને તાવ જેવી બીમારીથી સંક્રમિત થતા કોરોના શંકાસ્પદ લાગતા તેમનું સેમ્પલ લેવામાં આવ્યું હતું. જેનો…
ચાણસ્મા તાલુકાના લણવા ગામે સામૂહિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે જેનો લાભ લણવા સહિત આજુબાજુના દસ ગામોને મળે છે. આરોગ્ય કેન્દ્રમાં લોકોના રોગોની વિવિધ પરીક્ષણો માટેની લેબોરેટરી ફિઝિયોથેરાપી સાધનો દર્દીને દાખલ કરવા માટેની સુવિધાઓ સાથેનું આરોગ્ય કેન્દ્ર બનાવાયું છે પણ ચાવીરૂપ તબીબોની ઘટ હોવાથી લોકોને પરેશાની થઈ રહી છે. હાલમાં લણવા આરોગ્ય કેન્દ્રમાં આરોગ્ય અધિક્ષક વર્ગ એક ની જગ્યા ઘણા લાંબા સમયથી ખાલી પડી છે મેડિકલ ઓફિસર વર્ગ-2માં ચાર ડોક્ટરની નિમણૂક કરાઇ છે જે પૈકી બે મેડિકલ ઓફિસર બોન્ડ આધારિત અને એક કરાર આધારિત છે. ચાણસ્મા તાલુકાના લણવા આરોગ્ય કેન્દ્રમાં બાળ નિષ્ણાત સેવાઓ મળી રહે ઓપીડીમાં સમયસર અને સારી સેવા મળી…
Lifestyle: યુવાનીમાં હાઈ કોલેસ્ટ્રોલ વાળને સફેદ કરે છે, વૃદ્ધાવસ્થાનો આપે છે સંકેત….આજના સમયમાં ફાસ્ટ ફૂડ તમારા શરીરને ઝડપથી વૃદ્ધ કરી રહ્યું છે. તમારા વાળનું અકાળે સફેદ થવું ચિંતાજનક છે. હાઈ કોલેસ્ટ્રોલને કારણે શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ ફૂલીફાલી રહી છે અને તેનાથી તમારી શારીરિક ક્ષમતા પણ નબળી પડી રહી છે. જો તમે હાઈ કોલેસ્ટ્રોલના શિકાર છો, તો તેની અસર સૌથી પહેલા તમારા વાળમાં જોવા મળશે. તેના વાળની અસર તમારા શરીર પર પડશે.વાળનું અકાળે સફેદ થવુંએક રિસર્ચ અનુસાર હાઈ કોલેસ્ટ્રોલને કારણે વાળ ઉંમર પહેલા સફેદ થઈ રહ્યા છે. વાળ ખરવાની પણ સમસ્યા છે. જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ ઉંદરો પર આ સંશોધન કર્યું…
adhar-PAN:જો તમે હજુ સુધી પેનને આધાર સાથે લિંક (adhar-PAN Link) નથી કરાવ્યું તો સાવધાન થઈ જાવો. કારણ કે સરકાર હવે આવા લોકો સામે એક્શનમાં આવી છે. નાણામંત્રી સીતારમણે સ્પષ્ટ કર્યું છે કે, જો 30 જૂન 2023 સુધીમાં પેનને આધાર સાથે લિંક (adhar-PAN Link) કરવામાં નહીં આવે તો તેમણે વધુ દંડ ભરવો પડશે. એટલા માટે સમયસર પેનને આધાર સાથે લિંક કરી લેવું. નહીંતર કાયદેસરના કડક પગલાં લેવામાં આવશે. હાલ દંડની રકમ 1 હજાર રૂપિયા છે. પરંતુ જો તમે 30 જૂન સુધી આ કામ નહીં કરાવો તો તમારે વધુ રૂપિયા ચૂકવવા પડશે.પેન (PAN) થઈ જશે નિષ્ક્રિયઅત્યાર સુધી સરકારનો નિયમ હતો કે, જો તમે…
ડાયમંડ સિટી સુરતના ડીંડોલી વિસ્તારમાંથી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. અહીં, સળગેલી હાલતમાં મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. હાલ મહિલાના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ લઈ જવાયો છે. રહસ્યમય સંજોગોમાં મહિલાનું મોત થતા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, સુરતના ડીંડોલી વિસ્તારમાં એક મહિલાનો સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. મહિલાની ઓળખ સુજીદેવી ચૌધરી તરીકે થઈ છે અને તેની ઉંમર 45 વર્ષ હોવાનું જણાયું છે. આ ચકચારી ઘટના આજે સવારે 9.30 કલાકે બની હતી. 108ની ટીમે ફાયર એક્સ્ટિંગ્યુસર બોટલ થકી આગ પર કાબૂ મેળવ્યો હતો. પરંતુ, મહિલા સંપૂર્ણ રીતે બળી જેતા તેનું મોત…
અમદાવાદમાં રવિવારના રોજ ફરીથી બીજી મેચ રમાવા જઈ રહી છે ત્યારે ઈન્ડિયન પ્રીમિયર લીગની અગાઈ 31 માર્ચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ઉદ્ઘાટન મેચમાં 150 જેટલા મોબાઈલની ચોરી થઈ છે. પોલીસને મોટી સંખ્યામાં લોકોએ મોબાઈલ અને તેમાં પણ આઈફોન ચોરાયાની ફરીયાદ કરી છે. IPLની રંગારંગ શરૂઆતમાં જ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખીચોખીચ ભરેલું હતું ત્યારે ચોરોએ લોકોની નજર ચૂકવી સુરક્ષા વચ્ચે પણ મોબાઈલની મોટી સંખ્યામાં ચોરી કરી હતી. ત્યારે આ વખતે પોલીસની સાથે સાથે મેચ જવા જનાર દર્શકોએ પણ સાવધાન રહેવું પડશે. જો કે, અમદાવાદ પોલીસ 9 એપ્રિલની મેચ માટે મોબાઈલ ચોરોને રંગે હાથે પકડવા માટે પણ સજ્જ બનશે.શરૂઆતની મેચો દરમિયાન મોટી…
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આઝમગઢમાં એક જાહેર સભાને સંબોધિત કરતા કહ્યું કે 2017 બાદથી જિલ્લાએ પોતાની ઓળખ બદલી છે. તેમણે કહ્યું કે પહેલા આઝમગઢ સમગ્ર દેશમાં નકારાત્મક કારણોસર જાણીતું હતું, પરંતુ હવે તે વિકાસના ગઢ તરીકે ઓળખાય છે. તેમણે કહ્યું કે પહેલા જ્યારે અહીંના લોકો બહાર જતા હતા ત્યારે તેમને ભાડા પર ઘર તો દૂર તેમને લોકો હીન નજરથી જોતા હતા, પરંતુ આજે તેમને આખા દેશમાં સન્માનની નજરે જોવામાં આવે છે.પહેલાની સરકારો પક્ષપાત કરતી હતી – સીએમ યોગીશુક્રવારે આઝમગઢમાં 8700 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરતાં સીએમ યોગીએ કહ્યું કે ભાજપની ડબલ એન્જિન સરકારે રાજ્યના દરેક ગામનો વિકાસ કર્યો છે.…
ગુજરાત સહિત દેશભરના ક્રિકેટ પ્રેમિઓ માટે ઉત્સવ સમાન ઇન્ડિયન પ્રિમિયર લીગ (IPL) શરૂ થઈ ચૂકી છે. ત્યારે દેશભરમાં તેનો રંગ ચડ્યો હોય તેમ લાગી રહ્યું છે. અમદાવાદ પણ આઈપીએલના રંગમાં રંગાયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. અમદાવાદની નવી ઓળખ સમાન મેટ્રો ટ્રેનને આઈપીએલ થીમથી શણગારવામાં આવી છે. વેજલુપર-મોટેરા મેટ્રો ટ્રેક પર દોડતી ટ્રેનને IPLનો રંગજણાવી દઈએ કે, શહેરના વેજલુપર-મોટેરા મેટ્રો ટ્રેક પર દોડતી ટ્રેનને આઈપીએલ થીમમાં તબદીલ કરવામાં આવી છે. ટ્રેન પર આઈપીએલની ટીમ ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓના પોસ્ટર લગાડવામાં આવ્યા છે. ગુજરાત ટાઇટન્સને સ્પોર્ટ કરવા માટે મેટ્રો ટ્રેન પર ટીમના ખેલાડીઓના ફોટો લગાડવામાં આવ્યા છે. જણાવી દઈએ કે, અમદાવાદના નરેન્દ્ર…
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની સીઝનમાં ફરી એકવાર કોરોનાનો ડર સતાવવા લાગ્યો છે. તેનું કારણ એ છે કે દેશભરમાં કોવિડ સંક્રમણના કેસોમાં ઝડપથી વધારો થયો છે. દિલ્હીમાં 24 કલાકમાં કોરોના વાયરસના 509 કેસ નોંધાયા છે, પરંતુ તેનો ઝડપી વધારાનો દર તણાવને વધારે છે. એક દિવસમાં આ દરમાં 10.9 ટકાનો વધારો જોવા મળ્યો છે. હવે આ તમામ વધતા જતા મામલાઓને જોતા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એ IPLની તમામ ફ્રેન્ચાઈઝી, સ્ટાફ અને ખેલાડીઓને કડક સૂચના આપી છે. બીસીસીઆઈએ દરેકને વધુ સતર્ક અને સાવચેત રહેવાની સૂચના આપી છે. ખેલાડીઓને માર્ગદર્શિકાનું પાલન કરવા સૂચનાઓ આ બાબતથી વાકેફ બીસીસીઆઈના એક સૂત્રએ કહ્યું, ‘અમે દરેકને IPLમાં કોરોનાને…